________________
યુવકોને
જૈન યુવક માત્ર નામને જન યુવક રહે છે, અને જેના હેવાથી તે એક -જીવન યથાર્થ યુવક બને છે, તે ત્રણ લક્ષણો નીચે પ્રમાણે :
(૧) નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ. (૨) નિર્મોહ કર્મવેગ.
(૩) વિવેકી ક્રિયાશીલતા. ૧. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ
આપણે સમાજ નિવૃત્તિપ્રધાન ગણાય છે. આપણને ઈતિહાસમાં જે નિવૃત્તિ વારસારૂ મળી છે તે નિવૃત્તિ અસલમાં ભગવાન મહાવીરની નિવૃત્તિ છે, અને તે વાસ્તવિક પણ છે. પરંતુ એ નિવૃત્તિ જ્યારથી ઉપાસ્ય બની, તેને ઉપાસકવર્ગ વધ ગયે, કમેક્રમે તેને સમાજ પણું બંધાય, ત્યારે એ નિવૃત્તિએ જુદું રૂપ ધારણ કર્યું. છેવટની હદના આધ્યાત્મિક ધર્મો વિરલ વ્યક્તિમાં તાત્વિક રૂપે સંભવે છે, અને હેય પણ છે; પરંતુ સમૂહમાં એ ધર્મો જીવંત રહી નથી શકતા, એ માનવ સ્વભાવની સુવિદિત બાજુ છે. તેથી જ્યારે ઉપાસક સમૂહે સામૂહિક દૃષ્ટિએ આત્યંતિક નિવૃત્તિની ઉપાસના શરૂ કરી ત્યારથી જ એ નિવૃત્તિનું વાસ્તવિકપણું ઓસરવા બેઠું. આપણા સમાજમાં નિવૃત્તિના ઉપાસક સાધુ અને શ્રાવક એવા બે વર્ગ પ્રથમથી જ ચાલ્યા આવે છે. જેનામાં માત્ર આત્મસ જ હેય અને જેને વાસનાની ભૂખની કોઈ પણ જાતની તૃપ્તિ આકષી ન જ શકે એવી વ્યક્તિને દેહની પણ પડી નથી હોતી. તેને મકાન, ખાનપાન કે આચ્છાદનની સગવડ– અગવડે કર્યો કે મૂંઝવી નથી શકતી. પણ આ વસ્તુ સમૂહમાં શકયું નથી. ખુદ, સાધુવર્ગ, કે જે ધરબાર છોડી માત્ર આત્મલક્ષી બની જીવનયાપન કરવા ઈચ્છા રાખે છે, તેને ઇતિહાસ તપાસીશું, તો પણ આપણને સ્પષ્ટ દેખાશે કે તે સામૂહિક રૂપે સગવડ-અગવડમાં સમ રહી શક્યો નથી. દુષ્કાળ પડતાં જ સાધુવર્ગ બનતા પ્રયત્ન સુભિક્ષવાળા દેશમાં વિચરતે દેખાય છે. સુભિક્ષ હૈય ત્યાં પણ વધારે સગવડવાળા સ્થાને માં જ તે વધારે સ્થિર રહે અને વિચારે છે. વધારે સગવડ પૂરી પાડનાર ગામ અને શહેરોમાં પણ જે કુટુંબ સાધુવર્ગને વધારે સારી સગવડ પૂરી પાડે છે તેમને ત્યાં જ મુખ્યપણે તેમને જવઅવર વધારે દેખાય છે. આ બધું અસ્વાભાવિક નથી, તેથી જ આપણે સગવડ વિનાનાં ગામ, શહેરે અને દેશમાં સાધુઓનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org