Page #1
--------------------------------------------------------------------------
________________
વિધિ પક્ષ ગચ્છીય નવ સ્મરણા
પ્રેા. હીરાલાલ ૨. કાપડીઆ M. A.
[ ‘ સ્મરણ : સંજ્ઞા, સંખ્યા ઇત્યાદિ' નામનો મારા લેખ આત્માનંદ પ્રકાશ (પુ. ૪૭, અંક ૯ ) માં પ્રસિદ્ધ થયાને ૨૬ વર્ષ વીતી ગયાં. આજે એક રીતે એ જ વિષયને ભક્તિ સાહિત્ય અંગેનો આ લેખ લખવા હું. પ્રવ્રુત્ત થયો છું. મૂર્તિપૂજક શ્વેતાંબરાના વિવિધ ગચ્છામાંથી આજે તે ચાર જ ગચ્છ વિદ્યિમાન છે. (૧) ખરતર (ર) વિધિ પક્ષ યાને અચલ (૩) તપા (૪) પાશ્ચંદ્ર ( પાયચંદ્ર ). આ પૈકી ખરતર અને તપા ગચ્છનાં સ્મરણો વિષે કેટલુ ક મેં ઉપર્યુકત લેખમાં લખ્યું, ત્યારે વિધિ પક્ષ અને પાચંદ્રગચ્છ વિષે યથાયેાગ્ય પુસ્તકોના અભાવે લખ્યું ન હતુ. અદ્યાપિ પાર્શ્વચદ્ર ગચ્છના શ્રાવકોના પ્રતિક્રમણેામાં સૂત્રો જેવું પણ પુસ્તક મારા જોવામાં આવ્યું નથી. એ ગચ્છની પણ સ્મરણાને લગતી કોઇ કૃતિ છે કે નહિ, તે પણ જાણવામાં નથી.
જિનરત્ન કોશ ' ( વિ. ૧, પૃ. ૨૦૯) માં ‘નવ સ્મરણ ’ નામની એક કૃતિની નેધ છે. એના પર · અભય દેવ' નામની કોઈ વ્યક્તિની વૃત્તિ છે. એ બન્ને પૈકી પ્રથમની હાથપોથી લીંબડી અને સુરતના ભાંડારમાં છે અને બીજી પંજાબમાં. મૂળ અને વૃત્તિ પૈકી એકે વિષે મને વિશેષ માહિતી નથી. આ અંગે કોઇ સાક્ષર સહૃદય આ દિશામાં પ્રકાશ પાડે, તેવી મારી સાદર વિજ્ઞપ્તિ છે. કર્તા ]
'
-
સ્મરણેા
તપાગચ્છીય નવ સ્મરણા નીચે પ્રમાણે છે :
૧. નવકાર ૨. ઉવસગ્ગહર ૩. સ`તિકર (મુનિ સુંદરસૂરિ કૃત) ૪. તિજય પહુત્ત (માનદેવસૂરિ કૃત ? ) પ. નમિષ્ણુ (માનતુંગસૂરિ કૃત) ૬. અર્જિયસ ́તિ (નંદીષેણુ કૃત) ૭. ભક્તામર (માનતુંગસૂરિ કૃત) ૮. કલ્યાણ મંદિર (સિદ્ધસેન દિવાકર કૃત) ૯. બૃહથ્થાન્તિ (વાદિવેતાલ શાંતિસૂરિ કૃત ? )
આ પૈકીના સ્મરણ ૧, ૩, ૬ અને હ્તા પ્રતિક્રમણેામાં ઉપયોગ કરાય છે.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
>> >>>>>>>>>>>>>hbhakash bes[૧૭] ખરતરગચ્છીએ સાત સ્મરણા માને છે. તે આ પ્રમાણે છે :
૧. અજિયસતિ થય (નદીષેણ કૃત), ૨. ઉલ્લાસિક્કમ યાને લઘુ અજિયસતિ (જિનવલ્લભસૂરિ કૃત), ૩. નિમણુ (માનતુ ંગર કૃત), ૪. ત`જયઉ કિવા સબ્બાધિકિય સરણુ (જિનદત્તસૂરિ કૃત), ૫. મયરહિય યાને ગુરુપારતંત (જિનદત્તસૂરિ કૃત) ૬. સિન્ધમત્ર હરઉ કિવા વિશ્વ વિનાસિ થેાત્ત (જિનદત્તસૂરિ કૃત), ૭. ઉવસગ્ગહર થેાત્ત.
વિધિપક્ષ ગચ્છીય નવ મણે!! આ પ્રમાણે છે :
૧. બૃહન્નમસ્કાર, ૨, અજિયસતિ થય (નદીષેણુ કૃત), ૩. વીર સ્તવર યાને વીર સ્તેાત્ર (પાદલિપ્તસૂરિ કૃત), ૪. ઉવસગ્ગહર, ૫. નમિણ (માનતુ'ગસૂરિ કૃત), ૬. જીરિકાપલ્લી પાર્શ્વ સ્તવo (મેરુતુંગસૂરિ કૃત), ૭. નમ્રુત્યુણું યાને શક્ર સ્તવ, ૮. લઘુ અજિય સતિ સ્તવ‰ (વીરગણિ કૃત), ૯. બૃહદજિત શાંતિ સ્તવપ (જયશેખરસૂરિ કૃત).
આ ઉપરથી જોઈ શકાશે કે અજિયસ`તિ (થય) અને ઉવસગ્ગહર (થાત્ત) તપા, ખરતર અને વિધિપક્ષ એમ ત્રણે ગચ્છોનાં સ્મરણેામાં જોવાય છે, જ્યારે નમિણ (થાત્ત) તપા અને વિધિપક્ષ એમ એમાં જ છે,
[૧] બૃહન્નમસ્કાર
આ કૃતિમાં આઠ પો છે. એમાં સમગ્ર નવકાર ગૂંથી લેવાય છે, અને સસ્કૃતમાં છે. એના કર્તાએ તે! આ કૃતિનુ નામ દર્શાવ્યુ' નથી. આથી આ નામ કેણે અને કયારે યેાયું એ જાણવુ. બાકી રહે છે. પ્રથમ પદ્ય જોતાં એને · આત્મરક્ષાકર વાપ’જર' કહી શકાય. જિનવલ્લભસૂરિએ બૃહન્નવકાર રચ્યા છે. જ્યારે આના કર્યાં કાણુ અને કયારે થયા, તેની તપાસ થવી ઘટે.
આ સ્મરને શ્રાવક શ્રી. ભીમસિંહ માણેકે વિ. સં. ૧૯૬૧ (ઈ. સ. ૧૯૭૫, માં પ્રકાશિત કરેલુ પુસ્તક શ્રીમદ્ધિધિપક્ષીય શ્રાવકના દૈવસિકાર્દિક પાંચે પ્રતિક્રમણ અથ સહિત (પૃ. ૩૦૩) માં · બૃહન્નમસ્કાર ' દર્શાવેલું છે. એટલે આ નામ એટલું તેા પ્રાચીન ગણાય. 1. આ અચલગચ્છીય શ્રાવકોનાં પ્રતિક્રમણ સૂત્રોને એક ભાગ છે,
"
૨.
‘ જિનરત્ન કોશ ' (વિ. ૧ ) માં આ નામની ત્રણ કૃતિઓના ઉલ્લેખ છે, પણ તેમાં આ ઉલ્લેખ નથી.
નામમાં કોઇક ભેદપૂર્વક આ કૃતિ અને એની વાચક પુણ્યસાગરજીએ વિ. સ. ૧૭૨૫ માં રચેલી વૃત્તિની નોંધ · જિનરત્ન કોશ ' ( વિ. ૧, પૃ. ૧૪૧) માં છે.
૪. આ અપભ્રંશ કૃતિને ‘ જિનરત્ન કોશ ' ( વિ. ૧, પૃ. ૩૩૫) માં નિર્દેશ છે. ૫. આને બદલે જિનરત્ન કાશ ( વિ. ૧, પૃ. ૨) માં તે। જયશેખરસૂરિએ અજીતશાંતિલઘુસ્તવ ' તે ઉલ્લેખ કરેલ છે, તે આ જ હરો.
શ્રી આર્ય કલ્યાણ તપ્તસ્મૃતિગ્રંથ
3.
6
૧૭ પદ્યોમાં સંસ્કૃત
Page #3
--------------------------------------------------------------------------
________________
[૧૮]
தத்த்த்த்க்தஸ்
hu
વિષય : આ સ્મરણ એક પ્રકારનુ કય–કવચ સ્તોત્ર છે, અને એ કમલપ્રભસૂરિ કૃત ‘ જિનપ ́જર સ્નેાત્ર”નું સ્મરણ કરાવે છે. તેમાં સંસારી જીવના મસ્તકે રહેલા તીકરા મસ્તકના રક્ષણકર્તા છે, એમ દર્શાવ્યું છે. સિદ્ધોના મુખને અંગેનુ મુખપત-સુખવસ્ત્ર, આચાને અંગની ઉત્તમ રક્ષા, ઉપાધ્યાયેાને બન્ને હાથેાનું મજબૂત આયુધ અને સાધુઓને અન્ને ચરણામાં શુભમેચક-પગરખાં કહ્યાં છે.
અનુવાદ : આ સ્મરણ ઉપર સ`સ્કૃતમાં કોઈ વૃત્તિ રચાઇ જણાતી નથી, પણ એના ઈ. સ. ૧૯૦૫માં ગુજરાતી અનુવાદ થયેા છે. અને તે શ્રાવક શ્રી ભીમસિંહ માણેકે બાકીનાં સ્મરણા અને ગુજરાતી અનુવાદની સાથે સાથે ઉપર્યુક્ત પુસ્તકમાં પ્રસિદ્ધ કર્યાં છે. સ'તુલન : જિનવલ્લભસૂરિએ ‘બૃહન્નમસ્કાર ’ રચ્યા છે, તે અદ્યાપિ મારા જોવામાં આવ્યા નથી. એટલે પ્રસ્તુત સ્મરણ સાથે એના સ ંતુલનનું કાર્ય હાલ તરત તે ખાકી રાખવુ પડે છે.
[૨] અજિય સંતિ થય (અજિત શાંતિ સ્તવ)
આ સ્મરણમાં પદ્યોની સંખ્યામાં એકવાકયતા નથી. · શ્રી વિધિપક્ષ (અચલ) ગચ્છીય શ્રાવક પચ પ્રતિક્રમણ સૂત્ર (વિધિ સહિત)'માં ૪૬ પદ્યોર છે. તેમાં બ્લેક ૪૩ થી ૪૬ તે સંસ્કૃતમાં છે. એ ખરી રીતે આ સ્મરણના નથી. વિશેષમાં ત્રણ પદ્યોના પ્રક્ષિપ્ત ’ ગણાય છે. આ ત્રણ પદ્યોના ક્રમાંક ૩૮, ૩૯ અને ૪૨ છે, પદ્ય ૪૦ અને ૪૧ તપા— ગચ્છીય · અજિય સતિ થય ’માં નથી. અહીં એ ઉમેરીશ કે, મારા વર્ણનાત્મક સૂચિપત્ર 'Descriptive Catalogue of the Government Collections of Manuscripts' ( V ના XVIII, Part 4 ) માં પ્રસ્તુત કૃતિનાં પદ્યોની સખ્યા ૩૯, ૪૦, ૪૨ અને ૪૪ એમ ભિન્ન ભિન્ન જોવાય છે.
વિશેષમાં, પૃ. ૩માં પદ્ય ૪૧-૪૨ છે. તે ઉપર્યુક્ત વિધિપક્ષીય પુસ્તકમાં ૪૦-૪૧ તરીકે જોવાય છે.
· પ્રાધ ટીકા ’(ભાગ ૩, પૃ. ૪૩૪)માં એવા ઉલ્લેખ છે કે, કેટલીક પ્રતિએમાં ૪૫, ૪૬ કે ૪૮ ગાથાએ છે. આ ગાથાએ એમાં અપાઇ નથી. એટલે આવી પ્રતિમાં જે વધારાની ગાથાએ હાય, તે અપાય, તે કયારે કયારે ગાથાએ ઉમેરાઇ છે, તે નક્કી કરવુ' સુગમ બને.
૧.
..
આ પુસ્તક વિ. સં. ૨૦૨૨ માં પ્રસિદ્ધ થયુ છે.
શ્રાવક શ્રીભીમસિંહ માણેકના ઇ. સ. ૧૯૦૫ ના પ્રકાશનમાં જે ૪૬ પડ્યો છે, તે જ આ છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
ચાં
biasishaadidates had shah [૧૯]
છંદો • આ સ્મરણ વિવિધ અને વિરલ છંદોમાં રચાયું છે. D. C. G. C. M. (Vol XVIII Part 4 )માં મે અકારાદિ ક્રમે છઠ્ઠાનાં નામે તેનાં સંસ્કૃત નામેા સહિત આપ્યાં છે. આ સૂચીમાં ૪૦ પઘોનો ઉલ્લેખ છે. એ પૈકી પદ્ય ૧, ૨ અને ૩૫ થી ૪૦ ‘ગાડા’માં છે, એમ કહ્યું છે. આ ગાહાના વિવિધ પ્રકારો પૈકી ‘ કાલી ’ ( ગા. ૩૫ ), ‘લક્ષ્મી’( ગા. ૩૮), ‘શશિલેખ’ (ગા. ૨, ૩૬ અને ૪૦), ‘શુદ્ધા’ (ગા. ૧), ‘હુંસી’ (ગા. ૩૭ અને ૩૯) એમ પાંચ જ પ્રકારો અત્રે જોવાય છે.
આ સ્મરણને લગતા વિવિધ છંદોનાં લક્ષણા જિનપ્રભસૂરિએ વિ. સ’. ૧૩૬૫માં આ કૃતિની રચેલી વૃત્તિમાં ‘કવિ દુપ્પણુ’૧ (કવિ દણુ)ને આધારે આપ્યાં છે. પ્રસ્તુત છ ંદોની વિગતવાર સમજણુ વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત થયેલી ‘પ્રોધ ટીકા ' ( ભા. ૩, પૃ. ૪૭૧–૫૩૧)માં અપાઇ છે. એમાં ગાહાનાર ઉપયુક્ત પાંચે પ્રકારા વિષે પણ નિરુપણ છે. ભાષા : આ સ્મરણના અ`તનાં પદો ૪૩–૪૬ને બાજુએ રાખતાં મૂળ કૃતિ પાઈય (પ્રાકૃત)માં રચાઈ છે. એમાં કોઈ કોઈ દેસિય (દેશ્ય) શબ્દો વપરાયા છે. આ કૃતિમાંના કેટલાક શબ્દગુચ્છો આગમામાં જોવાય છે.
અલકારા : આ કૃતિ વિવિધ અલંકારેથી વિભૂષિત છે. આ અલકારે।નાં નામે એનાં ગુજરાતી લક્ષણા સહિત ‘પ્રાધ ટીકા ' (ભા. ૩, પૃ. ૫૩૩-૫૪૨)માં દર્શાવાયાં છે. ઉદા॰ અનુપ્રાસ, યમક, ચિત્ર, પુનરુક્તવદ, ભાસ, ઉપમા, રૂપક, વ્યતિરેક, કાવ્યલિંગ, વિશેષોતિ, પરિકર, ઉદાત્ત, કાસદીપક, રત્નાવલિ, હેતુ, પરિણામ, સ્વભાવેાકિત, ક્રમ અને મુદ્રા. ગુણ, રીતિ અને રસ : આની સ`ક્ષિપ્ત નોંધ ‘ પ્રમેાધ ટીકા ' (ભા. ૩, પૃ. ૫૪૨ )માં છે.
અધા : આ કૃતિ વિવિધ બધાથી અલંકૃત છે, એમ માનીને એના નિમ્નલિખિત આઠ બધે સચિત્ર સ્વરૂપે ‘પ્રોધ ટીકા’ (ભા. ૩, પૃ. ૫૪૩-૫૪૯)માં રજૂ કરાયા છે. ચતુષ્પર્ટ (ગા. ૩), વાપિકા, દીપિકા અને મ'ગળ કળશ (ગા. ૪), ગુચ્છ (ગા. ૧૬), વૃક્ષ (ગા. ૧૭), ષડૂદલ કમળ (ગા. ૨૧) અને અષ્ટદલ કમળ (ગા. ૩૪).
૧.
આ અજ્ઞાત કતૃક છંદ કૃતિ પર કોષકે વૃત્તિ રચી છે. એ બંનેનું પ્રા. વેલગુકરે સંપાદન ક્યુ" છે, અને તે A B O R I (V ને 16-44-498, 17, 37–60 & 174–184 ) માં પ્રસિદ્ધ કરાયું છે.
૨.
ઈ. સ. ૧૯૧૫ માં ‘જૈન શ્રેયસ્કર મંડળ ’ ( મહેસાણા ) દ્વારા પ્રકાશિત ‘- પોંચ માં પૃ. ૨૬૬ ઇત્યાદિમાં ‘અજય સતિ થય ' ને લગતા છંદોમાં લક્ષણા ભાવા આ પૈકી પહેલા ચાર શબ્દાલ'કાર છે, જ્યારે બાકીના ચૌદ અર્થાલંકાર છે.
સ્ત્રીઆર્ય કલ્યાણગોતમ સ્મૃતિગ્રંથ
૧.
પ્રતિક્રમણ સૂત્રાણિ ’ સહિત દર્શાવાયાં છે,
IQE
Page #5
--------------------------------------------------------------------------
________________
[૨૦]
aa daala 2 2 2 22 કહી કટ કર્યું.
Page #6
--------------------------------------------------------------------------
________________
assobhaibaheshsinhbhai [૨૧]
૩. ટીકા આની રચના ચંદ્રકીતિના શિષ્ય હકીતિએ કરી છે.
૪. ટીકા : આની રચના સમયસુંદરે કરી છે.
૫. અવસૂરી : આની રચના ગુણધરસૂરિએ કરી છે. એમના વિષે વિશેષ માહિતી મને મળી નથી.
૬-૭. અવસૂરીએ : આના કર્તાએકનાં નામ જાણવામાં નથી.૧
માલાવોધો : ‘જૈન ગૂર્જર કવિઓ’(ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૭૯૦)માં પાંચ બાલાવબાધા રચાયા. પૃષ્ઠાંક તરીકે ૧૫૯૩, ૧૫૯૪, ૧૫૯૫, ૧૬૦૩ અને ૧૬૧૮ ને નિર્દેશ છે. (તેમાં ૧૬૦૩ નહિ, પણ ૧૬૧૩ જોઈએ.) વિક્રમની સેાળમી સદીથી ખાલાવ. મેધા રચાયા છે.
અનુવાદ : અજિયસ ંતિ ( થય )ના અનુવાદે! ગુજરાતીમાં પણ થયા છે. (હિંદીમાં પણ કદાચ થયા હશે.) અને કેટલાંક સ્થળેાએથી પ્રસિદ્ધ પણ કરાયા છે.
અનુકરણા : આ કૃતિના વિષય અને છંદ એ બેમાંથી ગમે તે એકને લઈને એનાં અનુકરણે! રચાયાં છે. હું ક્રમશઃ દર્શાવું' છું....
(ત્ર) વિષયલક્ષી અનુકર્ણા
આ સ્મરણમાં અજિતનાથ અને શાંતિનાથ એ બન્ને તીર્થંકરાનેા સાથે વિચાર કરાયે છે. આવુ. કાર્ય નિમ્નલિખિત રચનાઓમાં થયેલુ છે :
66
(૧) અલ્જિયસ તિ થય : આની રચના કિને વીરગણિએ કરી છે. અને તેને અચલગચ્છીઓએ આઠમા સ્મરણુ તરીકે સ્થાન આપ્યું છે. તેને ‘ લઘુ અજિત શાંતિ સ્તવ ’ પણ કહે છે. (૨) લ ુ અજિય સ ંતિ થય ” (લઘુ અતિ શાંતિ સ્તવ) કવા ઉલ્લાસિક્કમ થાત્ત ( ઉલ્લાસિક્રમ સ્તોત્ર ) : ખરતર ગચ્છના જિનવલ્લભગણિએ આને ૧૭ પ્રાકૃત પદ્યોમાં રચ્યું છે. ખરતર ગચ્છમાં જે સાત સ્મરણા છે, તે પૈકી આ બીજી છે. આની હાથપોથીએના તેમ જ ધતિલકે વિ. સં. ૧૩૨૨ માં તેની રચેલી વૃત્તિની હાથપોથીઓને મારા આપેલે પિરચય D. C. G. C. M. (Vol. XIX 53–59) માં છપાયા છે. સમયસુંદર પાઠકે પણ આ સ્તવ પર વૃત્તિ રચી છે અને એ પ્રકાશિત છે.
૧.
સમયસુંદર કૃત ટીકા સિવાયનાં વિવરણાની હાથપોથીઓને મે આપેલા પરિચય D. C. G. C. M. (Vol. XVII, Part 4-10)માં છપાયા છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________
[૨૨]Mess,
fastestodesedadlo dodaste destestade destes dadededede dados de
edades desaste desde dedes dasbodedesisleslasastosta dosedastabolt
(૩) અજિય સંતિ થાય : આમાં ૧૭ પ્રાકૃત પદ્યો છે. એ મંત્રગર્ભિત છે અને તેમની
રચના ધર્મશેષગણિએ કરી છે. આ કૃતિ મારા જોવામાં આવી નથી, તેમ જ
ધર્મશેષગણિ વિષે મને વિશેષ માહિતી પણ નથી. (૪) અજિત શાંતિ સ્તવઃ આ ૧૭ પદ્યોની સંસ્કૃત કૃતિ વિધિપક્ષગછીય જયશેખરસૂરિએ
રચી છે. તેને આ ગરછીઓ “બૃહદજિતશાંતિ સ્તવ” નામે નવમું સ્મરણ ગણે છે. (૫) અજિત શાંતિ સ્તવઃ આની રચના સંસ્કૃતમાં તપાગચ્છીય શાંતિચંદ્રગણિએ વિ. સં.
૧૬૫૧માં કરી છે. અજિત શાંતિ સ્તવન : આની રચના ખરતર ગચ્છના જિનદયસૂરિના દીક્ષા ગુરુ મેરુનંદન ઉપાધ્યાયે ગુજરાતીમાં વિ. સં. ૧૪૩૨ના અરસામાં કરી છે અને એ રત્નસમુચ્ચય” અથવા “રામવિલાસ”માં પૃ. ૨૧૫–૨૧માં પ્રગટ કરાવ્યું છે.' ઋષભ વીર સ્તવન : આની રચના સંસ્કૃતમાં ૩૯ પદ્યમાં ઉપર્યુક્ત શાંતિચંદ્ર ગણિએ મૂળ કૃતિના જ છંદોમાં કરી છે. એને પ્રા. શુબ્રિગે મૂળ કૃતિની સાથે જ સંપાદિત કર્યું છે, અને તે ઈ. સ. ૧૯૨૩માં છપાયું છે. આ સ્તવન ત્યારપછી ઈ. સ. ૧૯૩૪માં “પ્રકરણ રત્નાકર” (ભા. ૩) માં પણ છપાયું છે.
(અ) છંદલક્ષી અનુકરણ સિદ્ધચક્ક થય (સિદ્ધચક્ર સ્તવ) કિંવા મંગલમાળા : આની રચના તીર્થોદ્ધારક શ્રી વિજયનેમિસૂરિના શિષ્ય સ્વ. શ્રી વિજયપધસૂરિએ મૂળ કૃતિના છેદમાં પ્રાકૃતમાં ૪૨ પઘોમાં કરી છે. (તેમણે જાતે જ તેની એક પ્રતિ તેમને સ્વર્ગવાસ થયે, તે અરસામાં મને ભેટ આપી છે.) તે પ્રકાશિત છે. તેમાં અરિહંતાદિ નવ પદોને અંગે ઓછાં વધુ પદ્યો છે. ઉદા મંગલાચરણરૂપ પ્રથમ પદ્ય બાદ પરમેષ્ઠીઓ માટે પાંચ પાંચ પડ્યો, દર્શન પદ માટે ત્રણ, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે પદો માટે બને પદ્યો છે. છંદોનાં નામ દર્શાવાયાં છે.
આની ધ “પ્રબોધ ટીકા' (ભા. 1, પૃ. ૫૫૬ ) માં છે, પણ જિનરત્ન કોશ' ( વિભાગ ૧)
માં આને ઉલ્લેખ જણાતો નથી. ૨. “જિનરત્ન કોશ' ( વિ. ૧, પૃ. ૨) માં પણ આને બદલે “અજિત શાંતિ લઘુ સ્તવ' નામ છે. ૩. એજન પૃ. ૩ ૪. જુઓ. જૈન ગૂર્જર કવિઓ ” (ભા. ૧, પૃ. ૧૯ )
Cછે ક આર્ય કથાશગૌતમ સ્મૃતિગ્રંથ
Page #8
--------------------------------------------------------------------------
________________
aakash bha[૨૩]
[૩] વીરત્થય (વીર સ્તવ)
આ તૃતીય સ્મરણુમાં છ પદ્યો છે, અને તે પ્રાકૃતમાં છે. પ્રથમ પદ્યના પ્રારંભ જયઈનવ ’થી કરાયા છે. આ કૃતિ પર જિનપ્રભસૂરિએ ઈ. સ. ૧૩૮૦માં રચેલી વૃત્તિના આધારે કોઈકે રચેલી અવચૂરી તેા છેલ્લા ચાર પદ્યો પૂરતી છે. આથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, પહેલી એ ગાથા શું પાદલિપ્તસૂરિએ રચી નથી ? અને કાઈ એ એ રચી અને તેમણે કે બીજા કોઈ એ આમાં દાખલ કરી દીધી ? આ દિશામાં આગળ વધાય તે માટે સૌથી પ્રથમ તેા આ છ પદ્મવાળા સ્મરણની પ્રાચીનતમ હાથપેાથીની તપાસ થવી ઘટે.
6
aadhaada aasad
આ સ્મરણને વિષય મહાવીર સ્વામીનું ગુણગાન છે. તેમ છતાં તેમાં સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યાને અનુલક્ષીને પણ વિચાર કરાયેા છે, એમ અવચૂરી જે અંતિમ ચાર પદ્યો સહિત મારા સપાદિત પુસ્તક નામે ચતુર્વિશતિ પ્રબંધ ’ના ગુજરાતી અનુવાદમાં છપાઈ છે, તે જોતાં જણાય છે. ‘ ચતુવિંશતિ પ્રખંધ ' (મૂળ )ના સ`પાદનમાં મે' છ યે પો આપ્યાં છે.
C
acchasanas banaaaa
*
કુર્તા ઃ અ'તિમ પદ્યમાં કર્તાએ પાલિત્તય ' ( પાદલિપ્ત )એવું પાતાનું નામ દર્શાવ્યું છે. રાજશેખરસૂરિએ વિ. સ. ૧૪૦૫માં રચેલા ચતુવિ ́શતિ પ્રખ'ધ ' યાને ‘ પ્રબંધકોશ ’માં પાંચમા પ્રધરૂપે પાદલિપ્તસૂરિના વૃત્તાંત આલેખ્યો છે, અને એ મારા ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત છે. અત્રે એ વાત નોંધીશ કે, આ પૂર્વે પ્રભાચંદ્રસૂરિએ વિ. સ. ૧૩૩૪માં રચેલા પ્રભાવક ચરિત'માં જે ૨૨ મુનિવરોની જીવન ઝરમર રજૂ કરી છે, તેમાં પાદલિપ્તસૂરિ માટે પણ તેમ કર્યુ છે. પાદલિપ્તસૂરિ સંગમસિ'હુના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય અને સ્કંદિલસૂરિના ગુરુ થાય. કમ્પની ચૂર્ણિમાં એમને ‘ વાચક ’કહ્યા છે. તેએ વૈયિકી બુદ્ધિ માટેના એક ઉદ્દાહરણરૂપ છે.”
૩.
તેમણે આ ‘વીરત્થય ’ ઉપરાંત નિમ્નલિખિત કૃતિઓ રચી છે, તેવા ઉલ્લેખા મળે છે. ૧. આની એક પણ હાથાથી ઉપલબ્ધ હોય એમ જણાતુ' નથી.
૨. આના જિજ્ઞાસુએ · અનેકા રત્ન મંજૂષા ' (પૃ. ૧૩૨-૧૩૩ ) તેમ જ ‘ચતુવિ શિતના અનુવાદ ગ’
*
પરિશિષ્ટમાં જોવાં.
· જૈન સાહિત્યકા બૃહુક્ તિહાસ ' (પૃ. ૨૦૬) પ્રમાણે તેા આ ગામિનીનુ પણ ગુપ્ત વિવરણ કરાયું છે.
૪. જુએ. · આવસય નિજ્જુતિ ’ ( ગા. ૯૪૪)ની હારિભદ્રીય ટીકા,
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
વીર્ સ્તવ’માં આકાશ
Page #9
--------------------------------------------------------------------------
________________
[૨૪] કકકકકક
કકક ક
કકકકકકકકકકકકકક
કાલજ્ઞાન, જોઈ સકરંદગનીર ટીકા, તરંગવાઈ કહા, દેસીસોસ, નિર્વાણકલિકા, પ્રશ્ન પ્રકાશ, રેવંતગિરિ કલ્પ, શત્રુંજયે કહ૫.
તેમણે રચેલાં કેટલાંક મૌક્તિકે ગાહાસત્તસઈ'માં જોવાય છે. એ એકત્રિત કરી પ્રકાશિત કરવા ઘટે.
નાગાર્જુન યોગી એ સૂરિના ભક્ત હતા.
સમયઃ પાદલિપ્તસૂરિ પાટલીપુત્રના રાજા મુરુડના અને હાલના સમકાલીન ગણાય છે. “જ્ઞાનાંજલિ” (પૃ. ૨૫)માં એમના સમય તરીકે વીર સંવત ૪૬૭ની આસપાસ એ ઉલ્લેખ છે.
વૃત્તિ અને અવચૂરિક “વીરસ્થય ઉપર જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૨૮૦માં વૃત્તિ રચી છે. એની કોઈ હાથપથી મારા જોવામાં આવી નથી, જ્યારે મૂળ સહિત અવસૂરિની હાથપોથી મળે છે. તેને પરિચય મેં D. C. G. C. M. (Vol. XIX, Part 2, Page : 184–186 ) માં “સુવર્ણ સિદ્ધિ ગર્ભિત મહાવીર જિન સ્તવ” ના નામથી આપે છે. આ જ હાથપથીના આધારે મેં અવસૂરિ સંપાદિત કરી હોય એમ લાગે છે.
[૪] ઉવસગ્ગહર થોત્ત આ થેત્ત પ્રાકૃતમાં પાંચ પદ્યોમાં રચાયેલું સ્મરણ છે. આને અંગે મેં કેટલીક વિગતે “ઉવસગ્ગહર શેર – એક અધ્યયન” નામથી લખેલા અને “ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલા લેખમાં આપી છે. ત્યારબાદ મેં આ સ્મરણ પરત્વે ઈ. સ. ૧૯૭૧માં પ્રકાશિત “ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય” નામના ઉદ્દઘાતમાં કેટલીક બીનાઓ રજૂ કરી છે. અહીં તે એ પૈકી આ તેત્ર પાર્શ્વનાથ, પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી એ ચાર સાથે સંબંધ ધરાવતું હોઈ ચારેને અનુલક્ષીને મેં “પાસનાહ ૧. આની વૃત્તિ શિવની વાચકે રચેલી વૃત્તિના નામે “ચંદ્ર' (લેખા ?) સહિતની હાથથીઓમાંના
ઉલેખ પ્રમાણે આ સૂરિ આગમના પ્રણેતા હતા. ૨. આ પ્રાકૃત ટિપ્પણરૂપ લઘુત્તિ પાદલિપ્તસૂરિએ રચ્યાનું મલયગિરિસૂરિએ “જોઈ સકરંદગ’ની તેમ જ
સુરપણતિ ની વૃત્તિમાં કહ્યું છે. જુઓ, ‘જ્ઞાનાંજલિ” (પૃ. ૨૫). મહાવીર ગ્રંથમાળા' (વિ. સં. ૧૯૯૩) માં પ્રકાશિત “ જણસુંદરી પ્રગમાળા ” માં અપાયેલ હેમક૯૫” તે જ આ વૃત્તિ છે કે તેને અંશ છે? તેમાં વ્યોમ સિદ્ધિનું નિરુપણ છે. “જગસુંદરી પ્રયોગમાળા” એ પદ્યાત્મક પ્રાકૃત કૃતિ છે, અને એ યશ:કીર્તિ નામના મુનિએ વિ. સં. ૧૫૮૨ પહેલાં રચી છે. આની રૂપરેખા “નૈન સાહિત્ય ગ્રં તિરિ' (ભાગ ૫, પૃ. ૨૩૩-૨૩૪) માં આલેખાઈ છે.
આર્ય કયાામસ્મૃતિગ્રંથ
Page #10
--------------------------------------------------------------------------
________________
www.hsessment Massassessa essedfessodessessessode
થેન્ના” ઈત્યાદિ ચાર સ્તોત્રો સંસ્કૃત છાયા સહિત આપ્યાની વાત નૈધું છું. આ સ્મરણને મેં ગુજરાતી પદ્યાત્મક અનુવાદ કર્યો છે, અને તે “ઉવસગ્ગહર શેર (ઉપસર્ગહર સ્તોત્ર)ને પદ્યાત્મક અનુવાદ” એ નામથી “આત્માનંદ પ્રકાશ” (વ. ૭૦, અંક ૪) માં પ્રસિદ્ધ થયો છે.
પ્રણેતા ઃ આ સ્મરણ નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામીએ રચ્યાનું મનાય છે.
વિવરણે ઃ આ સ્મરણ પર પંદર વિવરણે વૈકમીય બારમા શતકથી કાંઈક પહેલાંથી અને ત્યારબાદના પાંચેક શતક સુધી રચાયાં છે. તેનો ઉલ્લેખ મેં ઉપર્યુક્ત ઉપઘાતમાં કર્યો છે. જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૬૫માં “અર્થકલ્પલતા” નામની વૃત્તિ રચી છે. આ વૃત્તિમાં પાર્શ્વનાથ વગેરે ચારને અનુલક્ષીને વિવરણ છે. તેનું તેમ જ સિદ્ધચંદ્રગણિ કૃત ટીકાનું અને હર્ષ કીર્તિસૂરિ કૃત વૃત્તિનું મેં સંપાદન કર્યું છે, અને એ ત્રણે અનેકાર્થ રત્નમંજૂષામાં છપાયેલાં છે.
પાદપૂતિ : આ સ્મરણની પાદપૂર્તિરૂપે ૨૧ પદ્યમાં “મઈસુરસૂરિ (મતિ સુરસૂરિ) Bત્ત” તેજસાગરે રચ્યું છે. આને “પ્રિયંકર નૃપ કથા”ના પરિશિષ્ટરૂપે મેં આપ્યું છે.
યંત્રો – મંત્ર ઉવ. સ્વાધ્યાયમાં આ સ્મરણનાં વિવિધ અંગે સમજૂતી સહિત અપાયાં છે. તેમાં ગાથા દીઠ મંત્ર પણ રજૂ કરાયા છે.
હાથપોથી : આ સ્તોત્ર અને તેનાં કઈ કઈ વિવરણની હાથપથીઓને પરિચય મેં D. C. G. C. M. (Vol. Xvil, Part 3) માં આપ્યો છે.
[૫] નમિઉણ (ભયહર થેર) (૧) આ પ્રાકૃત સ્મરણની ગાથાઓની સંખ્યા અંગે મતભેદ છે. અંચલગચ્છીઓ પ્રમાણે તેમાં ૨૫ ગાથાઓ છે. માનતુંગસૂરિએ આ સ્તોત્ર રચ્યું છે. આ સ્તંત્ર અજ્ઞાત કર્તક અવસૂરિ સહિત મેં સંપાદિત કર્યું હતું, અને તે ભક્તામર-કલ્યાણ મંદિર'-નમિઉણસ્તત્રત્રયમ્ ” નામના પુસ્તકમાં પ્રકાશિત કરાયું છે.
(૨) આ તેત્રને લગતી કેટલીક બાબતે મેં “નમિઉણ કિંવા ભયહર સ્તોત્ર નામના મારા લેખમાં દર્શાવી છે. અહીં તે તેનાં નીચે પ્રમાણેનાં વિવરણે નેધું છું.
