________________
બ્રહ્મ વતેષ વ્રતમ
૧૪૭
ખરું છે, પરંતુ આ સ્થિતિ માટે સ્ત્રી જાતિને શા માટે જવાબદાર ગણવામાં આવે છે તે સમજી શકાતું નથી. સ્ત્રી પુરુષ પ્રત્યે ધિક્કાર કે દ્વેષની ભાવના સેવે, અગર પુરુષ સ્ત્રી પ્રત્યે ધિક્કાર કે ઢેલની ભાવના સેવે, તેથી કાંઈ આવી વાસનાઓમાંથી મુક્ત બની શકાતું નથી. આવી ભાવનાથી, કદાચ, બહુ બહુ તો અમુક વખત સુધી વૃત્તિઓ સુપ્ત મનમાં દબાયેલી કે સંતાયેલી પડી રહે એટલું જ.
ઋષિમુનિઓ રચિત સ્મૃતિઓમાં તેમ જ અન્ય અનેક કથાઓમાં સાધના માટે બ્રહ્મચર્યપાલનમાં સ્ત્રીને કાંટારૂપે માનવામાં આવી છે એટલું જ નહિ, પણ સ્ત્રી જાતિ પર નિર્લજજ પ્રહારો અને હીચકારા હુમલાઓ કરવામાં આવ્યાં છે. સ્ત્રી કેમ જાણે રાક્ષસી હોય અને બ્રહ્મચર્ય સાધકને કેમ જાણે ગળી જવા માટે જ જમી હોય, એવી રીતે ચીતરવામાં આવી છે.
એક દષ્ટિએ તો સ્ત્રી જાતનાં આવાં આવાં બેહૂદાં વર્ણન કરી, આપણા ઋષિમુનિઓએ પુરુષજાતની નબળાઈનું માત્ર એક પ્રદર્શન જ કર્યું છે. એક વિદ્વાન મહાપુરુષે લખ્યું છે કે; "It is only imperfection that complains of what is imperfect. The more perfect we are, the more gentle and quiet we become towards the defects of others.” અર્થાત જેઓ માત્ર અપૂર્ણ છે તે જ બીજાઓની અપૂર્ણતા માટે ફરિયાદ કરે છે; જેટલી હદે માનવી પૂર્ણ બને છે, તેટલી હદે બીજાઓના દોષો પ્રત્યે તે વધુ નમ્ર અને શાંત બનશે. શ્રીધૂલિભદ્રજીના કોશાને ત્યાંના ચોમાસાની વાત, અર્જુન અને ઉર્વશીનો પ્રસંગ, તેમ જ સુદર્શન શેડનું મહારાણી અભયા સાથેનું વર્તન—આ બધા દાખલાઓમાંથી આપણને ખાતરી થવી જોઈએ કે સુદઢ, સબળ અને સશક્ત માનવીને જગતની કોઈ પણ શક્તિ, કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પ્રલોભન ચલાયમાન કરી શકતાં નથી. જેઓ ચલાયમાન થાય છે, તેમાં તેટલા અંશે પુરુષત્વની ખામી છે. આ દોષનું આરોપણ બીજામાં કરવાથી શું ફાયદો છે? જે સાધકો બ્રહ્મચર્યના માર્ગથી રચૂત થઈને પતનના માર્ગ ઘસડાય છે, અને બચાવમાં સંજોગો અને સ્ત્રીનો દોષ કાઢે છે, તેઓ ધર્ત અને શયતાન છે તેમ જ પુરુષ કહેવરાવવાને લાયક નથી.
પુજ્ય કરતાં સ્ત્રી અનેકગણું કામ છે, એવી અર્થહીન અને બેવકૂફી ભરેલી વાતો કરનારા માટે, માનસશાસ્ત્રી ડૉ. મેકગલનો સ્ત્રી સંબંધેનો અભિપ્રાય જાણવા જેવો છે. તેઓ કહે છે કેઃ “સ્ત્રીસ્વભાવ વધારે ભાવનાવશ છે, એના પ્રત્યે જે લાગણી બતાવવામાં આવે તેની અસર એના પર પુષ પર થાય તે કરતાં વધારે થાય છે. આનો અર્થ એ થાય કે સ્ત્રીની ભોગેચ્છા સદા યે અતૃપ્ત રહે છે એમ નહિ; પણ સ્ત્રી, સામાન્ય રીતે, સદા યે ભાવની-હેતની ભૂખી રહે છે. આથી, એના પ્રત્યે જે દાક્ષિણ્ય બતાવવામાં આવે તેનો પડઘો એના અંતરમાંથી ઊડ્યા વિના રહેતો નથી. આનું પરિણામ એના હૃદય પર એટલું બધું થાય છે કે એને પોતાના હિતાહિતનું બહુ ભાન રહેતું નથી, અને એના પ્રત્યે લાગણી બતાવનારને સંતોષ આપવા એ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. એ વેગ ક્ષણિક રહે એમ બને; પાછળથી એનો ઉગ પહેલા વેગ કરતાં વધારે બળવાન થાય; પણ તે ક્ષણે એ ભાન ભૂલી જાય છે. ધૂર્ત પુરુષ એના આ સ્વભાવનો લાભ ઉઠાવે છે અને એને પોતાનો શિકાર બનાવે છે.”
રૂપને નજરે પડતું રોકી શકાય તેમ નથી, તેથી જ નિગ્રંથને આંખથી મનોહર રૂપ દેખી અગર ન ગમતાં રૂપો દેખી તેમાં આસક્તિ કે દેવ કરવાની જ્ઞાની મહાત્માઓએ ના પાડી છે, અને આમ છતાં, સ્ત્રીથી અલિપ્ત રહી શકાય તે માટે સ્ત્રીની બાબતમાં કેવી કેવી દુષ્ટતાભરેલી વાતો કરવામાં આવી છે!
આજ સુધી આ રીતે આચરેલા પાપોનું હવે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ એ નૈસર્ગિક અને જગતમાં સૈથી અધિક પવિત્ર છે. બ્રહ્મચર્યસાધકે જગતની સ્ત્રીમાત્રમાં માતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org