Book Title: Mahavir ane Jamali na Matbhednu Rahasya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249189/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાીર અને જમાલિના મતભેદનુ રહસ્ય [ ↑ ] જેમ બુદ્ધ ભગવાનના અનેક હરીફામાં એક હરીફ્ તેમના શિષ્ય દેવદત્ત હતા તેમ ભગવાન મહાવીરના પણ અનેક હરીફામાં એક હરીફ તેમના શિષ્ય ભાલિ હતા. આ દેવદત્ત અને જમાલિ વચ્ચે કેટલુંક સામ્ય હતું. આ સામ્ય જાણવાથી ભગવાન મહાવીર અને જમાલિ વચ્ચેના મતભેદના આન્તરિક કે ખાદ્ય કારણા ઉપર કેટલાક પ્રકાશ પડવાના સભવ છે. તેથી પહેલાં જ તે જણાવી દઈએ. દેવદત્ત ક્ષત્રિય અને જમાલિ પણ ક્ષત્રિય જ. દેવદત્ત ભિક્ષુક સ્થિતિમાં બુદ્ધ ભગવાનના શિષ્ય હતા અને સાંસારિક સ્થિતિમાં પણ તેમના સગા જ હતા, અને જમાલિ પણ મહાવીરને ભાણેજ તથા જમાઈ હતા. સગા અને શિષ્ય છતાં દેવદત્તને ખુદ્દ ભગવાનના શિષ્યવગ માં પ્રધાનપદ મળ્યું ન હતું. જમાલિના સબંધમાં પણ તેમ જ હતું. સગપણને લીધે મહત્તા પારખવાની સામાન્ય ઊણપ, જન્મસિદ્ધ ક્ષત્રિય સ્વભાવની ઉગ્રતા અને પોતાના ગુરુ સમક્ષ પતા સિવાય બીજાનું પ્રધાનપશુ—આ ત્રણે કારા, જેનાથી સામાન્ય રીતે મતભેદો વધારે સંભવ છે, તે ઉપરથી એ વાત જાણી શકાય તેવી છે. જેવી રીતે દેવત્તે અનેક પ્રપંચ રચી અને મારવા કોશિશ કરી હતી તેવું માલિએ કાંઈ પણ કર્યું" હેય તે માટે એક પણ પ્રમાણ નથી, છતાં એટલું ખરું કે દેવદત્ત અને જમાલિએ પોતપોતાના ગુરુવિરુદ્ધ પોતાના ખાસ અનુયાર્થીવર્ગ સ્થાપ્યા હતા. દેવદત્ત અને જાલિ પછી તેઓના અનુયાયીવગ કે તેના પંચનું સાહિત્ય કાંઈ પણ રહ્યું હશે તેમ માનવાને પ્રમાણ નથી. દેવદત્તને ઉલ્લેખ જૈન કે વૈદિક સાહિત્યમાં કયાંય નથી; માત્ર બૌદ્ધ સાહિત્યમાં છે. જમાલિનો ઉલ્લેખ પણ માત્ર જૈન સાહિત્યમાં છે. બૌદ્ધ સાહિત્યમાં દેવદત્તને સૌથી પહેલો ‘ સંધભેદક ' કહ્યો છે. જૈન સાહિત્યમાં પણ જમાલિને પ્રથમ · નિદ્ભવ ' કહ્યો છે. સધભેદક અને નિદ્ભવ અને શબ્દનું તાત્પ એક જ છે. દેવદત્ત અને જમાલિ એ ખતે પાતપોતાના ગુરુની હયાતીમાં જ કાળધમ પામ્યા હતા. વૈદિક અને ઔદ્ધ સાહિત્યમાં તા જમાલિનો ઉલ્લેખ નથી જ, પ જૈન સાહિત્યમાં સુધ્ધાં તેના ઉલ્લેખ એકપાક્ષિક જ છે. દિગબરીય સાહિત્યમાં જાલિનું મહાવીરના જામતારૂપે વર્ષોંન ન હોય તે સ્વાભાવિક છે; કારણ કે, ۹ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] દર્શન અને ચિંતન દિગંબરે મહાવીરને અવિવાહિત જ માને છે, પણ મહાવીરના ભાણેજ અને શિષ્યરૂપે પણ જમાલિનું વર્ણન દિગંબરીય સાહિત્યમાં નથી, એ વાત શ્વેતાંબર અને દિગબર સાહિત્યના મૌલિક અભ્યાસી માટે ખાસ અર્થસૂચક છે. જીવનસંબંધી સાહિત્ય શ્વેતાંબર સાહિત્યમાં અંગ અને ઉપાંગ એ બંને પ્રકારનાં શાસ્ત્રો પ્રાચીન ગણાય છે. તે બંનેમાં જમાલિનો ઉલ્લેખ છે. સ્થાનાંગ નામના ત્રીજા અંગના સાતમા સ્થાનકમાં (પૃ. ૪૧૧, સૂત્ર ૫૮૭) નિહ્ન (એટલે મહાવીરની આશાના ઉત્થાપકે) ના ઉલ્લેખમાં જમાલિનું નામ પ્રથમ આવે છે. ઔપપાતિક નામના ઉપાંગમાં પણ જમાલિને નિહવ તરીકે ઉલ્લેખ છે. આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે પાછળના ગ્રન્થમાં તેનું વર્ણન નિધ્રુવ તરીકે જ આવે છે, પણ વધારે વિસ્તૃત અને વધારે માહિતી આપનારું વર્ણન તો ભગવતી નામના પાંચમા અંગના નવમા શતકમાં ને ત્રીસમાં ઉદ્દેશકમાં છે. તે સમગ્ર વર્ણન આપવાનું આ સ્થળ નથી. માત્ર પ્રસ્તુત લેખના મૂળ વિષયમાં ઉપયોગી થાય તેવી દષ્ટિથી અને તે વખતની સામાજિક મર્યાદા, ધાર્મિક જીવન અને તત્વજ્ઞાનની માન્યતા જાણવામાં ઉપયોગી થાય તે દષ્ટિથી જમાલિના જીવનવૃત્તને કેટલેક ભાગ અહીં આપો આવશ્યક છે. જીવનવૃત્ત ક્ષત્રિયકુમાર જમાલિ એ મહાવીરના જન્મસ્થાન ક્ષત્રિયકુંડને નિવાસી હતું. તે મહાવીરની બહેન પ્રિયદર્શના પુત્ર અને મહાવીરની પુત્રી સુદર્શનાને પતિ હેઈ મહાવીરને બેવડે સગે હતો. એ મોટે રાજા ન હતા, છતાં વૈભવશાળી તો હતું જ. એક વખતે શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડની બહાર ચયમાં (ઉદ્યાનમાં) પધાર્યા. તેઓને વંદન કરવા અનેક લોકેની જેમ, મેટા ઠાઠમાઠ સાથે તે ઉદ્યાનમાં આવ્યો. ભગવાન પાસે ધમપદેશ સાંભળ્યો અને તેથી આકર્ષાયે. પહેલાં તે તેણે ભગવાનને કહ્યું કે હું નિગ્રંથ પ્રવચન એટલે આપનું શાસન સ્વીકારું છું, કારણ કે, તે મને રુચે છે. પછી તેણે ભિક્ષુ થવાની ઇચ્છા પણ પ્રગટ કરી. શ્રમણ ભગવાને તે માટે જયે ઢીલ ન કરવા કહ્યું કે તરત જ ભિક્ષુપદ માટે અનુમતિ મેળવવા જમાલિ ઘેર આવ્યું, અને માતાપિતાને તે માટે બહુ વીનવ્યા. પુત્રના તીવ્ર વૈિરાગ્યની ખાતરી છતાં છેવટે માતાપિતાએ ભિક્ષપદ માટે પિતાની ન છૂટકે અનુમતિ આપી. મોટી ધામધૂમપૂર્વક જમાલિએ બીજા પાંચસે પુરુષ ૧. આ માટે જુઓ પં. બેચરદાસના અનુવાદવાળું ભગવતીસૂત્ર પૃ. ૪૧, Page #3 -------------------------------------------------------------------------- ________________ ગવાન મહાવીર અને જમાલિન મતભેદનું રહસ્ય સાથે શ્રમણ ભગવાન પાસે દીક્ષા લીધી અને અધ્યયન શરૂ કર્યું. ટૂંક વખતમાં સામાયિકાદિ અગ્યાર અંગે શીખી ગયું અને પછી અનેક પ્રકારે ઉપવાસના તીવ્ર તપમાર્ગથી આત્માને ઉન્નત કરતો વિચારવા લાગે. કયારેક જુદા વિચરવાની ઈચ્છાથી જમાલિએ શ્રમણ ભગવાન પાસે આવીને વંદનપૂર્વક કહ્યું કે “ભગવન! પાંચસે ભિક્ષુઓ સાથે આપની અનુજ્ઞાપૂર્વક જુદો વિચરવા ઇચ્છું છું.” શ્રમણ ભગવાને મૌન સ્વીકાર્યું ને તેની માગણીને સ્વીકાર ન કર્યો. ત્રણ વાર પૂછયા છતાં પણ જ્યારે શ્રમણ ભગવાને મૌન ન તેડ્યું ત્યારે છેવટે જમાલિ પિતાના પાંચ સહચારી ભિક્ષુક સાથે પડી સ્વતંત્ર વિચારવા લાગે અને વિચરતાં વિચરતાં શ્રાવસ્તીમાં આવી પહોંચે. નીરસ, રૂક્ષ, તુરછ અને અનિયમિત ખાનપાનથી તેને જવર આવ્યું. પિત્તજવરથી બહુ વેદના થતાં તેણે આરામ માટે સહચારી ભિક્ષુકને સૈયા પાથરવા કહ્યું. ભિક્ષુકેએ વિનયપૂર્વક તેની આજ્ઞા સ્વીકારી. જ્વરની તીવ્ર વિદતાથી વ્યાકુળ થયેલ તેણે તુરત જ ફરીથી ભિક્ષુકને પૂછયું કે શું શિયા કરી કે કરે છે ? ભિક્ષુકાએ ઉત્તર આપ્યો કે શિયા હજી થઈ નથી, પણ થાય છે. આ ઉત્તર સાંભળી જમાલિને વિચાર થયો કે શ્રમણ ભગવાન એમ કહે છે કે “જે કર્મ ચલિત થતું હોય, ક્ષીણ થતું હોય અથવા આત્માથી છૂટું પડતું હોય તે ચલિત થયું, ક્ષીણ થયું, આત્માથી મુક્ત થયું કહી શકાય.'—એ કથન મિથ્યા છે; કારણ કે, એ કથન અનુભવથી વિરુદ્ધ છે. આ વિચાર આવતાં જ તુરત તેણે સહચારી ભિક્ષુઓને બેલાવ્યા ને કહ્યું –“જુઓ, બમણુ ભગવાન કહે છે કે જે કર્મ ચલિત થવા, ક્ષીણ થવા અને વિપાક આપી આત્માથી છૂટું થવા લાગે તેને ચલિત થયું, ક્ષીણ થયું, છ થયું એમ કહી શકાય. આ કથન કેટલું અનુભવ વિરુદ્ધ છે? તમે સંથારે કરે છે ત્યારે તેને કર્યો એમ નથી કહેતા, પણ કરીએ છીએ એમ કહે છે; અર્થાત ચાલુ ક્રિયાને ચાલુ જ માને છે, પૂર્ણ નથી માનતા અને શ્રમણ ભગવાન તે ચાલુ ક્રિયાને પણ પૂર્ણ કહે છે. આ કથન ખરેખર અનુભવ વિરુદ્ધ છે.” જ આ વિચાર જમાલિ પાસેથી સાંભળતાં જ તે કેટલાક ભિક્ષુઓને પસંદ આબે, પણ કેટલાકને પસંદ ન આવ્યો. જેઓને પસંદ આવ્યું તેઓ જમાલિ સાથે રહ્યા અને બીજા તેનાથી છુટા પડી શ્રમણ ભગવાનને જઈ મળ્યા. આ વખતે શ્રમણ ભગવાન ચંપાનગરીમાં હતા. જવરમુક્ત થઈ શક્તિ મેળવ્યા પછી જમાલિ પણ શ્રમણ ભગવાન પાસે આવ્યા અને વંદન-નમસ્કાર કર્યો Page #4 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન સિવાય એમ જ ઊભો રહી કહેવા લાગે કે જેમ તમારા શિષ્ય અપૂર્ણ - અવસ્થામાં તમારાથી છુટા પડ્યા અને પાછા અપૂર્ણ સ્થિતિમાં જ તમારી પાસે આવ્યા છે તેમ હું નથી આવ્યો. હું અહંન, જિન, સવંત અને પૂર્ણ થઈ અહીં આવ્યો છું. આ સાંભળી શ્રમણ ભગવાનની પાસે બેઠેલ તેઓના પ્રધાન શિષ્ય ગૌતમે જમાલને કહ્યું કે જે તે સર્વજ્ઞ હેય તે ' લોક શાશ્વત છે કે અશાશ્વત અને જીવ શાશ્વત છે કે અશાશ્વત’ એ બે પ્રશ્નોને ઉત્તર આપ. જમાલિ વિચારમાં પડી ગયો અને ઉત્તર ન આપી શક્યો. એ જોઈ શ્રમણ ભગવાને કહ્યું કે “જલાલિ મારા ઘણા છદ્મસ્થ (અસર્વ) શિગે છે જેઓ આ પ્રશ્નોને ઉત્તર ભારી પેઠે આપી શકે છે, ક્તાં તેઓ તારી પેઠે પિતાને સર્વજ્ઞ નથી કહેતા.' એમ કહી ભ્રમણ ભગવાને તે પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે આ લેક અને જીવ શાશ્વત પણ છે, કારણ કે, તે ઉત્પન્ન કે નષ્ટ થતા નથી. તેમ જ અશાશ્વત પણ છે; કારણ કે, તે બંને અનેક પરિવર્તને પણ અનુભવે છે.” શમણુ ભગવાનને આ ઉત્તર જમાલિએ ન માન્યા અને ત્યાંથી ચાલ્યા ગયે. છૂટા પડી તેણે અનેક વર્ષ સુધી ભિક્ષપદ પર કાયમ રહી શ્રમણ ભગવાન વિરુદ્ધ હિલચાલ કરી અને પિતાને તથા બીજા અનેકને આડે રસ્તે દેર્યો. છેવટે પંદર દિવસની સંખના (અનશન) કરી, ભરી નીચ દેવલમાં પેદા થયે. મતભેદની બાબત જમાલિ અને શ્રમણ ભગવાન વચ્ચે બીજી કોઈ પણ બાબતમાં મતભેદ હતો કે નહિ તેનું વર્ણન મળતું નથી. માત્ર એક બાબત વિશેના મતભેદનું વર્ણન મળે છે, અને તે આ. જમાલિનું કહેવું હતું કે ધારેલું ફળ ન આવે ત્યાં સુધી તે માટે ચાલતા પ્રયત્નને સફળ ન જ કહી શકાય. શ્રી મહાવીરનું કહેવું હતું કે ધારેલું છેવટનું ફળ મળ્યા પહેલાં પણ તે માટેના ચાલુ પ્રયત્નને સફળ પણ કહી શકાય. આ મતભેદ જે શબ્દોમાં અહીં મૂકવામાં આવ્યા છે તે શબ્દો જેકે શાસ્ત્રોમાં નથી, છતાં શાસ્ત્રોમાં વર્ણન કરેલ મતભેદનું સ્વરૂપ વ્યાવહારિક ભાષામાં આ રીતે મૂકવું સરળ ને એગ્ય છે એમ કાઈને જણાયા વિના નહિ રહે. મુંબલિપુત્ર શાલક મહાવીરની સાધક અવસ્થામાં જ તેઓ સાથે રહેલે અને છૂટા પડેલ; આવું વર્ણન જન ગ્રંથમાં છે, પણ મહાવીરના ઉપદેશક જીવનમાં તેઓની આજ્ઞા અવગણી તેઓથી છુટા પડનાર અને જુદો Page #5 -------------------------------------------------------------------------- ________________ અભિગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય સમ્પ્રદાય ચલાવનાર તેઓના શિષ્યોમાં જમાલિ જ પ્રથમ ગણાય છે. તેથી જેમ બૌદ્ધ શાસ્ત્રોમાં દેવદત્ત પ્રથમ સંધભેદક તરીકે વર્ણવાયેલ છે તેમ જૈન શાસ્ત્રોમાં જમાલિ પ્રથમ નિદ્ભવ મનાવેલ છે. અહીં વિચારક વાચકને સહેજે પ્રશ્ન થશે કે અહિંસામાં કે ક્ષમામાં જગદગુરુ ગણાવા ચગ્ય દીર્ઘતપસ્વી મહાવીરે પિતાના ભાણેજ અને જમાઈ શિષ્યના નજીવા મતભેદની ઉપેક્ષા ન કરી; તે કરતાં જે તેઓએ આટલા નાના મતભેદને ખમી ખાધે હેત તે શું તે વધારે સારું અને ગંભીર ન ગણાય? અથવા શું તેટલા માત્ર મતભેદ ઉપરાંત સીધી રીતે વિરોધનાં અન્ય કારણો હશે? આવું માની લેવાને અત્યારે કાંઈ સાધન નથી. એટલે મહાવીરના વ્યક્તિત્વના વિચારની દૃષ્ટિએ પણ એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મતભેદને વિરોધ કરવામાં મહાવીરનું તાત્પર્ય શું હશે ? જે ઘણું કારણસર આપણે એમ માની લઈએ કે મહાવીર એ ખરે જ મહાવીર, દીર્ધતપસ્વી, સહિષ્ણુ અને ક્ષમા તથા અહિંસાની પ્રત્યક્ષ મૂર્તિ હતા તે એ પણ સ્વીકારવું જોઈએ કે જમાલિના મતભેદની ઉપેક્ષા કરવામાં તેઓએ સંધનું કાંઈ વધારે અહિત ધાર્યું હશે. એ અહિત તે શું ?એ અત્યારે આપણે આપણી જ દષ્ટિએ વિચારી શકીએ. તે વિચાર કરે એ જ પ્રસ્તુત લેખનું એય હોવાથી નીચે તેને વિચાર કરીએ. વાંધો લેવાનું રહસ્ય ભગવાન મહાવીરને સિદ્ધાન્ત અનેકાન્તને હતે. અનેકાન્ત એટલે કોઈ પણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિએ તપાસવી. અનેકાંત એ માત્ર વિચારને જ વિષય નથી, પણ આચરણ સુધ્ધાંમાં તેનું સ્થાન છે. જોકે અનેકાન્ત પ્રામાણિક અનેક દૃષ્ટિએન ( અપેક્ષાઓને) સમુચ્ચય છે, છતાં સંક્ષેપમાં તે બધી દષ્ટિઓને બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છેઃ પહેલી વ્યવહારદૃષ્ટિ અને બીજી નિશ્ચયદષ્ટિ યા પારમાર્થિક દૃષ્ટિ. વ્યવહારષ્ટિ એટલે સ્થળ અનુભવ ઉપર ધડાયેલી માન્યતા અને નિશ્ચયદષ્ટિ એટલે સુક્ષમ અનુભવ ઉપર ઘડાયેલી માન્યતા. પહેલી દષ્ટિમાં સ્થૂળતાને લીધે અનુભવની વિવિધતા હોય છે, જ્યારે બીજી બાજુમાં સમ્રતાને લીધે અનુભવોની એકતા હોય છે. તેથી જ પહેલીમાં સાધ્ય અને સાધનને ભેદ અને બીજીમાં સાધ્ય અને સાધનને અભેદ મનાય છે. પહેલી દૃષ્ટિના અધિકારી સાધારણ અને ધણુ લેકે હેય છેબીજીના અધિકારી બહુ ચેડા હોય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતા " . મહાવીરનું કથન હતું કે વ્યવહાર અને નિશ્ચય એ બંને દૃષ્ટિને આધારે જ કઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તે જ સર્વત્ર સમાધાન અને વ્યવસ્થા રહી શકે. જો નિશ્ચય વિનાની કેવળ વ્યવહારદષ્ટિનું અનુસરણ કરવામાં આવે તે ભેદ તથા વિરુદ્ધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને લીધે હૈયે જલદી ખૂટી જવાથી લય સુધી ન જ પહોંચી શકાય. તેવી રીતે વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયષ્ટિને ખરા અર્થમાં અનુસરવામાં આવે છે, જો કે કોઈ નુકસાન ન જ થાય, પણ તેવી નિદષ્ટિને અનુસરનાર મળે કોણ? એકાદ વ્યક્તિ ભલે તેવી હોય, પણ તેથી સામુદાયિક હિતની સંભાવના ઘણી જ ઓછી રહે છે. મોટે ભાગે તેવી દષ્ટિના નામ નીચે દંભ જ ચાલવા માંડે છે. તેથી નિશ્ચયદૃષ્ટિને ધ્યાનમાં રાખી વ્યવહારદષ્ટિને અનુસરવામાં જ ક્રમિક વિકાસને વધારે સંભવ છે. મહાવીરના અનેકાન્તવાદનું ઉપયુંક્ત એય સમછલીધા પછી જમાલિના મતનો તેઓએ શા સારુ વિરોધ કર્યો એ વાત ધ્યાનમાં આવી શકશે. ભગવાને અનુભવથી જોયું કે સાધારણ જનસ્વભાવ ધીરજ વિનાને અગર ઓછી ધીરજવાળો હોય છે. તેથી દરેક માણસ કોઈ પણ પ્રયત્ન શરૂ કરી તેનું ફળ તરત ઈચ્છે છે. તે માટે આપ જોઈ તે ભાગ આપવા તે તૈયાર નથી હોતો. ઘણીવાર તે ફલપ્રાપ્તિ નજીક આવ્યા છતાં અધીરજને લીધે એકાદ નાનીમોટી મુશ્કેલી આવતાં તે મોટેભાગે સિદ્ધ થયેલ પ્રયત્નને પણ નિરાશ થઈ છેડી દે છે, અને નિષ્ફળતા મળતાં પિતાની ધીરજની ઉણપને ન જોતાં તે બહારની મુશ્કેલીઓને તરછોડે છે, તેના ઉપર કંટાળે લાવે છે, કેટલાક લેાિને પિતાના પ્રયત્નોમાં વિક્ષેપ નાખનાર ગણી તેની સાથે દુશ્મનાવટ બાંધે છે અને આ રીતે માનસિક ભૂમિકા મલિન કરી મૂકે છે. જેમ દુન્યવી કામોમાં તેમ પારમાર્થિક માર્ગમાં પણ અધીરજથી ઘણા પાબ હઠે છે. કઈ સાધક અમુક વખત સાધના કર્યા બાદ ઈન્ટ પ્રમાણમાં ફળ ન મળતાં નિરાશ થઈ તરત જ તે સાધના છેડી બેસે છે અને નિરાશ થઈ આડે રસ્તે દેરાય છે. ઘણુ ભિક્ષુઓ, ઘણા તપસ્વીઓ એ જ કારણથી અડધે માર્ગે જઈ નીચે પડ્યાના દાખલા આપણે ક્યાં નથી જાણતા ? સામાજિક અને રાજકીય પ્રયત્ન પણ ઘણીવાર અધૂરા રહી જાય છે. તેનું એ જ કારણ છે? એ વાત લક્ષમાં રાખી ભગવાને કહ્યું કે કામ ચાલુ હેય, જેને પ્રયત્ન હજી ચાલ જ હેય તે કામ પણ કરાયું એમ કહી શકાયું. Page #7 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ રહ૫ ભગવાનના આ કથનને સાર એ છે કે દરેક માણસ આરંભેલ પ્રયત્નને વચ્ચેથી ન છોડે; કારણ કે, દેખી શકાય તેવું ધારેલ સ્થૂળ ફળ તે લાંબા પ્રયત્નને અંતે જ પ્રાપ્ત થાય છે, પણ પ્રયત્ન ચાલતું હોય ત્યારેય એટલે જેટલે અંશે પ્રયત્ન સિદ્ધ થયે હોય તેટલે તેટલે અંશે ફળની પ્રાપ્તિ પણ થયેલી છે. આ માત્ર આશાવાદ નથી, પણ ઊંડું અને ખરું સત્ય છે. આ સત્ય ધ્યાનમાં ન હોય તે પરમાર્થ કે વ્યવહારમાં કયાંય પ્રયત્ન સ્થિર ચાલી ન શકે. તેથી ભગવાને નિશ્ચય અને અને વ્યવહાર અને દૃષ્ટિએ ધ્યાનમાં રાખવાને અનેકાન્ત ઉપદેશ આપે, અને જમાલિના મતને વિરોધ કર્યો. દાન અને તે દ્વારા સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ ભગવાનને સિદ્ધાન્ત “મળે ને છે. જે કામ કરવામાં આવતું હય, જે હજી ચાલુ હોય, જેનું છેવટનું ફળ ન આવ્યું હોય, અર્થાત જે પૂર્ણ ન થયું હોય તેને પણ થયું કહી શકાય, તેને પણ સફળ લેખી શકાય. આ “હેમાળે હે'ને ભાવે છે. એ સિદ્ધાન્ત પ્રયત્ન અને ફળ વચ્ચે ભેદ નથી રવીકારતે, તેથી એ સિદ્ધાન્ત પ્રમાણે કોઈ પણ પ્રયત્નના આરંભના પ્રથમ ક્ષણથી તે પ્રયત્નના સમાપ્તિના છેલ્લા ક્ષણ સુધીની અખિલ પ્રયત્નધારા એ જ ફળ છે; અને નહિ કેપ્રયત્નને અને તેનાથી નિષ્પન્ન થતું માત્ર જુદું જ ફળ. પણું જમાલિનો વાદ એથી જુદો હતો. તે કહે કે મને જ નહિ, પણું છે કે, એટલે કે જે કામ ચાલુ હોય તેને કરાયું કે સફળ ન જ કહી શકાય, પણ જ્યારે તે કામ સમાપ્ત થાય, તેનું છેવટનું ફળ આવે ત્યારે જ અને તે જ તે કામ કરાયું અર્થાત્ સફળ થયું કહી શકાય. આ વાદ પ્રયત્ન અનેક ળને ભેદ સ્વીકારે છે. તેથી એ મુજબ કોઈ પણ કામના પ્રારંભથી તેની સમાપ્તિ સુધીને જે પ્રયત્ન એ સાધન છે, અને તેને અને નિષ્પન્ન થનારું તેનું છેવટનું ફળ એ તે સાધનથી તદ્દન જુદું છે. ભગવાનને જમાલિને વાદ કબૂલ છે, પણ તે એક જ દષ્ટિએ, તે દષ્ટિ એટલે વ્યવહાર. જ્યારે જમાલિને માત્ર વ્યવહારદષ્ટિજ કબૂલ છે, અને ભગવાનની બીજી નિશ્રયદષ્ટિ કબૂલ નથી. એટલે બન્ને વચ્ચે એકાન્ત-અનેકાન્તનું અંતર છે. આ અન્તર ઇવનમાં ઊતરે તે પરિણામ શું આવે તે એક દષ્ટાથી તપાસીએ. કઈ બે જણે ફળ પેદા કરવાની ઈચ્છાથી જુદા જુદા આંબાના વૃક્ષ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૬] દર્શન અને ચિંતન પ્યાં. બંનેએ સરખી રીતે ઉછેર આર. ઘણે વખત વીત્યો. મૂળો બાઝયાં, ચડે જમ્યાં, ડાળે ટી, પલ્લવ અને પ વિસ્તર્યો. અચાનક એકથી વધારે વાર આંધી અને બીજાં પ્રાકૃતિક તફાને આવ્યાં, જેથી બંને વૃક્ષ ઉપર મેર આવવાની ક્રિયા ધાર્યા કરતાં વધારે વખત માટે લંબાઈ નિરાશાને અને આશાનો પ્રસંગ બને જણ માટે એક જ સરખો ઉપસ્થિત થયો. જ્યારે એક જણ અત્યાર સુધીના પિતાના દીર્ઘ પ્રયાસને સર્વથા નિષ્ફળ માની કંટાળે અને અધીરજથી વૃક્ષના પિષણનું અને સંવર્ધનનું કામ છોડી દે છે, ત્યારે બીજો જણ પિતાના તેટલા જ દીધ પ્રયાસને સફળ માની બૈર્યબળથી વૃક્ષના સંવર્ધનનું કામ વિધિવત ચાલુ રાખે છે. પરિણામે પહેલે જ આંબાનું ફળ પેદા નથી કરી શકતો અને બીજે કરી શકે છે. - અહીં આમ્રવૃક્ષ રેપનાર ભલે કાલ્પનિક પાત્રે હૈય, પણ વિશ્વના મનુષ્યસમાજની બે માનસિક પ્રવૃતિઓ એ કાલ્પનિક પાત્રોમાં આબેહૂબ ચિત્રિત થાય છે તેની ભાગ્યે જ ના પાડી શકાશે. આ બે પ્રકૃતિઓ માનવમાનસમાં છે અને તે ઊંડી કે છીછરી સમાજ ઉપર રચાયેલી છે. પ્રથમ પ્રકૃતિને (છીછરી સમજવાળે) માણસ મૂળને બાઝેલું, થડને લાગેલું, ડાળને ફૂટેલી અને પલ્લવ-પાને વિસ્તરેલાં જુએ, પણ તેની નજરે હજી આમ્રનું મધુર અને પકવ ફળ નથી ચડતું. તે તો પૂર્વના મૂળ અને સ્કધથી લઈ મંજરી (મેર) સુધીના બધાં પરિણામને અને તે માટેના પ્રયત્નને પકવ અને મધુર ફળથી તદ્દન જુદા જ માની બેઠા છે. તેથી તે પદે પદે ને ક્ષણે ક્ષણે પૂર્વવત અવસ્થંભાવી પરિણામે જવા છતાં જ્યાં સુધી આમ્રફળને નથી જોતો ત્યાં સુધી પિતાના પ્રયત્નને નિષ્ફળ જ માનતે જાય છે, અને તેથી ભયાનક આફત આવતાં તે સામે તે ટકી શકતા નથી, વચ્ચે જ નિરાશ થઈ યત્ન છેડી બેસે છે. ત્યારે બીજી પ્રકૃતિને (ઊંડી સમજવાબે) માણસ મૂળમાં, કંધમાં, ડાળોમાં, પત્રોમાં અને મંજરી આદિમાં આમ્રફળના ક્રમિક અંશો જુએ છે. એવી સૂક્ષ્મદષ્ટિમાં આમ્રફળ એ બીજું કાંઈ જ નહિ, પણ પૂર્વવતી સમગ્ર પરિણામે સરવાળે. એમાંના જે પરિણામ આણવા સુધી પ્રયત્ન થયો હોય તેટલું આમ્રફળ તેની દષ્ટિએ થયેલું જ છે. આ કારણથી તેની સમદષ્ટિ તેને ભયાનક આફત સામે ઊભે રાખે છે, અને તેને કોઈ કારણસર વચ્ચેથી વૃક્ષ સંવર્ધનનું કામ છોડવું પડે ત, ભારે પ્રયત્ન નિષ્ફળ ગયે એવી ઊલટી સમજથી, તેને તે દૃષ્ટિ બચાવી લે છે. તે માણસ તેવી સુમિદષ્ટિને લીધે એમ દૃઢપણે માનતા હોય છે કે Page #9 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ રહ૭ યથાવિધિ પ્રયત્ન એ જ ફળ છે અને જેટલા પ્રમાણમાં પ્રયન સે તેટલા પ્રમાણમાં ફળ આવેલું જ છે. પર્વ અને મધુરરસયુક્ત ફળને સરવાળે પૂર્ણ કરવા જેટલા અંકે બાકી રહ્યા છે તેટલું જ તે ફળ બાકી છે, બીજું સિદ્ધ થઈ ગયું છે. આ માન્યતાને લીધે તે માણસ ફરી પ્રયત્નની તક શોધે છે અને પરિણામે તક મળે છે, તેમ જ ભાવના પ્રમાણે સંપૂર્ણ ફળને અધિકારી તે થાય છે. આ અધિકારી જ ભગવાનના સિદ્ધાન્તનું તત્વ જીવનમાં ઉતારનાર હોય છે. જાણે ડેના સિદ્ધાતમાં જે વસ્તુ સચવાઈ છે તે જ વસ્તુ બીજા રૂપમાં અને બીજા શબ્દોમાં ગીતામાં ગવાઈ છે. એનો બીજો અધ્યાય વાંચે. તેમાં કહ્યું છે કે કર્મયોગમાં પ્રારંભેલ પ્રયત્નનો નાશ નથી, તેમાં પ્રત્યવાય (અન્તરાય) પણ નથી. કર્મયોગ-ધર્મનું ડું પણ આચરણ તેના આચરનારને મહાન ભયથી બચાવી લે છે. કર્મ પર જ (પ્રયત્ન પર જ) તારે અધિકાર છે. ફળ ઉપર કદીયે નથી; માટે પ્રયત્નફળજન્ય તૃષ્ણનું તું નિમિત્ત ન થા, તેમ જ અકર્મ ( કર્મ ત્યાગ) પણ ન સેવ. नेहाभिकमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् // 40 // कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन / मा कर्मफलहेतुर्भूर्मा ते संगोस्त्वमणि // 41 // ગીતાના કેટલાક સુક્ષ્મ ભાવનું જૈનદષ્ટિ સાથે સમીકરણ અથવા જેનદૃષ્ટિએ ઉદ્દઘાટન કરવું એ માર્ગ અત્યારના એકદેશીય સાંપ્રદાયિક અભ્યાસીઓને ન ન લાગે તે માટે ઉ. યશોવિજયજીની સામ્પ્રદાયિક છતાં ગીતા આદિના સમન્વયવાળી અધ્યાત્મસાર, જ્ઞાનસાર આદિ કૃતિઓ તરફ વાચકોનું લક્ષ્ય ખેંચી વિરમીશ. - જૈનયુગ, ચિત્ર 1982,