૧. ટીકા : આ જિનપ્રભસૂરિએ વિ સં. ૧૩૬૫માં રચી છે. એને વહેલી તકે પ્રકાશિત કરાવવી જોઈએ. ૧. આ પુસ્તકમાં માનતુંગસૂરિની બીજી બે કૃત્તિઓ – “ભક્તામર સ્તોત્ર” અને “ભક્તિભર થો” (પંચ પરમેષ્ઠિ સ્તવ) ને પણ સ્થાન અપાયું છે. સાથે સાથે, “નમિઉણ થોત્ત” ને મેં કરેલું
અંગ્રેજી અનુવાદ પણ તેમાં છપાયો છે. - ૨. આ લેખ “જૈન ધર્મ પ્રકાશ ' (પૃ. ૮૮, અંક ૧ અને ૨) માં પ્રસિદ્ધ કરાયો છે.
શ્રી શ્રી આર્ય ક યાણગૌતમ સ્મૃતિગ્રંથો નહીં,
Page #11
--------------------------------------------------------------------------
________________
J૨૬][edits.ssed Messessedsenselesse.dessesses ...ssloldessed-sex-ses
૨. પર્યાય ટીકા : આના કર્તાનું નામ જાણવામાં નથી. ૩. વૃત્તિ : આ અજ્ઞાત કક છે. ૪. અવસૂરિ : આ પ્રકાશિત છે, પણ અજ્ઞાત કર્તક છે.
[૬] છરીકાપલી પાર્શ્વનાથ સ્તવ આ સ્મરણ સંસ્કૃતમાં રચાયું છે. તેમાં ૧૪ પદ્યો છે. છેલ્લાં ત્રણ પદ્યો પણ આ સ્મરણના પ્રણેતા મેરૂતુંગસૂરિએ પ્રસંગોપાત રડ્યાં હતાં. એ કાળાંતરે મૂળે ૧૧ પદ્યો પછી દાખલ કરાયાં છે. આ કાર્ય કેણે કર્યું તે જાણવામાં નથી. આ સ્મરણને પારંભ “ નમે દેવદેવાય થી કરાય છે. તેમાં પાર્શ્વનાથને (જેમના તવરૂપ આ કૃતિ છે.) હીં: રૂપ કહ્યા છે. આ સ્મરણમાં “અ મટ્ટ દુષ્ટ વિઘટ્ટ” આ પાંચ અક્ષરને પ્રેત, પિશાચ ઈત્યાદિના નાશક કહ્યા છે. સાતમાં પદ્યમાં “ક્ષિપ નુ સ્વાહા” એ ગેલેક્ય વિજય યંત્રને નિદેશ છે. દશમા પદ્યમાં કર્તાએ પાર્શ્વનાથના સ્મરણને પ્રભાવ જાતે અનુભવ્યાનું કહ્યું છે. છઠ્ઠા પદ્યમાં કહ્યું છે કે, “પાર્શ્વનાથ” એ ચાર અક્ષર, “અ મ’ એ ચાર અક્ષર અને “દુષ્ટ વિઘ” એ પાંચ મળીને એક વિદ્યા થાય છે, તે સર્વ કાર્યો કરનારી છે.
પ્રણેતા : આ સ્મરણ અંચલગરછીય મેરૂતુંગસૂરિની રચના છે. તેમના કૃતિ કલાપૂર્વક જીવન વૃત્તાંત વિષે “અંચલગચ્છ દિગ્દર્શન” (પૃ. ૧૯-૨૩૩)માં વિસ્તૃત માહિતી અપાઈ છે. અહીં તે હું થોડી જ બીનાઓ નેંધું છું. તેમનો જન્મ નરસિંહની પત્ની નાલદેવીની કુક્ષીએ વિ. સં. ૧૪૦૩માં થયે હતું. તેમણે વિ. સં. ૧૪૧૦માં મહેંદ્ર પ્રભસૂરિ પાસે દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૪૨૬માં તેઓ “સૂરિ' બન્યા હતા, અને વિ. સં. ૧૪૪પમાં ગચ્છ નાયક. તેઓ વિ. સં. ૧૪૭૧માં સ્વર્ગે સિધાવ્યા હતા. તેમના અંગે કઈ કે રચેલે “મેરૂતુંગસૂરિ રાસ” પ્રામાણિક ગણાય છે, અને એ માહિતીપ્રચૂર છે. તેમણે વ્યાકરણાદિ તેમ જ આગ અને પુરાણોને અભ્યાસ કર્યો હતો. કેટલાક નૃપત્તિઓને પ્રતિબોધ પમાડ હતું, અને “મંત્રવાદી” તરીકે નામના મેળવી હતી. ચકેશ્વરી અને પદ્માવતી એ દેવીઓ એમની પાસે આવતી” એ ઉલ્લેખ જોવાય છે.
મેરૂતુંગસૂરિએ લગભગ ૩૫ ગ્રંથ રચ્યા છે. “સૂરિમંત્ર કલ્પ” અને “સૂરિમંત્ર-સારદ્વાર” એમની જ કૃતિઓ છે. ૧. પ્રારંભમાં અને અંતમાં સ્વાહાપૂર્વકની આ વિદ્યાને શ્રાવક શ્રીભીમસિંહ માણેકની પ્રકાશિત કૃતિમાં
“મંત્ર” કહ્યો છે.
ICTઆર્ય કયાાતમસ્મૃતિગ્રંથ
Page #12
--------------------------------------------------------------------------
________________
testostestosteste de stockage deste slaststedet fokstedtekstoskestostesteste stedestestestestetstesteskestestestetstestestostestostestetstesteseotsbtestestes[]
ટીકા : આ મરણ પર વાચક પુણ્યસાગરે વિ. સં. ૧૭૨૫માં “સુબોધિકા” નામની ટકા રચી છે, પણ તે છપાવાઈ હોય, તેમ જણાતું નથી.
[૭] નમુહૂર્ણ (શક સ્તવ) આ કૃતિ તપાગચ્છીઓને પણ માન્ય છે. એ વિવિધ આગમેમાં ન્યૂનાધિક પ્રમાણમાં જોવાય છે. એ પરત્વે મેં “નમુત્થણને અંગે” નામના લેખમાં કેટલીક માહિતી આપી છે. હરિભદ્રસૂરિએ “ચત્યવંદન સૂત્રની વૃત્તિ રચી છે. તે “લલિત વિસ્તર”નામે સુપ્રસિદ્ધ છે. તેમાં “અરિહંત'ના જે પચીસ વિશેષણે “શિક સ્તવમાં જોવાય છે, તે ક્યા ક્યા મતના પ્રતિકારરૂપ છે, એ બાબત દર્શાવાઈ છે. આની નેંધ મેં “શ્રી હરિભદ્રસૂરિ નામના મારા પુસ્તકમાં (૫. ૧૯૭-૧૯) માં લીધી છે. આ નિરૂપણ શ્રીહરિભદ્રસૂરિના એક અપૂર્વ કાર્યરૂપ છે. તેમાં મત – વાદને નિર્દેશ છે, અને તે વિષે કેટલીક બાબતે પૂ. ૩૨૮-૩૩૫માં આપી છે.
[૮] (લહુ) અજિયસંતિ થયા - કવિ વીરગણિની આ કૃતિ આઠ પવો અપભ્રંશમાં અને અંત્ય પ્રાસથી અલંકૃત છે, અને તે “લઘુ અજિત શાંતિ સ્તવ” તરીકે ઓળખાય છે. તેમાં કહ્યું છે : “આ સ્તવ સાંવત્સરિક, પાક્ષિક અને ચાતુર્માસિક (પ્રતિકમણો)માં જે ભણે અને સાંભળે તેનું અશુભ જાય અને સકળ સુખ સાંપડે.” આ સ્તવના પ્રણેતા તે જ “પ્રભાવક ચરિત્તમાં નિર્દેશાયેલા વીરગણિ છે કે કેમ તે જાણવાનું બાકી રહે છે. આ સ્તવમાં અજિતનાથ અને શાંતિનાથ એ બે તીર્થકરોની સંયુક્ત સ્તુતિ છે.
[6] બૃહદજિત શાંતિ સ્તવ આ નામ ઉપર્યુંકત આઠમા સ્મરણને અનુલક્ષીને રચાયું લાગે છે. તેના કર્તા જયશેખર સૂરિએ “અજિત શાંતિ સ્તવ” નામ સેળમા પદ્યમાં દર્શાવ્યું છે. આ સ્તવમાં ૧૭ પદ્યો સંસ્કૃતમાં છે અને તે પણ ઉપર્યુંકત બે તીર્થકરને અનુલક્ષીને રચાયેલાં છે.
પ્રણેતા ઃ આ સ્તવ અંચલગચ્છીય જયશેખરસૂરિની રચના છે. તે “સૂરિ ચક્રવતિ” તરીકે ઓળખાવાય છે. તેઓ મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ શિષ્ય પૈકી વચલા શિષ્ય છે. મેરૂતુંગસૂરિ પણ આ ત્રણ શિષ્યમાંના એક છે. જયશેખરસૂરિએ નાની મોટી મળીને ૧. આ લેખ “જૈન સત્ય પ્રકાશ' (વર્ષ ૨, અંક ૧૨)માં છપાયે છે.
શ્રી શ્રી આર્ય કથાગોમસૃતિગ્રંથ 25
Page #13
--------------------------------------------------------------------------
________________ [28]Easted secostasssbossessoccestodesc&sociaહessess best v iewedહહહતું. પચાસેક કૃતિઓ રચી છે. તેમનાં નામ ઇત્યાદિ વિષે “અંચલ૦ દર્શન” (પૃ. 182-184) માં સંક્ષિપ્ત માહિતી અપાઈ છે. “ત્રિભુવન દીપક પ્રબંધ' નામની તેમની ગુજરાતી કૃતિ તે તેમણે જ રચેલા પ્રબંધ ચિંતામણિ’નું રૂપાંતર છે. તેમણે ગુજરાતીમાં વિવિધ વીનતિઓ રચી છે. તેમણે વિ. સં. 1430 માં “જખુ સ્વામી ફાગુ' રચ્યું છે. વિશેષમાં તેમણે નેમિનાથ ફાગુ' નામનાં બે કાવ્ય રચ્યાં છે. એકમાં 574 કડી છે અને બીજીમાં 49 કડી છે. 1. ચારેક પ્રકાશિત થઈ છે. “અબુદાચલ વીનતિ” (રચના વિ. સં. 146) “ગૂર્જર રાસાવલિ' (પૃ. 75-76 ) માં છપાઈ છે. 2. “પ્રાચીન ફાગુ સંગ્રહ' (પૃ. 25-30) માં જે અજ્ઞાત કતૃક “જબુવામી ફાગ' (વિ. સ. 1430 ) છપાયું છે, તે જ આ છે. 3. આ પૈકી એક ગૂર્જર રાસાવલિ ' (પૃ. 65-74) માં અને બીજું “પ્રાચીન ફાગુ સંગ્રહ” (પૃ. 242-1 થી 242-7) માં છપાયું છે. જૈન ગુર્જર કવિઓ' (ભા. 3, ખં. 1, પૃ. 425) માં આ જ કડીને ક્રમાંક 58 છે. આને જ મેં દેહરા કહ્યા લાગે છે. એક એક દેહરામાં બબે પંક્તિઓ હોય છે. અહીં ચાર ચાર પંક્તિના પદ્યને એક ગણી પ૭ની સંખ્યા અપાઈ છે. “દેહરાને બદલે “પંક્તિ” શબ્દ હોત તો ઠીક થાત. अप्पाणमेव जुज्ज्ञाहि, कितें जुञ्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं, जइता सुहमेहले // पंचेदियाणीकोहं, माणं माय तहेव लोहंच / दुञ्जय चेव अप्पाणं, सव्वमापे जिओ जियं // -શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પિતાના આત્મા સાથે યુદ્ધ કર. બાહ્ય ભૌતિકની સાથે લડવાથી શું ? સ્વયં આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવાથી આત્યંતિક સુખ મળે છે. પાંચે ઈદ્રિયો, કધ, માન, માયા અને લેભ તેમ જ દુર્ભય મન અને મિથ્યાત્વ આ બધા માત્ર સ્વાત્મા પર વિજય પ્રાપ્ત કરવાથી પરાજિત થઈ જાય છે. 25 શ્રી આર્ય કથાગોતમ સ્મૃતિગ્રંથ