________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
દુર્ગધી પદાર્થોના ભંડારરૂપી સ્ત્રી શરીરનાં અગિયાર અંગોમાંથી ગટરમાંના કચરાની માફક નિરંતર મેલ વહ્યા કરે છે, તેથી કરીને આવા શરીરને ચામડાની ૫ખાલ સાથે સરખાવવામાં આવ્યું છે. પુરુષને શરીરનું પણ આવું જ છે અને પુરુષ પણ ઠગાઈ ક્રૂરતા, ચંચળતા અને કુશીલતામાં રસ નથી લેતો એમ નથી જ. શરીર કરતાં સ્ત્રી કે પુરૂષની વાસના જ મહાદોષને પાત્ર છે.
સ્ત્રી કે પુરુષ માટે તમામ ઈન્દ્રિયો પર એકીવખતે સંયમ કેળવ્યા સિવાય બ્રહ્મચર્યનું પાલન શય નથી: એથી કરીને. બીજી બાબતો વિષે બ્રહ્મચર્યસાધકે જે ખ્યાલ રાખવાનો છે તેનો નિર્દેશ કરતાં પૂજામાં જણાવવામાં આવ્યું છે કે:
પુષ્ટિકાર આહાર ન ખાવે, વિગય અધિક મેં મન ન લગાવેઃ રસના વસ જે સરસ આહારી, ચઉ ગતિ દુઃખ પાવે વો ભારી. ભાદક આહારસે મન્મથ જાગે, ઈસ કારણું બ્રહ્મચારી ત્યાગે, રસના જીપક ગૃહી અનગારી, નમન કરત જગમેં નરનારી.
ખાટા ખારા ચરચરા, મીઠા વિવિધ પ્રકાર,
રસ લાલચ અધિકા ભમે, હોવે રોગ પ્રકાર. કામ દીપાવન ભૂષણ દૂષણ, અંગ વિભૂષણ ટાળી, નાટક ચટક રાસ સિનેમા, દેખે નહીં બ્રહ્મચારી
સાદે કપડે પહને ભૂષણ નવિ ધારે. વિષયવાસના સામેનો વિગ્રહ જીવનમાં સૌથી મહાન અને કપરો વિગ્રહ છે. આ વિગ્રહમાં વિજય મેળવવા માટે એને અનુરૂપ થાય તેવું વાતાવરણ અને સાધનો પણ જરૂરનાં છે. શરીર અને મનને ચંચળ કરે એવાં તીખા તમતમતાં તેમ જ સ્વાદિષ્ટ અને રસાળ ભોજનનો બ્રહ્મચર્યસાધકે ત્યાગ કરવો જોઈએ; કારણ કે આવા પ્રકારનાં ભોજનો શરીરમાં વિકાર ઉત્પન્ન કરે છે.
જીભની ભારણ અને તારણ શક્તિનો ઉલ્લેખ કરી કોઈએ સાચું જ કહ્યું છે કે, રસોની લાલચુ, રોગ માત્રની જન્મભૂમિ અને બીજી તમામ ઈન્દ્રિયોને મારનારી અને તારનારી, યોગારૂઢને પણ બલાત ખેંચી નીચે ઢસડનારી, સી કામનાને જન્માવનારી એવી જીભને હમેશાં વશમાં લાવવી. અગાઉના વખતમાં યુદ્ધ લડાતાં તેમાં સેનાધિપતિ એટલે લશ્કરનો મૂળ નાયક મરણ પામે અગર નાસી જાય કે તુરત તેના લશ્કરમાં ભંગાણ પડે, અને પછી તુરત જ લશ્કર તાબે થાય એવી પ્રથા હતી. સ્વાદેન્દ્રિયની બાબતમાં પણ આવું જ છે. ઇન્દ્રિયોમાં પણ સૌને બહેકાવનારી, નચાવનારી અને તોફાન મચાવનારી જીભને કાબૂમાં લેવામાં આવે, તો બીજી ઇન્દ્રિયો આપોઆપ તેની પાછળ શરણ સ્વીકારે છે. જગતમાં મૃત્યુ પામતાં માનવોમાંથી મોટા ભાગનાં માનવીઓ વધુ પ્રમાણમાં અને નહિ ખાવા જેવી વસ્તુઓના ઉપભોગનાં કારણે જ મૃત્યુ પામે છે. માણસો ભૂખ સંતોષવા નથી ખાતાં પરંતુ જીભના સ્વાદ અર્થ ખાય છે. બ્રહ્મચર્ય સાધકે સંયમી જીવન જીવવા માટે, દેહના પોષણ અર્થે ખાવાનું છે અને રાસલોલુપતાને કાબૂમાં લેવી એ તેનું સૌથી પ્રથમ કર્તવ્ય છે. ઉત્તરાધ્યયન સૂત્ર( અ. ૩૨-૧૦ )માં કહેવામાં આવ્યું છે કે :
रसा पगामं न निसेवियब्वा पायं रसा दितिकरा नराणं।
दित्तंच कामा समभिद्दवन्ति दुमं जहा साउफलं व पक्खी ।। અર્થાત ઘી-દૂધ વગેરે દીપ્તિ કરનારા રસો યથેચ્છ ન સેવવા; કારણ કે જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટોળાબંધ દોડી આવે છે તેમ તેવા માણસ તરફ કામવાસનાઓ દોડી આવે છે. રસનેન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org