SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ રહ૭ યથાવિધિ પ્રયત્ન એ જ ફળ છે અને જેટલા પ્રમાણમાં પ્રયન સે તેટલા પ્રમાણમાં ફળ આવેલું જ છે. પર્વ અને મધુરરસયુક્ત ફળને સરવાળે પૂર્ણ કરવા જેટલા અંકે બાકી રહ્યા છે તેટલું જ તે ફળ બાકી છે, બીજું સિદ્ધ થઈ ગયું છે. આ માન્યતાને લીધે તે માણસ ફરી પ્રયત્નની તક શોધે છે અને પરિણામે તક મળે છે, તેમ જ ભાવના પ્રમાણે સંપૂર્ણ ફળને અધિકારી તે થાય છે. આ અધિકારી જ ભગવાનના સિદ્ધાન્તનું તત્વ જીવનમાં ઉતારનાર હોય છે. જાણે ડેના સિદ્ધાતમાં જે વસ્તુ સચવાઈ છે તે જ વસ્તુ બીજા રૂપમાં અને બીજા શબ્દોમાં ગીતામાં ગવાઈ છે. એનો બીજો અધ્યાય વાંચે. તેમાં કહ્યું છે કે કર્મયોગમાં પ્રારંભેલ પ્રયત્નનો નાશ નથી, તેમાં પ્રત્યવાય (અન્તરાય) પણ નથી. કર્મયોગ-ધર્મનું ડું પણ આચરણ તેના આચરનારને મહાન ભયથી બચાવી લે છે. કર્મ પર જ (પ્રયત્ન પર જ) તારે અધિકાર છે. ફળ ઉપર કદીયે નથી; માટે પ્રયત્નફળજન્ય તૃષ્ણનું તું નિમિત્ત ન થા, તેમ જ અકર્મ ( કર્મ ત્યાગ) પણ ન સેવ. नेहाभिकमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् // 40 // कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन / मा कर्मफलहेतुर्भूर्मा ते संगोस्त्वमणि // 41 // ગીતાના કેટલાક સુક્ષ્મ ભાવનું જૈનદષ્ટિ સાથે સમીકરણ અથવા જેનદૃષ્ટિએ ઉદ્દઘાટન કરવું એ માર્ગ અત્યારના એકદેશીય સાંપ્રદાયિક અભ્યાસીઓને ન ન લાગે તે માટે ઉ. યશોવિજયજીની સામ્પ્રદાયિક છતાં ગીતા આદિના સમન્વયવાળી અધ્યાત્મસાર, જ્ઞાનસાર આદિ કૃતિઓ તરફ વાચકોનું લક્ષ્ય ખેંચી વિરમીશ. - જૈનયુગ, ચિત્ર 1982, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249189
Book TitleMahavir ane Jamali na Matbhednu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size67 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy