Page #1
--------------------------------------------------------------------------
________________
ब्रह्म व्रतेषु व्रतम्
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન અને ધ્યાનમાં જેમ શુકલ ધ્યાન સૌથી શ્રેષ્ઠ છે, તેમ તપમાં બ્રહ્મચર્ય એ ઉત્તમોત્તમ તપ છે. પ્રશ્નવ્યાકરણસ્ત્રમાં કહ્યું છે કે :~~ સ સી સ મુળી સ સંગન્ સ ટ્વ મિવલ્ નો સુદ્ધ અતિ ચંમવેર । અર્થાત્ જે શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરે છે તે જ ખરો ઋષિ છે, તે જ સાચો મુનિ છે, તે જ સાચો સંયમી છે, અને તે જ ખરો ભિક્ષુ છે.
બ્રહ્મચર્યનો જો વ્યુત્પત્તિથી અર્થ કરવામાં આવે તો ત્રાણિ પરમિતિ દ્રાર્યમ્ । અર્થાત્ આત્મામાં વિચારવું એનું નામ ‘ બ્રહ્મચર્ય.’ પતંજલિ યોગસૂત્રમાં બ્રહ્મચર્ય વિષે લખતાં કહ્યું છે કેઃ પ્રાચર્ય પ્રતિષ્ઠામાં વીર્યહામઃ । અર્થાત્ બ્રહ્મચર્યની દઢતા થવાથી અદ્ભુત વીરતાની પ્રાપ્તિ થાય છે.
બ્રહ્મચર્યના પાલનથી મગજમાં ઘણી જ બળવાન શક્તિનો સંચય થાય છે, અને તેની ઈચ્છાશક્તિ પણ અસાધારણ રીતે બળવાન થઈ જાય છે. બ્રહ્મચર્ય વગર માનસિક અને આધ્યાત્મિક ખળ સંભવતું જ નથી. . આપણા મહાન આચાર્યો શ્રીસિદ્ધસેન દિવાકર, શ્રીહરિભદ્રસૂરિજી, શ્રીહેમચંદ્રાચાર્યજી, શ્રીયશોવિજયજી સૌ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ જ હતાં. સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ રમણ જેવા યોગી પુરુષો પોતાના જીવનકાળમાં જે મહાન કાર્યો કરી ગયા છે, તે બધાના મૂળમાં બ્રહ્મચર્યની જ શક્તિ હતી. આચાર્ય શ્રી વિનોબાજી ભાવેએ આ ઉંમરે ભારતમાં ભૂમિદાનરૂપી શ્રેષ્ઠ યન શરૂ કરી જગતની પ્રજાને શાંતિ અને સેવાનો એક નવો જ માર્ગ બતાવ્યો છે; આ મહાન કાર્યની પાછળ પણ તેમના નૈષ્ઠિક બ્રહ્મચર્યની શક્તિનો કાંઈ ઓછો હિસ્સો નથી.
શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન જ્યાંસુધી પાંચ ઇન્દ્રિયો, ક્રોધ-માન-માયા-લોભ તેમ જ સૌથી દુય એવું પોતાનું મન ન જિતાય ત્યાં સુધી શક્ય નથી. શીલનો અર્થ આપણાં શાસ્ત્રોમાં માત્ર વીર્યનિરોધરૂપી સ્થૂલ બ્રહ્મચર્ય કરવામાં નથી આવ્યો, પરન્તુ મન, વચન અને કાયાએ કરી ઇન્દ્રિયો પર જય મેળવી, તેમની દુષ્પ્રવૃત્તિમાંથી મુક્ત થવું એ જ શાલની શુદ્ધ વ્યાખ્યા છે. માત્ર ઇન્દ્રિયોના દમનથી બ્રહ્મચર્ય પાળવું એ શક્ય નથી. મહાત્મા ટૉલસ્ટૉયે આ બાબત પર પોતાના વિચારો દર્શાવતાં કહ્યું છે કે : અન્ય સર્વ સદ્ગુણોની પેઠે બ્રહ્મચર્ય પણ પાપ કરવાની અશક્યતા કે અશક્તિ દ્વારા નહિ પણ ઇચ્છાભળે અને શ્રદ્ધા સામર્થ્ય વડે સંપાદિત થાય ત્યારે કામનું છે. અકરાંતિયા ન થવા ખાતર માણુસ જાતે જરમાં રોગ પેદા કરે, અગર લડાઈ ન કરવા ખાતર જાતે પોતાના હાથ બાંધે, અથવા અપશબ્દો ન વાપરવા જાતે પોતાની જીભ કાપી નાખે તો તો પાપ કર્યું ન કર્યું સરખું જ છે. ઈશ્વરે માનવીને અત્યારે એ છે એવું બનાવ્યું છે, એના વિષયી દેહમાં દૈવી આત્માનો સંચાર કર્યો છે, તે શ્વિરકૃતિને સુધારવા એ દેહને છેદીભેદીને પાંગળો બનાવે એટલા માટે નહિ, પણ એ આત્મા એની દૈહિક વિષયવાસનાને તાબે કરે એટલા ખાતર જ.’
શુદ્ધ બ્રહ્મચર્યના પાલન માટે માણસ પાસે કોઈ વિશાળ કલ્પના હોવી જોઈએ, અને તેમાં જ સદૈવ ચિત્ત અને શરીરને ઓતપ્રોત કરી નાખવાં જોઈ એ કે જેથી વિષયના મરણને અવકાશ જ ન રહે. વિશાળ કલ્પના રાખતાં બ્રહ્મચર્યનું પાલન સહજ બની જાય છે. પ્રસિદ્ધ રસાયનશાસ્ત્રી જૉન ડૉલ્ટનના વિષે એમ કહેવાય છે કે તેમની વૃદ્ધાવસ્થામાં કોઈએ તેમને અવિવાહિત રહેવાનું કારણ પૂછ્યું. તેનાં
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
4
જવાબમાં ડૉલ્ટને કહ્યું : ‘ આ પ્રશ્ન જ તમે સૌથી પ્રથમ મને સુઝવ્યો, બાકી તો મારું જીવન વિજ્ઞાનના અભ્યાસમાં ક્યાં ચાલ્યું ગયું તેની મને ખબર જ નથી.' ભીષ્મ પિતામહે પિતાના સુખરૂપી એક ભવ્ય આદર્શ અર્થે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું, અને પછી તો પિતાનું સુખજ એમનું બ્રહ્મ બની ગયું અને પરિણામે આદર્શ બ્રહ્મચારી બની ગયા. માઈકલ ઍન્જેલોને કોઈ એ વિવાહ કરવાની સૂચના કરી, ત્યારે તેણે જવા આપ્યોઃ ‘ ચિત્રકળા મારી એવી સહચરી છે કે તે કોઈ સપત્ની સાંખી નથી શકતી.' આ બધાં દૃષ્ટાંતો, બ્રહ્મચર્યના પાલનમાં વિશાળ કલ્પના—ભવ્ય આદર્શો કેવાં અને કેટલાં મદદરૂપ થાય છે તેની સાબિતી આપે છે.
આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજસાહેબે બ્રહ્મચર્યવ્રતની પૂજાની રચનામાં બ્રહ્મચર્યની મહત્તા, જરૂરિયાત અને શક્તિનું અદ્ભુત વર્ણન કર્યું છે, એટલું જ નહિ પણ બ્રહ્મચર્યના વિષય ઉપર જૈન આગમોના મૂળ સૂત્રોમાં જે જે કહેવામાં આવ્યું છે, તેનો મુખ્ય સાર પણ આ પૂજાઓમાં વણી લેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ શુદ્ધ, પવિત્ર, નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તેવી જ વ્યક્તિથી આવી મહાન પૂજાની રચના થઈ શકે. આ પૂજાઓનાં પદે પદે અમૃત ઝરે છે, કડીએ કડીએ દિવ્ય પ્રકાશ મળે છે, અને શુદ્ધ બ્રહ્મચર્યમાં કેટલી શક્તિ રહેલી છે તેનું ભાન થતાં, હૃદય પ્રફુલ્લિત બને છે. પાંચ મહાત્રતોમાં બ્રહ્મચર્યવ્રતની શ્રેષ્ઠતા બતાવતાં પૂજામાં કહેવામાં આવ્યું છે કે :
અન્ય વ્રતો મેં જો વ્રત ખંડિત, હોવે સો ખંડિત સહિયે, ઈક બ્રહ્મચર્ય કે, હુયે ખંતિ, પાંચો ખંડિત કહીએ.
બ્રહ્મચર્યવ્રત સિવાય જો અન્ય વ્રત ખંડિત થાય તો માત્ર તે વ્રત ખંડિત થયું કહેવાય, પરન્તુ બ્રહ્મચર્યવ્રતના ખંડિત થવાના કારણે તો પાંચે વ્રત ખંડિત થાય છે. આ દૃષ્ટિએ પાંચે વ્રતોમાં બ્રહ્મચર્યવ્રતની મહત્તા સવિશેષ છે. આ હકીકત સમજાવતાં શ્રીમદ્ હરિભદ્રસુરિજી ‘ વૃદ્ધ વ્યાખ્યા તરીકે કથન ટાંકતા કહે છે : “ વેશ્યામાં મન જવાથી અમૈથુનવ્રત ખંડિત થાય છે; વૈશ્યાદિમાં ચિત્ત રાખી ભિક્ષા માટે જતાં જીવજંતુ કચરાવાથી હિંસા થાય છે; ખાજો પૂછે ત્યારે છુપાવવા જતાં અસત્ય બોલવું પડે છે; વેશ્યાની રજા વિના તેના મુખનું દર્શન કરવું એ ચોરી છે તથા તેનામાં મમતા કરવી એ પરિગ્રહ છે” એટલે બ્રહ્મચર્યવ્રતના ભંગ સાથે પાંચે વ્રતોનો પણ ભંગ થાય છે.
બ્રહ્મચર્ય સાધકે કેવા સ્થાનમાં રહેવું, કેવા કેવા નિમિત્તોથી દૂર રહેવું તેમજ તત્ત્વ દૃષ્ટિએ સ્ત્રીનું સ્વરૂપ સમજાવતાં પૂજામાં કહેવામાં આવ્યું છે કેઃ
સ્ત્રી પશુ પંડક સેવિત થાનક, સેવે નહીં અનગાર; સોલવે ઉત્તરાધ્યયન સૂત્રમેં, બ્રહ્મ સમાધિ વિચાર. નારી કથા વિકથા કહી, જિનવર ત્રીજે અંગ; સપ્તમ અંગે સૂચના, દંડ અનર્થ પ્રસંગ. અજ્ઞાની પશુ-કેલી નિરખત, હોવે ચિત્ત વિકાર, લખમણા જિમ સાધ્વી વસ મોહે, બહુત રુથી સંસાર. સંભૂત મુનિ ચિત્ત દીનો, ફરસે તપ નિષ્ફળ કીનો, ચક્રીપદ માંગ કે લીનો રે, – બ્રહ્મચારી ધીર વીર. હાથ પાંવ છેદે હુએ હૈ, કાન નાક ભી જેહ, છઠ્ઠી સો વરસા તણી રે, બ્રહ્મચારી તજે તેડુ રે. અપવિત્ર મલ કોઠરી, કલહ કદાગ્રહ ઠામ, ગારાં સ્રોત વહે સદા, ચર્મદતિ જસનામ.
Page #3
--------------------------------------------------------------------------
________________
- બ્રહ્મ વ્રતેષ વ્રતમ
૧૪૩
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે: બ્રહ્મચર્યના સાધકે સ્ત્રી, પશુ અને નપુંસક હોય તેવા સ્થળે રહેવું નહિ, તેમ જ સ્ત્રીઓની શૃંગારવધક કથાઓ પણ કહેવી નહિ. ઈન્દ્રિયોનો સ્વભાવ છે કે, સામા આવેલા વિષયને ગ્રહણ કરવો અને વિષયોનો સ્વભાવ છે કે, ઇન્દ્રિયો વડે ગ્રહણ થવું. સાધ્વી લખમણને, ઇન્દ્રિયોના આવા સ્વભાવના કારણે જ, અજ્ઞાન પશુઓની કામક્રીડા જોતાં ચિત્તમાં વિકાર ઉત્પન્ન થયો, અને પરિણામે અનંત વખત ભવભ્રમણ કરવું પડયું. બ્રહ્મચર્યના સાધકે એટલા માટે જ આવાં બધાં નિમિત્તોથી દૂર રહેવું આવશ્યક છે. નિમિત્તોની જીવ પર કેટલી બધી અસર થાય છે, તેના સમર્થનમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં સંભૂતિ મુનિની વાત કહેવામાં આવી છે.
સંભૂતિ મુનિ પાસે એક વખતે સનતકુમાર ચક્રવર્તી અને તેની રાણી સુનંદા વંદન કરવા ગયાં હતાં. વંદન કરતાં સુનંદાના મસ્તક પરથી વાળની એક લટ નીચે સરી પડી. આ વાળની લટનો સ્પર્શ મુનિરાજને થયો અને પરિણામે તેના ચિત્તમાં રાગ ઉત્પન્ન થયો. કામદેવ છે તે અંગરહિત, પણ તેની શક્તિની પ્રબળતા અગાધ છે. તે સ્પર્શના સુખનો અનુભવ થતાં સંભૂતિ મુનિએ વિચાર કર્યો કે : “અહો ! આ કમળમુખીના વાળનો સ્પર્શ પણ આવું અદ્ભુત સુખ આપે છે તો પછી તેના શરીરનો સ્પર્શ કેવું સુખ આપતો હશે ?' ઊર્ધ્વગતિ માટે સાધકે પળે પળે પ્રયત્ન કરવો પડે છે, પણ નીચે પડવામાં તો ગતિનો વેગ વિનાપ્રયને વધતો જ રહે છે, એટલે સંભૂતિ મુનિએ તો ત્યાં જ નિયાણું બાંધ્યું કે: “મેં આ દુષ્કર તપસ્યા કરી છે તેનું કાંઈ પણ ફળ હોય તો હું આવતા ભવમાં આવી અનેક સ્ત્રીઓનો સ્વામી થાઉં.” પરિણામે સંભૂતિ મુનિના જીવે “બ્રહ્મદત્ત' તરીકે જન્મ ધારણ કર્યો અને બાંધેલા નિયાણાને કારણે પુષ્કળ ભોગો ભોગવી સાતમા નરકે જવું પડ્યું. - સ્ત્રીસંગથી બ્રહ્મચારીએ દૂર જ રહેવું. ઉત્તરાધ્યયન સૂત્ર(અધ્યયન-૩૨)માં તો ત્યાં સુધી લખ્યું છે કે : “જેમ બિલાડાના સ્થાનની પાસે ઊંદરોનું રહેવું પ્રશસ્ત નથી તેમ સ્ત્રીઓના સ્થાનની પાસે બ્રહ્મચારી પુરુષોનો નિવાસ પણ યોગ્ય નથી.” બ્રહ્મચર્ય સાધક માટે સ્ત્રીસંસર્ગના ત્યાગની જરૂરિયાત પર ભાર મૂકી દશવૈકાલિક સૂત્ર(અધ્યયન ૮-૫૬)માં કહેવામાં આવ્યું છે કેઃ
हत्थ पाय पलिच्छिन्नं कण्णनास विगप्पि।
अवि वासमयं नारिं बंभयारी विवजए॥ અર્થાત જેના હાથ પગ કપાઈ ગયા હોય તથા જેનાં નાકકાન બેડોળ થઈ ગયા હોય, એવી સો વરસની સ્ત્રીનો પણ બ્રહ્મચર્ય સાધકે સંસર્ગ ન કરવો. તત્વદૃષ્ટિએ સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરતાં શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે કે:
बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी ।
तत्त्वदृष्टस्तु साक्षात् सा विण्मूत्रपिढरोदरी॥ અર્થાત બાહ્યદષ્ટિને અમૃતના સાર વડે ઘડેલી સ્ત્રી સુંદરી ભાસે છે, ત્યારે તત્ત્વદષ્ટિને તો તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવી લાગે છે. વાસ્તવિક રીતે જોતાં તો, સ્ત્રીનું શરીર કે પુરુષનું શરીર માત્ર લોહી, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજજા, વીર્ય, આંતરડાં અને વિષ્ટારૂપ અપવિત્ર પદાર્થોનો ભંડાર નથી તો બીજું શું છે ? આચાર્ય મહારાજ સાહેબે એટલા માટે જ કહ્યું છે કે: “અપવિત્ર ભૂલ કોઠારી.” તે પછી તરત જ, બીજા અર્ધપદમાં “કલહ કદાગ્રહ ઠામ' એમ લખ્યું છે. છેતરવું, કૂરપણું, ચંચલતા અને કુશીલપણું એ સ્ત્રીના સ્વાભાવિક જ દોષો છે, એવી સ્ત્રીમાં રતિ કરે એને મૂર્ખ ને કહેવો તો શું કહેવું? આ દોહરાની બીજી પંકિતમાં કહ્યું છે કે : “ગારાં સ્ત્રોત વહે સદા, ચર્મ હૃતિ જસ નામ.” અર્થાત
-
हत्थ पायर
બા*
Page #4
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
દુર્ગધી પદાર્થોના ભંડારરૂપી સ્ત્રી શરીરનાં અગિયાર અંગોમાંથી ગટરમાંના કચરાની માફક નિરંતર મેલ વહ્યા કરે છે, તેથી કરીને આવા શરીરને ચામડાની ૫ખાલ સાથે સરખાવવામાં આવ્યું છે. પુરુષને શરીરનું પણ આવું જ છે અને પુરુષ પણ ઠગાઈ ક્રૂરતા, ચંચળતા અને કુશીલતામાં રસ નથી લેતો એમ નથી જ. શરીર કરતાં સ્ત્રી કે પુરૂષની વાસના જ મહાદોષને પાત્ર છે.
