________________ મધુસૂદન ઢાંકી Nirgrantha તત્ત્વાધિગમ-વૃત્તિકાર ગન્ધહસ્તિ સિદ્ધસેન (પ્રાય: ઈસ્વી -70 | પ?) જ આવે છે. એમના પછી તો નવમી-દશમી સદીમાં સિદ્ધર્ષિ-સિદ્ધસેન, અને ૧૧મી સદીમાં થયેલા “સાધારણાંક" તખલ્લુસ ધરાવનાર સિદ્ધસેન સૂરિ જ છે. આમ બપ્પભદ્રિ-ગુરુ સિદ્ધસેનની - પાટલા- મોઢેરાવાળા ચૈત્યવાસી સિદ્ધસેનની --- ગન્ધહતિ-સિદ્ધસેન સાથે જ સંગતિ બેસે છે. 17. આ મિતિ-નિર્ણય મારો છે. સંપાદક મુનિ જમ્બવિજયજી એમને ઈસ્વી 625 પહેલાં થયાનું માને છે, કારણ કે એ ટીકાકારે સાતમાં શતકમાં થયેલા પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (પ્રાય: ઈસ્વી પ૮૦-૬૫૦ યા તેથી થોડાં વર્ષો પૂર્વે આદિ વિદ્વાનોનાં મંતવ્યોનો ઉલ્લેખ કર્યો નથી : પરન્તુ ઈસ્વી 70 પહેલાંની કોઈ પણ શ્વેતામ્બર ટીકાઓમાં દાક્ષિણાત્ય વિદ્વાનો - દિગમ્બર દાર્શનિક વિદ્વાન અને વાદી-કવિ સમcભદ્ર (પ્રાય: ઈસ્વી 550-60) તથા પૂજ્યપાદ દેવનન્દી (પ્રાય: ઈસ્વી ૬૩૫-૬ચ્છ), મીમાંસક કુમારિક ભટ્ટ (પ્રાય: ઈસ્વી પ૭૫-૬૨૫), અને ઉપરકથિત ધર્મકીર્તિનાં મંતવ્યોનો ઉલ્લેખ નથી. આથી કાળ-નિર્ણયમાં એ મુદ્દો ઉપયુકત નથી. બીજી બાજુ જોઈએ તો પ્રસ્તુત સિંહજૂર ક્ષમાશ્રમણ ગન્ધહસ્તિ સિદ્ધસેનના પ્રગર છે. સિદ્ધસેન મહાન દિગમ્બર વિદ્વાન્ ભટ્ટ અકલંકદેવની કૃતિ - તવાર્થવાર્તિક (પ્રાય: ઈસ્વી 770-750) - થી પરિચિત હતા તેમ તેમની તત્ત્વાધિગમ-વૃત્તિ (પ્રાય: ઈસ્વી ૭૬૫-૭૭૫થી જણાય છે. આથી સિંહસૂરની દ્વાદશાનિયચકટીકાનો સમય વહેલો કરીને ઈસ્વી. ૬૮૦-૬૦ના ગાળામાં સંભવી શકે અને સરાસરી નિતિ થોડી વહેલી માનીએ તો ઈ. સ. ૬૭૫ના અંક પર બેસી શકે. સિંહરના પ્રશિષ્યની દીર્ધ અને પરિપકવ ટીકાનો સમય આથી ઈ. સ. ૭૬૦-૭૭૦ના ગાળામાં ઠીક બેસે છે. 18. નામ કલ્પિત પણ હોઈ શકે છે. 19, બપ્પભદિનો જન્મ પ્રભાવકચરિત અનુસાર ઈસ્વી ૭૪૪નો છે. તેમણે ૭૫૧માં દીક્ષા લીધેલી. આમરાજનો પિતા યશોવર્મા ઈસ્વીસન 752-53 અરસામાં મૃત્યુ પામ્યો લાગે છે, તે પછી તરત જ 'આમ' ગાદી પર આવે છે. આમરાજ - જે તે બપ્પભકિની વયનો યા તેમનાથી એકાદ બે વર્ષ જ મોટો હોય તો - કાલગણનામાં કેટલાક વિસંવાદો ઊભા થાય છે. વિશેષમાં “આમ” અને બપ્પભટ્ટના સિદ્ધસેનસૂરિની વસતિમાં વીતેલ વર્ષોના જે પ્રસંગો વર્ણવ્યા છે તે પણ સત્ય ઘટનાને બદલે મધ્યકાલીન કિંવદંતીઓથી વિશેષ ન હોય. 20. જુઓ go 20 પૃ૦ 91. ત્યાં બપ્પભટ્ટને તેડાવવાના ઉપલક્ષમાં એક પ્રાકૃત ગાથા ઉદ્ધત કરી છે. 21. આ મગધ-સ્થિત ‘રાજગૃહ'ને બદલે રાજસ્થાનમાં અલ્વર ક્ષેત્રમાં આવેલ “રારગઢ” હોવાનો પણ સંભવ છે. 22. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પણ કંઈક આવું જ લખ્યાનું સ્મરણ છે, પણ કયાં, તેની સ્મૃતિ રહી ન હોઈ અહીં તેનો ઉલ્લેખ જરૂરી હોવા છતાં થઈ શકયો નથી. 83. See Mishra, Yasovarma., P.42. 24. આ વાતની શકયતા ઘણી મોટી છે. 25. કવિ વાકપતિરાજ યશોવર્માના સમયમાં, રાજાનાં અંતિમ વર્ષોમાં, સભાકવિ હોઈ બપ્પભટ્ટિસૂરિ કરતાં વયમાં ઘણા મોટા હતા! 26. બપ્પભક્ટિને લગતાં ચરિતો-કથાનકોની એમના કાળની ઉત્તર ભારતની રાજકીય પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં વિગતવાર તુલના કર્યા બાદ જ કંઈક નિર્ણય થઈ શકે. ભદ્રેશ્વરની કહાવલિ(પ્રાય: ઈસ્વી ૧%)નો ઉત્તર ભાગ વર્તમાને ઉપલબ્ધ નથી. સંભવત: તેમાં બપ્પભટ્ટસૂરિ, શીલાચાર્ય, સિદ્ધર્ષિ, આદિનાં -- હરિભદ્રસૂરિ પછીનાં - શ્વેતામ્બર જૈન મહાપુરુષોનાં વૃત્તાન્તો હોય. આ ભાગ મળી આવે અને તેમાં જે બપ્પભટ્ટસૂરિનું વૃત્તાન્ત દીધું હોય તો ગૂંચવાડામાંથી કંઈક રસ્તો શોધી શકવાની શકયતા 27. કેમકે, પાછળ કહી ગયા તેમ તેમની સભા તત્ત્વાર્થાધિગમ-સૂત્રની બૃહદવૃત્તિમાં દાક્ષિણાત્ય દિગમ્બર દાર્શનિક પંડિત અકલંકદેવના તત્વાર્થવાર્તિકનો પરિચય વરતાય છે. પ્રસ્તુત ગ્રન્થનો રચનાકાળ ઈસ્વી ૭૨૫-૫૦ના અરસામાં મૂકી શકાય તેમ છે. સિદ્ધસેન ગણીએ એ ગ્રન્થો ઈસ્વી ૭૬૦ના અરસામાં જોયા હોવાનો સંભવ છે. 28. અહીં લેખના અંતિમ ભાગમાં થયેલી ચર્ચામાં તત્સમ્બન્ધ મૂળ પાઠ ઉત્ક્રત કર્યો છે, જે ત્યાં જોઈ લેવો. 29. વૃદ્દીતવપ્રતિવવતા તથોર્નયનતસિંદવાદિની ! शिवाय यस्मिन्निह सन्निधीयते क्व तत्र विघ्नाः प्रभवन्ति शासने - રિવંશપુરા, 66, 44 (રિવંશપુરા, જ્ઞાનપીઠ મૂર્તિદેવી ગ્રન્થમાલા, સંસ્કૃત ગ્રન્થ 27, નવી દિલ્હી 194, પૃ. 89, 66, 44.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org