SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ગવાન મહાવીર અને જમાલિન મતભેદનું રહસ્ય સાથે શ્રમણ ભગવાન પાસે દીક્ષા લીધી અને અધ્યયન શરૂ કર્યું. ટૂંક વખતમાં સામાયિકાદિ અગ્યાર અંગે શીખી ગયું અને પછી અનેક પ્રકારે ઉપવાસના તીવ્ર તપમાર્ગથી આત્માને ઉન્નત કરતો વિચારવા લાગે. કયારેક જુદા વિચરવાની ઈચ્છાથી જમાલિએ શ્રમણ ભગવાન પાસે આવીને વંદનપૂર્વક કહ્યું કે “ભગવન! પાંચસે ભિક્ષુઓ સાથે આપની અનુજ્ઞાપૂર્વક જુદો વિચરવા ઇચ્છું છું.” શ્રમણ ભગવાને મૌન સ્વીકાર્યું ને તેની માગણીને સ્વીકાર ન કર્યો. ત્રણ વાર પૂછયા છતાં પણ જ્યારે શ્રમણ ભગવાને મૌન ન તેડ્યું ત્યારે છેવટે જમાલિ પિતાના પાંચ સહચારી ભિક્ષુક સાથે પડી સ્વતંત્ર વિચારવા લાગે અને વિચરતાં વિચરતાં શ્રાવસ્તીમાં આવી પહોંચે. નીરસ, રૂક્ષ, તુરછ અને અનિયમિત ખાનપાનથી તેને જવર આવ્યું. પિત્તજવરથી બહુ વેદના થતાં તેણે આરામ માટે સહચારી ભિક્ષુકને સૈયા પાથરવા કહ્યું. ભિક્ષુકેએ વિનયપૂર્વક તેની આજ્ઞા સ્વીકારી. જ્વરની તીવ્ર વિદતાથી વ્યાકુળ થયેલ તેણે તુરત જ ફરીથી ભિક્ષુકને પૂછયું કે શું શિયા કરી કે કરે છે ? ભિક્ષુકાએ ઉત્તર આપ્યો કે શિયા હજી થઈ નથી, પણ થાય છે. આ ઉત્તર સાંભળી જમાલિને વિચાર થયો કે શ્રમણ ભગવાન એમ કહે છે કે “જે કર્મ ચલિત થતું હોય, ક્ષીણ થતું હોય અથવા આત્માથી છૂટું પડતું હોય તે ચલિત થયું, ક્ષીણ થયું, આત્માથી મુક્ત થયું કહી શકાય.'—એ કથન મિથ્યા છે; કારણ કે, એ કથન અનુભવથી વિરુદ્ધ છે. આ વિચાર આવતાં જ તુરત તેણે સહચારી ભિક્ષુઓને બેલાવ્યા ને કહ્યું –“જુઓ, બમણુ ભગવાન કહે છે કે જે કર્મ ચલિત થવા, ક્ષીણ થવા અને વિપાક આપી આત્માથી છૂટું થવા લાગે તેને ચલિત થયું, ક્ષીણ થયું, છ થયું એમ કહી શકાય. આ કથન કેટલું અનુભવ વિરુદ્ધ છે? તમે સંથારે કરે છે ત્યારે તેને કર્યો એમ નથી કહેતા, પણ કરીએ છીએ એમ કહે છે; અર્થાત ચાલુ ક્રિયાને ચાલુ જ માને છે, પૂર્ણ નથી માનતા અને શ્રમણ ભગવાન તે ચાલુ ક્રિયાને પણ પૂર્ણ કહે છે. આ કથન ખરેખર અનુભવ વિરુદ્ધ છે.” જ આ વિચાર જમાલિ પાસેથી સાંભળતાં જ તે કેટલાક ભિક્ષુઓને પસંદ આબે, પણ કેટલાકને પસંદ ન આવ્યો. જેઓને પસંદ આવ્યું તેઓ જમાલિ સાથે રહ્યા અને બીજા તેનાથી છુટા પડી શ્રમણ ભગવાનને જઈ મળ્યા. આ વખતે શ્રમણ ભગવાન ચંપાનગરીમાં હતા. જવરમુક્ત થઈ શક્તિ મેળવ્યા પછી જમાલિ પણ શ્રમણ ભગવાન પાસે આવ્યા અને વંદન-નમસ્કાર કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249189
Book TitleMahavir ane Jamali na Matbhednu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size67 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy