________________
J૨૬][edits.ssed Messessedsenselesse.dessesses ...ssloldessed-sex-ses
૨. પર્યાય ટીકા : આના કર્તાનું નામ જાણવામાં નથી. ૩. વૃત્તિ : આ અજ્ઞાત કક છે. ૪. અવસૂરિ : આ પ્રકાશિત છે, પણ અજ્ઞાત કર્તક છે.
[૬] છરીકાપલી પાર્શ્વનાથ સ્તવ આ સ્મરણ સંસ્કૃતમાં રચાયું છે. તેમાં ૧૪ પદ્યો છે. છેલ્લાં ત્રણ પદ્યો પણ આ સ્મરણના પ્રણેતા મેરૂતુંગસૂરિએ પ્રસંગોપાત રડ્યાં હતાં. એ કાળાંતરે મૂળે ૧૧ પદ્યો પછી દાખલ કરાયાં છે. આ કાર્ય કેણે કર્યું તે જાણવામાં નથી. આ સ્મરણને પારંભ “ નમે દેવદેવાય થી કરાય છે. તેમાં પાર્શ્વનાથને (જેમના તવરૂપ આ કૃતિ છે.) હીં: રૂપ કહ્યા છે. આ સ્મરણમાં “અ મટ્ટ દુષ્ટ વિઘટ્ટ” આ પાંચ અક્ષરને પ્રેત, પિશાચ ઈત્યાદિના નાશક કહ્યા છે. સાતમાં પદ્યમાં “ક્ષિપ નુ સ્વાહા” એ ગેલેક્ય વિજય યંત્રને નિદેશ છે. દશમા પદ્યમાં કર્તાએ પાર્શ્વનાથના સ્મરણને પ્રભાવ જાતે અનુભવ્યાનું કહ્યું છે. છઠ્ઠા પદ્યમાં કહ્યું છે કે, “પાર્શ્વનાથ” એ ચાર અક્ષર, “અ મ’ એ ચાર અક્ષર અને “દુષ્ટ વિઘ” એ પાંચ મળીને એક વિદ્યા થાય છે, તે સર્વ કાર્યો કરનારી છે.
પ્રણેતા : આ સ્મરણ અંચલગરછીય મેરૂતુંગસૂરિની રચના છે. તેમના કૃતિ કલાપૂર્વક જીવન વૃત્તાંત વિષે “અંચલગચ્છ દિગ્દર્શન” (પૃ. ૧૯-૨૩૩)માં વિસ્તૃત માહિતી અપાઈ છે. અહીં તે હું થોડી જ બીનાઓ નેંધું છું. તેમનો જન્મ નરસિંહની પત્ની નાલદેવીની કુક્ષીએ વિ. સં. ૧૪૦૩માં થયે હતું. તેમણે વિ. સં. ૧૪૧૦માં મહેંદ્ર પ્રભસૂરિ પાસે દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૪૨૬માં તેઓ “સૂરિ' બન્યા હતા, અને વિ. સં. ૧૪૪પમાં ગચ્છ નાયક. તેઓ વિ. સં. ૧૪૭૧માં સ્વર્ગે સિધાવ્યા હતા. તેમના અંગે કઈ કે રચેલે “મેરૂતુંગસૂરિ રાસ” પ્રામાણિક ગણાય છે, અને એ માહિતીપ્રચૂર છે. તેમણે વ્યાકરણાદિ તેમ જ આગ અને પુરાણોને અભ્યાસ કર્યો હતો. કેટલાક નૃપત્તિઓને પ્રતિબોધ પમાડ હતું, અને “મંત્રવાદી” તરીકે નામના મેળવી હતી. ચકેશ્વરી અને પદ્માવતી એ દેવીઓ એમની પાસે આવતી” એ ઉલ્લેખ જોવાય છે.
મેરૂતુંગસૂરિએ લગભગ ૩૫ ગ્રંથ રચ્યા છે. “સૂરિમંત્ર કલ્પ” અને “સૂરિમંત્ર-સારદ્વાર” એમની જ કૃતિઓ છે. ૧. પ્રારંભમાં અને અંતમાં સ્વાહાપૂર્વકની આ વિદ્યાને શ્રાવક શ્રીભીમસિંહ માણેકની પ્રકાશિત કૃતિમાં
“મંત્ર” કહ્યો છે.
ICTઆર્ય કયાાતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org