________________
ब्रह्म व्रतेषु व्रतम्
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન અને ધ્યાનમાં જેમ શુકલ ધ્યાન સૌથી શ્રેષ્ઠ છે, તેમ તપમાં બ્રહ્મચર્ય એ ઉત્તમોત્તમ તપ છે. પ્રશ્નવ્યાકરણસ્ત્રમાં કહ્યું છે કે :~~ સ સી સ મુળી સ સંગન્ સ ટ્વ મિવલ્ નો સુદ્ધ અતિ ચંમવેર । અર્થાત્ જે શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરે છે તે જ ખરો ઋષિ છે, તે જ સાચો મુનિ છે, તે જ સાચો સંયમી છે, અને તે જ ખરો ભિક્ષુ છે.
બ્રહ્મચર્યનો જો વ્યુત્પત્તિથી અર્થ કરવામાં આવે તો ત્રાણિ પરમિતિ દ્રાર્યમ્ । અર્થાત્ આત્મામાં વિચારવું એનું નામ ‘ બ્રહ્મચર્ય.’ પતંજલિ યોગસૂત્રમાં બ્રહ્મચર્ય વિષે લખતાં કહ્યું છે કેઃ પ્રાચર્ય પ્રતિષ્ઠામાં વીર્યહામઃ । અર્થાત્ બ્રહ્મચર્યની દઢતા થવાથી અદ્ભુત વીરતાની પ્રાપ્તિ થાય છે.
બ્રહ્મચર્યના પાલનથી મગજમાં ઘણી જ બળવાન શક્તિનો સંચય થાય છે, અને તેની ઈચ્છાશક્તિ પણ અસાધારણ રીતે બળવાન થઈ જાય છે. બ્રહ્મચર્ય વગર માનસિક અને આધ્યાત્મિક ખળ સંભવતું જ નથી. . આપણા મહાન આચાર્યો શ્રીસિદ્ધસેન દિવાકર, શ્રીહરિભદ્રસૂરિજી, શ્રીહેમચંદ્રાચાર્યજી, શ્રીયશોવિજયજી સૌ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ જ હતાં. સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ રમણ જેવા યોગી પુરુષો પોતાના જીવનકાળમાં જે મહાન કાર્યો કરી ગયા છે, તે બધાના મૂળમાં બ્રહ્મચર્યની જ શક્તિ હતી. આચાર્ય શ્રી વિનોબાજી ભાવેએ આ ઉંમરે ભારતમાં ભૂમિદાનરૂપી શ્રેષ્ઠ યન શરૂ કરી જગતની પ્રજાને શાંતિ અને સેવાનો એક નવો જ માર્ગ બતાવ્યો છે; આ મહાન કાર્યની પાછળ પણ તેમના નૈષ્ઠિક બ્રહ્મચર્યની શક્તિનો કાંઈ ઓછો હિસ્સો નથી.
શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન જ્યાંસુધી પાંચ ઇન્દ્રિયો, ક્રોધ-માન-માયા-લોભ તેમ જ સૌથી દુય એવું પોતાનું મન ન જિતાય ત્યાં સુધી શક્ય નથી. શીલનો અર્થ આપણાં શાસ્ત્રોમાં માત્ર વીર્યનિરોધરૂપી સ્થૂલ બ્રહ્મચર્ય કરવામાં નથી આવ્યો, પરન્તુ મન, વચન અને કાયાએ કરી ઇન્દ્રિયો પર જય મેળવી, તેમની દુષ્પ્રવૃત્તિમાંથી મુક્ત થવું એ જ શાલની શુદ્ધ વ્યાખ્યા છે. માત્ર ઇન્દ્રિયોના દમનથી બ્રહ્મચર્ય પાળવું એ શક્ય નથી. મહાત્મા ટૉલસ્ટૉયે આ બાબત પર પોતાના વિચારો દર્શાવતાં કહ્યું છે કે : અન્ય સર્વ સદ્ગુણોની પેઠે બ્રહ્મચર્ય પણ પાપ કરવાની અશક્યતા કે અશક્તિ દ્વારા નહિ પણ ઇચ્છાભળે અને શ્રદ્ધા સામર્થ્ય વડે સંપાદિત થાય ત્યારે કામનું છે. અકરાંતિયા ન થવા ખાતર માણુસ જાતે જરમાં રોગ પેદા કરે, અગર લડાઈ ન કરવા ખાતર જાતે પોતાના હાથ બાંધે, અથવા અપશબ્દો ન વાપરવા જાતે પોતાની જીભ કાપી નાખે તો તો પાપ કર્યું ન કર્યું સરખું જ છે. ઈશ્વરે માનવીને અત્યારે એ છે એવું બનાવ્યું છે, એના વિષયી દેહમાં દૈવી આત્માનો સંચાર કર્યો છે, તે શ્વિરકૃતિને સુધારવા એ દેહને છેદીભેદીને પાંગળો બનાવે એટલા માટે નહિ, પણ એ આત્મા એની દૈહિક વિષયવાસનાને તાબે કરે એટલા ખાતર જ.’
શુદ્ધ બ્રહ્મચર્યના પાલન માટે માણસ પાસે કોઈ વિશાળ કલ્પના હોવી જોઈએ, અને તેમાં જ સદૈવ ચિત્ત અને શરીરને ઓતપ્રોત કરી નાખવાં જોઈ એ કે જેથી વિષયના મરણને અવકાશ જ ન રહે. વિશાળ કલ્પના રાખતાં બ્રહ્મચર્યનું પાલન સહજ બની જાય છે. પ્રસિદ્ધ રસાયનશાસ્ત્રી જૉન ડૉલ્ટનના વિષે એમ કહેવાય છે કે તેમની વૃદ્ધાવસ્થામાં કોઈએ તેમને અવિવાહિત રહેવાનું કારણ પૂછ્યું. તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org