________________
દર્શન અને ચિંતન અસ્તિત્વ ભાગ્યે જ જોઈએ છીએ; તેને પરિણામે જૈન પરંપરાનું અસ્તિત્વ. પણ જોખમાયેલું સ્પષ્ટ દેખાય છે.
સગવડ સાથે જીવનના ધારણ-પોષણની આટલી બધી એકરસતા છતાં સાધુવર્ગ મુખ્યપણે ભગવાન મહાવીરની નિવૃત્તિ ઉપર જ ભાર આપતા આવ્યું છે. ભગવાનના અને પિતાના જીવન વચ્ચેના અંતર વિષે જાણે બહુ વિચાર ન જ કરતે હેય તેમ–દેહમાં તે શું ? એ તે વિનાશી હોઈ
ક્યારેક નાશ પામવાને જ છે. ખેતર, વાડી કે મકાનમાંય શું ? એ બધું પણ આળપંપાળ છે. પૈસા ટકા અને બૈરાંછોકરાં એ પણ માત્ર જાળ યા બંધન છે–એવા પ્રકારનો અધિકાર ઉપદેશ માટે ભાગે આપ્યા કરે છે. શ્રોતા ગૃહસ્થવર્ગ પણ પિતાને અધિકાર અને શકિત વિચાર્યા સિવાય એ ઉપદેશના રસમાં તણાઈ જાય છે. પરિણામે આપણે સમાજમાં ભગવાનની સાચી નિવૃત્તિ કે અધિકારોગ્ય પ્રવૃતિ કાંઈ જોઈ શકતા નથી. વૈયક્તિક, કૌટુંબિક કે સામાજિક દરેક કાર્ય આપણે કર્યો જઈએ છીએ, તે પણ ન છૂટુંકે, નીરસપણે અને નિરુત્સાહથી. પરિણામે આપણે આરોગ્ય અને બળ ઈચ્છવા છતાં મેળવી કે સાચવી શકતા નથી. સંપત્તિ, વૈભવ, વિદ્યા કે કીર્તિ જે પ્રયત્ન વિના મળે તો તે આપણે ઇચ્છીએ છીએ, પણ તે માટે પ્રયત્ન સેવવાનું કામ બીજા ઉપર છોડી દઈએ છીએ. આ સ્થિતિમાં ભગવાનના તાવિક નિવૃત્તિરૂપ જીવનપ્રદ જળના સ્થાનમાં આપણે ભાગે તે જળના નામે તેનાં માત્ર ફીણ અને શેવાળ જ રહ્યાં છે.
ધર્મ અધિકારે જ શેભે છે. અધિકાર વિના જે ધર્મ સાધુવને પણું ન શોભાવી શકે, તે ધર્મ ગપ્રધાન ગૃહસ્થવર્ગને તે શી રીતે શોભાવે ? નિવૃત્તિની દૃષ્ટિથી દાંત અને શરીરની ઉપેક્ષા કરવામાં આપણે ધર્મ માનીએ છીએ, પણ દાંત સડતાં કે શરીર બગડતાં આપણે એટલા બધા ગભરાઈ જઈએ છીએ કે ભલે સાધુ હોઈએ કે ગૃહસ્થ, તે વખતે ડૉકટર અને દવા જ આપણું મેહને વિષ્ય બની જાય છે ! કમાવામાં અને કૌટુમ્બિક જવાબદારીઓને અદા કરવામાં ઘણું વાર આપણે માની લીધેલી નિવૃતિ આડી આવે છે; પણ જ્યારે એનાં અનિષ્ટ પરિણામો કુટુંબકલહ પેદા કરે છે ત્યારે એ સમભાવે સહી લેવા આપણે તૈયાર નથી હોતા. સામાજિક સુવ્યવસ્થા અને રાષ્ટ્રીય અભ્યદય, જે પ્રયત્ન વિના પ્રાપ્ત થાય તે એ આપણને ગમે છે; ફક્ત આપણને નથી ગમત એ માટે કરે જઈ તે પુરુષાર્થ ! સાધુવર્ગની નિવૃત્તિ અને ગૃહસ્થવર્ગની પ્રવૃત્તિ એ બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org