SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ - બ્રહ્મ વ્રતેષ વ્રતમ ૧૪૩ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે: બ્રહ્મચર્યના સાધકે સ્ત્રી, પશુ અને નપુંસક હોય તેવા સ્થળે રહેવું નહિ, તેમ જ સ્ત્રીઓની શૃંગારવધક કથાઓ પણ કહેવી નહિ. ઈન્દ્રિયોનો સ્વભાવ છે કે, સામા આવેલા વિષયને ગ્રહણ કરવો અને વિષયોનો સ્વભાવ છે કે, ઇન્દ્રિયો વડે ગ્રહણ થવું. સાધ્વી લખમણને, ઇન્દ્રિયોના આવા સ્વભાવના કારણે જ, અજ્ઞાન પશુઓની કામક્રીડા જોતાં ચિત્તમાં વિકાર ઉત્પન્ન થયો, અને પરિણામે અનંત વખત ભવભ્રમણ કરવું પડયું. બ્રહ્મચર્યના સાધકે એટલા માટે જ આવાં બધાં નિમિત્તોથી દૂર રહેવું આવશ્યક છે. નિમિત્તોની જીવ પર કેટલી બધી અસર થાય છે, તેના સમર્થનમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં સંભૂતિ મુનિની વાત કહેવામાં આવી છે. સંભૂતિ મુનિ પાસે એક વખતે સનતકુમાર ચક્રવર્તી અને તેની રાણી સુનંદા વંદન કરવા ગયાં હતાં. વંદન કરતાં સુનંદાના મસ્તક પરથી વાળની એક લટ નીચે સરી પડી. આ વાળની લટનો સ્પર્શ મુનિરાજને થયો અને પરિણામે તેના ચિત્તમાં રાગ ઉત્પન્ન થયો. કામદેવ છે તે અંગરહિત, પણ તેની શક્તિની પ્રબળતા અગાધ છે. તે સ્પર્શના સુખનો અનુભવ થતાં સંભૂતિ મુનિએ વિચાર કર્યો કે : “અહો ! આ કમળમુખીના વાળનો સ્પર્શ પણ આવું અદ્ભુત સુખ આપે છે તો પછી તેના શરીરનો સ્પર્શ કેવું સુખ આપતો હશે ?' ઊર્ધ્વગતિ માટે સાધકે પળે પળે પ્રયત્ન કરવો પડે છે, પણ નીચે પડવામાં તો ગતિનો વેગ વિનાપ્રયને વધતો જ રહે છે, એટલે સંભૂતિ મુનિએ તો ત્યાં જ નિયાણું બાંધ્યું કે: “મેં આ દુષ્કર તપસ્યા કરી છે તેનું કાંઈ પણ ફળ હોય તો હું આવતા ભવમાં આવી અનેક સ્ત્રીઓનો સ્વામી થાઉં.” પરિણામે સંભૂતિ મુનિના જીવે “બ્રહ્મદત્ત' તરીકે જન્મ ધારણ કર્યો અને બાંધેલા નિયાણાને કારણે પુષ્કળ ભોગો ભોગવી સાતમા નરકે જવું પડ્યું. - સ્ત્રીસંગથી બ્રહ્મચારીએ દૂર જ રહેવું. ઉત્તરાધ્યયન સૂત્ર(અધ્યયન-૩૨)માં તો ત્યાં સુધી લખ્યું છે કે : “જેમ બિલાડાના સ્થાનની પાસે ઊંદરોનું રહેવું પ્રશસ્ત નથી તેમ સ્ત્રીઓના સ્થાનની પાસે બ્રહ્મચારી પુરુષોનો નિવાસ પણ યોગ્ય નથી.” બ્રહ્મચર્ય સાધક માટે સ્ત્રીસંસર્ગના ત્યાગની જરૂરિયાત પર ભાર મૂકી દશવૈકાલિક સૂત્ર(અધ્યયન ૮-૫૬)માં કહેવામાં આવ્યું છે કેઃ हत्थ पाय पलिच्छिन्नं कण्णनास विगप्पि। अवि वासमयं नारिं बंभयारी विवजए॥ અર્થાત જેના હાથ પગ કપાઈ ગયા હોય તથા જેનાં નાકકાન બેડોળ થઈ ગયા હોય, એવી સો વરસની સ્ત્રીનો પણ બ્રહ્મચર્ય સાધકે સંસર્ગ ન કરવો. તત્વદૃષ્ટિએ સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરતાં શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે કે: बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी । तत्त्वदृष्टस्तु साक्षात् सा विण्मूत्रपिढरोदरी॥ અર્થાત બાહ્યદષ્ટિને અમૃતના સાર વડે ઘડેલી સ્ત્રી સુંદરી ભાસે છે, ત્યારે તત્ત્વદષ્ટિને તો તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવી લાગે છે. વાસ્તવિક રીતે જોતાં તો, સ્ત્રીનું શરીર કે પુરુષનું શરીર માત્ર લોહી, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજજા, વીર્ય, આંતરડાં અને વિષ્ટારૂપ અપવિત્ર પદાર્થોનો ભંડાર નથી તો બીજું શું છે ? આચાર્ય મહારાજ સાહેબે એટલા માટે જ કહ્યું છે કે: “અપવિત્ર ભૂલ કોઠારી.” તે પછી તરત જ, બીજા અર્ધપદમાં “કલહ કદાગ્રહ ઠામ' એમ લખ્યું છે. છેતરવું, કૂરપણું, ચંચલતા અને કુશીલપણું એ સ્ત્રીના સ્વાભાવિક જ દોષો છે, એવી સ્ત્રીમાં રતિ કરે એને મૂર્ખ ને કહેવો તો શું કહેવું? આ દોહરાની બીજી પંકિતમાં કહ્યું છે કે : “ગારાં સ્ત્રોત વહે સદા, ચર્મ હૃતિ જસ નામ.” અર્થાત - हत्थ पायर બા* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.211473
Book TitleBramha Vrateshu Vratam
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages8
LanguageHindi
ClassificationArticle & Five Geat Vows
File Size613 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy