Book Title: Vachanamrut 0956 Upadesh Nondh 01 to 10
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/331082/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 956 ઉપદેશ નોંધ (પ્રાસંગિક) મુંબઈ, કારતક સુદ, 1950 શ્રી ‘ષદર્શન સમુચ્ચય' ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઈ નભુભાઈએ અભિપ્રાયાર્થે મોકલ્યું છે. અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતર ઇચ્છા એવી હોય છે કે તેથી રંજિત થઈ તેનાં વખાણ મોકલવાં. શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી. વવાણિયા, ચૈત્ર સુદ 6, બુધ, 1953 પહેરવેશ આછકડો નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આછકડાઈથી પાંચસોના પગારના કોઈ પાંચસો એક ન કરે, અને યોગ્ય સાદાઈથી પાંચસોના ચારસો નવાણું કોઈ ન કરે. ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્વની ઇચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાનાં માન, મહત્વ, મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્વ તો બહાનારૂપ, અને સ્વાર્થિક માનાદિનો સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે. શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ધર્મ જ મુખ્ય રંગ ત્યારે અહોભાગ્ય ! પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ-દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો બિચારાં નિરપરાધી પ્રાણીઓને રિબાવી મારી અજ્ઞાનવશતાએ કર્મ ઉપાર્જે છે! પત્રકારો પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવારૂપે ફૂટી મારે છે ! 1 આંક 1 થી આંક 26 સુધીના મોરબીના મુમુક્ષુ સાક્ષર શ્રી મનસુખભાઈ કિરતચંદે પોતાની સ્મૃતિ પરથી શ્રીમદ્ભા પ્રસંગોની કરેલ નોંધ પરથી Page #2 -------------------------------------------------------------------------- ________________ મોરબી, ચૈત્ર વદ 7, 1955 વિશેષ થઈ શકે તો સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી. જાતિસ્મૃતિ થઈ શકે છે. પૂર્વ ભવ જાણી શકાય છે. અવધિજ્ઞાન છે. તિથિ પાળવી. રાત્રે ન જમવું, ન ચાલે તો ઉકાળેલું દૂધ વાપરવું. તેવું તેવાને મળે તેવું તેવાને ગમે. ‘ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહજગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે.’ ‘ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે ને દ્રષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.’ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગોદમાંથી આગળ કુટાતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે ફૂડકપટ, માયા, મૂચ્છ, મમત્વ, કલહ, વંચના, કષાયપરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરા કરાવી, આત્મતત્વને પમાડે છે. મોરબી, ચૈત્ર વદ 8, 1955 ‘ષદર્શન સમુચ્ચય’ અવલોકવા યોગ્ય છે. ‘તત્વાર્થસૂત્ર’ વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે. ‘યોગદ્રષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સક્ઝાય રચી છે. તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. એ દ્રષ્ટિઓ આત્મદશામાપક (થરમૉમિટર) યંત્ર છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો. એ વચન સમજાવા દ્રષ્ટિ સમ્યક જોઈએ. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. પાંચસો હજાર સ્લોક મુખપાઠ કરવાથી પંડિત બની જવાતું નથી. છતાં થોડું જાણી ઝાઝાનો ડોળ કરનારા એવા પંડિતોનો તોટો નથી. ઋતુને સન્નિપાત થયો છે. એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બૅરિસ્ટર મૂછયોગે નજીવી ચીજ માટે વલખાં મારે ! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તો કલ્પના વધત. કલ્પનાને તો છાંડવી છે. ભણેલું ભૂલ્ય છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. મોરબી, ચૈત્ર વદ 8, ગુરુ, 1955 પરમ સત રિબાતું હોય તો તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યફદ્રષ્ટિ દેવતા સાર-સંભાળ કરે; પ્રગટ પણ આવે. પણ બહુ જૂજ પ્રસંગમાં. યોગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે. જીવને મતિકલ્પનાથી એમ ભાસે કે મને દેવતાનાં દર્શન થાય છે, મારી પાસે દેવતા આવે છે, મને દર્શન થાય છે. દેવતા એમ દેખાવ ન દે. પ્ર0- શ્રી નવપદ પૂજામાં આવે છે કે “જ્ઞાન એહિ જ આત્મા.’ આત્મા પોતે જ્ઞાન છે તો પછી ભણવાગણવાની કે શાસ્ત્રાભ્યાસની શી જરૂર? ભણેલું બધું કલ્પિત ગણી પરિણામે ભૂલ્ય છૂટકો છે, તો પછી ભણવાની, ઉપદેશશ્રવણની કે શાસ્ત્રવાંચનાદિની શી જરૂર ? 2 બપોરના ચાર વાગ્યે પૂર્વ દિશામાં આકાશમાં શ્યામ વાદળું જોતાં એને દુકાળનું એક નિમિત્ત જાણી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. આ વર્ષ 1955 નું ચોમાસું કોરું ગયું અને 1956 નો ભયંકર દુકાળ પડ્યો. 3 “જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉ૦- ‘જ્ઞાન એહિ જ આત્મા’ એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ અને શાસ્ત્રવાંચન આદિ સમ્યક દ્રષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. ‘હું જ્ઞાન છું', ‘હું બ્રહ્મ છું' એમ પોકાર્યો જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સાસ્ત્રાદિ સેવવાં જોઈએ. 6 મોરબી, ચૈત્ર વદ 10, 1955 પ્ર0- પારકાના મનના પર્યાય જાણી શકાય ? ઉ0- હા, જાણી શકાય છે. સ્વમનના પર્યાય જાણી શકાય, તો પરમનના પર્યાય જાણવા સુલભ છે. સ્વમનના પર્યાય જાણવા પણ મુશ્કેલ છે. સ્વમન સમજાય તો તે વશ થાય. સમજાવા સદ્વિચાર અને સતત એકાગ્ર ઉપયોગની જરૂર છે. આસનજયથી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયોગ અચપળ થઈ શકે છે; નિદ્રા ઓછી થઈ શકે છે. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જ દેખાય છે, તે અણુ નથી; પણ અનેક પરમાણુઓનો બનેલો સ્કંધ છે. પરમાણુ ચક્ષુએ જોયાં ન જાય. ચક્ષુઇંદ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન યોગી અથવા કેવલીથી તે દેખી શકાય છે. 7 મોરબી, ચૈત્ર વદ 11, 1955 મોક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવો પડ્યો હતો, અને તે ઠેકાણે ‘બહુ પુણ્ય કેરા પુંજથી’નું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. પણ લોકોને વિવેક, વિચાર, કદર ક્યાં છે ? આત્મકલ્યાણની ઇચ્છા જ ઓછી. તે શૈલી તથા તે બોધને અનુસરવા પણ એ નમૂનો આપેલ છે. એનો “પ્રજ્ઞાવબોધ' ભાગ ભિન્ન છે તે કોઈ કરશે. તો હુએ એહિ જ આતમાં, જ્ઞાન અબોધતા જાય રે.” Page #5 -------------------------------------------------------------------------- ________________ એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકોની આકુળતા ટાળવા ‘ભાવનાબોધ' ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યો હતો. હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ? એ પર જીવ વિચાર કરે તો તેને નવ તત્ત્વનો, તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જોઈએ. ઝાઝા, લાંબા લેખથી કંઈ જ્ઞાનની, વિદ્વત્તાની તુલના ન થાય. પણ સામાન્યપણે જીવોને એ તુલનાની ગમ નથી. “પ્ર0- કિરતચંદભાઈ જિનાલય પૂજા કરવા જાય છે ? ઉ0- ના સાહેબ, વખત નથી મળતો. વખત કેમ નથી મળતો ? વખત તો ધારે તો મળી શકે, પ્રમાદ નડે છે. બને તો પૂજા કરવા જવું. કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે, જીવની કલ્પનામાત્ર, ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ. મોરબી, ચૈત્ર વદ 12, 1955 શ્રીમદ્ આનંદઘનજી શ્રી અજિતનાથજીના સ્તવનમાં સ્તવે છે : ‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો૦' એનો અર્થ શું? જેમ યોગનું, મન, વચન, કાયાનું તારતમ્ય અર્થાત અધિકપણું તેમ વાસનાનું પણ અધિકપણું, એવો ‘તરતમ યોગે રે તરતમ વાસના રે’નો અર્થ થાય છે, અર્થાત કોઈ બળવાન યોગવાળો પુરુષ હોય તેનું મનોબળ, વચનબળ આદિ બળવાન હોય અને તે પંથ પ્રવર્તાવતો હોય પણ જેવો બળવાન મન, વચનાદિ યોગ છે, તેવી જ પાછી બળવાન વાસના મનાવા, પૂજાવા, માન, સત્કાર, અર્થ, વૈભવ આદિની હોય તો તેવી વાસનાવાળાનો બોધ વાસિત બોધ થયો; કષાયયુક્ત બોધ થયો; વિષયાદિની લાલસાવાળો બોધ થયો; માનાર્થ થયો; આત્માર્થ બોધ ન થયો. શ્રી આનંદઘનજી શ્રી અજિત પ્રભુને સ્તવે છે કે હે પ્રભુ ! એવો વાસિત બોધ આધારરૂપ છે તે મારે નથી જોઈતો. મારે તો કષાયરહિત, આત્માર્થસંપન્ન, 4 શ્રીમદે પૂછ્યું. 5 શ્રી મનસુખભાઈનો પ્રત્યુત્તર. Page #6 -------------------------------------------------------------------------- ________________ માનાદિ વાસનારહિત એવો બોધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. આનંદઘનજીની ચોવીશી મુખપાઠ કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ કરશો. મોરબી, ચૈત્ર વદ 14, 1955 પ્ર0- આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા રહે એ સ્વાભાવિક છે. ઉ0- લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત ? મ0- સાહેબ, બન્નેની જરૂર છે. શ્રીમદ્ - શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠસો વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહામ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂચ્છ પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી. ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દ્રષ્ટિવિમુખ થયાં, વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા. શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકાર-પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યાં. પણ આનંદઘનજી તો અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગવિમુખતા વ્યાપેલી શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. ‘ચૂર્ણિ, ભાગ, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર અનુભવ રે' ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ? 10 મોરબી, ચૈત્ર વદ 0)), 1955 આ ભારતવર્ષની અધોગતિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું : પ્ર0- ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્બસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે? (મહીપતરામે ઉત્તર આપ્યો) મ0 ઉ0_ હા. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્ર0- ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે ? મ0 ઉo_હા. પ્ર0 દેશની અધોગતિ શાથી થાય ? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર-પાન, નિર્બસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, મોજશોખ, આળસપ્રમાદ આદિથી ? મ0 ઉ0 _ બીજાંથી અર્થાત વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. પ્ર0 ત્યારે દેશની ઉન્નતિ એ બીજાંથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસનતા, ઉદ્યમ આદિથી થાય ? મ0 ઉ0_ હા. પ્ર0_ ત્યારે ‘જૈનધર્મ દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો ? મ0 ઉ૦ ભાઈ, હું કબૂલ કરું છું કે ‘જૈનધર્મ' જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ. 11 મોરબી, વૈશાખ સુદ 2, 1955 શ્રી આત્મારામજી સરલ હતા. કંઈ ધર્મદાઝ હતી. ખંડનમંડનમાં ન ઊતર્યા હોત તો સારો ઉપકાર કરી શકત. તેમના શિષ્યસમુદાયમાં કંઈક સરલતા રહી છે. કોઈ કોઈ સંન્યાસીઓ વધારે સરલ જોવામાં આવે છે. શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઈએ. જ્યોતિષ'ને કલ્પિત ગણી અમે ત્યાગી દીધું. લોકોમાં આત્માર્થતા બહુ ઓછી થઈ ગઈ છે; નહીંવત્ રહી છે. સ્વાર્થહેતુએ એ અંગે લોકોએ અમને પજવી મારવા માંડ્યા. આત્માર્થ સરે નહીં એવા એ જ્યોતિષના વિષયને કલ્પિત (સાર્થક નહીં) ગણી અમે ગૌણ કરી દીધો, ગોપવી દીધો. ગઈ રાત્રે શ્રી આનંદઘનજીનું શ્રી મલ્લિનાથનું સદેવતત્ત્વ નિરૂપણ કરતું સ્તવન ચર્ચાતું હતું તે વખતે વચમાં તમે પ્રશ્ન કર્યો તે અંગે અમે સકારણ મૌન રહ્યા હતા. તમારો પ્રશ્ન સંગત અને અનુસંધિવાળો હતો. પણ બધા શ્રોતાઓને એ ગ્રાહ્ય થઈ શકે એવો નહોતો, તેમ કોઈને ન સમજાયાથી વિકલ્પ ઉત્પન્ન કરે એવો Page #9 -------------------------------------------------------------------------- ________________ હતો. ચાલતા વિષયે શ્રોતાના શ્રવણદોરમાં ત્રુટ પડે એમ હતું. તેમ તમને સ્વયં ખુલાસો થઈ ગયો છે. હવે પૂછવું છે ? લોકો એક કાર્યની તથા તેના કર્તાની પ્રશંસા કરે છે એ ઠીક છે. એ એ કાર્યને પોષક તથા તેના કર્તાના ઉત્સાહને વધારનાર છે. પણ સાથે એ કાર્યમાં જે ખામી હોય તે પણ વિવેક અને નિર્માનીપણે સભ્યતાપૂર્વક બતાવવી જોઈએ, કે જેથી ફરી ખામીનો અવકાશ ન રહે અને તે કાર્ય ખામી રહિત થઈ પૂર્ણ થાય. એકલી પ્રશંસા-ગાણાથી ન સરે. એથી તો ઊલટું મિથ્યાભિમાન વધે. હાલના માનપત્રાદિમાં આ પ્રથા વિશેષ છે. વિવેક જોઈએ. મ0_સાહેબ ! ચંદ્રસુરિ આપને યાદ કરી પૃચ્છા કરતા હતા. આપ અહીં છો એ એમને ખબર ન હતી. આપને મળવા માટે આવ્યા છે. શ્રીમદુ- પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોધ થાય છે. દાક્ષિણ્યતા-સભ્યતા પણ જાળવવાં જોઈએ. ચંદ્રસુરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાતો કરવી છે, માન મુકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે. અમારા માટે આવ્યા, તેથી સભ્યતા ધર્મ જાળવવા તેમની પાસે ગયા. સામા પક્ષવાળા સ્થાનક સંપ્રદાયના કહેશે કે એમને એમનો રાગ છે, તેથી ત્યાં ગયા, અમારી પાસે નથી આવતા. પણ જીવને હેતુ, કારણ વિચારવાં નથી. મિથ્યા દૂષણ, ખાલી આરોપ આપવા તૈયાર છે. તેવી વર્તના ગયે છૂટકો છે. ભવપરિપાકે સર્વિચાર સ્ફરે અને હેતુ, પરમાર્થનો વિચાર ઊગે. મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઈથી લોકો પજવવા માંડ્યા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેફયાને ત્યાં જઈ બેઠા. લોકસમૂહ પાછો વળ્યો. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કહેવા લાગ્યા. સાચા ભક્તો થોડા હતા તે કબીરને વળગી રહ્યા. કબીરજીનો વિક્ષેપ તો ટળ્યો પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું. નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે: મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે. 12 મુંબઈ, કારતક વદ 9, 1956 (બીજા ભોઈવાડામાં શ્રી શાંતિનાથજીનાં દિગંબરી મંદિરમાં દર્શન પ્રસંગનું વર્ણન) Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા નીરખી છેટેથી વંદન કર્યું. ત્રણ વાર પંચાંગ પ્રણામ કર્યા. શ્રી આનંદઘનજીનું શ્રી પદ્મપ્રભુનું સ્તવન સુમધુર, ગંભીર, સુસ્પષ્ટ ધ્વનિએ ગાયું. જિનપ્રતિમાનાં ચરણ તળાસ્યાં. એક નાની પંચધાતુની જિનપ્રતિમા કાયોત્સર્ગમુદ્રાની અંદરથી કોરી કાઢેલી હતી. તે સિદ્ધની અવસ્થામાં થતા ઘનની સૂચક હતી. તે અવગાહના બતાવી કહ્યું કે જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ ન્યૂન જે ક્ષેત્રપ્રમાણ ઘન થાય તે અવગાહના. જીવો જુદા જુદા સિદ્ધ થયા. તે એક ક્ષેત્રે સ્થિત છતાં પ્રત્યેક જુદા જુદા છે. નિજ ક્ષેત્રઘનપ્રમાણ અવગાહનાએ છે. પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા લોકાલોકપ્રમાણ, લોકને જાણનાર છતાં લોકથી ભિન્ન છે. જુદા જુદા પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઈ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. આ મુક્તાગિરિ આદિ તીર્થોની છબીઓ છે. આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગલોર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડોલ ધ્યાને કાઉસગમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહભાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડ્યો છે. “વીરા મારા ગજ થકી ઊતરો.” એ માનરૂપી ગજથી ઊતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણગોચર થતાં સુવિચારે સજ્જ થઈ, માન મોડવા તૈયાર થતાં કૈવલ્ય પ્રગટ્યું. તે આ શ્રી બાહબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે. (દર્શન કરી શ્રી મંદિરની જ્ઞાનશાળામાં) શ્રી ‘ગોમટસાર’ લઈ તેનો સ્વાધ્યાય કર્યો. શ્રી ‘પાંડવપુરાણ'માંનો પ્રદ્યુમ્ન અધિકાર વર્ણવ્યો. પ્રદ્યુમ્નનો વૈરાગ્ય ગાયો. વસુદેવે પૂર્વભવમાં સુરૂપ સંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી. ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપસંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણા વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યામોહ પામી પાછળ ફરવા લાગી. નિયાણાનો દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડ્યું. Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વૈભવ મળો કે અમુક ઇચ્છિત થાઓ’ એવી ઇચ્છાને નિયાણું, નિદાન દોષ કહે છે. તેવું નિયાણું ન બાંધવું ઘટે. 13 મુંબઈ, તા. વદ 9, 1956 ‘અવગાહના” એટલે અવગાહના. અવગાહના એટલે કદ આકાર એમ નહીં. કેટલાક તત્ત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેનો અર્થ બીજા શબ્દોથી વ્યકત ન કરી શકાય, જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે, જે સમજ્યા જાય પણ વ્યકત ન કરી શકાય. અવગાહના એવો શબ્દ છે. ઘણા બોધે, વિશેષ વિચારે, એ સમજી શકાય. અવગાહના ક્ષેત્રઆશ્રયી છે. જુદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણે તે તેની અવગાહના કહી છે. 14 મુંબઈ, કાર્તિક વદ 9, 1956 જે બહુ ભોગવાય છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભોગવતાં તે નિર્ભરે છે; ક્ષીણ થાય છે. શારીરિક વિષય ભોગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે. જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે, એ માર્ગ વિકટ નથી, સીધો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે. ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે. 15 મુંબઈ, કારતક વદ 11, 1956 શ્રી સદ્ભુત, શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર. 11. | શ્રી ક્ષપણાસાર. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય. 3. | શ્રી પદ્મનંદિ પંચવિંશતિ. 12. | શ્રી લબ્ધિસાર. 13. શ્રી ત્રિલોકસાર. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોમટસાર. શ્રી તત્ત્વસાર. | શ્રી રત્નકરંડ શ્રાવકાચાર. | શ્રી પ્રવચનસાર. શ્રી આત્માનુશાસન. | શ્રી સમયસાર. | શ્રી મોક્ષમાર્ગપ્રકાશ. 17. શ્રી પંચાસ્તિકાય. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા. 18. | શ્રી અષ્ટપ્રાભૃત. 9. | શ્રી યોગદ્રષ્ટિ સમુચ્ચય. 19. શ્રી પરમાત્મપ્રકાશ. 10. | શ્રી ક્રિયાકોષ. 20. શ્રી રમણસાર. આદિ અનેક છે. ઇંદ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સદ્ભુત સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે, અમૃત છે. 16 મુંબઈ, કાર્તિક વદ 11, 1956 જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનનો ડોળ કરી જગતનો ભાર મિથ્યા શિર વહેતો હોય તો તે હાંસીપાત્ર છે. 17 મુંબઈ, કારતક વદ 11, 1956 વસ્તુતઃ બે વસ્તુઓ છે. જીવ અને અજીવ. સુવર્ણનામ લોકોએ કલ્પિત આપ્યું. તેની ભસ્મ થઈને પેટમાં ગયું. વિષ્ટા પરિણમી ખાતર થયું; ક્ષેત્રમાં ઊચું, ધાન્ય થયું; લોકોએ ખાધું; કાળાંતરે લોઢું થયું. વસ્તુતઃ એક દ્રવ્યના જુદા જુદા પર્યાયોને કલ્પના રૂપે જુદાં જુદાં નામ અપાયાં. એક દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયો વડે લોક ભ્રાંતિમાં પડી ગયું. એ ભ્રાંતિએ મમતાને જન્મ આપ્યો. રૂપિયા વસ્તુતઃ છે, છતાં લેણદાર દેણદારને મિથ્યા ઝઘડા થાય છે. લેણદારની અધીરાઈથી એને મન રૂપિયા ગયા જાણે છે. વસ્તુતઃ રૂપિયા છે, તેમજ જુદી જુદી કલ્પનાએ ભ્રમજાળ પાથરી દીધી છે, તેમાંથી જીવઅજીવનો, જડ-ચૈતન્યનો ભેદ કરવો એ વિકટ થઈ પડ્યું છે. ભ્રમજાળ યથાર્થ લક્ષમાં ઊતરે, તો જડ-ચૈતન્ય ક્ષીર-નીરવત ભિન્ન સ્પષ્ટ ભાસે. Page #13 -------------------------------------------------------------------------- ________________ 18 મુંબઈ, કા. વદ 12, 1956 ‘ઇનૉક્યુલેશન'- મરકીની રસી. રસીના નામે દાકતરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુથ ઉપાર્યું છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે, પણ પરિણામે પાપ વહોરે છે; તે બિચારા દાક્તરોને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હિંસા તો પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજુ દરદ પણ ઊભું થાય. 19 મુંબઈ, કાર્તિક વદ 12, 1956 પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્યું કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે. 20 મોરબી, વૈ. સુદ 8, 1956 ‘ભગવદગીતા'માં પૂર્વાપર વિરોધ છે, તે અવલોકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિરોધ એવું દર્શન, એવાં વચન, તે વીતરાગનાં છે. ભગવદ્ગીતા પર ઘણાં ભાષ્ય, ટીકા રચાયાં છે - ‘વિદ્યારણ્યસ્વામી’ની ‘જ્ઞાનેશ્વરી’ આદિ. દરેક પોતપોતાની માનીનતા ઉપર ઉતારી ગયા છે. ‘થિયૉસૉફી’વાળી તમને આપેલી ઘણે ભાગે સ્પષ્ટ છે. મણિલાલ નભુભાઈએ ગીતા પર વિવેચનરૂપ ટીકા કરતાં મિશ્રતા બહુ આણી દીધી છે, સેળભેળ ખીચડો કર્યો છે. વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વત્તા તે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મત્વ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. મણિભાઈ કહે છે (ષદર્શનસમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હોત તો એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પોતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિનો ‘ધર્મસંગ્રહણી’ જોયો હોત તો ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનોની ખબર હતી. તે બધાં દર્શનોની પર્યાલોચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિરોધ પ્રતીત કર્યું હતું. Page #14 -------------------------------------------------------------------------- ________________ અવલોકનથી જણાશે. ‘ષદર્શનસમુચ્ચય'ના ભાષાંતરમાં દોષ છતાં મણિભાઈએ ભાષાંતર ઠીક કર્યું છે. બીજા એવું પણ ન કરી શકે. એ સુધારી શકાશે. 21 શ્રી મોરબી, વૈ. સુદ 9, 1956 વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે. મોરબી, અસાડ સુદ, 1956 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः; करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' ‘તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું.’ દેવ કોણ ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સૂચવે છે. ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત લક્ષમાં રાખી વૈરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર સ્લોક અદ્ભુત છે. એને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિકસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલ વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને. 23 મોરબી, શ્રાવણ વદ 8, 1956 ‘ષદર્શનસમુચ્ચય' ને ‘યોગદ્રષ્ટિસમુચ્ચય’નાં ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે. ‘ષદૃર્શનસમુચ્ચય'નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. ધીમે ધીમે થશે, કરશો. આનંદઘનજી ચોવીશીના અર્થ પણ વિવેચન સાથે લખશો. नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे, Page #15 -------------------------------------------------------------------------- ________________ अर्हते योगिनाथाय महावीराय तायिने. શ્રી હેમચંદ્રાચાર્ય ‘યોગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે. ‘વાર્યા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જ અહંત પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અહંત થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જુદા જુદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા, અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.” અહીં સદેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર ‘યોગશાસ્ત્ર'નો સાર સમાવી દીધો છે. સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઈએ. લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગમેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે. 24 વઢવાણ કૅમ્પ, ભાદ્રપદ વદ, 1956 “મોક્ષમાળા'ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઊપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી. શ્રોતા વાંચકને બનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા વાંચકમાં પોતાની મેળે અભિપ્રાય ઊગવા દેવો. સારાસાર તોલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પોતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવો. પ્રજ્ઞાવબોધ’ ભાગ “મોક્ષમાળા'ના 108 મણકા અત્રે લખાવશું. પરમ સત્કૃતના પ્રચારરૂપ એક યોજના ધારી છે. તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે. 25 મુંબઈ, માટુંગા, માગશર, 1957 શ્રી ‘શાંતસુધારસનું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા યોગ્ય છે, તે કરશો. 6 જુઓ પત્રાંક 946. Page #16 -------------------------------------------------------------------------- ________________ 26 મુંબઈ, શિવ, માગશર, 1957 'देवागमनभोयानचामरादिविभूतयः, मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान्.' સ્તુતિકાર શ્રી સમંતભદ્રસૂરિને વીતરાગ દેવ જાણે કહેતા હોય, હે સમંતભદ્ર ! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો; અમારું મહત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતાં કહે છેઃ- ‘દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તો માયાવી એવા ઇંદ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં. તેટલાથી તારું મહત્ત્વ નહીં. એવું મહત્ત્વ તો માયાવી ઇંદ્રજાળિયા પણ દેખાડી શકે. ત્યારે સદેવનું મહત્વ વાસ્તવિક શું? તો કે વીતરાગપણું એમ આગળ બતાવે છે. આ શ્રી સમંતભદ્રસૂરિ વિ. સં૦ બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બન્નેમાં એક સરખા સન્માનિત છે. તેઓએ દેવાગમસ્તોત્ર (ઉપર જણાવેલ સ્તુતિ આ સ્તોત્રનું પ્રથમ પદ ) અથવા આપ્તમીમાંસા રચેલ છે. તત્ત્વાર્થસૂત્રના મંગલાચરણની ટીકા કરતાં આ દેવાગમસ્તોત્ર લખાયો છે. અને તે પર અષ્ટસહસી ટીકા તથા ચોરાશી હજાર સ્લોકપુર ‘ગંધહસ્તી મહાભાષ્ય’ ટીકા રચાયાં છે. मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभभतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. આ એનું પ્રથમ મંગલ સ્તોત્ર છે :મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેરા, ભેદનાર, વિશ્વ એટલે સમગ્ર તત્વના જ્ઞાતા, જાણનાર તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે વંદું છું. ‘આપ્તમીમાંસા', ‘યોગબિંદુ’નું અને ‘ઉપમિતિભવપ્રપંચકથા'નું ગુજરાતી ભાષાંતર કરશો. ‘યોગબિંદુ'નું ભાષાંતર થયેલ છે, ‘ઉપમિતિભવપ્રપંચ'નું થાય છે, પણ તે બન્ને ફરી કરવા યોગ્ય છે, તે કરશો, ધીમે ધીમે થશે. લોકકલ્યાણ હિતરૂપ છે અને તે કર્તવ્ય છે. પોતાની યોગ્યતાની ન્યૂનતાની અને જોખમદારી ન સમજાઈ શકાવાથી અપકાર ન થાય એ પણ લક્ષ રાખવાનો છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ 27 મન:પર્યવજ્ઞાન કેવી રીતે પ્રગટે ? સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. તેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાનનું બળ વધારે છે, એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. તેને યોગે આત્મા બીજાનો અભિપ્રાય જાણી શકે છે. લિંગ દેખાવ ઉપરથી બીજાના ક્રોધ હર્ષાદિ ભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાનનો વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. 28 પાંચ ઇંદ્રિયોના વિષય સંબંધી જે જીવને મોહનીય કર્મરૂપી કષાયનો ત્યાગ કરવો હોય, તે તેનો એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકશે તેવા વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો, તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવ્યે મોહનીયકર્મના બળ આગળ ટકી શકતો નથી, કારણ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિર્બળપણાને લઈને તેના ઉપર મોહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે, તો એકી વખતે તેના ઉપર જય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી મોહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવ્યે આત્માને પોતાનું કાયરપણું સમજાય છે, માટે જેમ બને તેમ પાંચ ઇંદ્રિયોના વિષય મોળા કરવા. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇંદ્રિય અમલમાં લાવવી; એમ અનુક્રમે બીજી ઇંદ્રિયોના વિષયો. ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યરૂપ છે ? પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી, એમ કહેવું એ માત્ર બહાનું છે. જો થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદરહિત હમેશાં નિવૃત્તિનો વિચાર કરે, તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પોતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદરહિત, યોગ, કાળ, નિવૃત્તિ, ને માર્ગનો વિચાર નિરંતર કરવો જોઈએ. 7 આંક 27 થી આંક 31 ખંભાતના શ્રી ત્રિભુવનભાઈના ઉતારામાંથી લીધા છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ 29 વ્રત સંબંધી દરેક જીવે વ્રત લેવું હોય તો સ્પષ્ટાઈની સાથે બીજાની સાક્ષીએ લેવું. તેમાં સ્વેચ્છાએ વર્તવું નહીં. વ્રતમાં રહી શકતો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઈને વસ્તુનો ઉપયોગ કરવો પડે તો તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તો તેમાં મોળા પડી જવાય છે; અને વ્રતનો ભંગ થાય છે. 30 મોહ-કષાય સંબંધી દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લોભ એમ અનુક્રમ રાખ્યો છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે. પહેલો કષાય જવાથી અનુક્રમે બીજા કષાયો જાય છે, અને અમુક અમુક જીવોની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ ક્રમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઈને. પ્રથમ જીવને બીજાથી ઊંચો મનાવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે, અને તેથી પૈસા મેળવે છે, અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લોભની એટલી બળવત્તર મીઠાશ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતો; માટે માનરૂપી કષાય ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે. 31 આસ્થા તથા શ્રદ્ધા :દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે. ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં, અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ Page #19 -------------------------------------------------------------------------- ________________ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે. અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે. 32 મુંબઈ, આશ્વિન, 1949 जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो। असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ||22|| जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो। સુદ્ધ તેસિં પરત મ« ટોડ઼ સવ્વસો aa2aaaa શ્રી સૂયગડાંગ, સૂત્ર, વીર્યાધ્યયન 8 મું 22-23 ઉપર જ્યાં ‘સફળ’ છે ત્યાં “અફળ’ ઠીક લાગે છે, અને ‘અફળ’ છે ત્યાં ‘સફળ’ ઠીક લાગે છે, માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે ? તેનું સમાધાન કે: લખિત દોષ નથી; સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ બન્ને બરાબર છે. મિથ્યાદ્રષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યફદ્રષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની, મિથ્યાદ્રષ્ટિની ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની, સમ્યફદ્રષ્ટિની ક્રિયાનું સંસારહેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. 33 વૈશાખ, 1950 નિત્યનિયમ8 ॐ श्रीमत्परमगुरुभ्यो नमः સવારમાં ઊઠી ઈર્યાપથિકી પ્રતિક્રમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય, કોઈ પણ જીવ 18 આ જે નિત્યનિયમ જણાવેલ છે તે “શ્રીમ’ ના ઉપદેશામૃતમાંથી ઝીલી શ્રી ખંભાતના એક મુમુક્ષુ ભાઈએ યોજેલ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ કિંચિત્માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતાં અજાણતાં થયો હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, વિશેષ નિંદવા, આત્મામાંથી તે અપરાધ વિસર્જન કરી નિઃશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું. શ્રી સત્પરુષનાં દર્શન કરી ચાર ઘડી માટે સર્વ સાવદ્ય વ્યાપારથી નિવર્તી એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં ‘પરમગુરૂ' એ શબ્દની પાંચ માળાઓ ગણી બે ઘડી સુધી સતુશાસ્ત્રનું અધ્યયન કરવું. ત્યાર પછી એક ઘડી કાયોત્સર્ગ કરી શ્રી સપુરુષોનાં વચનોનું તે કાયોત્સર્ગમાં રટણ કરી સવૃત્તિનું અનુસંધાન કરવું. ત્યાર પછી અરધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારાં એવાં પદો (આજ્ઞાનુસાર) ઉચ્ચારવાં. અરધી ઘડીમાં ‘પરમગુરુ' શબ્દનું કાયોત્સર્ગરૂપે રટણ કરવું, અને ‘સર્વજ્ઞદેવ’ એ નામની પાંચ માળા ગણવી. હાલ અધ્યયન કરવા યોગ્ય શાસ્ત્રોઃ- વૈરાગ્યશતક, ઇંદ્રિયપરાજયશતક, શાંતસુધારસ, અધ્યાત્મકલ્પદ્રુમ, યોગદ્રષ્ટિસમુચ્ચય, નવતત્ત્વ, મૂળપદ્ધતિ કર્મગ્રંથ, ધર્મબિંદુ, આત્માનુશાસન, ભાવનાબોધ, મોક્ષમાર્ગપ્રકાશ, મોક્ષમાળા, ઉપમિતિભવપ્રપંચ, અધ્યાત્મસાર, શ્રી આનંદઘનજી-ચોવીશીમાંથી નીચેના સ્તવનોઃ- 1, 3, 5, 7, 8, 9, 10, 13, 15, 16, 17, 19, 22. સાત વ્યસન(જૂગટું, માંસ, મદિરા, વેશયાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રી)નો ત્યાગ. (અથ સપ્તવ્યસન નામ ચોપાઈ). જૂવા,૧ આમિષ, મદિરા, દારી, આહેટક,૫ ચોરી, પરનારી, 7 એહિ સપ્તવ્યસન દુઃખદાઈ, દુરિતમૂળ દુર્ગતિકે જાઈ.” એ સપ્તવ્યસનનો ત્યાગ. રાત્રિભોજનનો ત્યાગ. અમુક સિવાય સર્વ વનસ્પતિનો ત્યાગ. અમુક તિથિએ અત્યાગ વનસ્પતિનો પણ પ્રતિબંધ. અમુક રસનો ત્યાગ. અબ્રહ્મચર્યનો ત્યાગ. પરિગ્રહ પરિમાણ. શરીરમાં વિશેષ રોગાદિ ઉપદ્રવથી, બેભાનપણાથી, રાજા અથવા દેવાદિના બળાત્કારથી અત્રે વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા અશક્ત થવાય તો તે માટે પશ્ચાત્તાપનું સ્થાનક સમજવું. સ્વેચ્છાએ કરીને તે નિયમમાં ન્યૂનાધિકતા કંઈ પણ કરવાની પ્રતિજ્ઞા. સપુરુષની આજ્ઞાએ તે નિયમમાં ફેરફાર કરવાથી નિયમ ભંગ નહીં. 34 શ્રી ખંભાત, આસો સુદ, 1951 સત્ય વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું, તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે. “પરમાર્થસત્ય અને વ્યવહારસત્ય.’ 9 ખંભાતના એક મુમુક્ષુભાઈએ યથાશક્તિ સ્મૃતિમાં રાખી કરેલ નોંધ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ‘પરમાર્થસત્ય’ એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજુ કાંઈ મારું નથી, એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહારનયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પારમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. 1. દ્રષ્ટાંતઃ- એક માણસ પોતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતો હોય તે વખત સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય. 2. દ્રષ્ટાંત :- જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચલણારાણીનું વર્ણન કરતા હોય, તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંધ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય. વ્યવહારસત્ય આવ્યા વિના પરમાર્થસત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહારસત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહારસત્ય. દ્રષ્ટાંત :- જેમ કે અમુક માણસનો લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગ્યે દીઠો હોય, અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહારસત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય, અગર ઉન્મત્તતાથી વચન બોલાયું હોય, યદ્યપિ ખરું હોય તોપણ અસત્યતુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બોલાય છે; ક્રોધાદિ મોહનીયનાં અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધાં કર્મથી વધારે એટલે (77) સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી; જોકે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણી મહત્ત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મોહનીયકર્મનું બળવાનપણું છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેલ છે, એટલે કે જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મોહનીયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા, અને લોભાદિ કષાય તથા નોકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નોકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે; એટલે કે તેને સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ મુનિએ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું; અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંધ કાઢી નાખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહારસત્યભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે, અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેનો પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખોટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું. અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇંદ્રિયથી જાણવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરવો તે પણ અસત્ય જાણવું. તો પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મહિતાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું. અખંડ સમ્યક્દર્શન આવે તો જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બોલી શકાય; એટલે કે તો જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. કોઈ પૂછે કે લોક શાશ્વત કે અશાશ્વત તો ઉપયોગપૂર્વક ન બોલતાં, ‘લોક શાશ્વત', કહે તો અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લોક શાશ્વત કેમ કહેવામાં આવ્યો, તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તો તે સત્ય ગણાય. આ વ્યવહારસત્યના પણ બે વિભાગ થઈ શકે છે, એક સર્વથા પ્રકારે અને બીજો દેશથી. નિશ્ચયસત્ય પર ઉપયોગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બોલાયું હોય તેને પ્રીતિકારી હોય; અને પથ્ય, ગુણકારી હોય એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ પ્રાયે હોઈ શકે સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વકર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા યોગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે : કન્યાલીક, મનુષ્ય સંબંધી અસત્ય, ગોવાલીક, પશુસંબંધી અસત્ય, ભૌમાલીક, ભૂમિસંબંધી અસત્ય, ખોટી સાક્ષી, અને થાપણમૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઇનકાર જવું છે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાનો નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવય કરવા યોગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ 35 સપુરુષ અન્યાય કરે નહીં. સપુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે પ્રકાશશે ? વાયુ કોના માટે વાશે ? આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા, ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે ! જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી (સત્તામાંથી ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. પુણ્ય, પાપ અને આયુષ્ય એ કોઈ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભોગવે. સ્વચ્છેદે, સ્વમતિકલ્પનાએ, સગરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ? સુંદરવિલાસ' સુંદર, સારો ગ્રંથ છે. તેમાં ક્યાં ઊણપ, ભૂલ છે તે અમે જાણીએ છીએ; તે ઊણપ, બીજાને સમજાવી મુશ્કેલ છે. ઉપદેશઅર્થે એ ગ્રંથ ઉપકારી છે. છ દર્શન ઉપર દ્રષ્ટાંતઃ- છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેનાં કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીનો રોગ નિર્મળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂટવૈદ્યો પણ પોતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પોતા પાસે હોય છે, તેટલા પૂરતો તો રોગીનો રોગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે, અને ઊલટા નુકસાન પામે છે. આનો ઉપનય એ કે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મોહ વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘાં પડે છે, ભાવતાં નથી, અને બીજા પાંચ ફૂટવૈદ્યો છે, તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત સસ્તી પડે છે, એટલે ફૂટવૈદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે. વીતરાગ દર્શન ત્રિવૈદ્ય જેવું છે. અર્થાત્ (1) રોગીનો રોગ ટાળે છે, (2) નીરોગીને રોગ થવા દેતું નથી, અને (3) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત (1) જીવનો સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરોગ ટાળે છે, (2) સમ્યજ્ઞાન Page #24 -------------------------------------------------------------------------- ________________ વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (3) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે. 36 સં. 1954 સર્વ વાસનાનો ક્ષય કરે તે સંન્યાસી. ઇન્દ્રિયોને કાબુમાં રાખે તે ગોસાંઈ. સંસારનો પાર પામે તે યતિ (જતિ). સમકિતીને આઠ મદમાંનો એક્કે મદ ન હોય. (1) અવિનય, (2) અહંકાર, (3) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (4) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ શ્રી ‘ઠાણાંગસૂત્ર'માં કહ્યું છે. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો. ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તેં અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. જો, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું. નિદ્રાદિ પ્રકૃતિ, (ક્રોધાદિ અનાદિ વૈરી,) તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તો તેને ક્રૂર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાંખવી. આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિસુખ થાય. પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુએ તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે. ત્યાગી મુનિને તો પુષ્પ ચડાવવાનો છે તેના ઉપદેશનો સર્વથા નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે. કોઈ સામાન્ય મુમુક્ષુ ભાઈબહેન સાધન માટે પૂછે તો આ સાધન બતાવવું - (1) | સાત વ્યસનનો ત્યાગ (6)| ‘સર્વજ્ઞદેવ’ અને ‘પરમગુરુ'ની પાંચ પાંચ માળાનો જપ. (2) લીલોતરીનો ત્યાગ (7) ભક્તિરહસ્ય દુહાનું પઠન મનન. 10 આંક 264 ના વીશ દોહરા. Page #25 -------------------------------------------------------------------------- ________________ (8) ક્ષમાપનાનો પાઠ.11 (3) | કંદમૂળનો ત્યાગ (4) અભક્ષ્યનો ત્યાગ’ (9) | સત્સમાગમ અને શાસ્ત્રનું સેવન. (5) | રાત્રિભોજનનો ત્યાગ ‘સિઝંતિ,’ પછી ‘બુઝંતિ,’ પછી ‘મુઍતિ,’ પછી ‘પરિણિગ્લાયંતિ,’ પછી ‘સલ્વદુખણમંતંકવંતિ,' એ શબ્દોના રહસ્યાર્થી વિચારવા યોગ્ય છે. ' સિઝેતિ' અર્થાત્ સિદ્ધ થાય, તે પછી ‘બુઝંતિ’ બોધસહિત, જ્ઞાનસહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ ‘બુઝંતિથી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુઍતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા ‘પરિણિધ્વાયંતિ' અર્થાત નિર્વાણ પામે, કર્મરહિત થયા હોવાથી ફરી જન્મ અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતનો ‘પરિણિબાયંતિ’ કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા ‘સલ્વદુખાણમંતંકરંતિ અર્થાત સર્વ દુઃખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતનો નિષેધ સૂચવ્યો. 37 'अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया; नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः' અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદગુરુને નમસ્કાર. 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभताम, ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.' મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેરા, ભેદનાર, સમગ્ર તત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદું છું. અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, 11 મોક્ષમાળા શિક્ષાપાઠ 56 Page #26 -------------------------------------------------------------------------- ________________ બંધની અપેક્ષા રાખે છે; બંધ, બંધનાં કારણો આસવ, પુણ્ય પાપ કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવઅજીવાદિ નવ તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો. મોક્ષમાર્ગ ઉપદેશવાનું. તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું. દેહરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો. કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કમરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું; અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીયૅ કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે; તેને સમૂળાં છેદ્યોથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું. વિશ્વતત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણોની પ્રાપ્તિ થાય, તે ગુણો પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું. 3812 શ્રી ખેડા, દ્વિઆ૦ વદ, 1954 પ્ર૦ _ આત્મા છે? શ્રી ઉ0 હા, આત્મા છે. Vo_ અનુભવથી કહો છો કે આત્મા છે ? ઉ0 હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ. 12 શ્રી ખેડાના એક વેદાંતવિ વિદ્વાન વકીલ પંચદશીના લેખક ભટ્ટ પૂંજાભાઈ સોમેશ્વરનો પ્રસંગ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્ર0 જીવ એક છે કે અનેક છે ? આપના અનુભવનો ઉત્તર ઇચ્છું છું. ઉ0_જીવો અનેક છે. પ્ર0- જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે ? ઉ0- જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી. પ્ર0- પુનર્જન્મ છે ? ઉ0- હા, પુનર્જન્મ છે. પ્ર0- વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો ? ઉ0- ના. પ્ર0- દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્ત્વનું બનેલું છે ? ઉ0- દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું બનેલું છે. 39 મોરબી, મહા વદ 9, સોમ, 1955 (રાત્રે). કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો, અર્થાત્ (1) તે ગુણને આવરણ કરવાનો, અથવા (2) તે ગણનું બળવીર્ય રોધવાનો, અથવા (3) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (1) જ્ઞાનાવરણીય અને (2) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગ-ઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી, પણ સમજતાં છતાં ભોગાદિમાં વિપ્ન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂર્શિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુઝવે છે માટે એને મોહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ 40 સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલો મૂર્વાભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થકરે નિરૂપણ કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂછ હોતી નથી. શ્રી જ્ઞાનીપુરુષ સંસારમાં કેવા પ્રકારે વર્તે છે ? આંખમાં જેમ રજ ખટક ખટક થાય છે તેમ જ્ઞાનીને વિષે કાંઈ કારણ ઉપાધિ પ્રસંગથી કાંઈ થયું હોય તો તે મગજમાં પાંચ શેર દશ શેર જેટલો બોજો થઈ પડે છે. અને તે ક્ષય થાય ત્યારે જ શાંતિ થાય છે. સ્ત્રી આદિક પ્રસંગમાં આત્માનું અતિશય અતિશય નજીકપણું પ્રગટ પ્રગટપણે ભાસે છે. સામાન્યપણે સ્ત્રી, ચંદન, આરોગ્યતા, આદિથી શાતા, અને જ્વરાદિથી અશાતા વર્તે છે, તે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સમાન છે. જ્ઞાનીને તે તે પ્રસંગમાં હર્ષવિષાદનો હેતુ થતો નથી. 4113 ચાર ગોળાના દ્રષ્ટાંતે ચાર પ્રકારે જીવના ભેદ થઈ શકે છે. 1. મીણનો ગોળો. 2. લાખનો ગોળો. 3. લાકડાનો ગોળો. 4. માટીનો ગોળો. 1. પ્રથમ પ્રકારે મીણના ગોળા જેવા જીવ કહ્યા. મીણનો ગોળો તાપ લાગવાથી જેમ ગળી જાય, પાછો ઠંડી લાગવાથી તેવો ને તેવો થઈ રહે તેમ સંસારી જીવને સપુરુષનો બોધ સાંભળી સંસારથી વૈરાગ્ય થયો, અસાર સંસારની નિવૃત્તિ ચિંતવવા લાગ્યો, કુટુંબ પાસે આવી કહે છે કે આ અસાર સંસારથી હું નિવર્તવા ઇચ્છું છું. એ વાત સાંભળી કુટુંબી કોપયુક્ત થયા. હવેથી તારે એ તરફ જવું નહીં. હવેથી જઈશ તો તારા ઉપર સખ્તાઈ કરીશું, એ વગેરે કહી સંતના અવર્ણવાદ બોલી ત્યાં જવાનું રોકાવે. એ પ્રકારે કુટુંબના ભયથી, લાજથી જીવ સંપુરુષ પાસે જતાં અટકે, પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે તે પ્રથમ પ્રકારના જીવ કહ્યા. 2. બીજા પ્રકારે લાખના ગોળા જેવા જીવ કહ્યા. 13 ખંભાતના શ્રી અંબાલાલભાઈની લખેલી નોટમાંથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ લાખનો ગોળો તાપથી ઓગળી જાય નહીં પણ અગ્નિથી ઓગળી જાય. તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસીન થઈ એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી નિવર્તવું. એમ ચિંતવી કુટુંબ પાસે જઈ કહે કે હું સંસારથી નિવર્તવા ઇચ્છું છું. મારે આ જૂઠું બોલી વેપાર કરવો ફાવશે નહીં ઇત્યાદિ કહ્યા પછી કુટુંબીઓ તેને સખ્તાઈ તથા સ્નેહનાં વચનો કહે તથા સ્ત્રીનાં વચન તેને એકાંતના વખતમાં ભોગમાં તદાકાર કરી નાંખે. સ્ત્રીનું અનિરૂપ શરીર જોઈને બીજા પ્રકારના જીવ તદાકાર થઈ જાય. સંતના ચરણથી દૂર થઈ જાય. 3. ત્રીજા પ્રકારના જીવ કાષ્ઠના ગોળા જેવા કહ્યા. તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો. આ સંસાર અસાર છે, એમ વિચારતો કુટુંબાદિક સમીપ આવી કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું. મારે આ કાર્યો કરવાં ઠીક લાગતાં નથી. આ વચનો સાંભળી કુટુંબી તેને નરમાશથી કહે, ભાઈ, આપણે તો નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે પ્રાણપતિ, હું તો તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમો મારા જીવનના આધાર છો. એમ અનેક પ્રકારે ભોગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. તેમાં તદાકાર થઈ જઈ સંતનાં વચન વીસરી જાય. એટલે જેમ કાષ્ઠનો ગોળો અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઈ જાય તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બોધનો વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ કરી શકતો નથી. તેથી તે જીવ દાવાનલરૂપ સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ, વિશેષ વિશેષ વિટંબણા ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કહ્યા. 4. ચોથા પ્રકારના જીવ માટીના ગોળા જેવા કહ્યા છે. તે પુરુષ સપુરુષનો બોધ સાંભળી ઇંદ્રિયના વિષયની ઉપેક્ષા કરે છે. સંસારથી મહા ભય પામી તેથી નિવર્સે છે. તેવા પ્રકારના જીવ કુટુંબાદિના પરિષહથી ચલાયમાન થતા નથી. સ્ત્રી આવી કહે કે પ્યારા પ્રાણનાથ, આ ભોગમાં જેવો સ્વાદ છે તેવો તેનો ત્યાગમાં સ્વાદ નથી. ઇત્યાદિક વચનો સાંભળતાં મહા ઉદાસ થાય છે, વિચારે કે આ અનફળ ભોગથી આ જીવ બહુ વખત ભૂલ્યો છે. જેમ તેનાં વચન સાંભળે છે તેમ તેમ ? વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી સર્વ પ્રકારે સંસારથી નિવર્તે છે. માટીનો ગોળો અગ્નિમાં પડવાથી વિશેષ વિશેષ કઠણ થાય છે, તેમ તેવા પુરુષો સંતનો બોધ સાંભળી સંસારમાં પડતા નથી. તે ચોથા પ્રકારના જીવ કહ્યા. Page #30 -------------------------------------------------------------------------- _ Page #31 -------------------------------------------------------------------------- _