SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] தத்த்த்த்க்தஸ் hu વિષય : આ સ્મરણ એક પ્રકારનુ કય–કવચ સ્તોત્ર છે, અને એ કમલપ્રભસૂરિ કૃત ‘ જિનપ ́જર સ્નેાત્ર”નું સ્મરણ કરાવે છે. તેમાં સંસારી જીવના મસ્તકે રહેલા તીકરા મસ્તકના રક્ષણકર્તા છે, એમ દર્શાવ્યું છે. સિદ્ધોના મુખને અંગેનુ મુખપત-સુખવસ્ત્ર, આચાને અંગની ઉત્તમ રક્ષા, ઉપાધ્યાયેાને બન્ને હાથેાનું મજબૂત આયુધ અને સાધુઓને અન્ને ચરણામાં શુભમેચક-પગરખાં કહ્યાં છે. અનુવાદ : આ સ્મરણ ઉપર સ`સ્કૃતમાં કોઈ વૃત્તિ રચાઇ જણાતી નથી, પણ એના ઈ. સ. ૧૯૦૫માં ગુજરાતી અનુવાદ થયેા છે. અને તે શ્રાવક શ્રી ભીમસિંહ માણેકે બાકીનાં સ્મરણા અને ગુજરાતી અનુવાદની સાથે સાથે ઉપર્યુક્ત પુસ્તકમાં પ્રસિદ્ધ કર્યાં છે. સ'તુલન : જિનવલ્લભસૂરિએ ‘બૃહન્નમસ્કાર ’ રચ્યા છે, તે અદ્યાપિ મારા જોવામાં આવ્યા નથી. એટલે પ્રસ્તુત સ્મરણ સાથે એના સ ંતુલનનું કાર્ય હાલ તરત તે ખાકી રાખવુ પડે છે. [૨] અજિય સંતિ થય (અજિત શાંતિ સ્તવ) આ સ્મરણમાં પદ્યોની સંખ્યામાં એકવાકયતા નથી. · શ્રી વિધિપક્ષ (અચલ) ગચ્છીય શ્રાવક પચ પ્રતિક્રમણ સૂત્ર (વિધિ સહિત)'માં ૪૬ પદ્યોર છે. તેમાં બ્લેક ૪૩ થી ૪૬ તે સંસ્કૃતમાં છે. એ ખરી રીતે આ સ્મરણના નથી. વિશેષમાં ત્રણ પદ્યોના પ્રક્ષિપ્ત ’ ગણાય છે. આ ત્રણ પદ્યોના ક્રમાંક ૩૮, ૩૯ અને ૪૨ છે, પદ્ય ૪૦ અને ૪૧ તપા— ગચ્છીય · અજિય સતિ થય ’માં નથી. અહીં એ ઉમેરીશ કે, મારા વર્ણનાત્મક સૂચિપત્ર 'Descriptive Catalogue of the Government Collections of Manuscripts' ( V ના XVIII, Part 4 ) માં પ્રસ્તુત કૃતિનાં પદ્યોની સખ્યા ૩૯, ૪૦, ૪૨ અને ૪૪ એમ ભિન્ન ભિન્ન જોવાય છે. વિશેષમાં, પૃ. ૩માં પદ્ય ૪૧-૪૨ છે. તે ઉપર્યુક્ત વિધિપક્ષીય પુસ્તકમાં ૪૦-૪૧ તરીકે જોવાય છે. · પ્રાધ ટીકા ’(ભાગ ૩, પૃ. ૪૩૪)માં એવા ઉલ્લેખ છે કે, કેટલીક પ્રતિએમાં ૪૫, ૪૬ કે ૪૮ ગાથાએ છે. આ ગાથાએ એમાં અપાઇ નથી. એટલે આવી પ્રતિમાં જે વધારાની ગાથાએ હાય, તે અપાય, તે કયારે કયારે ગાથાએ ઉમેરાઇ છે, તે નક્કી કરવુ' સુગમ બને. ૧. .. આ પુસ્તક વિ. સં. ૨૦૨૨ માં પ્રસિદ્ધ થયુ છે. શ્રાવક શ્રીભીમસિંહ માણેકના ઇ. સ. ૧૯૦૫ ના પ્રકાશનમાં જે ૪૬ પડ્યો છે, તે જ આ છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230232
Book TitleVidhipaksha Gacchiya Navsmarano Ek Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages13
LanguageGujarati
ClassificationArticle, Criticism, Ritual, & Vidhi
File Size869 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy