SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાીર અને જમાલિના મતભેદનુ રહસ્ય [ ↑ ] જેમ બુદ્ધ ભગવાનના અનેક હરીફામાં એક હરીફ્ તેમના શિષ્ય દેવદત્ત હતા તેમ ભગવાન મહાવીરના પણ અનેક હરીફામાં એક હરીફ તેમના શિષ્ય ભાલિ હતા. આ દેવદત્ત અને જમાલિ વચ્ચે કેટલુંક સામ્ય હતું. આ સામ્ય જાણવાથી ભગવાન મહાવીર અને જમાલિ વચ્ચેના મતભેદના આન્તરિક કે ખાદ્ય કારણા ઉપર કેટલાક પ્રકાશ પડવાના સભવ છે. તેથી પહેલાં જ તે જણાવી દઈએ. દેવદત્ત ક્ષત્રિય અને જમાલિ પણ ક્ષત્રિય જ. દેવદત્ત ભિક્ષુક સ્થિતિમાં બુદ્ધ ભગવાનના શિષ્ય હતા અને સાંસારિક સ્થિતિમાં પણ તેમના સગા જ હતા, અને જમાલિ પણ મહાવીરને ભાણેજ તથા જમાઈ હતા. સગા અને શિષ્ય છતાં દેવદત્તને ખુદ્દ ભગવાનના શિષ્યવગ માં પ્રધાનપદ મળ્યું ન હતું. જમાલિના સબંધમાં પણ તેમ જ હતું. સગપણને લીધે મહત્તા પારખવાની સામાન્ય ઊણપ, જન્મસિદ્ધ ક્ષત્રિય સ્વભાવની ઉગ્રતા અને પોતાના ગુરુ સમક્ષ પતા સિવાય બીજાનું પ્રધાનપશુ—આ ત્રણે કારા, જેનાથી સામાન્ય રીતે મતભેદો વધારે સંભવ છે, તે ઉપરથી એ વાત જાણી શકાય તેવી છે. જેવી રીતે દેવત્તે અનેક પ્રપંચ રચી અને મારવા કોશિશ કરી હતી તેવું માલિએ કાંઈ પણ કર્યું" હેય તે માટે એક પણ પ્રમાણ નથી, છતાં એટલું ખરું કે દેવદત્ત અને જમાલિએ પોતપોતાના ગુરુવિરુદ્ધ પોતાના ખાસ અનુયાર્થીવર્ગ સ્થાપ્યા હતા. દેવદત્ત અને જાલિ પછી તેઓના અનુયાયીવગ કે તેના પંચનું સાહિત્ય કાંઈ પણ રહ્યું હશે તેમ માનવાને પ્રમાણ નથી. દેવદત્તને ઉલ્લેખ જૈન કે વૈદિક સાહિત્યમાં કયાંય નથી; માત્ર બૌદ્ધ સાહિત્યમાં છે. જમાલિનો ઉલ્લેખ પણ માત્ર જૈન સાહિત્યમાં છે. બૌદ્ધ સાહિત્યમાં દેવદત્તને સૌથી પહેલો ‘ સંધભેદક ' કહ્યો છે. જૈન સાહિત્યમાં પણ જમાલિને પ્રથમ · નિદ્ભવ ' કહ્યો છે. સધભેદક અને નિદ્ભવ અને શબ્દનું તાત્પ એક જ છે. દેવદત્ત અને જમાલિ એ ખતે પાતપોતાના ગુરુની હયાતીમાં જ કાળધમ પામ્યા હતા. વૈદિક અને ઔદ્ધ સાહિત્યમાં તા જમાલિનો ઉલ્લેખ નથી જ, પ જૈન સાહિત્યમાં સુધ્ધાં તેના ઉલ્લેખ એકપાક્ષિક જ છે. દિગબરીય સાહિત્યમાં જાલિનું મહાવીરના જામતારૂપે વર્ષોંન ન હોય તે સ્વાભાવિક છે; કારણ કે, ۹ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249189
Book TitleMahavir ane Jamali na Matbhednu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size67 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy