________________
૧૪
મધુસૂદન ઢાંકી
Nirgrantha
(૧) બાલમુનિ અવસ્થામાં મોઢેરામાં ગોપગિરિરાજ યશોવર્માની ત્યકતા રાણી સુયશાના પુત્ર “આમ(આમ્ર)'ની
સાથે થયેલ સહ ઉછેરને કારણે મૈત્રી : (૨) કાશમીરના લલિતાદિત્ય મુકતાપીડ સાથે ઈ. સ. ૭૪૦-૭૪૧ માં થયેલ યુદ્ધમાં યશોવર્માનો પરાજય, એમાં
ગુમાવાયેલું કનોજ, અને પછીથી કેટલાંક વર્ષો બાદ થયેલ મરણ, અને રાજકુમાર ‘આમ'નો તે પછી ગોપગિરિમાં
રાજ્યાભિષેક : (૩) આમરાજે ગોપાદ્રિ તેડાવેલ બાલમિત્ર બપ્પભટ્ટ અને એમનું રાજસભામાં કવિરૂપે બેસણું : (૪) આમ-નરેન્દ્રના અનુરોધથી સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટને મોઢેરા(સં. ૮૧૧ | ઈસ. ૭૫૫)માં આપેલું સૂરિપદ
કિંવા આચાર્યપદ, બપ્પભદિનું તે પછી ગોપગિરિ તરફ જવું સાહિત્ય પ્રમોદ : (૫) ગુરુના સ્વર્ગવાસ પૂર્વે બપ્પભટ્ટને મોઢેરા પુન તેને ગુરુનું સ્વર્ગગમન; ગુરુબંધુઓ નમ્નસૂરિ તથા ગોવિંદસૂરિને
(મોઢેરા-પાટલાનો) ગચ્છભાર સોંપી બપ્પભદિનું ગોપગિરિ તરફ પુનર્ગમન; સભામાં સંસ્કૃત-પ્રાકૃતમાં કાવ્ય-ગોષ્ઠીઓ; તેમની શૃંગારી મન:પર્યય કાવ્ય-રચનાઓથી સાશંક (વા ઘણાયમાન) રાજા આમ; આમે મોકલેલી વારાંગના દ્વારા બપ્પભટ્ટની શીલપરીક્ષા; આમનું ગણિકાના પ્રેમમાં ફસાવું‘આમથી અપ્રસન્ન બપ્પભટ્ટનું ગૌડ દેશની રાજધાની લક્ષણાવતી તરફ ગમન અને ત્યાંના રાજા ધર્મની સભામાં બેઠક; અગાઉ યશોવર્માએ ગૌડપતિ પર વિજય કરીને પોતાની સભામાં લાલ કવિ વાકપતિરાજનું (કદાચિત આમરાજના
વિલાસીપણાને જોઈ, તેમજ વૃદ્ધાવસ્થાને કારણે) મથુરા તરફ (વાનપ્રસ્થ ગાળવા) ચાલ્યા જવું : (૬) આમરાજનું બપ્પભટ્ટને આવવા માટે પુન: આમંત્રણ; બપ્પભટ્ટિનું આવવું, ગૌડીય બૌદ્રાચાર્ય વર્ધનકુંજરનો
વાદમાં પરાજય આમરાજાની રાજગિરિ (રાજોરગઢ, રાજસ્થાન) પર ચઢાઈ અને ત્યાંના રાજા સમદ્રસેનનો
કરેલો પરાજય; (અને કદાચ તે પૂર્વે કાન્યકુંજની પુનઃ પ્રાપ્તિ) : (૭) બપ્પભટ્ટના પ્રભાવ નીચે આમરાજનું જૈન દર્શન તરફ ઢળવું, પણ કુલક્રાગત વૈદિક ધર્મ છોડવાની અનિચ્છા;
અન્યથા આમ દ્વારા ગોપગિરિમાં અને કનોજમાં જિન મહાવીરનાં ઉન્નત જિનાલયોનાં નિર્માણ તથા બપ્પભટ્ટ દ્વારા, કે પછી એમની પ્રેરણાથી આમરાજ દ્વારા, મથુરાના જિન પાર્શ્વનાથના પુરાતન સ્તુપનો ઉદ્ધાર :
મથુરા જઈને કવિ વાફપતિરાજને તેના અન્તિમ દિનોમાં જૈન બનાવવું : (૮) બપ્પભટ્ટનાં સરસ્વતી, ચતુર્વિશતિ જિન, ગોપગિરિ-મહાવીર, મથુરા સ્તૂપના જિન, અને ગોકુલના શાન્તિદેવી
સહ શાંતિનાથને ઉદ્દેશીને બનાવાયેલ સંસ્કૃત સ્તોત્રો તથા શતાર્થી (મુકતકો અને પ્રાકૃતમાં રચેલ મુકતકોની
તારાગણ નામક (શકુકે રચેલ પદ્ય-કોશ) રચના : (૯) આમરાજ સાથે સૂરિની ઉજજયન્તગિદિ સૌરાષ્ટ્રનાં તીર્થધામોની યાત્રા, ઉજજયન્તગિરિ સમી૫ દિગમ્બરોનો
વાદમાં પરાજય કરી શ્વેતામ્બરોના કબજામાં તીર્થને મૂકવું : (૧૦) આમનું મૃત્યુ. આમના અનુગામી દુંદુક સાથે બપ્પભટ્ટિની અસહમતિ. ગણિકાસકત દંદુકથી જાન બચાવવા
તેના પુત્ર ભોજનું ભાગી નીકળવું અને તેના દ્વારા દુંદુકનો વધ; તે પહેલાં અતિ વૃદ્ધ વયે બપ્પભદિનો કનોજથી વિહાર અને તત્પશ્ચાતુ ઈસ. ૮૩૯માં સ્વર્ગગમન.
ચરિતકાર-પ્રબંધકારનાં લખાણોમાં રહેલા કેટલાક વિસંવાદો મેં અહીં નોંધ્યા નથી; પણ ઉપર લખ્યું છે તેમાંથી જે ઐતિહાસિક સમસ્યાઓ ઊભી થાય છે તે તરફ તો ધ્યાન દોરવું જરૂરી લાગે છે :
Jain Education International
Education international
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org