________________
દર્શન અને ચિંતન વિચારે અપ અગર પિતાની લાગવગ દ્વારા બીજી રીતની મદદ કરી પરિષદનું કામ સરળ બનાવે. પરિષદે પિતાના ગૃહસ્થ સભ્યોના બળ ઉપર જ ઊભું રહેવાનું છે. એક રીતે તેમાં સ્વતંત્રતાને પૂરે અવકાશ હોઈ વિકાસને સ્થાન પણ છે; છતાં પરિષદના બધા જ સભ્ય લગભગ વ્યાપારી પ્રવૃત્તિના હઈ પરિષદનાં કાર્યોનું વ્યવસ્થિત અને સતત સંચાલન કરવા, જોઈ તે સમય. આપી શકે તેમ અત્યારે દેખાતું નથી. તેથી હું બહુ જ પરિમિત કર્તવ્યોનું સૂચન કરું છું, અને તે એ દૃષ્ટિથી કે જ્યાં જ્યાંને યુવકસંઘ તેમાંથી કોઈપણ કરવા સમર્થ હોય, ત્યાં ત્યારે યુવાસંધ પિતાના સ્થાન પૂરતાં તે કર્તવ્ય અમલમાં મૂકી શકે.
હિંદુસ્તાનના જુદા જુદા પ્રાન્તોમાં અનેક શહેરે, કસબાઓ અને ગામડાંઓ. એવાં છે કે જ્યાં જૈન યુવકે છે છતાં તેમને સંધ નથી. આપણે ધારીએ અને અપેક્ષા રાખીએ તેટલું તેમનું સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક વાચન નથી. એક રીતે તેઓ તદ્દન અંધારામાં છે. ઉત્સાહ અને લાગણી છતાં શું વિચારવું, શું બોલવું, ક્યાં મળવું, કેમ મળવું, એની તેમને જાણ જ નથી. જે શહેરે અને કસબાઓમાં પુસ્તકો વગેરેની સગવડ છે, ત્યાંના પણ અનેક ઉત્સાહી જૈન યુવકને મેં એવા જોયા છે કે જેઓનું વાચન નામમાત્રનું પણ નથી હતું, તે તેમના વિચારસામર્થ્ય માટે વધારે આશા ક્યાંથી રહે ? એવી સ્થિતિમાં આપણું પરિષદે એક-બે–ત્રણ સભ્યોની સમિતિ નીમી તે દ્વારા એવી એક આવશ્યક વાચ્ય પુસ્તકોની યાદી તૈયાર કરી જાહેર કરવી. ઘટે કે જે દ્વારા સરલતાથી દરેક જૈન યુવક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તેમ જ બીજા આવશ્યક પ્રશ્નો સંબંધે સ્પષ્ટ માહિતી મેળવી શકે અને તે દિશામાં આપમેળે વિચાર કરતો થઈ જાય. આવી યાદી અનેક યુવકના સંગઠનની પ્રથમ ભૂમિકા બનશે. કેન્દ્રસ્થાન સાથે અનેક જુદાંજુદાં સ્થાના યુવકેને પત્રવ્યવહાર બંધાતાં અનેક નવા યુવકો પણ ઊભા થશે. માત્ર પાંચ કે દશ શહેરના અને તેમાં પણ અમુક જ ગણ્યાગાંઠયા વિચારશીલ યુવકે હેવાથી કાંઈ સાર્વત્રિક યુવકસંઘની વિચારપ્રવૃતિ પણ ન ચાલી શકે. મુખપત્ર દ્વારા પ્રગટ થતા વિચારે ઝીલવા જેટલી સામાન્ય ભૂમિકા સર્વત્ર એ રીતે જ નિર્મિત થઈ શકે.
આગળ જે કર્યું તે ફક્ત યુવકના સ્વશિક્ષણની દૃષ્ટિએ પણ અમુક કેળવણીપ્રધાન શહેરના સંઘેએ બીજી એક શિક્ષણ સંબંધી પ્રવૃત્તિ હાથ ધરવી ઘટે છે, અને તે એ કે તે તે શહેરના સોએ તિપિતાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org