SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 148 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સ્વરૂપ જેવાની ભાવના કેળવવાની છે. તિરસ્કાર કે ધિકકારની દષ્ટિના માર્ગે નહિ, પણ આ જ માર્ગે બ્રહ્મચર્યસાધક પોતાના બ્રહ્મચર્યનું પાલન કરી શકશે; બ્રહ્મચર્યપાલનનો આ જ પવિત્ર માર્ગ છે. આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજસાહેબે “બ્રહ્મચર્ય એ એક અપૂર્વ સાધના અને માનવીની મહાન સિદ્ધિ છે એવો ઉપદેશ બ્રહ્મચર્યવ્રતની પૂજામાં આપ્યો છે. અહીં તો આ પૂજામાંથી માત્ર ચૂંટી ચૂંટીને થોડી પંક્તિઓની વાનગી જ મૂકી છે, બાકી સમગ્ર પૂજાના અર્થ અને વિવેચન કરવામાં આવે તો તો આ સ્મારક ગ્રંથનાં તમામ પાનાંઓ પણ પૂરતાં ન થાય. જ્યારે પંચેન્દ્રિયોને લાડ લડાવવા નિત્ય નવી નવી શોધો અને વસ્તુઓની ઉત્પત્તિ થયા જ કરે છે, મન અને લાગણીને ઉશ્કેરે તેવા જાતજાતનાં અને ભાતભાતનાં સિનેમાગૃહો અને નાટ્યઘરો વધતાં જ જાય છે, તેમ જ જે જમાનામાં આચાર, વિચાર, પહેરવેશ અને ટાપટીપની દૃષ્ટિએ ગૃહસ્થ સ્ત્રીપુરા અને નટનટીઓ વચ્ચેના ભેદો ઘટતા જતા જોવામાં આવે છે, તે જમાનામાં, આચાર્ય મહારાજશ્રીની આ પૂજાના અભ્યાસને સમગ્ર ભારતની ધાર્મિક પાઠશાળાઓમાં તેમ જ અન્ય ધાર્મિક શિક્ષણની સંસ્થાઓમાં પાઠયપુસ્તક તરીકે ફરજિયાત દાખલ કરવામાં આવશે તો આજની બાળપ્રજાને માટે ભવિષ્યમાં આ પૂજાનો અભ્યાસ એક આશીર્વાદરૂપ થઈ પડશે. આચાર્ય મહારાજશ્રીએ એમના જીવનમાં અપૂર્વ સાધના દ્વારા નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. એમના જીવન દરમ્યાન જે જે મહાન કાર્યો તેમણે કર્યા છે તે બધાંમાં પણ બ્રહ્મચર્ય શક્તિનો અપૂર્વ હિરસો છે. છેલ્લી અવસ્થામાં એમની આંખનું સફળ ઑપરેશન કરવામાં આવેલું, અને તે દ્વારા ઝાંખી દૃષ્ટિ પ્રાપ્ત કરવાને તેઓ શક્તિમાન થયેલા. બાહ્યદૃષ્ટિએ આ ઑપરેશન ભલે ડૉકટરોની એક અપૂર્વ સિદ્ધિ જેવું લાગે છે. આ તપના કારણે જ એમને એમનાં મૃત્યુની ઝાંખી થઈ ગઈ હતી. બ્રહ્મચર્ય તપની આરાધના માટે એમણે જે માર્ગ બતાવ્યો છે, તે માર્ગ ગ્રહણ કરી, તેમના જીવનનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવાને આપણે તત્પર થઈએ, અને તે દિશામાં પ્રયત્નો શરૂ કરીએ તો જ તેમના આત્માને શાંતિ થાય અને તો જ આપણે તેમના ભક્ત કહેવરાવવાને લાયક થઈ શકીએ. . le ? ક' છે rrr 3 Kum. , -ક 1 - દત : છે કે એક જ રક દિવસ . . " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.211473
Book TitleBramha Vrateshu Vratam
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages8
LanguageHindi
ClassificationArticle & Five Geat Vows
File Size613 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy