________________
અભિગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય સમ્પ્રદાય ચલાવનાર તેઓના શિષ્યોમાં જમાલિ જ પ્રથમ ગણાય છે. તેથી જેમ બૌદ્ધ શાસ્ત્રોમાં દેવદત્ત પ્રથમ સંધભેદક તરીકે વર્ણવાયેલ છે તેમ જૈન શાસ્ત્રોમાં જમાલિ પ્રથમ નિદ્ભવ મનાવેલ છે.
અહીં વિચારક વાચકને સહેજે પ્રશ્ન થશે કે અહિંસામાં કે ક્ષમામાં જગદગુરુ ગણાવા ચગ્ય દીર્ઘતપસ્વી મહાવીરે પિતાના ભાણેજ અને જમાઈ શિષ્યના નજીવા મતભેદની ઉપેક્ષા ન કરી; તે કરતાં જે તેઓએ આટલા નાના મતભેદને ખમી ખાધે હેત તે શું તે વધારે સારું અને ગંભીર ન ગણાય? અથવા શું તેટલા માત્ર મતભેદ ઉપરાંત સીધી રીતે વિરોધનાં અન્ય કારણો હશે? આવું માની લેવાને અત્યારે કાંઈ સાધન નથી. એટલે મહાવીરના વ્યક્તિત્વના વિચારની દૃષ્ટિએ પણ એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મતભેદને વિરોધ કરવામાં મહાવીરનું તાત્પર્ય શું હશે ? જે ઘણું કારણસર આપણે એમ માની લઈએ કે મહાવીર એ ખરે જ મહાવીર, દીર્ધતપસ્વી, સહિષ્ણુ અને ક્ષમા તથા અહિંસાની પ્રત્યક્ષ મૂર્તિ હતા તે એ પણ સ્વીકારવું જોઈએ કે જમાલિના મતભેદની ઉપેક્ષા કરવામાં તેઓએ સંધનું કાંઈ વધારે અહિત ધાર્યું હશે. એ અહિત તે શું ?એ અત્યારે આપણે આપણી જ દષ્ટિએ વિચારી શકીએ. તે વિચાર કરે એ જ પ્રસ્તુત લેખનું એય હોવાથી નીચે તેને વિચાર કરીએ. વાંધો લેવાનું રહસ્ય
ભગવાન મહાવીરને સિદ્ધાન્ત અનેકાન્તને હતે. અનેકાન્ત એટલે કોઈ પણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિએ તપાસવી. અનેકાંત એ માત્ર વિચારને જ વિષય નથી, પણ આચરણ સુધ્ધાંમાં તેનું સ્થાન છે. જોકે
અનેકાન્ત પ્રામાણિક અનેક દૃષ્ટિએન ( અપેક્ષાઓને) સમુચ્ચય છે, છતાં સંક્ષેપમાં તે બધી દષ્ટિઓને બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છેઃ પહેલી વ્યવહારદૃષ્ટિ અને બીજી નિશ્ચયદષ્ટિ યા પારમાર્થિક દૃષ્ટિ.
વ્યવહારષ્ટિ એટલે સ્થળ અનુભવ ઉપર ધડાયેલી માન્યતા અને નિશ્ચયદષ્ટિ એટલે સુક્ષમ અનુભવ ઉપર ઘડાયેલી માન્યતા. પહેલી દષ્ટિમાં
સ્થૂળતાને લીધે અનુભવની વિવિધતા હોય છે, જ્યારે બીજી બાજુમાં સમ્રતાને લીધે અનુભવોની એકતા હોય છે. તેથી જ પહેલીમાં સાધ્ય અને સાધનને ભેદ અને બીજીમાં સાધ્ય અને સાધનને અભેદ મનાય છે. પહેલી દૃષ્ટિના અધિકારી સાધારણ અને ધણુ લેકે હેય છેબીજીના અધિકારી બહુ ચેડા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org