________________
યુવકને
[ ૮૭ ૩. વિવેદી ક્રિયાશીલતા
હવે આપણે ત્રીજા લક્ષણ ઉપર આવીએ. આપણું નાનકડાશા સમાજમાં સામસામે અથડાતા અને વગર વિચાર્યું –પ્રતિષ કરતા બે
કાન્તિક પક્ષે છે : એક પક્ષ કહે છે કે સાધુ-સંસ્થા હવે કામની નથી; તે જવી જ જોઈએ. શાસ્ત્રો અને આગમનાં તે તે સમયનાં બંધને આ સમયે નકામાં હોઈ એને ભાર પણ જો જ જોઈએ. તીર્થો અને મંદિરના બે પણુ અનાવશ્યક છે. બીજો પક્ષ એની સામે કહે છે કે જૈન પરંપરાનું સર્વસ્વ જ સાધુ-સંસ્થા છે. એમાં કોઈ પણ જાતની ખામી હેય તે પણ એ જેવા અને ખાસ કરીને કહેવા ના પાડે છે. એને શાસ્ત્ર તરીકે મનાતાં બધાં જ પુસ્તકના બધા જ અક્ષરે ગ્રાહ્ય લાગે છે, અને તીર્થ તેમ જ મંદિરની વર્તમાન પદ્ધતિમાં કાંઈ ઘટાડે–વધારે કરવા જેવું લાગતું જ નથી. મને પિતાને એમ લાગે છે કે આ બંને પક્ષો સામસામેના વિરોધી એકાન્તોથી સહજ વિવેકપૂર્વક નીચે ખસી આવે છે એમને સત્ય સમજાય અને નકામી વેડફાતી શક્તિ ઉપયોગી માર્ગે લાગે. તેથી હું અને જેને શબ્દનો અર્થ વિવેક અને યુવકનો અર્થ ક્રિયાશીલ કરી જૈન યુવકના અનિવાર્ય લક્ષણ તરીકે વિવેકી ક્રિયાશીલતાને સૂચવું છું.
સાધુ સંસ્થાને તદ્દન અનુપયોગી કે “અજાગલસ્તનવત” માનનારને હું કેટલાક પ્રશ્નો પૂછું છું. ભૂતકાળની સાધુ સંસ્થાની ઐતિહાસિક કારકિર્દીની વાત બાજુએ રાખીએ અને માત્ર ચાલું શતાબ્દીની જ તેમની કારકિર્દીને વિચાર કરીએ તે પણ સહેજે એ સંસ્થા પ્રત્યે માન થયા વિના રહેતું નથી. દિગંબર પરંપરાએ છેલ્લી ઘણી શતાબ્દીઓ થયાં સાધુ સંસ્થા ગુમાવી તો શું એ પરંપરાએ શ્વેતાંબર પરંપરા કરતાં વિદ્યા, સાહિત્ય, કળા કે નીતિ પ્રચારમાં વધારે ફાળો આપ્યો છે ? વળી અત્યારે દિગંબર પરંપરા મુનિસંસ્થા માટે જે પ્રયત્ન કરી રહી છે તેનું શું કારણ? જિહવા અને લેખિનીમાં વિવેક નહિ રાખનાર મારા તરુણ ભાઈઓને હું પૂછું છું કે તમે વિદ્યાપ્રચાર તે છો છે ને ? જો હા, તે આ પ્રચારમાં સૌથી પહેલાં અને સૌથી વધારે ફાળો આપનાર સાધુ નહિ તે બીજું કોણ છે ? એક ઉત્સાહવીર શ્વેતાંબર સાધુને કાશી જેવા દૂર અને ઘણા કાળથી ત્યજાયેલા સ્થાનમાં ગૃહસ્થ કુમારને શિક્ષણ આપવાની મહત્વપૂર્ણ અંતઃસ્કુરણા થઈ ન હતા તે શું આજે જે સમાજમાં જે એક જાતની વિદ્યોપાસના શરૂ થઈ છે તેનું નામ હોત ? સતત કર્મશીલ એવા એક જૈન મુનિએ આગમ અને આગમેતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org