________________
Vol. I-1995
વાદી-કવિ બપ્પટ્ટિસૂરિ
भवति भवति ! भाषे ! भव्यभाषाविशेषैमधुरमधुसमृद्धस्तस्य वाचां विलासः ||१२||
આ સરસ્વતીકલ્પમાં પણ તાન્ત્રિક પુટ વરતાય છે: જોકે મન્ત્રના લીધેલા આશ્રય પાછળ કેવળ ‘કવિચક્રવર્તિ’ થવા પૂરતી જ વાંછના રહેલી છે. પછીના જૈન તન્ત્રકારોની જેમ ઐહિક વાસનાઓની તૃપ્તિની તેમાં વાત કે આશય દેખાતાં નથી.
પ્રભાવકચરિતમાં કહ્યું છે કે બૌદ્ધ વાદી વર્ધનકુઞ્જર સાથે વાદ દરમિયાન બપ્પભટ્ટિએ ‘ચિત્તે’” શબ્દોથી આરંભાતા શારવાસ્તોત્રની રચના કરી, ગિરાદેવીને પ્રકટ કરી, વાદજયાર્થે ઉપાય અંગે સૂચના મેળવેલી. પ્રસ્તુત સ્તોત્ર ૧૪ પધયુકત હતું તેમ ચરિતકાર કહે છે, (તેમ જ પ્રબંધકોશકાર પણ) ત્યાં નોંધે છે કે દેવીએ બપ્પભટ્ટિને આદેશ આપેલો કે ચૌદેચૌદ વૃત્તો પ્રકાશિત ન કરવા, કેમકે પૂર્ણ સ્તોત્રના પઠનથી તેને પ્રત્યક્ષ થવું પડશે (જો મંત્રવાદ અનધિકારીઓના હાથમાં પડી જાય તો અનર્થ થાય.) આજે તો પ્રસ્તુત સ્તોત્ર મળતું નથી. અને સંભવ છે કે પ્રબન્ધકારોના સમયમાં તેમાં ૧૪થી ઓછાં પદ્ય હશે, પણ મૂળે તેમાં ૧૪ પદ્યો હતાં તેવી માન્યતા તે કાળે પ્રચારમાં હોવાનો સંભવ છે.
પ્રભાવકચરિતકાર તથા પ્રબંધકોશકારના કથન અનુસાર ગોપગિરિના મહાવીર બિંબના (પરાજય પશ્ચાત્ મિત્ર બનેલા બૌદ્ધ વિદ્વાન વર્ધનકુઞ્જર સંગાથે) કરેલ દર્શન સમયે “શાન્તો વેષ'' નામક ૧૧ પદ્યોવાળું સ્તોત્ર રચ્યું તથા ગોકુળમાં નંદ સ્થાપિત શાન્તિ દેવતાની જિન (શાન્તિનાથ) સહિત ‘“નયતિ જ્ઞદ્રક્ષા''થી પ્રારંભાતી સ્તુતિ કરી'. એમ જણાય છે કે ચરિતકારે, તથા તેને અનુસરતા પ્રબન્ધકારોએ, વસ્તુતયા પ્રમાદવશ જ આવું ઊલટાસૂલટું લખી નાખ્યું છે, કેમકે શાંતો વેવમાં “શાન્તિ” જિન સૂચિત છે અને તેની અંદર કેટલાંક પદ્યો કોઈ દેવી ને ઉદ્બોધન રૂપ છે, જેમાં ‘“શાન્તિદેવતા'' વિશ્વક્ષિત હોય તેમ લાગે છે : યથા :
[મન્ત્રાન્તા]
૨૧
शान्तवेषः शमसुखफलाः श्रोतृगम्या गिरस्ते कान्तं रूपं व्यसनिषु दया साधुषु प्रेम शुभ्रम् । इत्यम्भूते हितकृतपत्तेस्त्वच्यसङ्ग विबोधे प्रेमस्थाने कमिति कृपणा द्वेषमुत्पादयन्ति ||१||
Jain Education International
[પૃથ્વી ઇન્વ] अतिशयवती सर्वा चेष्टा वचो हृदयङ्गमं शमसुखफलः प्राप्तौ धर्मः स्फुट: शुभसंश्रयः
मनसि करुणा स्फीता रूपं परं नयनामृतं
किमिति सुमते ! त्वच्चान्यः स्यात् प्रसादकरं सताम् ॥२॥
વાસ્તવમાં આ સ્તોત્ર જ શાન્તિનાથ અને શાન્તિ દેવીને ઉદ્દેશીને રચાયું છે; આથી “નયતિ નાદ્રક્ષા’ સ્તોત્ર ગોપગિરિ-વીર અનુલક્ષે રચ્યું હોવું જોઈએ, દુર્ભાગ્યે તે કૃતિ ઉપલબ્ધ નથી. એના પ્રારંભનું કાન્તિમાન અને ગરિમાપૂત અર્ધચરણ જોતાં તો જણાય છે કે તે અદ્ભુત રચના હોવી જોઈએ.
આ સિવાય ‘બપ્પભટ્ટિસૂરિચરિત’’(ઈ. સ૰ ૧૨૩૫ પહેલાં)ની અંતર્ગત મથુરા સ્તૂપની સામે બપ્પભટ્ટિએ જે સ્તવન કહેલું'' તેનાં ત્રણેક પૃથક્ પૃથક્ ચરણો અહીં ઉદ્ભકિત કરીશું. યથા:
For Private & Personal Use Only
www.jainelibrary.org