________________
૨૬]
દર્શન અને ચિંતન પ્યાં. બંનેએ સરખી રીતે ઉછેર આર. ઘણે વખત વીત્યો. મૂળો બાઝયાં, ચડે જમ્યાં, ડાળે ટી, પલ્લવ અને પ વિસ્તર્યો. અચાનક એકથી વધારે વાર આંધી અને બીજાં પ્રાકૃતિક તફાને આવ્યાં, જેથી બંને વૃક્ષ ઉપર મેર આવવાની ક્રિયા ધાર્યા કરતાં વધારે વખત માટે લંબાઈ નિરાશાને અને આશાનો પ્રસંગ બને જણ માટે એક જ સરખો ઉપસ્થિત થયો. જ્યારે એક જણ અત્યાર સુધીના પિતાના દીર્ઘ પ્રયાસને સર્વથા નિષ્ફળ માની કંટાળે અને અધીરજથી વૃક્ષના પિષણનું અને સંવર્ધનનું કામ છોડી દે છે, ત્યારે બીજો જણ પિતાના તેટલા જ દીધ પ્રયાસને સફળ માની બૈર્યબળથી વૃક્ષના સંવર્ધનનું કામ વિધિવત ચાલુ રાખે છે. પરિણામે પહેલે જ આંબાનું ફળ પેદા નથી કરી શકતો અને બીજે કરી શકે છે.
- અહીં આમ્રવૃક્ષ રેપનાર ભલે કાલ્પનિક પાત્રે હૈય, પણ વિશ્વના મનુષ્યસમાજની બે માનસિક પ્રવૃતિઓ એ કાલ્પનિક પાત્રોમાં આબેહૂબ ચિત્રિત થાય છે તેની ભાગ્યે જ ના પાડી શકાશે. આ બે પ્રકૃતિઓ માનવમાનસમાં છે અને તે ઊંડી કે છીછરી સમાજ ઉપર રચાયેલી છે. પ્રથમ પ્રકૃતિને (છીછરી સમજવાળે) માણસ મૂળને બાઝેલું, થડને લાગેલું, ડાળને ફૂટેલી અને પલ્લવ-પાને વિસ્તરેલાં જુએ, પણ તેની નજરે હજી આમ્રનું મધુર અને પકવ ફળ નથી ચડતું. તે તો પૂર્વના મૂળ અને સ્કધથી લઈ મંજરી (મેર) સુધીના બધાં પરિણામને અને તે માટેના પ્રયત્નને પકવ અને મધુર ફળથી તદ્દન જુદા જ માની બેઠા છે. તેથી તે પદે પદે ને ક્ષણે ક્ષણે પૂર્વવત અવસ્થંભાવી પરિણામે જવા છતાં જ્યાં સુધી આમ્રફળને નથી જોતો ત્યાં સુધી પિતાના પ્રયત્નને નિષ્ફળ જ માનતે જાય છે, અને તેથી ભયાનક આફત આવતાં તે સામે તે ટકી શકતા નથી, વચ્ચે જ નિરાશ થઈ યત્ન છેડી બેસે છે. ત્યારે બીજી પ્રકૃતિને (ઊંડી સમજવાબે) માણસ મૂળમાં, કંધમાં, ડાળોમાં, પત્રોમાં અને મંજરી આદિમાં આમ્રફળના ક્રમિક અંશો જુએ છે. એવી સૂક્ષ્મદષ્ટિમાં આમ્રફળ એ બીજું કાંઈ જ નહિ, પણ પૂર્વવતી સમગ્ર પરિણામે સરવાળે. એમાંના જે પરિણામ આણવા સુધી પ્રયત્ન થયો હોય તેટલું આમ્રફળ તેની દષ્ટિએ થયેલું જ છે. આ કારણથી તેની સમદષ્ટિ તેને ભયાનક આફત સામે ઊભે રાખે છે, અને તેને કોઈ કારણસર વચ્ચેથી વૃક્ષ સંવર્ધનનું કામ છોડવું પડે ત, ભારે પ્રયત્ન નિષ્ફળ ગયે એવી ઊલટી સમજથી, તેને તે દૃષ્ટિ બચાવી લે છે. તે માણસ તેવી સુમિદષ્ટિને લીધે એમ દૃઢપણે માનતા હોય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org