SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ 4 જવાબમાં ડૉલ્ટને કહ્યું : ‘ આ પ્રશ્ન જ તમે સૌથી પ્રથમ મને સુઝવ્યો, બાકી તો મારું જીવન વિજ્ઞાનના અભ્યાસમાં ક્યાં ચાલ્યું ગયું તેની મને ખબર જ નથી.' ભીષ્મ પિતામહે પિતાના સુખરૂપી એક ભવ્ય આદર્શ અર્થે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું, અને પછી તો પિતાનું સુખજ એમનું બ્રહ્મ બની ગયું અને પરિણામે આદર્શ બ્રહ્મચારી બની ગયા. માઈકલ ઍન્જેલોને કોઈ એ વિવાહ કરવાની સૂચના કરી, ત્યારે તેણે જવા આપ્યોઃ ‘ ચિત્રકળા મારી એવી સહચરી છે કે તે કોઈ સપત્ની સાંખી નથી શકતી.' આ બધાં દૃષ્ટાંતો, બ્રહ્મચર્યના પાલનમાં વિશાળ કલ્પના—ભવ્ય આદર્શો કેવાં અને કેટલાં મદદરૂપ થાય છે તેની સાબિતી આપે છે. આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજસાહેબે બ્રહ્મચર્યવ્રતની પૂજાની રચનામાં બ્રહ્મચર્યની મહત્તા, જરૂરિયાત અને શક્તિનું અદ્ભુત વર્ણન કર્યું છે, એટલું જ નહિ પણ બ્રહ્મચર્યના વિષય ઉપર જૈન આગમોના મૂળ સૂત્રોમાં જે જે કહેવામાં આવ્યું છે, તેનો મુખ્ય સાર પણ આ પૂજાઓમાં વણી લેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ શુદ્ધ, પવિત્ર, નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તેવી જ વ્યક્તિથી આવી મહાન પૂજાની રચના થઈ શકે. આ પૂજાઓનાં પદે પદે અમૃત ઝરે છે, કડીએ કડીએ દિવ્ય પ્રકાશ મળે છે, અને શુદ્ધ બ્રહ્મચર્યમાં કેટલી શક્તિ રહેલી છે તેનું ભાન થતાં, હૃદય પ્રફુલ્લિત બને છે. પાંચ મહાત્રતોમાં બ્રહ્મચર્યવ્રતની શ્રેષ્ઠતા બતાવતાં પૂજામાં કહેવામાં આવ્યું છે કે : અન્ય વ્રતો મેં જો વ્રત ખંડિત, હોવે સો ખંડિત સહિયે, ઈક બ્રહ્મચર્ય કે, હુયે ખંતિ, પાંચો ખંડિત કહીએ. બ્રહ્મચર્યવ્રત સિવાય જો અન્ય વ્રત ખંડિત થાય તો માત્ર તે વ્રત ખંડિત થયું કહેવાય, પરન્તુ બ્રહ્મચર્યવ્રતના ખંડિત થવાના કારણે તો પાંચે વ્રત ખંડિત થાય છે. આ દૃષ્ટિએ પાંચે વ્રતોમાં બ્રહ્મચર્યવ્રતની મહત્તા સવિશેષ છે. આ હકીકત સમજાવતાં શ્રીમદ્ હરિભદ્રસુરિજી ‘ વૃદ્ધ વ્યાખ્યા તરીકે કથન ટાંકતા કહે છે : “ વેશ્યામાં મન જવાથી અમૈથુનવ્રત ખંડિત થાય છે; વૈશ્યાદિમાં ચિત્ત રાખી ભિક્ષા માટે જતાં જીવજંતુ કચરાવાથી હિંસા થાય છે; ખાજો પૂછે ત્યારે છુપાવવા જતાં અસત્ય બોલવું પડે છે; વેશ્યાની રજા વિના તેના મુખનું દર્શન કરવું એ ચોરી છે તથા તેનામાં મમતા કરવી એ પરિગ્રહ છે” એટલે બ્રહ્મચર્યવ્રતના ભંગ સાથે પાંચે વ્રતોનો પણ ભંગ થાય છે. બ્રહ્મચર્ય સાધકે કેવા સ્થાનમાં રહેવું, કેવા કેવા નિમિત્તોથી દૂર રહેવું તેમજ તત્ત્વ દૃષ્ટિએ સ્ત્રીનું સ્વરૂપ સમજાવતાં પૂજામાં કહેવામાં આવ્યું છે કેઃ સ્ત્રી પશુ પંડક સેવિત થાનક, સેવે નહીં અનગાર; સોલવે ઉત્તરાધ્યયન સૂત્રમેં, બ્રહ્મ સમાધિ વિચાર. નારી કથા વિકથા કહી, જિનવર ત્રીજે અંગ; સપ્તમ અંગે સૂચના, દંડ અનર્થ પ્રસંગ. અજ્ઞાની પશુ-કેલી નિરખત, હોવે ચિત્ત વિકાર, લખમણા જિમ સાધ્વી વસ મોહે, બહુત રુથી સંસાર. સંભૂત મુનિ ચિત્ત દીનો, ફરસે તપ નિષ્ફળ કીનો, ચક્રીપદ માંગ કે લીનો રે, – બ્રહ્મચારી ધીર વીર. હાથ પાંવ છેદે હુએ હૈ, કાન નાક ભી જેહ, છઠ્ઠી સો વરસા તણી રે, બ્રહ્મચારી તજે તેડુ રે. અપવિત્ર મલ કોઠરી, કલહ કદાગ્રહ ઠામ, ગારાં સ્રોત વહે સદા, ચર્મદતિ જસનામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.211473
Book TitleBramha Vrateshu Vratam
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages8
LanguageHindi
ClassificationArticle & Five Geat Vows
File Size613 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy