Book Title: Vadikavi Bappabhatta Suri
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249313/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભદ્રિસૂરિ મધુસૂદન ઢાંકી ઈસ્વીસનના આઠમા શતકમાં, મૈત્રક મહારાજ્યના અવનતિ કાળે, આ મહાન જૈન વાગ્મી અને વાદી ઉત્તર ગુજરાતમાં થઈ ગયા. પ્રબન્ધો અનુસાર એમનો મુનિરૂપેણ શિક્ષાકાળ જેકે મોઢેરા પંથકમાં વીત્યો છે, તો પણ તેમનું કર્મક્ષેત્ર (એ જ સોતો અનુસાર ગુજરાત બહાર દશાણદેશમાં ગોપગિરિ (ગ્વાલિયર), કાન્યકુન્જ (કનોજ), તેમ જ શૂરસેન-પ્રદેશમાં મથુરા, અને ગૌડ-દેશમાં લક્ષણાવતી (લખનૌતી) તરફ રહ્યું હોઈ ગુજરાતની આ પ્રાફમધ્યકાલીન વિભૂતિ-વિશેષનું નામ થોડાક જૈન વિદ્વાનો તેમ જ કેટલાક ઈતિહાસજ્ઞો બાદ કરતાં અલ્પ પરિચિત. જ રહ્યું છે. નિર્ગુન્થવેતામ્બર સંપ્રદાયના ચૈત્યવાસી આમ્નાયમાં થઈ ગયેલા આ મુનિ-કવિનું જીવનવૃત્ત પશ્ચિમ ભારતમાં રચાયેલ, મુખ્યત્વે મધ્યકાલીન તેમ જ ઉત્તર મધ્યકાલીન, જૈન ચરિત-પ્રબન્ધાદિ સાહિત્યમાં સંકલિત થયું છે. ઉપલબ્ધ છે તે સાહિત્ય બારમા-તેરમા શતકથી લઈ પંદરમા શતકના મધ્યાહન સુધીના ગાળાનું છે. તેમાં સૌથી જૂનું તો પ્રાકૃત ભાષા-નિબદ્ધ બપ્પભટ્ટસૂરિ ચરિત છે, જેની હસ્તપ્રત જ સં. ૧૨૯૧ | ઈસ. ૧૨૩૫ની હોઈ પ્રસ્તુત કતિ તે પૂર્વની, ઓછામાં ઓછું બારમા શતક જેટલી પુરાણી તો હોવી જોઈએ. તે પછી જોઈએ તો રાજગચ્છીય પ્રભાચન્દ્રાચાર્યના પ્રભાવક ચરિત (સં. ૧૩૩૪ { ઈસ. ૧૨૮) અંતર્ગત “બપ્પભદ્રિચરિત”” જે આગળ કહ્યું તે પ્રાકૃત ચરિત અને અન્ય, આજે અજ્ઞાત એવાં, એકાદ બે ચરિતોને પલ્લવિત કરી રચાયું હોય તેમ લાગે છે. એક આમપ્રબ નામે પ્રબન્ધ પણ રચાયેલો છે. તેના પ્રવિભાગો તો પ્રભાવક ચરિતાદિ ગ્રન્થમાં મળે છે તેવા છે, પણ મુદ્રિત રૂપેણ પૂરો પાઠ ઉપલબ્ધ ન હોઈ તેના વિષે હાલ તો કશું કહી શકાય તેમ નથી. ત્યાર બાદ નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્ય કૃત પ્રબચિંતામણિ (સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫) અંદરનો “બપ્પભટ્ટસૂરિ ૫. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અન્તર્ગત “મથુરાપુરી – કલ્પ" (આ સં. ૧૩૮૯ | ઈ. સ. ૧૩૩૩)', રાજગચ્છીય રાજશેખરસૂરિ કૃત પ્રબકોશ (સં. ૧૪૦૫ | ઈ. સ. ૧૩૪૯), અને સંકલન ગ્રન્થ પુરાતન-પ્રબન્ય-સંગ્રહ અંતર્ગત પ્રત ‘P' (લિપિ સંવત્ ૧૫ર૮ | ઈ. સ. ૧૪૭૨) એ મુખ્ય કૃતિઓ છે. આ સિવાય તપાગચ્છીય મુનિસુંદરસૂરિનો સટીક ઉપદેશરત્નાકર (ઈસ્વીસનના ૧૫મા શતકનો આરંભ) તથા શુભશીલ ગણિનાં શત્રુંજયકલ્પવૃત્તિ (સં. ૧૫૧૮ | ઈ. સ. ૧૪૬૨) અને પંચશતી-પ્રબોધ-સમ્બન્ધ (વિ. સં. ૧૫૨૧ | ઈ. સ. ૧૪૬૫) અંદરના કેટલાક સમ્બન્ધોને મુખ્ય રૂપે ગણાવી શકાય. આ સૌમાં (મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે તેમાં) વાસ્તવિક રીતે ઉપયોગી તો કેવળ બારમાથી ચૌદમા શતકનાં સંસ્કૃત સાધનો જ છે. પછીના બધા જ પ્રબન્ધો આગળના લખાણોના આધારે જ સંક્ષિપ્તમાં લખાયાં છે, અને તેમાં કોઈ કોઈમાં નવી વાતો ઘુસાડવા જતાં મૂળ બગડેલા ભાગોમાં વિશેષ વિકૃતિ દાખલ થઈ ગઈ છે. પ્રબન્ધોમાં કથેલ બપ્પભટ્ટસૂરિના વૃત્તાંતમાં આવતી કેટલીક વાતો અને ઘટનાઓ વિશ્વસ્ત જણાય છે, તો કેટલીક ગડબડયુકત, કલ્પિત, અને અશ્રદ્ધેય છે : આમાંની કેટલીક ધાર્મિક મમત્વ-દર્શક, અકારણ મહિમાપક, અને તેથી સાંપ્રદાયિક અભિનિવેશ, અહોભાવ, તેમજ અતિશયોક્તિથી રંગાયેલી છે. ઉપર્યુકત ચરિતો-પ્રબન્ધોના નિરીક્ષણ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે તેમાં જે પ્રમાણમાં જૂનાં છે તેના કર્તાઓની સામે બપ્પભક્ટ્રિ સમ્બદ્ધ મૌખિક અનુશ્રુતિઓ સિવાય લેખિત પરમ્પરા સાચવતા થોડાં વધારે જૂનાં (પણ આજે અલભ્ય) સંસ્કૃત-પ્રા. બેત્રણ (સંક્ષિપ્ત) પ્રબન્ધો-ચરિતાં હતાં, તેમાં પ્રસંગોચિત સંભાર ઉમેરી, બપ્પભટ્ટિસૂરિના હોય કે ન હોય તેવાં સંસ્કૃત-પ્રાકૃત પધો એમના મુખમાં કે પ્રાસંગિક પરિસરમાં) ગોઠવી, ઇતિહાસની તો ઠીક પણ ઔચિત્યની પણ Page #2 -------------------------------------------------------------------------- ________________ Vol. 1.1995 વાદી-કવિ બપ્પભકિસૂરિ ૧૩ પરવા કર્યા સિવાય, મૂળ હકીકતોને કેવળ કલ્પનાના બળે અને સ્વરુચિ તેમ જ સાંપ્રદાયિક આવશ્યકતા અનુસાર ફેરફાર કરીને, વધારીને, પ્રબંધકારોની કહેવાની રીતે, રજૂ કરી છે. સાંપ્રત કાળે ગોપગિરિરાજ મૌર્ય યશોવર્મા (૮મી શતાબ્દી પૂર્વાર્ધ) પર ગવેષણા ચલાવનાર વિદ્વાનોએ બપ્પભટ્ટ સમ્બ પ્રકાશિત જૈન પ્રબન્ધાત્મક સાહિત્યનો સૌ સૌની સૂઝ પ્રમાણે ઉપયોગ તો કર્યો છે. પણ પ્રબન્ધકારોનાં ગુંચવાડા અને કેટલીક અસંભવિત વાતોથી, તેમજ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી થયેલા નિરૂપણથી કંટાળીને બપ્પભદ્રિના વિષયમાં (અમુકાશે તો બપ્પભટ્ટ જૈન હોવાને કારણે પણ) વિશેષ વિચારી શકયા નથી". વધુમાં આધુનિક અન્વેષકોનું મુખ્ય લક્ષ્ય યશોવર્મા (અને મદ્રમણીવિજય તથા ગૌડવોના કર્તા, એમના સભા-કવિ વાકપતિ') હોઈ, બપ્પભદિને એમનાં લખાણોમાં સર્વથા અન્યાય નહીં થયો હોય તોયે અધિકાંશે તેમની ઉપેક્ષા તો થયેલી છે? પ્રબન્ધો અનુસાર બપ્પભટ્ટ પાંચાલ(ભાલ-પંચાળ)માં ડુંવાઉધી (ધાનેરા પાસેના હુવા) ગ્રામના નિવાસી હતા; બાળવયે ઘેરથી રિસાઈને ચાલી નીકળેલા, ને પછી પાટલા ગ્રામ(પાડલ)ના પુરાણા જીવંતસ્વામી નેમિનાથના ચૈન્યના અધિષ્ઠાયક, મોઢગચ્છીય આચાર્ય સિદ્ધસેન સૂરિ પાસે અભ્યાસ કરી દીક્ષિત થયેલા. પ્રવ્રજ્યા સમયે એમનું “ભદ્રકીર્તિ' નામ રાખવામાં આવેલું. પણ પછીથી—ચરિતકારો પ્રબન્ધકારોના કહેવા પ્રમાણે–એમનાં પિતા ‘બમ્પ' માતા “ભટ્ટિનાં નામ પરથી ‘બપ્પભટ્ટ' નામ આપવામાં આવ્યું. (આ નામ અપાય તો જ એમના બાળકને પ્રવ્રજિત મુનિ રૂપે બહાલ રાખવાની, યા પ્રવ્રયા દેવા અનુમતિ દેવાની, તેમની તૈયારી હતી એમ ચરિતકારો કહે છે !) નામોત્પત્તિનો આ ખુલાસો અલબત્ત મૂળ કે પાછલા કાળના ?) પ્રબન્ધકાર કે ચરિતકારની પોતાની કલ્પના લાગે છે ? કેમકે “બમ્પ' શબ્દ સન્માનસૂચક છે. તેમાં ગુરુત્વ-વૃદ્ધત્વ-પૂજ્યત્વના ભાવો સમ્મિલિત છે, અને ભટ્ટિ' કદાચ ભટ્ટિકાવ્યના મૈત્રકકાલીન કવિ ભટ્ટિ(૭મા સૈકા)ના નામને અનુસરીને, ભદ્રકીર્તિની અનુપમ કાવ્યપ્રતિભાને લક્ષમાં રાખી, પછીથી મોટી ઉમરે એમની ખૂબ પ્રસિદ્ધિ બાદ આપવામાં આવ્યું હોય. તિલકમંજરીકાર મહાકવિ ધનપાલ, અમચરિત્રકાર મુનિરત્નસૂરિ ઈત્યાદિ લેખકો તો તેમને 'ભદ્રકીર્તિ' નામે જ સંબોધે છે. (એક કલ્પના એ પણ થઈ શકે કે તેઓ પંજાબમાં આવેલ “ભદ્રિકદેશ' પંથકથી નીકળેલ ‘ભટ્ટિ' નામથી ઓળખાતી (રાજપુત) જ્ઞાતિમાં થયા હોય. વર્તમાને ગુજરાતની ‘ભાટિયા' કોમ, સંગીતમાં ‘ભટિયાર' રાગ ઈત્યાદિનો સંબંધ પણ આ ભદ્રિકદેશ સાથે હોય તેમ લાગે છે.) ભદ્રકીર્તિના ગુર આચાર્ય સિદ્ધસેનસૂરિ તે મોટે ભાગે વાચક ઉમાસ્વાતિના સભાખ્ય-તત્વાર્થાધિગમશાસ્ત્ર (અઈ. સ. ૩૫૦-૪૦૦) પર ઈ. સ. ૭૬૦-૭૩૦ ના અરસામાં સંસ્કૃતમાં બૃહદ્રવૃત્તિ રચનાર “ગન્ધહસ્તિ સિદ્ધસેન’ હોઈ શકે, અને પ્રબન્ધોમાં અપાયેલી પૃથક પૃથફ મિતિઓ અનુસાર બપ્પભટ્ટસૂરિનો સરાસરી પૂર્વકાળ પણ એ જ અરસાનો છે, તેમ જ એ કાળે તો કોઈ અન્ય શ્વેતામ્બર સિદ્ધસેન સૂરિના અસ્તિત્વ વિશેનો ઉલ્લેખ કયાંયથીયે પ્રાપ્ત થતો નથી. વિશેષમાં ગન્ધહસ્તિ સિદ્ધસેન એક અચ્છા સંસ્કૃતજ્ઞ અને આગમોના તેમજ દર્શનોના પારગામી પંડિત હતા. ભદ્રકીર્તિએ આવા જ સમર્થ ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી હોય. સિદ્ધસેન ગણિના પ્રગર સિંહજૂર ક્ષમાશ્રમણની મલવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્ર (છઠ્ઠા શતકનો મધ્યભાગ) પરની ટીકા (આ ઈ. સ. ૬૭૫)માં ઊંડાણભર્યું, નવાશિત તાર્કિક-દાર્શનિક તત્ત્વજ્ઞાન એવું બહુશ્રુતતા વ્યકત થાય છે. બધુભદ્રિસૂરિનું વાદીત્વ અમુકાશે સ્વશાખાની આ આગમિક અતિરિકત દાર્શનિક એવું ન્યાયપ્રવણ પરંપરાને આભારી હોઈ શકે. બપ્પભટ્ટ એક ઉત્કૃષ્ટ કવિ હોવા ઉપરાંત અજેય વાદી પણ હતા, તે સમ્બન્ધનાં પ્રમાણો વિષે આગળ જોઈશું. બપ્પભકિસૂરિના જીવન વિષે પ્રબન્ધોમાંથી (અને યશોવર્મા પરના આધુનિક અન્વેષણોના આધારે) તારવી શકાતી કેટલીક વિશેષ એવં પ્રમુખ ઘટનાઓ આ પ્રમાણે છે : Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મધુસૂદન ઢાંકી Nirgrantha (૧) બાલમુનિ અવસ્થામાં મોઢેરામાં ગોપગિરિરાજ યશોવર્માની ત્યકતા રાણી સુયશાના પુત્ર “આમ(આમ્ર)'ની સાથે થયેલ સહ ઉછેરને કારણે મૈત્રી : (૨) કાશમીરના લલિતાદિત્ય મુકતાપીડ સાથે ઈ. સ. ૭૪૦-૭૪૧ માં થયેલ યુદ્ધમાં યશોવર્માનો પરાજય, એમાં ગુમાવાયેલું કનોજ, અને પછીથી કેટલાંક વર્ષો બાદ થયેલ મરણ, અને રાજકુમાર ‘આમ'નો તે પછી ગોપગિરિમાં રાજ્યાભિષેક : (૩) આમરાજે ગોપાદ્રિ તેડાવેલ બાલમિત્ર બપ્પભટ્ટ અને એમનું રાજસભામાં કવિરૂપે બેસણું : (૪) આમ-નરેન્દ્રના અનુરોધથી સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટને મોઢેરા(સં. ૮૧૧ | ઈસ. ૭૫૫)માં આપેલું સૂરિપદ કિંવા આચાર્યપદ, બપ્પભદિનું તે પછી ગોપગિરિ તરફ જવું સાહિત્ય પ્રમોદ : (૫) ગુરુના સ્વર્ગવાસ પૂર્વે બપ્પભટ્ટને મોઢેરા પુન તેને ગુરુનું સ્વર્ગગમન; ગુરુબંધુઓ નમ્નસૂરિ તથા ગોવિંદસૂરિને (મોઢેરા-પાટલાનો) ગચ્છભાર સોંપી બપ્પભદિનું ગોપગિરિ તરફ પુનર્ગમન; સભામાં સંસ્કૃત-પ્રાકૃતમાં કાવ્ય-ગોષ્ઠીઓ; તેમની શૃંગારી મન:પર્યય કાવ્ય-રચનાઓથી સાશંક (વા ઘણાયમાન) રાજા આમ; આમે મોકલેલી વારાંગના દ્વારા બપ્પભટ્ટની શીલપરીક્ષા; આમનું ગણિકાના પ્રેમમાં ફસાવું‘આમથી અપ્રસન્ન બપ્પભટ્ટનું ગૌડ દેશની રાજધાની લક્ષણાવતી તરફ ગમન અને ત્યાંના રાજા ધર્મની સભામાં બેઠક; અગાઉ યશોવર્માએ ગૌડપતિ પર વિજય કરીને પોતાની સભામાં લાલ કવિ વાકપતિરાજનું (કદાચિત આમરાજના વિલાસીપણાને જોઈ, તેમજ વૃદ્ધાવસ્થાને કારણે) મથુરા તરફ (વાનપ્રસ્થ ગાળવા) ચાલ્યા જવું : (૬) આમરાજનું બપ્પભટ્ટને આવવા માટે પુન: આમંત્રણ; બપ્પભટ્ટિનું આવવું, ગૌડીય બૌદ્રાચાર્ય વર્ધનકુંજરનો વાદમાં પરાજય આમરાજાની રાજગિરિ (રાજોરગઢ, રાજસ્થાન) પર ચઢાઈ અને ત્યાંના રાજા સમદ્રસેનનો કરેલો પરાજય; (અને કદાચ તે પૂર્વે કાન્યકુંજની પુનઃ પ્રાપ્તિ) : (૭) બપ્પભટ્ટના પ્રભાવ નીચે આમરાજનું જૈન દર્શન તરફ ઢળવું, પણ કુલક્રાગત વૈદિક ધર્મ છોડવાની અનિચ્છા; અન્યથા આમ દ્વારા ગોપગિરિમાં અને કનોજમાં જિન મહાવીરનાં ઉન્નત જિનાલયોનાં નિર્માણ તથા બપ્પભટ્ટ દ્વારા, કે પછી એમની પ્રેરણાથી આમરાજ દ્વારા, મથુરાના જિન પાર્શ્વનાથના પુરાતન સ્તુપનો ઉદ્ધાર : મથુરા જઈને કવિ વાફપતિરાજને તેના અન્તિમ દિનોમાં જૈન બનાવવું : (૮) બપ્પભટ્ટનાં સરસ્વતી, ચતુર્વિશતિ જિન, ગોપગિરિ-મહાવીર, મથુરા સ્તૂપના જિન, અને ગોકુલના શાન્તિદેવી સહ શાંતિનાથને ઉદ્દેશીને બનાવાયેલ સંસ્કૃત સ્તોત્રો તથા શતાર્થી (મુકતકો અને પ્રાકૃતમાં રચેલ મુકતકોની તારાગણ નામક (શકુકે રચેલ પદ્ય-કોશ) રચના : (૯) આમરાજ સાથે સૂરિની ઉજજયન્તગિદિ સૌરાષ્ટ્રનાં તીર્થધામોની યાત્રા, ઉજજયન્તગિરિ સમી૫ દિગમ્બરોનો વાદમાં પરાજય કરી શ્વેતામ્બરોના કબજામાં તીર્થને મૂકવું : (૧૦) આમનું મૃત્યુ. આમના અનુગામી દુંદુક સાથે બપ્પભટ્ટિની અસહમતિ. ગણિકાસકત દંદુકથી જાન બચાવવા તેના પુત્ર ભોજનું ભાગી નીકળવું અને તેના દ્વારા દુંદુકનો વધ; તે પહેલાં અતિ વૃદ્ધ વયે બપ્પભદિનો કનોજથી વિહાર અને તત્પશ્ચાતુ ઈસ. ૮૩૯માં સ્વર્ગગમન. ચરિતકાર-પ્રબંધકારનાં લખાણોમાં રહેલા કેટલાક વિસંવાદો મેં અહીં નોંધ્યા નથી; પણ ઉપર લખ્યું છે તેમાંથી જે ઐતિહાસિક સમસ્યાઓ ઊભી થાય છે તે તરફ તો ધ્યાન દોરવું જરૂરી લાગે છે : Education international Page #4 -------------------------------------------------------------------------- ________________ Vol. I-1995 વાદી-કવિ બપ્પભક્રિસૂરિ ૧૫ (૧) ગોપગિરિ જેટલા દૂરના સ્થળથી ઉત્તર ગુજરાતના મોઢેરામાં ગોપગિરિના રાજકુમાર આમનું બાળવયે રહેવું જરા અવ્યવહારું લાગે છે. આ આમરાજ નજદીકના પ્રદેશમાં, ગુર્જરદેશનો પ્રતીહારવંશીય કુંવર તો નહીં હોય? ઈસ્વીસનના આઠમા શતકના ઉત્તરાર્ધમાં કયારેક આનર્તનો આ ભાગ વિકસી રહેલ પ્રતીહાર રાજ્યનો ભાગ બનેલો, એ વાત તો સુવિદિત છે. (૨) ચરિતકારો રાજા આમનું ‘નાહાવલોક' એટલે કે “નાગાવલોક' બિરુદ આપે છે તે તો પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીય(ઈ. સ. ૮૧૫-૮૩૩)નું ગણાય છે. ‘આમરાજા” એ નાગભટ્ટ દ્રિતીય હોય તો આમના પુત્રનું દંદુક નામ ઘરગથ્થુ માની, તેને નાગભટ્ટ-પુત્ર રામભદ્ર માની શકાય. (દુંદુકની પેઠે રામભદ્ર પણ 'નામચીન’ હતો! પ્રતીહાર પ્રશસ્તિઓમાં એને લગતી નોંધો મળતી નથી !) અને જેમ દુંદુકના પુત્રનું નામ ભજ હતું તેમ રામભદ્રના પુત્રનું નામ મિહિરભોજ હતું, તેમજ તેની રાજધાની પણ આમ-પૌત્ર ભોજની જેમ કનોજ જ હતી, અને ગ્વાલિયર પણ તેના આધિપત્ય નીચે હતું. આ સમાન્તર–સમરૂપ વાતોનો શું ખુલાસો કરવો ? (૩) પ્રબો મૌર્ય યશોવર્માએ ગૌડપતિ ધર્મને હરાવ્યાનું કહે છે જે કેવળ ગોટાળો જ છે ! યશોવર્માના સમયમાં તે તો મગધ-ગૌડદેશ ગુપ્તરાજ જીવિતગુપ્ત દ્વિતીયના આધિપત્ય નીચે હતા : અને ઈસ્વીસનના આઠમા શતકના છેલ્લા ચરણમાં તો એક બાજુથી વત્સરાજ પ્રતીહાર, ગૌડપતિ ધર્મપાલ, અને રાષ્ટ્રકૂટ સમ્રાટ ધ્રુવ તથા એના અનુગામી ગોવિન્દ દ્વિતીય વચ્ચે કનોજ ઉપલક્ષે ભારે સમરાંગણો ખેલાયેલાં. (૪) ઈ. સ. ૭૭૦-૭૭૫ પછી આમની શું સ્થિતિ હતી, કનોજ માટેના ઉપર કથિત ત્રિરંગી ઘમસાણીમાં એનો શું હિસ્સો હતો, તે વિષે તો કંઈ જ નોંધાયું નથી; ને તેના મરણની પ્રબન્ધોમાં અપાયેલી મિતિ, ઈ. સ. ૮૩૩-૮૩૪, તો વાસ્તવમાં પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયના મૃત્યુની છે ! (૫) સંભવ છે કે પ્રબંધકારોએ પ્રારંભમાં બપ્પભટ્ટનો ગોપગિરિપતિ અસલી રાજા આમ સાથેનો સબન્ધ, ને આમના વિલોપન બાદ એમનું ગૌડપતિ ધર્મપાલની રાજધાની લક્ષણાવતી તરફ પ્રયાણ, અને પછીનાં વર્ષોમાં નાગભટ્ટ દ્વિતીયની કનોજની સભામાં સ્થાન, એ બધી વાતો ભેળવી ગૂંચવી મારી હોય*: અને વાપતિરાજને જેન બનાવ્યાની વાત તો પ્રબન્ધકારોની પોતાની ધર્મઘેલી કલ્પનાથી વિશેષ નથી! આ બધા કોયડાઓ ઉકેલવા આ પળે તો કોઈ વિશેષ જૂનું અને વિશ્વસ્ત સાધન નજરે આવતું નથી; પણ સાથે જ પ્રબન્ધોની બધી જ વાતો કાઢી નાખવાને બદલે આઠમા-નવમા શતકમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ-તથ્યોનું પૂરું તેમ જ વ્યવસ્થિત જ્ઞાન ન હોવાને કારણે તેમણે ગૂંચ ઊભી કરી દીધી છે એમ માની, આ સમસ્યાઓનો પૂર્ણ ઉકેલ ભવિષ્ય પર છોડવો જોઈએ. એટલું તો લાગે છે જ કે બપ્પભટ્ટનું પ્રારંભે યશોવર્માના પુત્ર આમની સભામાં સ્થાન હતું. (આમરાજ નિ:શંક ઐતિહાસિક વ્યકિત છે; તે ગોપગિરિના મૌર્યવંશમાં થઈ ગયો છે. ગ્વાલિયર પાસે તેના નામથી વસ્યું હોય તેવી શકયતા દર્શાવતું ‘આમરોલ' [આમ્રપુર] નામક ગામ પણ છે, અને ત્યાં આઠમા શતકના ઉત્તરાર્ધના અરસામાં મૂકી શકાય તેવું પુરાતન, શિલ્પકલામંડિત, પ્રતીહાર-સમાન શૈલીનું શિવાલય પણ છે.) બપ્પભટ્ટિના જન્મ, દીક્ષા, સૂરિપદ અને મૃત્યુ સમ્બન્ધી પ્રબન્ધાદિ સાહિત્યમાં જે નિશ્ચિત આંકડાઓ દીધા છે (જઓ અહીં લેખાને તાલિકા) તેમાં એકાદ અપવાદ સિવાય એકવાકયતા નથી. જોકે સ્થળમ જોતાં આઠમી-નવમી શતાબ્દીમાં તેઓ થઈ ગયા તે વાત તો નિશ્ચિત એવું વિશ્વસનીય છે. પ્રબન્ધાદિ સાહિત્યમાં મળતા પ્રસ્તુત આંકડાઓ રજૂ કરી તેમનો સમય-વિનિશ્ચય કરવા યત્ન કરીશું. Page #5 -------------------------------------------------------------------------- ________________ મધુસૂદન ઢાંકી Nirgrantha પ્રબન્ધાદિ સાહિત્યમાં મળતી આ મિતિઓની સત્યાસત્યતા ચકાસવા માટે આપણી સામે બપ્પભદ્રિસૂરિને સ્પર્શતી કેટલીક પ્રમાણમાં સુદઢ કરી શકાય તેવી મિતિઓ છે : (૧) યશોવર્માના ઈ. સ. ૭૪૦-૭૪૧ના પરાજય પછીથી આમનું ઈ. સ. ૭૪૩-૭૫૪ વચ્ચેના કોઈ વર્ષમાં, પણ યશોવર્માના મરણ પછી તુરતમાં જ, રાજ્યારોહણ થયું હોવું ઘટે. એ સમયે તે તદ્દન બાળક હોવાને બદલે ૨૨-૨૩ વર્ષનો જવાન નહીં હોય તો ૧૭-૧૮ વર્ષનો કિશોર તો હશે જ. એ ન્યાયે બપ્પભટ્ટનું વય પણ લગભગ એટલું જ હોવું ઘટે અને એથી એમનો જન્મ પ્રબન્ધકારો કહે છે તેમ ઈ. સ. ૭૪૪ જેટલા મોડા વર્ષમાં થયો હોવાનું આમ તો સંભવતું નથી. (૨) તેમની દીક્ષા સાત વર્ષની વયે થયેલી તે વાત તો ઠીક છે, પણ ૧૧ જ વર્ષના બાળમુનિ રાજસભામાં | કવિ હોય અને વળી એટલી નાની અવસ્થામાં તેમને સૂરિપદ પણ મળે તે માનવા યોગ્ય કે બનવાજોગ વાત નથી, ગુરુ સિદ્ધસેનસૂરિ ઓછામાં ઓછું ઈ. સ. ૭૬૫-૭૦ સુધી તો જીવિત હોય તેવી અટકળ થઈ શકે છે. આથી બપ્પભટ્ટસૂરિને આચાર્યપદ મળ્યું હોય તે ઈ. સ. ૭૬૫ના અરસામાં હશે. અને તે માટેની ઈસ્વીસન ૭૫૫ વાળી મિતિ સાચી હોય તો બપ્પભટ્ટના જન્મની મિતિ ઈસ્વી ૭૪૪ ને બદલે વહેલી, કલ્પપ્રદીપકાર અનુસારની ઈ. સ. ૭૩૩ હોવી ઘટે : પણ તો પછી તેમના ૯૫ વર્ષના આયુષ્ય તેમજ અંતિમ વર્ષોની ઘટનાઓ, તેમજ ૮૩૯ની મૃત્યુમિતિનો મેળ ન બેસે. (૩) જિનપ્રભસરિના કલ્પપ્રદીપ અંતર્ગત “મથુરાપરીકલ્પ" માં જણાવ્યા પ્રમાણે વિસ. ૮ર૬ / ઈ. સ. ૭૬૯-૭૦ માં બપ્પભદ્રિસૂરિએ મથુરામાં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરી“આ મિતિ ભરોસો કરવા લાયક છે. આ વર્ષમાં બપ્પભટ્ટસૂરિ પ્રતિષ્ઠાકર્તા આચાર્યની કક્ષાએ પહોંચી ગયા છે; સંભવ છે કે એ વર્ષમાં તેમના ગુરુ સિદ્ધસેન કદાચ અતિ વૃદ્ધાવસ્થામાં હજી હયાત હોય. (૪) ઉજજયન્તગિરિ પર દિગમ્બરોનો કે ના મતાવલંબિયાપનીયોન વા ઉત્તરના બોટિક | અચલ ક્ષપણકોનો ?). પરાજય ઈ. સ. ૮૪ બાદના કોઈક વર્ષમાં થયો હશે; કેમકે પ્રસ્તુત વર્ષમાં તો હજી (અમ્બાશિખર પર સ્થિત) “સિંહવાહના શાસનદેવી” (અંબિકા) કે જેનું અસલી મંદિર મોટે ભાગે યાપનીય સપ્રદાય દ્વારા પ્રસ્થાપિત હતું, તેનું સ્મરણ વર્ધમાનપુર (વઢવાણ) સ્થિત પુન્નાટ સંઘના આચાર્ય જિનસેન સ્વકૃત હરિવંશપુરાણ (ઈ સ૮૪)માં કરે છે. (૫) પ્રબંધકારોના કથન પ્રમાણે બપભદ્રિસૂરિ દીર્ધાયુષી હતા. ૯૫ વર્ષે સ્વર્ગવાસી થયેલા. આ વાત અસંભવિત નથી. તેઓ ચૈત્યવાસી હોઈ, જૈન મુનિનાં આગમોપદેશિત કડક આચાર વા અતિ કઠોર ચર્યાના વ્યવહારમાં પાલનમાં માનતા નહોતા. તેમાંયે વળી કવિજન, અને પાછા રાજસભામાન્ય, એટલે જીવ કંઈક શારીરિક સુખમાં પણ રહ્યો હશે. પણ એ શિથિલાચાર અને સુખશીલપણાની વાત જવા દઈએ તો યે એમના સમકાલિક વિદ્યાધર કુળના સુવિધૃત, આચારસમ્પન્ન યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ અને એમના જેટલા જ મહાનું અને વિખ્યાત, પંચસ્તુપાવયના મઠવાસી દિગમ્બર આચાર્યો – ગુર વીરસેન અને શિષ્ય જિનસેન – પણ દીર્ધાયુષી હતા. સોલંકી કાળમાં (અને સાંપ્રત કાળે પણ) લાંબું આયખું પહોંચ્યું હોય તેવા પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ શ્વેતામ્બર જૈન મુનિઓના કેટલાયે દાખલાઓ છે. આમ સમગ્ર દૃષ્ટિએ રાજગચ્છીય પ્રધુમ્નસૂરિકૃત વિચારસારપ્રકરણ (પ્રાય: ઈ. સ. ૧૧૭૫-૧૨૦) તથા આંચલિક મેરૂતુંગાચાર્ય વિચારશ્રેણી (ઈસ્વી ૧૪મી શતીનો અંત કે ૧૫નો પ્રારંભ)માં આપેલી તેમની ઈ. સ. ૮૩૩ની તુલ્યકાલીન નિર્વાણતિથિ સ્વીકારીએ તો એમનો જન્મ કલ્પપ્રદીપ અનુસાર આ ઈ. સ. ૭૩૩, દીક્ષા આ૦ ઈ સ. ૭૪૦, અને આચાર્યપદ આ ઈ. સ. ૭૬૦ એ ક્રમમાં હોવાનો Page #6 -------------------------------------------------------------------------- ________________ Vol. I.1995 વાદી-કવિ બપ્પભકિસૂરિ સંભવ છે”; અને જો પ્રભાવકચરિતકાર અને એમને અનુસરીને પ્રબન્ધકોશકાર કહે છે તેમ તેમની નિવણ-તિથિ ઈ. સ. ૮૪-૮૩૯ની હોય તો અગાઉ કહ્યા છે તે આંકડાઓ દશ-પંદર વર્ષ આગળ લેવા પડે; અને તો પછી ગિરનાર યાત્રામાં જે “આમરાજ' હોય તે ગોપગિરિરાજ “આમ” નહીં પણ નાગાવલોક પ્રતીહાર નાગભટ્ટ દ્વિતીય માનવો ઘટે. આમ એકંદરે જોતાં તેમના અસ્તિત્વના સમય-વિસ્તારનો પૂરેપૂરો સંતોષજનક નહીં તો યે કેટલેક અંશે કામ ચાલી શકે તેવો નિર્ણય થઈ જતાં હવે એમના જીવનનાં અન્ય પાસાંઓ તપાસવાનાં રહે છે. વિશેષ કરીને એમનું (૧) કવિત્વ; (૨) વાદીત્વ, અને તેમની પ્રેરણાથી આમરાજે કરાવેલ (૩) જિનાલય-નિમણાદિ. બપ્પભષ્ટિ એક પ્રાંજલ અને સિદ્ધહસ્ત કવિ હતા તે વાતના પ્રબન્ધો અતિરિકત બે વર્ગમાં આવી જતાં કેટલાંક અન્ય અને સચોટ પ્રમાણો છે: એક તો અન્ય નિર્ચન્થ વાયકારોએ એમની કવિરૂપિણ કરેલી પ્રશંસા અને તેમની કાવ્યપ્રતિભાને અર્પિત કરેલ અંજલિઓ; બીજું એમની ઉપલબ્ધ કાવ્ય કૃતિઓ. એને હવે કમવાર જઈ જઈએ : (રાજગચ્છીય વિનયચન્દ્ર સ્વરચિત કાવ્યશિક્ષા(આ. ઈ. સ૧૨૨૫-૧૨૩૫)ના આરંભે, તથા પરિચ્છેદ “પ”માં, બપ્પભટ્ટિની વાણીનું આહવાન અને સ્મરણ કરે છે : યથા : नत्वा श्रीभारती,देवीं बप्पभट्टिगुरो गिरा । काव्यशिक्षा प्रवक्ष्यामि नानाशास्त्रनिरीक्षणात ॥१॥३२ તથા योगैर्लग्नैश्च नक्षत्रैऽहैवरिश्च सप्तभिः । लक्षणैर्जायते काव्यं बप्पभट्टि प्रसादतः ॥२२०॥२३ (૨) વિનયચન્દ્રથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે પૌણમિક મુનિરત્નસૂરિના અમમ સ્વામિચરિત્ર (સં. ૧૨૨૫ ! ઈ. સ૧૧૬૯)ની જિનસિંહસૂરિએ રચેલી પ્રાન્ત-પ્રશસ્તિમાં ભદ્રકીર્તિનો ‘આમરાજ-મિત્ર' રૂપે ઉલ્લેખ થયો છે તથા તેમના (પ્રાકૃત ગાથા-કોશ) તારાગણને પ્રશંસાપૂર્વક યાદ કર્યો છે : व्योम्नश्च भद्रकीतैश्च खत्तारागणस्य कः। વધામ/ન-મિત્રરાધ્યાવે તુ વૈમવકૂ રા* (૩) અમમ સ્વામિચરિત્રથી ૯ વર્ષ પૂર્વે, બૃહદ્રગથ્વીય આધ્યદેવ સૂરિના શિષ્યનેમિચન્દ્રસૂરિના પ્રાકૃત અનંતનાથચરિય (સ. ૧૨૧૬ | ઈ. સ. ૧૧૬૦) અંતર્ગત પાલિત્તસૂરિ અને વિજયસિંહસૂરિ સાથે બપ્પભટ્ટની કવિતાની પ્રશંસા કરી છે : पहुणो पालित्तय - बप्पहट्टि-सिरि विजयसीह नामाणो। जाणयंति महच्छरियं जंता गुरुणो वि सुकइनं ।।११।। (૪) આ ત્રણે રચયિતાઓથી અગાઉ, ચન્દ્રકુલના યશોભદ્રસૂરિ-ગચ્છના સિદ્ધસેનસૂરિ (સાધારણાંક)ની વિલાસવઈકહા (વિલાસવતીકથા: સં. ૧૧૨૩ | ઈ. સ. ૧૦૬૭)માં કત્તએ સ્વગચ્છને (યશોભદ્રસૂરિ-ગચ્છને) “રાજસભાશેખરી બમ્પટ્ટિ(બપ્પભદ્રિ)”ના સંતાનરૂપે પ્રસવેલો બતાવ્યો છે : યથા : Page #7 -------------------------------------------------------------------------- ________________ મધુસૂદન ઢાંકી Nirgrantha संताणे रायसहासेहरिबप्पहट्टिसूरिस्स। સમકિછે..... ત્યાઃ “ ઉપલબ્ધ ચરિતાદિ પ્રબન્ધાદિ સાહિત્યમાં બપ્પભટ્ટસૂરિનો આમરાયની સભા સાથેનો જે સમ્બન્ધ બતાવ્યો છે તેનું મજબૂત સમર્થન એતદ્ સાહિત્યથી વિશેષ પુરાણા અને સ્વતન્ય સાધનો ઉપર ઉફૅકિત અમસ્વામિચરિત્ર તથા તેથી પણ પુરાણી વિલાસવતીકથાથી મળી રહે છે. (૫) વિલાસવઈકહાથી તો ૧૦૬ વર્ષ બાદ, પણ પ્રભાવકચરિતથી ૧૦૪ વર્ષ પહેલાની એક ચતુર્વિશતિપટ્ટરૂપ ધાતુમૂર્તિ પરના સં. ૧૨૨૯ ! ઈ. સ. ૧૧૭૩ના અભિલેખમાં તેની પ્રતિષ્ઠા મોઢગચ્છમાં “બપ્પભટ્ટિ” સંતાનીય જિનભદ્રાચાર્યે કરાવેલી તેવો ઉલ્લેખ છે. આ લેખથી બપ્પભટ્ટસૂરિ પરંપરાથી મોઢગચ્છ સમ્બદ્ધ હોવાનું પ્રબન્ધકારો કહે છે તે વાતનું સમર્થન મળે છે. (૬) નાગેન્દ્રકુલના સમુદ્રસૂરિશિષ્ય વિજયસિંહસૂરિની પ્રાકૃત રચના પુરસુંદરી ET (અવનસુરી થT) [૨૦] સં. ૯૭પ | ઈ. સ. ૧૦૫૩ની ઉત્થાનિકામાં પાલિત (પાદલિપ્ત) અને હરિભદ્રસૂરિ સાથે “કઈ બમ્પટ્ટિ" (કવિ બપ્પભટ્ટ) પ્રમુખ સુકવિઓને સ્મર્યા છે : યથા : सिरिपालित्तय-कइबप्पहट्टि हरिभद्दसूरि पमुहाण । किं भणियो जाणडज्जं वि न गुणेहिं समो जए सुकई ॥१०॥" પરમારરાજ મસ્જ અને ભોજની સભાના જૈન કવિ ધનપાલે પણ તિલકમંજરી (૧૧મી સદી પ્રથમ ચરણ) માં 'ભદ્રકીર્તિ', તેમ જ શ્લેષથી તેમની કૃતિ તારાગણનો ઉલ્લેખ કરેલો છે. भद्रकीर्तेर्भमत्याशा: कीर्तिस्तारागणाध्वना। प्रभा ताराधिपस्येव श्वेताम्बर शिरोमणेः ॥३९ નાગેન્દ્રકુલીન વિજયસિંહસૂરિ તથા મહાકવિ ધનપાલના સાક્યો લભ્યમાન પ્રબન્યાદિ સાહિત્યથી તો અઢીસો વર્ષ જેટલાં પુરાણાં છે. આથી ભદ્રકીર્તિ-બપ્પભટ્ટિની ઐતિહાસિકતા નિર્વિવાદ સિદ્ધ થવા અતિરિકત તેઓ ઊંચી કોટીના સારસ્વત હોવા સમ્બન્ધમાં પ્રબન્ધોથી પણ બલવત્તર પ્રમાણ સાંપડી રહે છે. ચરિતકારો-પ્રબન્ધકારો (વિશેષ કરીને પ્રભાચન્દ્રાચાર્ય) બપ્પભટ્ટસૂરિની બે પ્રાકૃત (તારાગણ તથા શાર્થી) અને ચારેક સંસ્કૃત રચનાઓની નોંધ લે છે. બપ્પભટ્ટિના દીર્ઘકાલીન જીવનને લક્ષમાં લેતાં, તેમ જ તેમની સર્જનશીલ, કાવ્યોદ્યમી પ્રતિભાને ધ્યાનમાં રાખતાં એમની આ નોંધાયેલી છે તેથી વિશેષ રચનાઓ હોવી જોઈએ, પણ મધ્યકાળના ઉત્તરાર્ધ સમય સુધીમાં તો તે સૌ અનુપલબ્ધ બની હશે જેથી તેના ઉલ્લેખ થયા નથી. બપ્પભટ્ટસૂરિની શતાર્થી પ્રબંધકારો દ્વારા ઉફૅકિત એક મુકતક હોય તો તે આજે ઉપલબ્ધ છે તેમ માનવું જોઈએ. અને કેટલાંક વર્ષો અગાઉ ગાથાકોશ તારાગાગની ભાળ, તેની સંસ્કૃત ટીકા સાથે લાગી છે. કવિની સંસ્કત રચનાઓ ચતુર્વિશતિકા, વીરખતિ, શારદાસ્તોત્ર, સરસ્વતીજી, સરસ્વતીકલ્પ અને શાંતિ-સ્તોત્ર પ્રબન્ધોમાં નોંધાયેલી છે; આમાંથી કેટલીક ઉપલબ્ધ છે, પણ વરસ્તુતિ તેમ જ સરસ્વતી-સ્તવ હજી સુધી મળી આવ્યાં નથી. આ રચનાઓમાં તારાગણનું મૂલ્ય પ્રાકૃત સાહિત્યની દષ્ટિએ ઘણું મોટું છે. તેમાં મૂળે ૧૭ર ગાથાઓ હતી. તેના પરની સંસ્કૃત ટીકા, તેની શૈલી અને રંગઢંગ જોતાં, તે દશમા-૧૧મા શતક જેટલી તો જૂની લાગે છે Page #8 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્રિસૂરિ ટીકાકારના કથન અનુસાર બપ્પભટ્ટિસૂરિની ગાથાઓ કોઈ ‘‘શંકુક’’ નામના વિદ્વાને એકત્ર કરી છે”, અને સંભવ છે કે તારાગણ અભિધાન બપ્પભટ્ટિ દ્વારા નહીં પણ આ સમુચ્ચયકારે દીધેલું હશે. વાદી જંઘાલે ઈ. સ. ૯૭૪-૯૭૫માં તારાગણનો કોશના દૃષ્ટાંત રૂપે ઉલ્લેખ કર્યો છે, તેમ જ ધનપાલ પણ તેનો એ જ નામથી ઉલ્લેખ કરે છે. એથી એટલું તો ચોકકસ છે કે આ તારાગણકોશનું સંકલન ઈસ્વીસનની દશમી શતાબ્દીના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ચૂકેલું. પ્રસ્તુત કોશમાં પ્રા૰ હરિવલ્લભ ભાયાણીએ સૂચવેલા સુધારા અનુસાર, સંગ્રહકાર શંકુક પોતાને ‘ના(યા)વલોક' યા ‘નાહાવલોક’ની (‘નાગાવલોક’ બિરુદધારી પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયની) સભાનો ગોષ્ઠીક હોવાનું પ્રકટ કરતો હોઈ તારાગણનો સરાસરી સમય ઇસ્વીસન ૮૧૫–૮૩૦ના ગાળાનો તો સહેજ જ માની શકાય. Val. I-1995 તારાગણની ઉત્થાનિકામાં સંકલનકારની પોતાની પ્રસ્તુત કોશ સમ્બદ્ધ ગાથાઓ ઉમેરણ રૂપે દાખલ થયેલી છે. તેમાં મૂળ ગાથા-કર્તાનાં બપ્પભટ્ટિ, ભદ્રકીર્તિ અભિધાનો મળવા ઉપરાન્ત કવિને ‘‘થવાથિ'' (ગજપતિ, આચાર્ય), ‘“સેમિમ્બુ' (શ્વેતભિક્ષુ કિંવા શ્વેતામ્બરમુનિ) અને “વાડ્” (વાદી) કહ્યા છે; આથી બપ્પભટ્ટિની ઐતિહાસિકતા તેમજ નાગાવલોક સાથેનું સમકાલીનપણું સમકાલિક કર્તા શંકુકના સાક્ષ્યથી પૂરેપૂરાં સિદ્ધ થઈ જ્ય છે : યથા : जाहिर बप्पभट्टि गुणाणुरायं च भद्दइतिं च । तह गयवइमायरियं च सेयभिक्खुं च वाइ च ॥ તારાગણના મધ્યકાલીન ટીકાકાર વિશેષમાં બપ્પભટ્ટિને ‘કવિ' કહેવા ઉપરાન્ત “મહાવાદીન્દ્ર' પણ કહે છે- જેથી બપ્પભટ્ટિ જબરા વાદી હોવાની, ને બૌદ્ધ વર્ધનકુંજર સાથે તેમ જ ગિરનાર પાસે દિગમ્બરો (કે ક્ષપણકો વા યાપનીયો) પર તેમણે વાદમાં જય મેળવ્યાની જે વાત ચરિતકારો કહે છે તેને તારાગણ-સમુચ્ચયકારની પુરાણી ઉકિતઓ તેમ જ ટીકાકારનું વિશેષણ પરોક્ષ સમર્થન આપી રહે છે. ટીકાકારના મતે તારાગણ ‘સુભાષિતકોશ’’ છે. તેમાંની ગાથાઓ ઉપદેશાત્મક હોવાને બદલે મહદંશે લૌકિક, શુદ્ધ સાહિત્યિક છે. પ્રબન્ધોમાં તો નીતિવાકયો ને ન્યાયવચનો અતિરિકત લૌકિક સંસ્કૃત-પ્રાકૃત પદ્યો પણ એ અનુષંગે ટાંકવામાં આવ્યાં છે, જેમાંનાં કેટલાંક તેમનાં હોવાની શક્યતા છે”. (સંભવ છે કે ઉપલબ્ધ ‘તારાગણ’ના લુપ્ત થયેલ પત્રોમાં આ ગાથાઓ હશે.) ૧૯ બપ્પભટ્ટિસૂરિની પ્રાપ્ત સંસ્કૃત રચનાઓમાં ૯૬ બ્લોકમાં નિબદ્ધ ચતુર્વિશતિ-જિનસ્તુતિ``પાદાન્તાદિયમકાંકિત હોઈ, શબ્દાલંકાર એવં અર્થાલંકારથી વિભૂષિત હોઇ, વ્યાખ્યાઓની મદદ સિવાય પૂરી સમજી-આસ્વાદી શકાય તેમ નથી. તેમાં કવિનું નૈપુણ્ય તો વરતાય છે, ઓજ પણ છે, પરંતુ આલંકારિક ચમત્કાર અને ચતુરાઈ બતાવવા જતાં પ્રસાદ-ગુણની કયાંક કયાંક ન્યૂનતા રહે છે. જ્યારે તેમનાં શારદાસ્તોત્ર અને સરસ્વતીકલ્પનાં પદ્યોમાં સરસતા સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. પ્રથમ સ્તોત્રના દશમા પધમાં તાંત્રિક રંગ છે". સ્તોત્રની ગુણવત્તાની કક્ષાના આકલન માટે પ્રસ્તુત કૃતિનાં પહેલાં બે તથા બારમા પદ્યને અત્રે ટાંકયાં છે. (બારમા પદ્મની છેલ્લી પંકિત સુપ્રસિદ્ધ બ્રાહ્મણીય શારદાસ્તવ, ‘યા રેત્તુતુષારહાર થવના' ના છેલ્લા પદ્યના છેલ્લા ચરણનો પ્રભાવ બતાવી રહે છે.) [द्रुतविलम्बितम् ] कलमराल विहरूमवाहना सितदुकूलविभूषणलेपना । प्रणत भूमिरुहामृतसारिणी प्रवरदेहविभाभरधारिणी ॥१॥ अमृतपूर्ण कमण्डलुहारिणी त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती मम पुनातु सदा नयनाम्बुजम् ॥२॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ Nirgrantha મધુસૂદન ઢાંકી [शार्दूलविक्रीडितम्] चञ्चञ्चन्द्रमुखी प्रसिद्धमहिमा स्वाच्छन्द्यराज्यप्रदा। नायासेन सुरासुरेश्वरगणैरभ्यर्चिता भक्तितः । देवी संस्तुतवैभवा मलयजा लेपारङ्गद्युतिः सा मां पातु सरस्वती भगवती त्रैलोक्यसंजीविनी ॥१२॥ હવે દ્વાદશપઘયુક્ત સરસ્વતી કલ્પનાં કેટલાંક સુરમ્ય પદ્યો નીચે ઉફૅકિત કરીશુ* : [शार्दूलविक्रीडितम्] कन्दात् कुण्डलिनी ! त्वदीयवपुषो निर्गत्य तन्तुत्विषा किञ्चिच्चुम्बितमम्बुजं शतदलं त्वदृब्रह्मरन्ध्रादधः । यश्चन्द्रद्युति ! चिन्तयत्यविरतं भूयोऽस्य भूमण्डले तन्मन्ये कविचक्रवर्तिपदवी छत्रच्छलाद् वल्गति ।।१।। यस्त्वद्वक्त्रमगाङ्कमण्डलमिलत्कान्तिप्रतानोच्छलचञ्चच्चन्द्रकचकविचित्रककुप्कन्याकुल ! ध्यायति । वाणि ! वाणिविलास भङ्गुरपदप्रागल्भ्यशृङ्गारिणी नृत्यत्युन्मदनर्तकीव सरसं तद्वनराङ्गणे ॥२॥ देवि ! त्वद्धृतचन्द्रकान्तकरक श्चयोतत्सुधानिर्झरस्नानानन्दतरजितं पिबति यः पीयूषधाराधरम् । तारालंकृतचन्द्र शक्ति कुहरेणा कण्ठमुत्कण्ठितो वक्रेणोद्भिरतीव तं पुनरसो वाणीविलासच्छलात् ॥३॥ क्षुभ्यत्क्षीरसमुद्रनिर्गतमहाशेषाहिलोलत्फणापत्रोनिद्रसितार विन्दकुहरैश्चन्द्रस्फुरत्कर्णिकैः । देवि ! त्वां च निजं च पश्यति वपुर्य: कान्ति भित्रान्तरं बाह्मि ! बह्मपदस्य वल्गति वचः प्रागल्भदुग्धाम्बुधैः ।।४।। पश्येत् स्वां तनुमिन्दुमण्डलगतां त्वां चाभितो मण्डितां यो बह्माण्डकरण्डपिण्डितसुधाडिण्डीरपिण्डैरिव । स्वच्छन्दोद्गत गद्यपद्य लहरी लीलाविलासामृतैः सानन्दास्तमुपाचरन्ति कवयश्चन्द्रं चकोरा इव ॥५॥ છેલ્લા બારમા પદ્યમાં છોભેદ કરેલો છે: યથા : [मालिनी वृत्तम्] किमिह बहुविकल्पैर्जल्पितैर्यस्य कण्ठे भवतिविमलवृत्तस्थूलमुक्तावलीयम् । Page #10 -------------------------------------------------------------------------- ________________ Vol. I-1995 વાદી-કવિ બપ્પટ્ટિસૂરિ भवति भवति ! भाषे ! भव्यभाषाविशेषैमधुरमधुसमृद्धस्तस्य वाचां विलासः ||१२|| આ સરસ્વતીકલ્પમાં પણ તાન્ત્રિક પુટ વરતાય છે: જોકે મન્ત્રના લીધેલા આશ્રય પાછળ કેવળ ‘કવિચક્રવર્તિ’ થવા પૂરતી જ વાંછના રહેલી છે. પછીના જૈન તન્ત્રકારોની જેમ ઐહિક વાસનાઓની તૃપ્તિની તેમાં વાત કે આશય દેખાતાં નથી. પ્રભાવકચરિતમાં કહ્યું છે કે બૌદ્ધ વાદી વર્ધનકુઞ્જર સાથે વાદ દરમિયાન બપ્પભટ્ટિએ ‘ચિત્તે’” શબ્દોથી આરંભાતા શારવાસ્તોત્રની રચના કરી, ગિરાદેવીને પ્રકટ કરી, વાદજયાર્થે ઉપાય અંગે સૂચના મેળવેલી. પ્રસ્તુત સ્તોત્ર ૧૪ પધયુકત હતું તેમ ચરિતકાર કહે છે, (તેમ જ પ્રબંધકોશકાર પણ) ત્યાં નોંધે છે કે દેવીએ બપ્પભટ્ટિને આદેશ આપેલો કે ચૌદેચૌદ વૃત્તો પ્રકાશિત ન કરવા, કેમકે પૂર્ણ સ્તોત્રના પઠનથી તેને પ્રત્યક્ષ થવું પડશે (જો મંત્રવાદ અનધિકારીઓના હાથમાં પડી જાય તો અનર્થ થાય.) આજે તો પ્રસ્તુત સ્તોત્ર મળતું નથી. અને સંભવ છે કે પ્રબન્ધકારોના સમયમાં તેમાં ૧૪થી ઓછાં પદ્ય હશે, પણ મૂળે તેમાં ૧૪ પદ્યો હતાં તેવી માન્યતા તે કાળે પ્રચારમાં હોવાનો સંભવ છે. પ્રભાવકચરિતકાર તથા પ્રબંધકોશકારના કથન અનુસાર ગોપગિરિના મહાવીર બિંબના (પરાજય પશ્ચાત્ મિત્ર બનેલા બૌદ્ધ વિદ્વાન વર્ધનકુઞ્જર સંગાથે) કરેલ દર્શન સમયે “શાન્તો વેષ'' નામક ૧૧ પદ્યોવાળું સ્તોત્ર રચ્યું તથા ગોકુળમાં નંદ સ્થાપિત શાન્તિ દેવતાની જિન (શાન્તિનાથ) સહિત ‘“નયતિ જ્ઞદ્રક્ષા''થી પ્રારંભાતી સ્તુતિ કરી'. એમ જણાય છે કે ચરિતકારે, તથા તેને અનુસરતા પ્રબન્ધકારોએ, વસ્તુતયા પ્રમાદવશ જ આવું ઊલટાસૂલટું લખી નાખ્યું છે, કેમકે શાંતો વેવમાં “શાન્તિ” જિન સૂચિત છે અને તેની અંદર કેટલાંક પદ્યો કોઈ દેવી ને ઉદ્બોધન રૂપ છે, જેમાં ‘“શાન્તિદેવતા'' વિશ્વક્ષિત હોય તેમ લાગે છે : યથા : [મન્ત્રાન્તા] ૨૧ शान्तवेषः शमसुखफलाः श्रोतृगम्या गिरस्ते कान्तं रूपं व्यसनिषु दया साधुषु प्रेम शुभ्रम् । इत्यम्भूते हितकृतपत्तेस्त्वच्यसङ्ग विबोधे प्रेमस्थाने कमिति कृपणा द्वेषमुत्पादयन्ति ||१|| [પૃથ્વી ઇન્વ] अतिशयवती सर्वा चेष्टा वचो हृदयङ्गमं शमसुखफलः प्राप्तौ धर्मः स्फुट: शुभसंश्रयः मनसि करुणा स्फीता रूपं परं नयनामृतं किमिति सुमते ! त्वच्चान्यः स्यात् प्रसादकरं सताम् ॥२॥ વાસ્તવમાં આ સ્તોત્ર જ શાન્તિનાથ અને શાન્તિ દેવીને ઉદ્દેશીને રચાયું છે; આથી “નયતિ નાદ્રક્ષા’ સ્તોત્ર ગોપગિરિ-વીર અનુલક્ષે રચ્યું હોવું જોઈએ, દુર્ભાગ્યે તે કૃતિ ઉપલબ્ધ નથી. એના પ્રારંભનું કાન્તિમાન અને ગરિમાપૂત અર્ધચરણ જોતાં તો જણાય છે કે તે અદ્ભુત રચના હોવી જોઈએ. આ સિવાય ‘બપ્પભટ્ટિસૂરિચરિત’’(ઈ. સ૰ ૧૨૩૫ પહેલાં)ની અંતર્ગત મથુરા સ્તૂપની સામે બપ્પભટ્ટિએ જે સ્તવન કહેલું'' તેનાં ત્રણેક પૃથક્ પૃથક્ ચરણો અહીં ઉદ્ભકિત કરીશું. યથા: Page #11 -------------------------------------------------------------------------- ________________ મધુસૂદન ઢાંકી Nirgrantha नम्राखण्डल सन्मौलि श्रस्त मन्दार दामभिः / यस्यार्चितं क्रमाम्भोजं भ्राजितं तं जिनं स्तुवे // 1 // તથા नमस्तुभ्यं भवांभोधि निमज्जन्तु तारिणे / दुर्गापवर्ग सन्मार्ग स्वर्ग संसर्ग कारिणे // 5 // અને न मया माया विनिर्मुक्तः शंके दृष्टः पुरा भवान् विनाऽऽपदं पदं जातो भूयो भूयो भवार्णवे। આ કાવ્યાંગોની શૈલી પણ પાછળ ચણ્યું તે ત્રણે સ્તોત્રોની જેમ જ અને સ્પષ્ટત: બપ્પભટ્ટની છે: સુપ્રાસિત, સુઘોષ, એવં ધ્વન્યાકુલ પણ છે. (પ્રસ્તુત કાવ્યમાં અલબત્ત મથુરાના સ્તૂપનો કે અહંતુ પાર્શ્વનો ઉલ્લેખ નથી.) વસ્તુતયા શાન્તિસ્તોત્રનાં તેમજ મથુરા જિનવાળા સ્તવનનાં ઉપર ટકેલાં પડ્યો ચેતોહર શબ્દાવલીથી ગુમિફત, અર્થગમ્ભીર, સુલલિત, અને પ્રસન્નકર રચનાનાં ઘાતક છે. બપ્પભટ્ટનો જીવનકાળ સુદીર્ઘ હતો તે જોતાં, તેમ જ મધ્યયુગમાં નિર્ચન્ય સમાજમાં તેમની કવિ રૂપેણ બહુ જ મોટી પ્રતિષ્ઠા હતી તે ધ્યાનમાં રાખતાં, તેમણે વિશેષ કૃતિઓ રચી હોવી ઘટે. એમની જ હોઈ શકે તેવી, પણ વણનોંધાયેલી, એક કૃતિ સાંપ્રત લેખકના ધ્યાનમાં આવી છે. ચતુષ્ક સ્વરૂપની આ સ્તુતિ જિન અરિષ્ટનેમિને ઉદ્દેશીને રચાયેલી છે. પહેલા પદ્યમાં નેમિ જિન, બીજામાં સર્વ જિનો, ત્રીજામાં જિનવાણી, અને ચોથામાં શાસનદેવી ભગવતી અમ્બિકાની સ્તુતિ કરી છે. આ ચતુષ્ક પ્રકારની સ્તુતિઓ રચવાનો સૌ પ્રથમ પ્રયાસ બપ્પભક્ટિ દ્વારા જ, તેમની પ્રસિદ્ધ ચતુર્વિશતિકામાં થયો છે. ત્યાં 24 જિનનાં 96 પદ્યો આ પદ્ધતિએ જ આયોજિત થયાં છે. પછીથી, વિશેષ કરીને મધ્યયુગમાં, તો આ પ્રથાનો શ્વેતામ્બર રચયિતાઓમાં ઘણો પ્રચાર હતો તેમ તે સમયની મળી આવતી કુડિબંધ રચનાઓના સાક્ષ્યથી સિદ્ધ છે. ગ્નગ્ધરા છન્દમાં રચાયેલી જિન અરિષ્ટનેમિની ઉપર કથિત સ્તુતિના આરંભનાં અને અન્તનાં પધો આ પ્રમાણે છે : राज्यं राजीमती च त्रिदशशशिमुखीगर्वसर्वकषां य: प्रेमस्थामाऽभिरामां शिवपदरसिकः शैवक श्रीवुवर्षः / त्यक्त्वाच्चोद्दामधामा सजलजलधरश्यामलस्निग्धकायच्छायः पायादपायादुरुदुरितवनच्छेदनेमिः सुनेमिः / / અને या पूर्वं विप्रपत्नी सुविहितविहितप्रौढदानप्रभावप्रोन्मीलन्पुण्यपूरैरमरमहिमा शिश्रिये स्वर्गिवारम् / सा श्रीमन्नेमिनाथ प्रभुपदकमलोत्सङ्ग श्रृङ्गारभृङ्गी, विश्वाऽम्बा वः श्रियेऽम्बा विपदुदधिपतद्दतहस्ताऽवलम्बा / / આ સ્તુતિમાં બપ્પભદિની પ્રૌઢીનાં તમામ લક્ષણો મોજૂદ છે. એ જ મૃદુ-મંજુલ ધ્વનિ સમેતનાં પદ્યચરણોના સંચાર, તેમાં સુરચિપૂર્ણ અલંકારો લગાવવાની લાક્ષણિક રીત', બપ્પભટ્ટની વિશિષ્ટ ઉપમા-ઉભેક્ષાઓ, એમના નિજી પસંદગીના શબ્દ-પ્રયોગો - જે અન્ય કોઈ સ્તુતિ-સ્તોત્રમાં નજરે પડતા નથી - અને તેના સારાયે Page #12 -------------------------------------------------------------------------- ________________ Vol. 1 995 વાદ-કવિ બપ્પભસૂિરિ ભાવાદિ સ્પષ્ટતયા સૂરિની જ કાવ્યરીતિ સૂચવી જાય છે. પ્રકૃતિ સ્તુતિ-કાવ્ય તેની લઢણ તથા અન્ય તમામ લક્ષણો જોતાં સ્પષ્ટતયા પ્રાફમધ્યકાલીન છે, અને શૈલી-વૈશિટ્ય બપ્પભટ્ટ તરફ જ અંગુલિનિર્દેશ કરે છે. આ સિવાય પણ સૂરીશ્વરની અન્ય રચનાઓ હશે; વિશેષ શોધખોળ અને પરીક્ષણથી તેમાંથી કોઈક ને કોઈક પ્રકાશમાં આવવાની શકયતા છે.) બપ્પભટ્ટની ઉત્કૃષ્ટ કાવ્ય પ્રતિભા વિષયે તેમની રચનાઓમાંથી ઉપર ઉઠ્ઠત કરેલ પદ્યો સાક્ષીભૂત બની રહે છે. એમની કાવ્યશૈલી માંજુલ્યપરક, માર્દવલક્ષી, કૃતિમધુર, અને પ્રશાન્તરસપ્રવણ હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. પ્રતીહારકાલીન સંગ્રહકાર શંકુક, મહાકવિ ધનપાલ, નાગેન્દ્રગથ્વીય વિજયસિંહસૂરિ, બૃહદ્રગથ્વીય નેમિચન્દ્રસૂરિ, અમદમસ્વામીચરિત્ર-પ્રશસ્તિકાર જિનસિંહસૂરિ, અને વિનયચન્દ્રસૂરિ સરખા કાવ્યમર્મજ્ઞોએ સૂરિવર ભદ્રકીર્તિની ભારતીને અર્પેલી અંજલિઓ અસ્થાને નહોતી. પ્રભાવકચરિતકારના કહેવા પ્રમાણે આમરાજે કાન્યકુન્જમાં સો હાથની ઊંચાઈનું અને ગોપગિરિમાં (કર્ણમાને) 23 હસ્તપ્રમાણ, એમ જિન મહાવીરનાં બે મન્દિરો નિર્માવેલાં. (ગોપગિરિના જિનાલયને મત્તવારણયુકત મંડપ હોવાનો ઉલ્લેખ પ્રભાવક ચરિતકાર કરે છે.) કનોજવાળું મન્દિર તો એ નગરના મધ્યયુગમાં વારંવાર થયેલ વિનાશમાં લુપ્ત થયું છે. ગોપગિરિ પર હાલ ચારેક જેટલાં જૂનાં મન્દિરો વિદ્યમાન છે, જેમાં એક જૈન મન્દિર છે ખરું, પણ તે તો સાધારણ કોટીનું અને વિશેષમાં મધ્યકાળનું છે. મહાવીરનું પુરાણું મન્દિર તો કાળના ગર્ભમાં વિલીન થયું જણાય છે, પરંતુ આઠમા શતકના ઉત્તરાર્ધ, તેમજ નવમા શતકમાં મૂકી શકાય તેવી ઘણી જિનપ્રતિમાઓ ત્યાંના વિશાળ પહાડી કિલ્લા અંતર્ગત પ્રાપ્ત થઈ છે“. વિશેષમાં ગોપગિરિ-વીરના મન્દિર સમ્બદ્ધ કેટલાક અન્ય, અને પ્રબન્ધોથી જૂના, સાહિત્યિક ઉલ્લેખો પણ મળે છે, જે હવે યથાક્રમ જોઈએ : (1) સંગમસૂરિના તીર્થમાલા-સ્તવન (૧રમી સદી પૂર્વાર્ધ)માં આમરાજ કારિત ગોપગિરિના જિન વીરનો જયકાર જગાવ્યો છે : યથા : यस्तिष्ठति वरवेश्मनि सार्द्धाभिद्रविणकोटिभिस्तिसभिः निर्मापितोऽऽमराज्ञा गोपगिरौ जयति जिनवीरः / / 10 // (2) હર્ષપુરીયગચ્છના શ્રીચન્દ્રસૂરિએ સ્વરચિત પ્રાકૃત મુનિસુવ્રત ચરિત્ર (સં૧૧૭ | ઈ. સ. ૧૧૩૭)માં એમના પ્રગુરુ અભયદેવસૂરિ સંબદ્ધ સુકૃત-વર્ણનામાં સૂરીશ્વરે ગોપગિરિ પહોંચી, રાજા ભુવનપાલને મળી, ખૂબ પ્રયત્ન બાદ, પૂર્વના રાજાએ જાહેર કરેલ શાસનથી બંધ થયેલ, ત્યાંના શિખર પર રહેલ ચરમ જિન (વર્ધમાન મહાવીર)ના દ્વારને શાસનાધિકારીઓના અવરોધથી મુકત કરાવેલું તેવી વાત નોંધી છે : યથા : गोपगिरसिहरसंठियचरमजिणाययणदारमवरुद्ध / पुनिवदिन्नसासणसंसाधणिओहिं चिरकालं // 10 // गंतूण तत्थ भणिऊण भुवणपालाभिहाणभूवालं / મફત્તે મુkતાં કારિયં ને 20In આ અભયદેવસૂરિ ઈસ્વીસનની ૧૧મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે અને જયસિંહદેવ સિદ્ધરાજના શાસનના પ્રાય: પહેલા દશકા સુધી વિદ્યમાન હતા. ગ્વાલિયરના જે ‘ભુવનપાલ’ રાજાનો સન્દર્ભ આ ઘટનામાં આવે છે તે કચ્છપઘાતવંશીય રાજા ‘મહિપાલ' જણાય છે, જેનું શાસન ઈસ. ૧૯૩માં હોવાનું ત્યાં દુર્ગસ્થ અભિલેખથી જાણમાં છે. આથી સિદ્ધ થાય છે કે આમરાજ કારિત જિન વીરના પ્રાસાદથી મધ્યકાલીન Page #13 -------------------------------------------------------------------------- ________________ મધુસૂદન ઢાંકી Nirgrantha ગુજરાત પરિચિત હતું અને ગુજરાતના જૈન શ્વેતામ્બર મુનિઓ-યાત્રિકો એ તરફ મધ્યકાળમાં ફરીને જતા આવતા થયા હશે તેમ લાગે છે. (3) તપાગચ્છીય જિનહર્ષ ગણિએ વરનુપાલચરિત (સં. 1505 | ઈસ. ૧૪૪૯)માં ગોપગિરિ પર મન્ત્રીસ્વરે કરાવેલ સકતોની જે નોંધ લીધી છે તેમાં ગોપગિરિના આમ નરેન્દ્ર કારિત વીર જિનના ભવનનો ઉલ્લેખ આવે છે. તે મન્દિર પર મન્ત્રીએ હેમકુંભ મુકાવ્યાની, તેમ જ ત્યાં “આમસરોવર”ની પાળે મન્ત્રીએ પોતાના | માટે શાન્તિનાથનું મન્દિર કરાવ્યાની નોંધ લીધી છે. આ ઉલ્લેખ પણ ગોપગિરિ પર આમરાજ કારિત જિન વીરના મન્દિર વિષેનું એક પશ્ચાત્કાલીન પણ સમર્થક પ્રમાણ આપી રહે છે. ગોપગિરિથી મળેલ જિન પ્રતિમાઓમાં જેનો સમય બપ્પભટ્ટનો હોઈ શકે તેવી બે પ્રતિમાઓ - જિન ઋષભ તથા અહેતુ પાર્શ્વ - નાં ચિત્રો (કમાંક 2 તથા ૩માં) રજૂ કરું છું, અને વસ્તુપાળના સમયમાં મૂકી શકાય તેવો ત્યાંથી મળેલ એક જિનપ્રતિમાનો શિલાખંડ ચિત્ર ૪માં પ્રસ્તુત કર્યો છે, આદિનાથની ઉપર કથિત, પ્રશમરસ-દીપ્ત, પ્રતિમા કદાચ મંદિરના બહિર્ભાગે કટિ પર કંડારી હશે, જ્યારે પાર્શ્વનાથવાળું બિંબ અખંડ હશે ત્યારે કાયવ્યત્સર્ગ-મુદ્રામાં જિનને રજૂ કરતું હશે, અને તે ઉપાસ્ય પ્રતિમા હશે. મથુરામાં બપ્પભદ્રિસૂરિએ જે સુકૃતો કરાવેલાં તેની નોંધ “મથુરાપુરાકલ્પ'માં જિનપ્રભસૂરિએ લીધી છે. પહેલી નોંધમાં કહ્યું છે કે વીર નિવણના 1260 વર્ષે (ઈ. સ. ૭૩૩માં) બપ્પભટ્ટસૂરિ થયા; તેમણે (મથુરા તીર્થનો) ઉદ્ધાર કરાવ્યો, પાર્શ્વજિનની પૂજા કરાવી, ને ઈટના સ્તૂપને પથ્થરથી મઢાવ્યો, કૂપવાડીનાં નિર્માણ કરાવ્યાં, ઇત્યાદિ:58 तओ वीरनाहे सिद्धं गो साहिहिं तेरसहिं वरिसणं बप्पभट्टिसूरी उप्पणणो तेण वि अयं तित्थं उद्धरि। पासजिणो पूआविओ / सासयपूअकरणत्थं काणणकूवकोट्टा काराविआ। चउरासीई अणीओ दाणिआओ। संधेणइदाओ रवसंतीओ मुणित्ता पत्थरेहिं वेढाविओ उक्खिल्लाविउमाढत्तो थूभो। देवयाओ सुमिणंतरे वारिओ।न उग्घाडेयघो असुत्ति / तओ देवयावयणेणं न उग्घाडिओ, सुघडिअपत्थरेहिं परिवेढिओ अ। બીજી નોંધમાં કહ્યું છે કે આમરાજ જેના (ચરણકમલ સેવે છે તેવા ?) બપ્પભટ્ટિએ વિ. સં. 826 (ઈ. સ૭૭૦)માં મથુરામાં વીરબિંબ સ્થાપ્યું: યથા : गोवालगिरिमि जो भुजेइ तेण आमरायसेविअकमकमलेण सिरिबप्पहद्दि सूरिणा अट्ठसयछव्वीसे (826) विक्कमसंवच्छरे सिरिवीरबिंब महुराले छाविअं।* મથુરાનો સ્તૂપ જ્યાં હતો તે કંકાલી ટીલામાંથી, તેના પરિસરમાં, તેમજ મથુરામાંથી અન્યને મળેલી જૈન પ્રતિમાઓમાં કોઈક શકકાલીન, પણ ઘણીખરી કુષાણકાલીન, અને થોડીક ગુપ્તકાલીન તેમજ મધ્યકાલીન છે, પણ એક પ્રતિમા એવી છે કે જેને આઠમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. ચિત્ર '1' માં રજૂ કરેલા જિન અરિષ્ટનેમિની પદ્મપ્રભાવલીયુકત (પણ શીર્ષવિહીન) પ્રતિમામાં પદ્માસનસ્થ જિનની આજુબાજુ વિભૂતિ રૂપે, મહાપ્રાતિહાર્ય રૂપે, બે ચામરધારો હોવા અતિરિકત શક-કુષાણ કાળથી ચાલી આવતી મથુરા-પરિપાટી અનુસાર વાસુદેવ તેમ જ બલદેવની ચતુર્ભુજ આકૃતિઓ પણ કોરી છે, તદુપરાન્ત પશ્ચિમ ભારતની જિનપ્રતિમા--પ્રથા અનુસાર નીચે સવનુભૂતિ યક્ષ તેમ જ સિંહારૂઢા પક્ષી અમ્બિકા પણ બતાવ્યાં છે, જે સૂચક છે. બપ્પભટ્ટિ અહીં આવ્યા હશે ત્યારે વીર-બિમ્બ સિવાય આ જિન અરિષ્ટનેમિની પ્રતિમા પણ કાં તો એમણે, કે પ્રતિષ્ઠા અવસરે એમના અનુરોધથી યા અન્યથા એ સમયે કોઈ શ્રાવકે ભરાવી હોય તો બનવાજોગ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ Vol, I-1995 વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ 25 લેખ સમાપન સમયે હવે એક મુદ્દાનું નિરાકરણ થવું જરૂરી છે. બપ્પભટ્ટસૂરિ સાથે દિગમ્બર સંપ્રદાયમાં હોવાં ઘટે તેવાં કેટલાંક તત્ત્વો જોડાયેલાં છે : યથા : (1) કીર્વાન્ત નામો દિગમ્બર(તથા યાપનીયસંઘના મુનિવરોમાં મળે છે, શ્વેતામ્બર આમ્નાયમાં ચોથી-પાંચમી શતાબ્દી બાદ આમ તો જોવા મળતાં નથી: એમનું “ભદ્રકીર્તિ’ નામ જરા વિચારમાં નાખી દે છે. (2) ગ્વાલિયરને દિગમ્બર સંપ્રદાય સાથે સાંકળતાં પંદરમાં શતક પૂર્વેનાં સાહિત્યિક પ્રમાણો હજી સુધી તો મળ્યાં નથી, પણ જેટલી પુરાણી તેમ જ મધ્યકાલીન જિનપ્રતિમાઓ ત્યાંથી મળી છે તે સૌમાં નગ્નત્વ સૂચિત છે જ. બીજી બાજુ જોઈએ તો જોરદાર અને વધારે પુરાણાં સાહિત્યિક પ્રમાણો તો શ્વેતામ્બર સપ્રદાયને ગોપગિરિ સાથે સાંકળે છે. એવું હશે કે મથુરાની જેમ અહીં પણ શ્વેતામ્બરોએ જિનપ્રતિમાઓ નિર્વસ્ત્ર રૂપે રજૂ કરવાની અન્યથા પાંચમા શતકના અંતિમ ચરણ પૂર્વેની ઉત્તરની પુરાણી પરમ્પરા ચાલુ રાખી હશે? શું લાટ દેશમાં શરૂ થયેલી અને પછીથી સાતમા શતકમાં તો ગૂર્જરદેશ સુધી પહોંચી ગયેલી, તીર્થકરોને કટિવસ્ત્ર (ધોતિયાં) સહિત પ્રસ્તુત કરવાની, પ્રણાલિકા હજ દશાર્ણાદિ મધ્યપ્રદેશના પંથકોમાં અને ફૂરસેનાદિ ઉત્તરના પ્રદેશોમાં શ્વેતામ્બરોને માન્ય નહીં બની હોય ? ગમે તે હોય, નવમી શતાબ્દીના પ્રથમ ચરણના અરસામાં સંગ્રહકાર શફક તથા ૧૧મી સદીના પ્રારંભમાં મહાકવિ ધનપાલ તો બપ્પભટ્ટને સ્વેતામ્બર સાધુ રૂપે જ માનતા હતા, અને ૧૧મા શતકના ઉત્તરાર્ધમાં યશોભદ્રસૂરિગચ્છીય શ્વેતામ્બર મુનિ સિદ્ધસેન સ્વગચ્છને બપ્પભટ્ટસૂરિ સાથે સાંકળે છે, તેમ જ ઈ. સ. ૧૧૭૩ની ધાતુપ્રતિમા લેખ તેમનો સંબંધ ચૈત્યવાસી શ્વેતામ્બર મોઢગચ્છ સાથે સ્થાપે છે, જે તથ્ય પણ આ મુદ્દામાં વિશેષ નિર્ણાયક માનવું ઘટે. વિશેષમાં તેઓ યાપનીય કે દિગમ્બર હોવાનાં કોઈ જ પ્રમાણ પ્રસ્તુત બે સમ્પ્રદાયોના સાહિત્યમાં ઉપલબ્ધ નથી. આથી જેમ ઉમાસ્વાતિના તાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનના સન્મતિપ્રકરણ તેમ જ કેટલીક ધાર્નાિશિકાઓ, માનતુંગાચાર્યના ભક્તામર સ્તોત્ર (અને સોમપ્રભાચાર્યના સિન્દરપ્રકર કાવ્ય) આદિ પ્રસંગે જેવા દાવા દિગમ્બર સપ્રદાય તરફથી થયા તેવા કોઈ જ દાવા હજી સુધી તો દિગમ્બર વિદ્વાનોએ રજૂ નથી કર્યા. ચિત્રસૂચિ: 1. મથુરા, કંકાલિ ટીલા સ્તૂપમાંથી મળેલ અરિષ્ટનેમિ જિનની પ્રતિમા. પ્રાય: ઈસ્વી ૮મી રાતી ઉત્તરાર્ધ (ઈ. સ. 70 આસપાસ). 2. ગોપગિરિ (ગ્વાલિયર), કિલ્લામાં પડેલ પાર્શ્વનાથની મૂર્તિનો ઉપરનો ખંડિત ભાગ. પ્રાય: ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ. 3. ગોપગિરિ, કિલ્લાની આદિનાથની પ્રતિમા. પ્રાય: ૮મી શતાબ્દી ત્રીજું ચરણ. 4. ગોપગિરિ, કિલ્લા ઉપરની ખંડિત જિનપ્રતિમા. પ્રાય: ઈસ્વી 1235. (સર્વ ચિત્રો American Institute of Indian Studies, Varanasi ના સૌજન્ય તથા સહાય દ્વારા પ્રકાશિત થાય છે.) Page #15 -------------------------------------------------------------------------- ________________ મધુસૂદન ઢાંકી Nirgrantha તાલિકા બપ્પભટ્ટસૂરિ દીક્ષા | સૂરિપદ સોત સ્વર્ગગમન ધર્મઘોષસૂરિગચ્છીય પ્રધુમ્નસૂરિ કૃત વિચારસારપ્રકરણ (ઈસ્વી ૧૨મીનો અંત કે ૧૩મીનો પ્રારંભ) વી. નિ. સં. ૧૩જી | ઈ. સ. 833-34 (ઈ. સ. પૂ૪૬૭ની ગણના અનુસાર કહાવલીકાર ભદ્રેશ્વરસૂરિ તથા હેમચન્દ્રાચાર્ય અનુસાર) વિ. સં. 895 | ઈ. સ. 88-839 રાજગચ્છીચ પ્રભાચંદ્રાચાર્ય | વિ. સં. 87 | વિસં. 77 | ઈવિ. સં. 81/ કૃત પ્રભાવક ચરિત ઈ. સ. 744 | સ. 750 - 51 ઈ. સ. 754 - (ઈ. સ. 128) 755 ખરતરગચ્છીય જિનપ્રભસૂરિકૃત વીનિસં૧૨૬ કલ્પપ્રદીપ (ઈ. સ. 1333) / ઈસ. 733 (ઈ4 સ. પૂછપરછ અનુસાર) હર્ષપુરીયગચ્છીચ રાજશેખરસૂરિ વિ. સં. 0| વિ. સં. O7 | ઈ વિસં. 811 કૃત પ્રબન્યકોશ | ઈસ. 744 | સ 750 - 751 || ઈ. સ. 754 (ઈ. સ. 1349). વિ. સં. 895 ઈસ૮૮-૮૩૯ (પ્રબંધકોશકાર પ્રભાવકચરિતકારને અનુસરતા લાગે છે.) વિ. સં. 896 | ઈ. સ. 839-840 અંચલગચ્છીય મેરૂતુંગાચાર્ય કૃત લઘુતપદી (સં. 1450 | ઈ. સ. 1394) * અંચલગચ્છીય મેરૂતુંગાચાર્ય કૃત વિચારાણી(ઈસ્વીસનના ૧૪મા શતકનો અન્ત કે ૧૫માં શતકનો આરંભ). વી. નિ. સં. ૧૩જી | ઈ. સ. 833 - 834 (ઈ. સ. પૂe 467 અનુસાર) મતાન્તરે વિ. નિ. સં. 1360 / ઈ. સ. 833 (ઈસ૦ પૂ પર૭ અનુસાર) અંચલગચ્છીય હર્ષનિધાન કૃત (હરિસેન કે હર્ષનિધાન કૃત) રત્નસંચયપ્રકરણ (પ્રાય: ઈ. સ. 150-1575) | વિ. નિસં. 1320 | ઈ. સ. 843-44 (ઈ. સ. પૂ૦૪૭૭ અનુસાર) (યાકોંબિ પ્રમાણે) તપાગચ્છ પટ્ટાવલી (ઉત્તર મધ્યકાલીન). { વી. નિ. સં. 1365 } ઈસ. 838-839 (ઈ. સ. પૂ પ૨૭ અનુસાર) શ્રીદુધમાકાલ શ્રીટમાણ સંઘ સ્તોત્ર અવસૂરિ (૧૬મી - ૧૭મી સદી) | વિ. નિ. સં. ૧૩જી | ઈ. સ. 833-834 (ઈ... સ. પૂ૪૬૭ અનુસાર). Page #16 -------------------------------------------------------------------------- ________________ 1. મથુરા, કંકાલિ ટીલા સ્તૂપમાંથી મળેલ અરિષ્ટનેમિ જિનની પ્રતિમા. પ્રાય: ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ. (ઈ. સ. 700 આસપાસ). 2. ગોપગિરિ (ગ્વાલિયર), કિલ્લામાં પડેલ પાર્શ્વનાથની મૂર્તિનો ઉપરનો ખંડિત ભાગ. પ્રાય: ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ. to & Personal use only Page #17 -------------------------------------------------------------------------- ________________ 3. ગોપગિરિ, કિલ્લાની આદિનાથની પ્રતિમા ટાવ: ૮મી શતાબ્દા ત્રીજું ચરણ. Jain Educationamgonal For Private & Pe canal Use Only 4. ગોપગિરિ, કિલ્લા ઉપરની ખંડિત જિનપ્રતિમા. પ્રાય: ઈસ્વી 1235. www.jainelary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ vM. I-1995 વાદી-કવિ બપ્પભકિસૂરિ ટિપ્પણો અને સન્દર્ભો : 1. A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Patan, Vol. I, ed. L. B. Gandhi (Compiled from C.D. Dalal), Gackwad's Oriental Series, No. LXXVI, Baroda 1937, P. 195. 11 નકલ શ્રી લક્ષ્મણ ભોજક પાટણ જઈ મારા ઉપયોગ માટે, તેમાં અપાયેલાં ચરિતોના સન્દર્ભ જોવા માટે, કરી લાવેલા. તેના પર પંદરેક વર્ષ પહેલાં ડૉ. રમણીક શાહ કામ કરી રહ્યા હતા. તાજેતરમાં તેમના સંપાદન દ્વારા તે પ્રકાશિત થયો છે : જુઓ મજ્ઞાન જ પ્રવચતુષ્ટય, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર-શિક્ષણ નિધિ, અમદાવાદ 194, પૃ. 37-39. 2. સંત મુનિ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા ગ્રન્થોક 13, અમદાવાદ-કલક્તા 1940, પૃ. 80-111, પદ્ય સંખ્યા 77. 3. go 20 માં કેટલીક નવીન હકીકતો પણ છે, જેના સ્રોત અલગ હોઈ શકે છે. પ્રભાચન્દ્રાચાર્યના ચરિત-સમાપ્તિ પ્રસંગે કરેલ કથન પરથી પણ લાગે છે કે બપ્પભઢિ સંબંધમાં કર્તાના સમયમાં એકથી વિશેષ સાત મોજૂદ હશે : इत्थं श्रीबप्पट्टिप्रभुचरितमिदं विश्रुतं विश्वलोके प्राग्विद्वतख्यात शास्त्रादधिगतमिह यत्किंचिदुक्तं तदकल्पम् / L C1.H.R. Kapadia, Descriptive Catalogue of Manuscripts in the Government Manuscripts Library Bhandarkar Oriental Research Institute, Vol. XIX, Pt.1, Sec.II, pt. 1, Poona 1967. pp. 67-69. 5. સં. જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક 1, પ્રથમ ભાગ, શાન્તિનિકેતન 1931, પૃ 123. 6. વિવિધ તીર્થત્વ, સં. જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક 10, શાંતિનિકેતન 1940, પૃ ૧૭-ર૦. 7. સં. જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક 6, પ્રથમ ભાગ, શાન્તિનિકેતન 1935, પૃ૨૬-૪૬. 8. સં. જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક 2, પ્રથમ ભાગ, કલકત્તા 1936, પૃ 89-99. 9. આ ગ્રંથમાં બપભક્ટિ સંબંધમાં કોઈ ખાસ નવીન હકીકત નથી. અહીં ચર્ચામાં તેનો ઉપયોગ ક્યોં ન હોઈ, પ્રકાશન-સન્દર્ભ ટાંકયો નથી. 10. એજન. 11. તેમાં કયાંક કયાંક તો પદ્ધતિસરની હેતુનિ ગવેષણા ચલાવવાને બદલે પ્રબન્ધકારોની એકાન્ત અને કટુ આલોચના પરત્વે લક્ષ વિશેષ પ્રમાણમાં કેન્દ્રિત થયું દેખાય છે. ૧રસન્દર્ભ માટે ખાસ તો જુઓ : 1) S. Krishnaswamy Aiyangar, "The Bappa Bhatti Carita and the Early History of the Gujarat Empire," Journal of the Bombay Branch of the Royal Asiatic Society, Vol. III, Nor. 122, Bombay 1928. 2) S. N. Mishra, Yasovarma of Kanauj, New Delhi 1977. 3) Gaudavaho, Ed. N.G. Suru, Prakrit Text Society, Ahmedabad-Varanasi 1975, "Introduction", pp. LXV-LXVI. 13. આ ગામની પિછાન વિષે મતમતાંતરો હતા; પણ (0) મુનિ કલ્યાણવિજયજીએ એ વિષયમાં સાધાર જે નિર્ણય કર્યો છે તે સાચો જણાય છે : (જુઓ એમની “પ્રસ્તાવના” અન્તર્ગત શ્રી બપ્પભદ્રિસૂરિ, શ્રી પ્રભાવક ચરિત્ર ભાષાંતર), શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળા નં.૬૩, ભાવનગર વિસં. 1987 (ઈ. સ. 1971), પૃ. 57. 14. અહીં આગળ થનાર ચર્ચામાં મૂળ સંસ્કૃત ઉકિતઓ સદભનુસાર ઉદંકી છે. 15. તાર્યાધિગમસૂત્ર-વૃત્તિ પર વિચારતે સમયે મેં આવો નિર્ણય લીધો છે; જોકે આખરી નિર્ણય કરવા માટે સાંયોગિક સિવાય સી પ્રમાણ હાલ તો ઉપલબ્ધ થતી પૂર્વધ), વાચક સિદ્ધસેન 1 16. બેતામ્બર પરપરામાં સિદ્ધસેન દિવાકર (ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધ), વાચક સિદ્ધસેન (પંચમ શતક ઉત્તરાર્ધ વા છઠ્ઠા સૈકાનું પ્રથમ ચરણ), જિનભદ્રગણી-શિષ્ય સિદ્ધસેન ક્ષમાશ્રમણ (પ્રાય: ઈસ્વી પ૭૫-૬૨૫), પછી ક્રમમાં સિદ્ધસેન નામધારી તો માં સિદ્ધસેન નામધ Page #19 -------------------------------------------------------------------------- ________________ મધુસૂદન ઢાંકી Nirgrantha તત્ત્વાધિગમ-વૃત્તિકાર ગન્ધહસ્તિ સિદ્ધસેન (પ્રાય: ઈસ્વી -70 | પ?) જ આવે છે. એમના પછી તો નવમી-દશમી સદીમાં સિદ્ધર્ષિ-સિદ્ધસેન, અને ૧૧મી સદીમાં થયેલા “સાધારણાંક" તખલ્લુસ ધરાવનાર સિદ્ધસેન સૂરિ જ છે. આમ બપ્પભદ્રિ-ગુરુ સિદ્ધસેનની - પાટલા- મોઢેરાવાળા ચૈત્યવાસી સિદ્ધસેનની --- ગન્ધહતિ-સિદ્ધસેન સાથે જ સંગતિ બેસે છે. 17. આ મિતિ-નિર્ણય મારો છે. સંપાદક મુનિ જમ્બવિજયજી એમને ઈસ્વી 625 પહેલાં થયાનું માને છે, કારણ કે એ ટીકાકારે સાતમાં શતકમાં થયેલા પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (પ્રાય: ઈસ્વી પ૮૦-૬૫૦ યા તેથી થોડાં વર્ષો પૂર્વે આદિ વિદ્વાનોનાં મંતવ્યોનો ઉલ્લેખ કર્યો નથી : પરન્તુ ઈસ્વી 70 પહેલાંની કોઈ પણ શ્વેતામ્બર ટીકાઓમાં દાક્ષિણાત્ય વિદ્વાનો - દિગમ્બર દાર્શનિક વિદ્વાન અને વાદી-કવિ સમcભદ્ર (પ્રાય: ઈસ્વી 550-60) તથા પૂજ્યપાદ દેવનન્દી (પ્રાય: ઈસ્વી ૬૩૫-૬ચ્છ), મીમાંસક કુમારિક ભટ્ટ (પ્રાય: ઈસ્વી પ૭૫-૬૨૫), અને ઉપરકથિત ધર્મકીર્તિનાં મંતવ્યોનો ઉલ્લેખ નથી. આથી કાળ-નિર્ણયમાં એ મુદ્દો ઉપયુકત નથી. બીજી બાજુ જોઈએ તો પ્રસ્તુત સિંહજૂર ક્ષમાશ્રમણ ગન્ધહસ્તિ સિદ્ધસેનના પ્રગર છે. સિદ્ધસેન મહાન દિગમ્બર વિદ્વાન્ ભટ્ટ અકલંકદેવની કૃતિ - તવાર્થવાર્તિક (પ્રાય: ઈસ્વી 770-750) - થી પરિચિત હતા તેમ તેમની તત્ત્વાધિગમ-વૃત્તિ (પ્રાય: ઈસ્વી ૭૬૫-૭૭૫થી જણાય છે. આથી સિંહસૂરની દ્વાદશાનિયચકટીકાનો સમય વહેલો કરીને ઈસ્વી. ૬૮૦-૬૦ના ગાળામાં સંભવી શકે અને સરાસરી નિતિ થોડી વહેલી માનીએ તો ઈ. સ. ૬૭૫ના અંક પર બેસી શકે. સિંહરના પ્રશિષ્યની દીર્ધ અને પરિપકવ ટીકાનો સમય આથી ઈ. સ. ૭૬૦-૭૭૦ના ગાળામાં ઠીક બેસે છે. 18. નામ કલ્પિત પણ હોઈ શકે છે. 19, બપ્પભદિનો જન્મ પ્રભાવકચરિત અનુસાર ઈસ્વી ૭૪૪નો છે. તેમણે ૭૫૧માં દીક્ષા લીધેલી. આમરાજનો પિતા યશોવર્મા ઈસ્વીસન 752-53 અરસામાં મૃત્યુ પામ્યો લાગે છે, તે પછી તરત જ 'આમ' ગાદી પર આવે છે. આમરાજ - જે તે બપ્પભકિની વયનો યા તેમનાથી એકાદ બે વર્ષ જ મોટો હોય તો - કાલગણનામાં કેટલાક વિસંવાદો ઊભા થાય છે. વિશેષમાં “આમ” અને બપ્પભટ્ટના સિદ્ધસેનસૂરિની વસતિમાં વીતેલ વર્ષોના જે પ્રસંગો વર્ણવ્યા છે તે પણ સત્ય ઘટનાને બદલે મધ્યકાલીન કિંવદંતીઓથી વિશેષ ન હોય. 20. જુઓ go 20 પૃ૦ 91. ત્યાં બપ્પભટ્ટને તેડાવવાના ઉપલક્ષમાં એક પ્રાકૃત ગાથા ઉદ્ધત કરી છે. 21. આ મગધ-સ્થિત ‘રાજગૃહ'ને બદલે રાજસ્થાનમાં અલ્વર ક્ષેત્રમાં આવેલ “રારગઢ” હોવાનો પણ સંભવ છે. 22. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પણ કંઈક આવું જ લખ્યાનું સ્મરણ છે, પણ કયાં, તેની સ્મૃતિ રહી ન હોઈ અહીં તેનો ઉલ્લેખ જરૂરી હોવા છતાં થઈ શકયો નથી. 83. See Mishra, Yasovarma., P.42. 24. આ વાતની શકયતા ઘણી મોટી છે. 25. કવિ વાકપતિરાજ યશોવર્માના સમયમાં, રાજાનાં અંતિમ વર્ષોમાં, સભાકવિ હોઈ બપ્પભટ્ટિસૂરિ કરતાં વયમાં ઘણા મોટા હતા! 26. બપ્પભક્ટિને લગતાં ચરિતો-કથાનકોની એમના કાળની ઉત્તર ભારતની રાજકીય પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં વિગતવાર તુલના કર્યા બાદ જ કંઈક નિર્ણય થઈ શકે. ભદ્રેશ્વરની કહાવલિ(પ્રાય: ઈસ્વી ૧%)નો ઉત્તર ભાગ વર્તમાને ઉપલબ્ધ નથી. સંભવત: તેમાં બપ્પભટ્ટસૂરિ, શીલાચાર્ય, સિદ્ધર્ષિ, આદિનાં -- હરિભદ્રસૂરિ પછીનાં - શ્વેતામ્બર જૈન મહાપુરુષોનાં વૃત્તાન્તો હોય. આ ભાગ મળી આવે અને તેમાં જે બપ્પભટ્ટસૂરિનું વૃત્તાન્ત દીધું હોય તો ગૂંચવાડામાંથી કંઈક રસ્તો શોધી શકવાની શકયતા 27. કેમકે, પાછળ કહી ગયા તેમ તેમની સભા તત્ત્વાર્થાધિગમ-સૂત્રની બૃહદવૃત્તિમાં દાક્ષિણાત્ય દિગમ્બર દાર્શનિક પંડિત અકલંકદેવના તત્વાર્થવાર્તિકનો પરિચય વરતાય છે. પ્રસ્તુત ગ્રન્થનો રચનાકાળ ઈસ્વી ૭૨૫-૫૦ના અરસામાં મૂકી શકાય તેમ છે. સિદ્ધસેન ગણીએ એ ગ્રન્થો ઈસ્વી ૭૬૦ના અરસામાં જોયા હોવાનો સંભવ છે. 28. અહીં લેખના અંતિમ ભાગમાં થયેલી ચર્ચામાં તત્સમ્બન્ધ મૂળ પાઠ ઉત્ક્રત કર્યો છે, જે ત્યાં જોઈ લેવો. 29. વૃદ્દીતવપ્રતિવવતા તથોર્નયનતસિંદવાદિની ! शिवाय यस्मिन्निह सन्निधीयते क्व तत्र विघ्नाः प्रभवन्ति शासने - રિવંશપુરા, 66, 44 (રિવંશપુરા, જ્ઞાનપીઠ મૂર્તિદેવી ગ્રન્થમાલા, સંસ્કૃત ગ્રન્થ 27, નવી દિલ્હી 194, પૃ. 89, 66, 44.) Page #20 -------------------------------------------------------------------------- ________________ Vol. 1-1995 વાદ-કવિ બપ્પભસૂરિ 30. જેવાં કે બૃહદગચ્છીય વાદીદેવસૂરિ, પૂર્ણતલ્લગચ્છીય હેમચન્દ્રસૂરિ, ચન્દ્રકુલના શ્રીચન્દ્રસૂરિ, ઈત્યાદિ આચાર્યો. 31. બપ્પભદ્રિના કેટલાક જીવનપ્રસંગો અંગેની જુદી જુદી મિતિઓ માટે જુઓ લેખાતે તાલિકા. ઉપર ચર્ચિત મિતિઓ સ્વીકારીએ તા બપ્પભદિનું આયુષ્ય લ્યને બદલે 10 વર્ષનું હોવાનું ઘટે. 32, જુઓ આ અંકમાં લેખક દ્વારા સંપાદિત “કવિ દેપાલકૃત ‘ખરતરવસહીગીત', કડી 3. 33. હાલમાં લેખક દ્વારા સંપાદિત આ રચના પ્રકાશનાર્થે જઈ રહી છે. 34. પંઅંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ 1 (ખંડ બીજે), શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ 1953, 35. શ્રી રૂપેન્દ્રકુમાર પગારિયાએ સ્વસંપાદિત પ્રસ્તુત કૃતિની નકલના પ્રશસ્તિ ભાગમાંથી આ ગાથા તારવી આપી છે. તેનો ઉપયોગ કરવા દેવા બદલ તેમનો આભારી છું. 36. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદી પૂર્વાર્ધનું છે. તેને લગતો પછીનો ઈ. સ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ ત્યાંથી પ્રાપ્ત થયો છે. 37. सं० 1227 वैशाख शु० 3 गुरौ नंदाणिग्रामेन्या श्राविक्या आत्मीय पुत्र लूणदे श्रेयोर्थं चतुर्विशतिपट्टः कारिताः / श्री मोढगच्छे बप्पट्टि संताने जिनभद्राचार्य: प्रतिष्ठितः।। (see Jain Inscriptions, Pt II, Comp.I Calcultta 1927, P.157, Puran Chand Nahar, Ins. No. 1694. (આ ચોવિસવટો સમેતશિખરના બેતામ્બર મંદિરમાં અવસ્થિત છે.) 36. Catalogue of Palm-Icaf Manuscripts in the Santinatha Jain Bhandara Cambay, Pt.2, G.O.S. No. 149, Comp. Muni Punyavijaya, Baroda 1966, p.363. 39, તિનવમી , પ્રથમ ભાગ, સં. મુનિ લાવણ્યવિજય, અમદાવાદ 1925, પૃ. 17, 40. આ વિષયમાં એકાદ વાણનોંધાયેલ કૃતિનો નિર્દેશ આગળની ચર્ચામાં કરીશું. 41. “પ્પભટ્ટસૂરિ ચરિત,”g૦ 20, પૃ. 89-0. 42. કૃતિ પ્રકાશિત થઈ ચૂકી છે. જુઓ Tarayana, ed. H.C. Bhayani, Prakrit Text Series No.24, Ahmedabad 1987. 43. જુઓ ભાયાણી, "Introduction, farayana, p.11. XX. youll Taraya na, p.4, Text Vs. 5. 5. આ અંગે રાઘવન અને ઉપાધ્ધના ઉપયુકત સન્દર્ભો સમ્બન્ધમાં જુઓ ભાયાણી, "Intro.." Tarayana, p.8. 46, આ સમ્બન્ધમાં વિશેષ ચર્ચા માટે જુઓ bid, pp. 8,9. 47. જુઓ Tarayana, p.5, vs.9. 48. Ibid, p.12. 49. એમાં નીતિપરક ઉપદેશ, કે જૈનદર્શનનાં સિદ્ધાન્તો-મન્તવ્યોનો કયાંયે નિર્દેશ નથી. બધી જ ગાથાઓ સંસારી-ભાવ જ, કયાંક કૌતુકપૂર્વક, વ્યકત કરે છે. 50. 40 40 અને પ્રશ્નો જેવાં. 51. સંભવ છે કે તારાગણના વિલુપ્ત વીસેક પદ્યમાંથી ત્યાં કેટલાંક ઉફૅકિત થતાં હોય, આ સમ્બન્ધમાં ચચાં માટે જુઓ ભાયાણી, "Intro.", p. 6. પર, વૈશતીતવ, સં. હિરાલાલ રસિકદાસ કાપડિયા, મુંબઈ 1926; આ સ્તુતિ પછીથી કોઈ કોઈ સ્તુતિ-સંગ્રહમાં સમાવિષ્ટ થયેલી છે, પણ કાપડિયાની આવૃત્તિ વિસ્તૃત વિવેચનયુક્ત, સુપ્રસિદ્ધ, અને સરસ રીતે છપાયેલી હોઈ અહીં તેનો જ ઉલ્લેખ કર્યો છે. 53. કાપડિયા, 200, શિg. 54, શ્રી વિપરાવતત્વ, સં. સારાભાઈ મણિલાલ નવાબ, શ્રી જૈન સાત્વિોદ્ધારમાલા, પંચમપુષ્પ, અમદાવાદ 1937, પૃ. 69-0. Page #21 -------------------------------------------------------------------------- ________________ મધુસૂદન ઢાંકી Nirgrantha 55. સમગ્ર કૃતિ કાવ્યમય છે, પણ સ્થળ-સંકોચને કારણે એને પૂરેપૂરી ઉફૅકિત કરવાની લાલચ રોકવી પડી છે. 56. એજન. 57. આ પ્રથા કેટલાક અન્ય સ્તુતિસંગ્રહોમાં પણ દષ્ટિગોચર થાય છે. આ છેલ્લું પધ ઘણું જ સરસ છે, અને તેમાં બપ્પભટ્રિની વિશિષ્ટ પ્રૌઢી તેના સુંદરતમ સ્વરૂપે ખીલી ઊઠી છે. 58. પરંતુ પાટણની સં. ૧૨૯૧વાળી, પાછળ કથિત, પ્રતમાં તેને બદલે મતિ શબ્દથી શરૂ થતી કૃતિનું પદ્ય ટાંકયું છે : યથા : "अधरित-कामधेनु-चिन्तामणि-कल्पलते। नमदमराङ्गनावतंसार्चित-पादयुगे। प्रवचनदेवि देहि मह्यं गिरि तां पटुतां / નવતુમજં ભવામિ મનો િય પવતીનું " (જુઓ માતા પ્રજવતુષ્ટ, પૃ. 54. સન્દર્ભગત બન્ને પધો કાં તો એક જ કૃતિમાંથી લેવાયાં હોય, યા તો અલગ અલગ રચનાઓમાંથી. જે મૂળે જુદી જુદી કૃતિનાં હોય તો સૂરિની “સરસ્વતી’ સમ્બન્ધ આ એક વિશેષ કૃતિ ગણવી જોઈએ. બપ્પભદ્રિ પરમ સારસ્વત લેવા અતિરિકત સરસ્વતીના, એના એક દેવી-શકિત રૂપે, પ૨મ અનુરાગી અને ઉપાસક પણ હતા તે વાત પણ આથી સ્પષ્ટ બને છે. સરસ્વતી વિશે તેમણે આમ ચારેક સ્તુતિઓ રચેલી, જેમાં બે'એક તો અમુકાશે માન્ટિક સાધના રૂપે બનાવી હતી.), 59. માન્ટિક સ્તોત્રો સમ્બન્ધમાં આવી કિંવદન્તીઓ કોઈ કોઈ અન્ય દાખલાઓમાં પણ સાંભળવા મળે છે. 60. p. 20 પૃ૦ 8, પ્લો૦ 449-450. અસલ પૂરી કૃતિ માટે જુઓ નૈનસ્તોત્રસન્નોદ, સં ચતુરવિજય મુનિ, અમદાવાદ 1932, પૃ. 29, 0. 61. go 20 પૃ૦ 105, સ્લો૦ 617 - 619. 62. જુઓ 50 0 0 થ૦, પૃ. 67 - 68. સ્તોત્ર દશ પદ્ય યુકત છે. 63. અહીં ઉદ્ધત કરેલાં પદ્યો પ્રસ્તુત સ્થળેથી લીધેલાં છે. 64. પૂરી કૃતિ માટે જુઓ જુતિતtro (સંસ્કૃત ભાગ-૨), સં. વિજયભદ્રંકર સૂરિ, મદ્રાસ વિ. સં. 2043 (ઈ. સ. 1987), પૃ. ર૭. 65 આની ચર્ચા હું થોડા વિસ્તારપૂર્વક અન્યવે કરી રહ્યો હોઈ અહીં વિશેષ કહેવું છોડી દીધું છે. ૬૬જેમ કે અહીં પ્રથમ પદ્યના દ્વિતીય ચરણમાં " પિતા” છે તો શાન્તિદેવતા સ્તુતિમાં પ્રેમસ્થાને વિપતિ T જેવા શબ્દો મળે છે. ('પ્રેમ' શબ્દ નિર્ગસ્થ સ્તુતિઓમાં બપ્પભટ્ટની કૃતિઓ સિવાય જોવા મળતો નથી.) તેમના શારદા સ્તોત્રમાં દ્વિતીય પધમાં પરાનિન-અડપતિ કહ્યું છે, તો નેમિનાથ સ્તુતિમાં અમ્બિકા માટે ચોથા પધમાં સામિનાથ ભુવા મતો છું જેવી સમાન વર્ગની ઉપમાનો પ્રયોગ કર્યો છે. 67. p. 20, પૃ. 84, સ્લો 140-141. 68. સન ૧૯૭૭માં કરેલા સર્વેક્ષણ દરમિયાન મેં તે સૌ ત્યાં જોયેલી. 69. હાલ હું તેનું સંપાદન કરી રહ્યો છું. vo. A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Patan, Vol. I, P. 316. 71. પ્રસ્તુત અભિલેખ ઘણો પ્રસિદ્ધ હોઈ અહીં તેનો સન્દર્ભ ટાંકયો નથી. 72. જુઓ શ્રવનુપાત્રત, શ્રી શાંતિસૂરિજૈનગ્રન્થમાલા, ગ્રન્થાક પ, અમદાવાદ 1941, પૃ. 112, 7.264. 73. જુઓ વિ૦ તા. ર૦, પૃ. 18. 74. એજન, પૃ. 19. 75. ઉત્તર મધ્યકાળમાં શ્વેતામ્બરોમાં જયકીર્તિ, રત્નકીર્તિ, સરખાં નામો દેખા દે છે ખરાં. 76. જૂનામાં જૂના પુરાવાઓ આકોટામાંથી મળી આવેલ છઠ્ઠા-સાતમા સૈકાની શ્વેતામ્બર ધાતુ-પ્રતિમાઓમાં મળે છે.