સ્ત્રી કે પુરુષ માટે તમામ ઈન્દ્રિયો પર એકીવખતે સંયમ કેળવ્યા સિવાય બ્રહ્મચર્યનું પાલન શય નથી: એથી કરીને. બીજી બાબતો વિષે બ્રહ્મચર્યસાધકે જે ખ્યાલ રાખવાનો છે તેનો નિર્દેશ કરતાં પૂજામાં જણાવવામાં આવ્યું છે કે:
પુષ્ટિકાર આહાર ન ખાવે, વિગય અધિક મેં મન ન લગાવેઃ રસના વસ જે સરસ આહારી, ચઉ ગતિ દુઃખ પાવે વો ભારી. ભાદક આહારસે મન્મથ જાગે, ઈસ કારણું બ્રહ્મચારી ત્યાગે, રસના જીપક ગૃહી અનગારી, નમન કરત જગમેં નરનારી.
ખાટા ખારા ચરચરા, મીઠા વિવિધ પ્રકાર,
રસ લાલચ અધિકા ભમે, હોવે રોગ પ્રકાર. કામ દીપાવન ભૂષણ દૂષણ, અંગ વિભૂષણ ટાળી, નાટક ચટક રાસ સિનેમા, દેખે નહીં બ્રહ્મચારી
સાદે કપડે પહને ભૂષણ નવિ ધારે. વિષયવાસના સામેનો વિગ્રહ જીવનમાં સૌથી મહાન અને કપરો વિગ્રહ છે. આ વિગ્રહમાં વિજય મેળવવા માટે એને અનુરૂપ થાય તેવું વાતાવરણ અને સાધનો પણ જરૂરનાં છે. શરીર અને મનને ચંચળ કરે એવાં તીખા તમતમતાં તેમ જ સ્વાદિષ્ટ અને રસાળ ભોજનનો બ્રહ્મચર્યસાધકે ત્યાગ કરવો જોઈએ; કારણ કે આવા પ્રકારનાં ભોજનો શરીરમાં વિકાર ઉત્પન્ન કરે છે.
જીભની ભારણ અને તારણ શક્તિનો ઉલ્લેખ કરી કોઈએ સાચું જ કહ્યું છે કે, રસોની લાલચુ, રોગ માત્રની જન્મભૂમિ અને બીજી તમામ ઈન્દ્રિયોને મારનારી અને તારનારી, યોગારૂઢને પણ બલાત ખેંચી નીચે ઢસડનારી, સી કામનાને જન્માવનારી એવી જીભને હમેશાં વશમાં લાવવી. અગાઉના વખતમાં યુદ્ધ લડાતાં તેમાં સેનાધિપતિ એટલે લશ્કરનો મૂળ નાયક મરણ પામે અગર નાસી જાય કે તુરત તેના લશ્કરમાં ભંગાણ પડે, અને પછી તુરત જ લશ્કર તાબે થાય એવી પ્રથા હતી. સ્વાદેન્દ્રિયની બાબતમાં પણ આવું જ છે. ઇન્દ્રિયોમાં પણ સૌને બહેકાવનારી, નચાવનારી અને તોફાન મચાવનારી જીભને કાબૂમાં લેવામાં આવે, તો બીજી ઇન્દ્રિયો આપોઆપ તેની પાછળ શરણ સ્વીકારે છે. જગતમાં મૃત્યુ પામતાં માનવોમાંથી મોટા ભાગનાં માનવીઓ વધુ પ્રમાણમાં અને નહિ ખાવા જેવી વસ્તુઓના ઉપભોગનાં કારણે જ મૃત્યુ પામે છે. માણસો ભૂખ સંતોષવા નથી ખાતાં પરંતુ જીભના સ્વાદ અર્થ ખાય છે. બ્રહ્મચર્ય સાધકે સંયમી જીવન જીવવા માટે, દેહના પોષણ અર્થે ખાવાનું છે અને રાસલોલુપતાને કાબૂમાં લેવી એ તેનું સૌથી પ્રથમ કર્તવ્ય છે. ઉત્તરાધ્યયન સૂત્ર( અ. ૩૨-૧૦ )માં કહેવામાં આવ્યું છે કે :
रसा पगामं न निसेवियब्वा पायं रसा दितिकरा नराणं।
दित्तंच कामा समभिद्दवन्ति दुमं जहा साउफलं व पक्खी ।। અર્થાત ઘી-દૂધ વગેરે દીપ્તિ કરનારા રસો યથેચ્છ ન સેવવા; કારણ કે જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટોળાબંધ દોડી આવે છે તેમ તેવા માણસ તરફ કામવાસનાઓ દોડી આવે છે. રસનેન્દ્રિય
Page #5
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મ તેવું તેમ
૧૪૫
અને જનનેન્દ્રિયને બહેનોની માફક અતિ નિકટનો સંબંધ છે, રસની લોલુપતા કામને જાગ્રત કરે છે, એ સૂત્ર બ્રહ્મચર્ય સાધકે નિરંતર ધ્યાનમાં રાખવાનું છે. જીભમાં હાડકું નથી, પરંતુ તેમ છતાં, એ હાડકા વિનાની જીભલડીમાં હાડકાંવાળાં બીજાં અંગોનો નાશ કરવાની તો અદભુત શક્તિ છે.
कामोत्पादकद्रव्यस्य दर्शनात् स्खलति ब्राम् . અર્થાત કામને ઉપજાવે એવા દ્રવ્યના દર્શનથી વ્રતભંગ થાય છે, એટલા માટે જ આચાર્ય મહારાજશ્રીએ પૂજામાં કહ્યું છે કે બ્રહ્મચારી કદી નાટક, ચેટક, રાસ, સિનેમા જોવા જાય નહિ. બ્રહ્મચર્ય સાધક માટે શારીરિક ટાપટીપ, સ્ત્રીનો સંસર્ગ અને રસદાર અન્નપાન એ ત્રણે તાલપુટ્ટ (હાથમાં પકડતાં જ તાળવું ફોડી નાખે તેવું મહાભયંકર) વિષ જેવા હોવાનું દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે. - વિકારોત્તેજક શબ્દોના પઠન કે શ્રવણથી પણ અંતરમાં કરેલા કે સૂતેલા વિકારી જાગ્રત થાય છે, માટે બ્રહ્મચર્યસાધકે કામવાસના જાગે તેવું વાચન ન કરવું, એવા શબ્દો ન સાંભળવા, એવાં સુગન્ધયુક્ત દ્રવ્યોનું સેવન ન કરવું, તેમ જ એવું કોઈ દશ્ય ન જેવું. ઇન્દ્રિયોનો ઉપયોગ તો બ્રહ્મચારી અને અબ્રહ્મચારી બંને જ કરે છે, પરંતુ બન્નેના આચારવિચારમાં ભારે ભેદ રહે છે. મહાત્મા ગાંધીએ આ વિષે લખતાં કહ્યું છે કે : “બ્રહ્મચર્યનો પ્રયત્ન કરનારા ઘણા નિષ્ફળ જાય છે, કેમકે તેઓ ખાવાપીવામાં જેવા ઇત્યાદિમાં અબ્રહ્મચારીની જેમ રહેવા માગતા છતાં બ્રહ્મચર્યનું પાલન ઇચ્છે છે. આ પ્રયત્ન ઉષ્ણઋતુમાં શીતતુનો અનુભવ લેવાના પ્રયત્ન જેવો કહેવાય. સંયમીના અને સ્વચ્છંદીના, ભોગીના અને ત્યાગીના, જીવન વચ્ચે ભેદ હોવો જ જોઈએ. સામ્ય હોય છે તે તો ઉપરથી દેખીતું જ. ભેદ ચોખા તરી આવવો જોઈએ. આંખનો ઉપયોગ બંને કરે, પણ બ્રહ્મચારી દેવદર્શન કરે, ભોગી નાટકટકમાં લીન રહે, બન્ને કાનનો ઉપયોગ કરે, પણ એક ઈશ્વર ભજન સાંભળે, બીજો વિલાસી ગીતો સાંભળવામાં મોજ માણે; એક શરીરરૂપ તીર્થક્ષેત્રને નભાવવા પૂરતું દેહને ભાડું આપે, બીજે સ્વાદને ખાતર દેહમાં અનેક વસ્તુઓ ભરી તેને દુર્ગધિત કરી મૂકે. આમ બંનેના આચારવિચારમાં ભેદ રહ્યા જ કરે.” - - જે પૂર્ણ બ્રહ્મચારી છે તેના માટે આ સંસારમાં કશું જ અસાધ્ય નથી; બ્રહ્મચર્યનું બહુમાન કરતાં આચાર્યશ્રી પૂજામાં કહે છે કે
બ્રહ્મચર્ય શુદ્ધ જેહ, પરમ પૂત તાસ દેહ, દેવ સેવ કરત નેહ, જય જય જય બ્રહ્મચારી. વીતરાગ સમ જાનિયે, બદાચારી નિરાગ, બ્રહ્મચર્ય તપસે મિલે, મોક્ષ પરમ પદ ધામ. નૂતન શ્રી જિન ચૈત્ય બનાવે, કોટિ નિષ્પદાન કરીને,
હોવે નહિ બ્રહ્મચર્યબરાબર, આગમ પાઠ ઉચ્ચારીને, માનવીમાં ક્રોધ, લોભ, માન, માયા, રાગ, દ્વેષ, ઈર્ષ, મોહ, મમતા, અધીરાઈ, ઝેર, વેર, કામવાસનાઓ, ઇચ્છાઓ, પરનિન્દા, અહંકાર, અભિમાન, કરતા, નિર્દયતા, અદેખાઈ ધર્તતા, નિર્લજજતા, નફરતા, નાલાયકીપણું, પ્રપંચીપણું ઇત્યાદિ જોવામાં આવે છે, તે બધાંના મૂળમાં કારણરૂપ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યના આચરણથી આ બધા દોષોનો નાશ થાય છે, તેમ જ ક્ષમા, માર્દવતા, નમ્રતા, સરલતા, નિરભિમાનપણું, તપશ્ચર્યા, સંયમ, સત્ય, પવિત્રતા, અકિંચનપણાનો ગુણ પ્રાપ્ત થઈ શકે છે. આચાર્યશ્રીએ તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપદેશ આપતાં પૂજમાં કહ્યું છે કેઃ “દેવો અને દાનવો પણ દુષ્કર એવા બ્રહ્મચર્યના પાળનારને નમસ્કાર કરે છે. બ્રહ્મચારીની વીતરાગ સાથે સરખામણી કરી છે, એ ઉપરથી
૧૦
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૪૬
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
બ્રહ્મચર્યનું માહાત્મ્ય સમજી શકાય છે, માનવી માટે · બ્રહ્મચર્ય ’થી કોઈ વિશેષ મોટી સાધના નથી. અન્ય ધર્મશાસ્ત્રો પણ કહે છે કેઃ કામિની અને કાંચન રૂપ સ્તરથી સર્વ જગત વીંટાયેલું છે, તેમાં જે મનુષ્ય વિરક્ત છે તે પરમેશ્વર છે.
:
સૌથી છેલ્લે આચાર્યશ્રીએ પૂજામાં કહ્યું છે કે : ‘ કરોડો સોનામહોરોનું દાન કરી જે કોઈ જિનચૈત્ય બનાવે, તે પણ શુદ્ધ બ્રહ્મચારીની તોલે આવી શકે નહિ, એટલે કે જિનચૈત્ય ચણાવવામાં જે લાભ થાય છે તે કરતાં બ્રહ્મચર્યનું ફળ અનેકગણું વધી જાય છે. ' ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે મહિને મહિને લાખો ગાયો દેનારાના દાન કરતાં, કાંઈ ન આપનારાનું ય સંયમાચરણ શ્રેષ્ઠ છે. ’
""
વિશુદ્ધ બ્રહ્મચર્યપાલનની શક્યતા જગતના દરેક સ્ત્રીપુરુષના માટે છે. આ કાર્ય કપરું છે, પણ પુરુષાર્થ વડે એ સિદ્ધ થઈ શકે છે, એની સિદ્ધિ માટે અનેકવાર જન્મો લેવા પડે, અને અનેક જન્મોને અંતે આવી સિદ્ધિની પ્રાપ્તિ થાય તો પણ તેથી આપણે નિરાશ થવાનું કારણ નથી. મહાસમર્થ વિચારક અને તત્ત્વચિંતક સ્વ૰ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ બ્રહ્મચર્યસાધનાના માર્ગમર્યાદાના નિયમોનો ઉલ્લેખ કરતાં એક સ્થળે લખ્યું છે કેઃ “ જેના વંશમાં કેટલી યે પેઢી સુધી એકપત્નીવ્રત તથા એકપતિવ્રત જળવાયાં હશે, તેમાં યે કેટલી યે પેઢી સુધી બ્રહ્મચર્ય માટે પ્રયત્ન ચાલ્યો હશે, તેની પેઢીમાં નૈષ્ઠિક બ્રહ્મચારી પાકે. ’
મહાત્મા ટોલટૉયનાં લખાણોનો સંગ્રહ જે The Relations of the Sexes'ના નામથી તેમના મૃત્યુ બાદ પ્રકટ થયેલો છે, તેમાં જણાવવામાં અવ્યું છે કે: “ ‘ પ્રકૃતિએ માનવીમાં વિષયપરાયણતાની પાશવત્તિ ભેગી પવિત્રતા અને ચારિત્રવિશુદ્ધિની આધ્યાત્મિક વૃત્તિ પણ રોપી છે. બ્રહ્મચર્ય અને ચારિત્રવિશુદ્ધિ એ એવી ભાવના છે કે એને સિદ્ધ કરવા માણસે સદા યે સર્વાવસ્થામાં મથ્યા જ કરવું ઘટે. જેમ જેમ વિશેષ તમે એ ભાવનાને સિદ્ધ કરશો, તેમ તેમ ઈશ્વરની આંખમાં તમે વિશેષ પુણ્યાર્જત કરશો; પણ અપ્રત્યક્ષ વાત જવા દઈ એ ને કેવળ પ્રત્યક્ષ વાત જ કરીએ તો પણ તમારું પોતાનું કલ્યાણ પણ તમે વિશેષ પ્રમાણમાં સાધી શકશો; કેમકે શરીરપરાયણુને વિષયાધીન બની જવા કરતાં બ્રહ્મચર્યપાલન અને વિશુધિરક્ષણ કરવાથી મનુષ્ય ઈશ્વરની વિશેષ આરાધના કરી શકે છે. ’
પ્રાચીન કાળના ઋષિમુનિઓ મનુ, યાજ્ઞવલ્ક્ય, અત્રિ વગેરેનાં સ્ત્રી સંબંધેના વિચારો સ્મૃતિઓમાં સંગ્રહાયેલાં છે, તેમાં, તેમ જ આપણી ધર્મકથાઓમાં સ્ત્રીઓની બાબત પરત્વે નૈતિક ભાવનાને ત્યાજ્ય લાગે એવાં અનેક કથનો જોવામાં આવે છે, ‘સ્ત્રીમાં માયાશીલતા, ક્રૂરતા, ચંચલતા, કુટિલતાના દોષો બધા સ્વાભાવિક છે તેથી તેનાથી દૂર રહેવું ’–‘ અપાર ઉદધિનો પાર પામવો શક્ય છે પણ પ્રકૃતિથી દુરાચરણ એવી સ્ત્રીનો પાર પામવો અશક્ય છે. સ્ત્રી સંસારનું ખીજ છે, નરકદ્વારનો માર્ગદર્શક દીપક છે, શોકની જડ છે, કજિયાકંકાસનું મૂળ છે, દુઃખની ખાણ છે’આ અને આવાં વચનો ગોખી ગોખીને બ્રહ્મચર્યના પાલનનો જમાનો હવે પૂરો થયો છે. આપણા ઋષિમુનિઓએ ગ્રંથોની રચના કરી તે પછી જગતમાં અનેક ફેરફારો થઈ ગયા છે. માનવી એ વખતે જેવો હતો તેવો જ અત્યારે છે એમ માનવું એ નરી મૂર્ખાઈ છે. નદીનું વહેણુ દેખાય છે તો એકસરખું, પણ તેમ છતાં પળે પળે તેમાં જૂનો પ્રવાહ પસાર થઈ નવો પ્રવાહ વહે છે, તેમ, માનવસ્વભાવ પણ હંમેશાં વિકસિત થઈ રહ્યો છે જ. પૂર્વ જન્મનાં કોઈ યોગભ્રષ્ટ આત્માની વાત બાજુએ રાખીએ તો, માનવી માત્રમાં ભોગવાસનાની વૃત્તિ રહેલી હોય છે, પણુ સાથે સાથે, ધર્મવાસના અને ધર્મપ્રેરણાની પણ ભારે પ્રબળ વૃત્તિ રહેલી હોય છે. કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધની માફક માનવીની અંદર શુભ અને અશુભ વૃત્તિઓનું નિરંતર યુદ્ધ લડાઇ રહેલું જ હોય છે, સામાન્ય રીતે આવી વૃત્તિઓનું વલણ ઇન્દ્રિયજન્ય ભોગોના શમન પ્રત્યે જાય છે એ
Page #7
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મ વતેષ વ્રતમ
૧૪૭
ખરું છે, પરંતુ આ સ્થિતિ માટે સ્ત્રી જાતિને શા માટે જવાબદાર ગણવામાં આવે છે તે સમજી શકાતું નથી. સ્ત્રી પુરુષ પ્રત્યે ધિક્કાર કે દ્વેષની ભાવના સેવે, અગર પુરુષ સ્ત્રી પ્રત્યે ધિક્કાર કે ઢેલની ભાવના સેવે, તેથી કાંઈ આવી વાસનાઓમાંથી મુક્ત બની શકાતું નથી. આવી ભાવનાથી, કદાચ, બહુ બહુ તો અમુક વખત સુધી વૃત્તિઓ સુપ્ત મનમાં દબાયેલી કે સંતાયેલી પડી રહે એટલું જ.
ઋષિમુનિઓ રચિત સ્મૃતિઓમાં તેમ જ અન્ય અનેક કથાઓમાં સાધના માટે બ્રહ્મચર્યપાલનમાં સ્ત્રીને કાંટારૂપે માનવામાં આવી છે એટલું જ નહિ, પણ સ્ત્રી જાતિ પર નિર્લજજ પ્રહારો અને હીચકારા હુમલાઓ કરવામાં આવ્યાં છે. સ્ત્રી કેમ જાણે રાક્ષસી હોય અને બ્રહ્મચર્ય સાધકને કેમ જાણે ગળી જવા માટે જ જમી હોય, એવી રીતે ચીતરવામાં આવી છે.
એક દષ્ટિએ તો સ્ત્રી જાતનાં આવાં આવાં બેહૂદાં વર્ણન કરી, આપણા ઋષિમુનિઓએ પુરુષજાતની નબળાઈનું માત્ર એક પ્રદર્શન જ કર્યું છે. એક વિદ્વાન મહાપુરુષે લખ્યું છે કે; "It is only imperfection that complains of what is imperfect. The more perfect we are, the more gentle and quiet we become towards the defects of others.” અર્થાત જેઓ માત્ર અપૂર્ણ છે તે જ બીજાઓની અપૂર્ણતા માટે ફરિયાદ કરે છે; જેટલી હદે માનવી પૂર્ણ બને છે, તેટલી હદે બીજાઓના દોષો પ્રત્યે તે વધુ નમ્ર અને શાંત બનશે. શ્રીધૂલિભદ્રજીના કોશાને ત્યાંના ચોમાસાની વાત, અર્જુન અને ઉર્વશીનો પ્રસંગ, તેમ જ સુદર્શન શેડનું મહારાણી અભયા સાથેનું વર્તન—આ બધા દાખલાઓમાંથી આપણને ખાતરી થવી જોઈએ કે સુદઢ, સબળ અને સશક્ત માનવીને જગતની કોઈ પણ શક્તિ, કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પ્રલોભન ચલાયમાન કરી શકતાં નથી. જેઓ ચલાયમાન થાય છે, તેમાં તેટલા અંશે પુરુષત્વની ખામી છે. આ દોષનું આરોપણ બીજામાં કરવાથી શું ફાયદો છે? જે સાધકો બ્રહ્મચર્યના માર્ગથી રચૂત થઈને પતનના માર્ગ ઘસડાય છે, અને બચાવમાં સંજોગો અને સ્ત્રીનો દોષ કાઢે છે, તેઓ ધર્ત અને શયતાન છે તેમ જ પુરુષ કહેવરાવવાને લાયક નથી.
પુજ્ય કરતાં સ્ત્રી અનેકગણું કામ છે, એવી અર્થહીન અને બેવકૂફી ભરેલી વાતો કરનારા માટે, માનસશાસ્ત્રી ડૉ. મેકગલનો સ્ત્રી સંબંધેનો અભિપ્રાય જાણવા જેવો છે. તેઓ કહે છે કેઃ “સ્ત્રીસ્વભાવ વધારે ભાવનાવશ છે, એના પ્રત્યે જે લાગણી બતાવવામાં આવે તેની અસર એના પર પુષ પર થાય તે કરતાં વધારે થાય છે. આનો અર્થ એ થાય કે સ્ત્રીની ભોગેચ્છા સદા યે અતૃપ્ત રહે છે એમ નહિ; પણ સ્ત્રી, સામાન્ય રીતે, સદા યે ભાવની-હેતની ભૂખી રહે છે. આથી, એના પ્રત્યે જે દાક્ષિણ્ય બતાવવામાં આવે તેનો પડઘો એના અંતરમાંથી ઊડ્યા વિના રહેતો નથી. આનું પરિણામ એના હૃદય પર એટલું બધું થાય છે કે એને પોતાના હિતાહિતનું બહુ ભાન રહેતું નથી, અને એના પ્રત્યે લાગણી બતાવનારને સંતોષ આપવા એ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. એ વેગ ક્ષણિક રહે એમ બને; પાછળથી એનો ઉગ પહેલા વેગ કરતાં વધારે બળવાન થાય; પણ તે ક્ષણે એ ભાન ભૂલી જાય છે. ધૂર્ત પુરુષ એના આ સ્વભાવનો લાભ ઉઠાવે છે અને એને પોતાનો શિકાર બનાવે છે.”
રૂપને નજરે પડતું રોકી શકાય તેમ નથી, તેથી જ નિગ્રંથને આંખથી મનોહર રૂપ દેખી અગર ન ગમતાં રૂપો દેખી તેમાં આસક્તિ કે દેવ કરવાની જ્ઞાની મહાત્માઓએ ના પાડી છે, અને આમ છતાં, સ્ત્રીથી અલિપ્ત રહી શકાય તે માટે સ્ત્રીની બાબતમાં કેવી કેવી દુષ્ટતાભરેલી વાતો કરવામાં આવી છે!
આજ સુધી આ રીતે આચરેલા પાપોનું હવે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ એ નૈસર્ગિક અને જગતમાં સૈથી અધિક પવિત્ર છે. બ્રહ્મચર્યસાધકે જગતની સ્ત્રીમાત્રમાં માતાનું
Page #8
--------------------------------------------------------------------------
________________ 148 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સ્વરૂપ જેવાની ભાવના કેળવવાની છે. તિરસ્કાર કે ધિકકારની દષ્ટિના માર્ગે નહિ, પણ આ જ માર્ગે બ્રહ્મચર્યસાધક પોતાના બ્રહ્મચર્યનું પાલન કરી શકશે; બ્રહ્મચર્યપાલનનો આ જ પવિત્ર માર્ગ છે. આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજસાહેબે “બ્રહ્મચર્ય એ એક અપૂર્વ સાધના અને માનવીની મહાન સિદ્ધિ છે એવો ઉપદેશ બ્રહ્મચર્યવ્રતની પૂજામાં આપ્યો છે. અહીં તો આ પૂજામાંથી માત્ર ચૂંટી ચૂંટીને થોડી પંક્તિઓની વાનગી જ મૂકી છે, બાકી સમગ્ર પૂજાના અર્થ અને વિવેચન કરવામાં આવે તો તો આ સ્મારક ગ્રંથનાં તમામ પાનાંઓ પણ પૂરતાં ન થાય. જ્યારે પંચેન્દ્રિયોને લાડ લડાવવા નિત્ય નવી નવી શોધો અને વસ્તુઓની ઉત્પત્તિ થયા જ કરે છે, મન અને લાગણીને ઉશ્કેરે તેવા જાતજાતનાં અને ભાતભાતનાં સિનેમાગૃહો અને નાટ્યઘરો વધતાં જ જાય છે, તેમ જ જે જમાનામાં આચાર, વિચાર, પહેરવેશ અને ટાપટીપની દૃષ્ટિએ ગૃહસ્થ સ્ત્રીપુરા અને નટનટીઓ વચ્ચેના ભેદો ઘટતા જતા જોવામાં આવે છે, તે જમાનામાં, આચાર્ય મહારાજશ્રીની આ પૂજાના અભ્યાસને સમગ્ર ભારતની ધાર્મિક પાઠશાળાઓમાં તેમ જ અન્ય ધાર્મિક શિક્ષણની સંસ્થાઓમાં પાઠયપુસ્તક તરીકે ફરજિયાત દાખલ કરવામાં આવશે તો આજની બાળપ્રજાને માટે ભવિષ્યમાં આ પૂજાનો અભ્યાસ એક આશીર્વાદરૂપ થઈ પડશે. આચાર્ય મહારાજશ્રીએ એમના જીવનમાં અપૂર્વ સાધના દ્વારા નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. એમના જીવન દરમ્યાન જે જે મહાન કાર્યો તેમણે કર્યા છે તે બધાંમાં પણ બ્રહ્મચર્ય શક્તિનો અપૂર્વ હિરસો છે. છેલ્લી અવસ્થામાં એમની આંખનું સફળ ઑપરેશન કરવામાં આવેલું, અને તે દ્વારા ઝાંખી દૃષ્ટિ પ્રાપ્ત કરવાને તેઓ શક્તિમાન થયેલા. બાહ્યદૃષ્ટિએ આ ઑપરેશન ભલે ડૉકટરોની એક અપૂર્વ સિદ્ધિ જેવું લાગે છે. આ તપના કારણે જ એમને એમનાં મૃત્યુની ઝાંખી થઈ ગઈ હતી. બ્રહ્મચર્ય તપની આરાધના માટે એમણે જે માર્ગ બતાવ્યો છે, તે માર્ગ ગ્રહણ કરી, તેમના જીવનનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવાને આપણે તત્પર થઈએ, અને તે દિશામાં પ્રયત્નો શરૂ કરીએ તો જ તેમના આત્માને શાંતિ થાય અને તો જ આપણે તેમના ભક્ત કહેવરાવવાને લાયક થઈ શકીએ. . le ? ક' છે rrr 3 Kum. , -ક 1 - દત : છે કે એક જ રક દિવસ . . "