Book Title: Yuvakone
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ યુવાને [ ૮૫ જ્યારે અયોગ્ય રીતે એકબીજા સાથે સંકળાઈ જાય છે ત્યારે નિતિ એ સાચી નિવૃત્તિ નથી રહેતી અને પ્રવૃત્તિ પણ પિતાને પ્રાણુ ખઈ બેસે છે. એક પ્રસિદ્ધ આચાર્યો આગેવાન અને શિક્ષિત મનાતા એક ગુહસ્થ ઉપર પત્ર લખેલે. તેમાં સૂચવેલું કે રખે તમારી પરિષદ પુનર્લગ્નની ભ્રમણામાં સડેવાય. એમ થશે તો ધર્મને લાંછન લાગશે. ઉપરથી જોતાં ત્યાગી ગણતા એ આચાર્યની સૂચના કેટલી ત્યાગગર્ભિત લાગે છે ! પણ સહેજ વિશ્લેષણ કરતાં આવી અનધિકાર સંયમની ભલામણનું મર્મ ખુલ્લું થઈ જાય છે. પુનર્લગ્નની હિમાયત કે તેના પ્રચારથી જૈન સમાજ ખાડામાં પડશે, એવી મકકમ માન્યતા ધરાવનાર અને પુનર્લગ્ન કરેલ પાત્રોને હલકી દૃષ્ટિથી જોનાર એવા જ ત્યાગીઓ પાસે, જ્યારે આપણે વૃદ્ધ જ નહિ, અતિવૃદ્ધ ઉમરે કુમળી કન્યા સાથે લગ્ન કરનાર ગૃહસ્થને, અગર એક સ્ત્રી હૈયાત છતાં બીજી કરનાર ગૃહસ્થને, અગર પુખ્ત ઉમરે પહોંચ્યા પછી ચોથી કે પાંચમી વાર પરણનાર ગૃહસ્થને, પૈસા હોવાને કારણે, આદર પામતા કે આગલું આસન શોભાવતા જોઈએ છીએ, ત્યારે એ ત્યાગી ગુઓની સંયમની હિમાયતમાં કેટલે વિવેક છે એ તરી આવે છે. ઘણા ત્યાગી ગુઓ અને તેમની છાયા તળે વગર વિચાર્યું આવેલા ગૃહસ્થ સુધ્ધાં જયારે એમ કહે છે કે, “આપણે આપણે ધર્મ સંભાળીએ, દેશ અને રાષ્ટ્રને એને માર્ગે જવા દે. કંઈ રાજ્ય વિરુદ્ધ તે વળી આપણું જૈનથી વિચારાય કે કરાય ? ”—ત્યારે નિવૃત્તિ અને પ્રવૃત્તિના પહેલામાં કેટલું અસામાજશ્ય ઊભું થયું છે તે જણાઈ આવે છે. જાણે ઉપરની વિચારસરણી ધરાવનાર દેશની ગુલામી અગર પરતંત્રતાથી મુકત જ ન હોય, એમ લાગે છે. તેઓ એ ભૂલી જાય છે કે આર્થિક, ઔદ્યોગિક કે રાજકીય પરતંત્રતા જે દેશમાં હોય તો તેઓ પોતે પણ એ જ બેડીથી બંધાયેલા છે. ગુલામી સદી જવાને કારણે અગર ટૂંકી દૃષ્ટિને કારણે ગુલામી ગુલામી ન લાગે, પણ તેથી કાંઈ ગુલામીને બેજ ઓછો થતું નથી. વળી, આવા ટૂંકી દૃષ્ટિવાળા વગે એ પણ વિચારવું જોઈએ કે વિશ્વમાં સ્વતંત્રતા માટે પ્રસરતાં આંદોલન બેરોકટેક આપણું આખા દેશમાં ખૂણે ખૂણે વ્યાપી રહ્યાં છે. સ્વતંત્રતાની તમન્નાવાળો વર્ગ નાને પણ મક્કમપણે એ જ દિશામાં કૂચ કરી રહ્યો છે. ધર્મ, પંથ અને કેમ ભેદ રાખ્યા સિવાય હજારે, બલકે લાખ, યુવકયુવતીઓ એમને સાથ આપી રહ્યાં છે. વહેલું કે મેડું એ પ્રગતિનું તંત્ર સફળ થવાનું જ છે. રાષ્ટ્ર-ઉત્થાનની સફળ ક્ષણે સુંદર ફળની ભાગીદારી સિવાય જે જૈન સમાજને પણ ન જ રહેવું હોય અને એ ફળે હાથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11