________________ 9i2 ] દર્શન અને ચિંતન યુવકે આ દિશામાં કોઈ જરૂર કરી શકે. યોગ્ય વાચનાલ અને પુસ્તકાલયોની સગવડ તો દરેક પ્રસિદ્ધ તીર્થમાં પ્રથમ હોવી જ જોઈએ. પણ આબુ જેવા સ્થાનમાં એ સગવડ વધારે ઉપયોગી સિદ્ધ થઈ શકે. પાલીતાણુ જેવા તીર્થમાં કેળવણીની સંસ્થાઓ છે. અને તે, નાનીમોટી પણ, એકથી વધારે છે. તેની પાછળ ખર્ચ પણ ઓછો થતો નથી. અલબત્ત, તેમાં કામ થાય જ છે, પણ એ સંસ્થાઓ એવી નથી કે જેના તરફ બીજી પ્રસિદ્ધ સંસ્થાઓની પેઠે વિદ્વાનોનું ધ્યાન ખેંચાય. તે વાતે ભાવનગર જેવા નજીકના શહેરના વિશિષ્ટ શિક્ષિત યુવકોએ અમુક સહકાર તે સંસ્થાઓને આપવો ઘટે . કેટલીક ધાર્મિક પાઠશાળાઓ તે માત્ર નામની અને નિપ્રાણ જેવી છે. એમાં પણ યુવકે વાસ્તે કર્તવ્યને અવકાશ છે. જે માણસ જરા પણ ઊંચનીચના ભેદ સિવાય કહેવાતા અસ્પૃશ્યો અને દલિત સાથે મનુષ્યતાપૂર્ણ વ્યવહાર કરતે હોય, જે ફરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાના સ્થાનમાં મરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાને સક્રિય સમર્થક હોય અને વળી જે સાધુસંસ્થા આદિ અનેક ધાર્મિક સંસ્થા માં જવાબદારીવાળી સમાચિત સુધારણાને હિમાયતી હોય, તે માણસ આટલી ટૂંકી અને હળવી કર્તવ્યસૂચના કેમ કરતો હશે એ જાણી, જડ રૂઢિની જમીન ઉપર લાંબા કાળ લગી એકધારા ઊભા રહેવાથી કંટાળી વિચારક્રાતિના આકાશમાં ઊડવા ઇચ્છનાર યુવકવર્ગને નવાઈ થાય, એ સ્વાભાવિક છે. પણ આ વિષે ભારે ખુલાસો એ છે કે આ માર્ગ જાણી જોઈને મેં સ્વીકાર્યો છે. મારું એમ ચોક્કસ માનવું છે કે એક હળવામાં હળવી પણ ઉપયોગી કર્મ કસોટી યુવકે સમક્ષ મૂકવી અને તપાસી જેવું કે તેઓ એ કસોટીમાં કેટલે અંશે પસાર થાય છે. આ કેસેટી તદ્દન હળવી છે કે સહેજ પણ અઘરી, એ સાબિત કરવાનું કામ યુવકોનું છે. મોટે ભાગે જૈન જનતાને વારસામાં એકાંગી અમુક જ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, જે સમુચિત વિચારણું અને આવશ્યક પ્રવૃત્તિ વચ્ચેનો મેળ સાધવામાં ઘણીવાર વિનરૂપ નિવડે છે. તેથી તેની જગાએ કઈ દૃષ્ટિએ આપણુ યુવકોએ કામ લેવું એની જ મેં મુખ્યપણે ચર્ચા કરી છે. હું આશા રાખું છું કે આપણી સામે પડેલા સળગતા બધા પ્રશ્નો વિષે વિચાર કરવામાં જે આપણે એ અનેકગી દૃષ્ટિનો ઉપયોગ કરીશું તે વગર વિષે સીધે રસ્તે ચાલ્યા જઈશું. -જૈન યુવક સંમેલન, અમદાવાદ સ્વાગત પ્રમુખ તરીકેના ભાષણમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org