SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Vol, I-1995 વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ 25 લેખ સમાપન સમયે હવે એક મુદ્દાનું નિરાકરણ થવું જરૂરી છે. બપ્પભટ્ટસૂરિ સાથે દિગમ્બર સંપ્રદાયમાં હોવાં ઘટે તેવાં કેટલાંક તત્ત્વો જોડાયેલાં છે : યથા : (1) કીર્વાન્ત નામો દિગમ્બર(તથા યાપનીયસંઘના મુનિવરોમાં મળે છે, શ્વેતામ્બર આમ્નાયમાં ચોથી-પાંચમી શતાબ્દી બાદ આમ તો જોવા મળતાં નથી: એમનું “ભદ્રકીર્તિ’ નામ જરા વિચારમાં નાખી દે છે. (2) ગ્વાલિયરને દિગમ્બર સંપ્રદાય સાથે સાંકળતાં પંદરમાં શતક પૂર્વેનાં સાહિત્યિક પ્રમાણો હજી સુધી તો મળ્યાં નથી, પણ જેટલી પુરાણી તેમ જ મધ્યકાલીન જિનપ્રતિમાઓ ત્યાંથી મળી છે તે સૌમાં નગ્નત્વ સૂચિત છે જ. બીજી બાજુ જોઈએ તો જોરદાર અને વધારે પુરાણાં સાહિત્યિક પ્રમાણો તો શ્વેતામ્બર સપ્રદાયને ગોપગિરિ સાથે સાંકળે છે. એવું હશે કે મથુરાની જેમ અહીં પણ શ્વેતામ્બરોએ જિનપ્રતિમાઓ નિર્વસ્ત્ર રૂપે રજૂ કરવાની અન્યથા પાંચમા શતકના અંતિમ ચરણ પૂર્વેની ઉત્તરની પુરાણી પરમ્પરા ચાલુ રાખી હશે? શું લાટ દેશમાં શરૂ થયેલી અને પછીથી સાતમા શતકમાં તો ગૂર્જરદેશ સુધી પહોંચી ગયેલી, તીર્થકરોને કટિવસ્ત્ર (ધોતિયાં) સહિત પ્રસ્તુત કરવાની, પ્રણાલિકા હજ દશાર્ણાદિ મધ્યપ્રદેશના પંથકોમાં અને ફૂરસેનાદિ ઉત્તરના પ્રદેશોમાં શ્વેતામ્બરોને માન્ય નહીં બની હોય ? ગમે તે હોય, નવમી શતાબ્દીના પ્રથમ ચરણના અરસામાં સંગ્રહકાર શફક તથા ૧૧મી સદીના પ્રારંભમાં મહાકવિ ધનપાલ તો બપ્પભટ્ટને સ્વેતામ્બર સાધુ રૂપે જ માનતા હતા, અને ૧૧મા શતકના ઉત્તરાર્ધમાં યશોભદ્રસૂરિગચ્છીય શ્વેતામ્બર મુનિ સિદ્ધસેન સ્વગચ્છને બપ્પભટ્ટસૂરિ સાથે સાંકળે છે, તેમ જ ઈ. સ. ૧૧૭૩ની ધાતુપ્રતિમા લેખ તેમનો સંબંધ ચૈત્યવાસી શ્વેતામ્બર મોઢગચ્છ સાથે સ્થાપે છે, જે તથ્ય પણ આ મુદ્દામાં વિશેષ નિર્ણાયક માનવું ઘટે. વિશેષમાં તેઓ યાપનીય કે દિગમ્બર હોવાનાં કોઈ જ પ્રમાણ પ્રસ્તુત બે સમ્પ્રદાયોના સાહિત્યમાં ઉપલબ્ધ નથી. આથી જેમ ઉમાસ્વાતિના તાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનના સન્મતિપ્રકરણ તેમ જ કેટલીક ધાર્નાિશિકાઓ, માનતુંગાચાર્યના ભક્તામર સ્તોત્ર (અને સોમપ્રભાચાર્યના સિન્દરપ્રકર કાવ્ય) આદિ પ્રસંગે જેવા દાવા દિગમ્બર સપ્રદાય તરફથી થયા તેવા કોઈ જ દાવા હજી સુધી તો દિગમ્બર વિદ્વાનોએ રજૂ નથી કર્યા. ચિત્રસૂચિ: 1. મથુરા, કંકાલિ ટીલા સ્તૂપમાંથી મળેલ અરિષ્ટનેમિ જિનની પ્રતિમા. પ્રાય: ઈસ્વી ૮મી રાતી ઉત્તરાર્ધ (ઈ. સ. 70 આસપાસ). 2. ગોપગિરિ (ગ્વાલિયર), કિલ્લામાં પડેલ પાર્શ્વનાથની મૂર્તિનો ઉપરનો ખંડિત ભાગ. પ્રાય: ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ. 3. ગોપગિરિ, કિલ્લાની આદિનાથની પ્રતિમા. પ્રાય: ૮મી શતાબ્દી ત્રીજું ચરણ. 4. ગોપગિરિ, કિલ્લા ઉપરની ખંડિત જિનપ્રતિમા. પ્રાય: ઈસ્વી 1235. (સર્વ ચિત્રો American Institute of Indian Studies, Varanasi ના સૌજન્ય તથા સહાય દ્વારા પ્રકાશિત થાય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249313
Book TitleVadikavi Bappabhatta Suri
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy