SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ બ્રહ્મચર્યનું માહાત્મ્ય સમજી શકાય છે, માનવી માટે · બ્રહ્મચર્ય ’થી કોઈ વિશેષ મોટી સાધના નથી. અન્ય ધર્મશાસ્ત્રો પણ કહે છે કેઃ કામિની અને કાંચન રૂપ સ્તરથી સર્વ જગત વીંટાયેલું છે, તેમાં જે મનુષ્ય વિરક્ત છે તે પરમેશ્વર છે. : સૌથી છેલ્લે આચાર્યશ્રીએ પૂજામાં કહ્યું છે કે : ‘ કરોડો સોનામહોરોનું દાન કરી જે કોઈ જિનચૈત્ય બનાવે, તે પણ શુદ્ધ બ્રહ્મચારીની તોલે આવી શકે નહિ, એટલે કે જિનચૈત્ય ચણાવવામાં જે લાભ થાય છે તે કરતાં બ્રહ્મચર્યનું ફળ અનેકગણું વધી જાય છે. ' ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે મહિને મહિને લાખો ગાયો દેનારાના દાન કરતાં, કાંઈ ન આપનારાનું ય સંયમાચરણ શ્રેષ્ઠ છે. ’ "" વિશુદ્ધ બ્રહ્મચર્યપાલનની શક્યતા જગતના દરેક સ્ત્રીપુરુષના માટે છે. આ કાર્ય કપરું છે, પણ પુરુષાર્થ વડે એ સિદ્ધ થઈ શકે છે, એની સિદ્ધિ માટે અનેકવાર જન્મો લેવા પડે, અને અનેક જન્મોને અંતે આવી સિદ્ધિની પ્રાપ્તિ થાય તો પણ તેથી આપણે નિરાશ થવાનું કારણ નથી. મહાસમર્થ વિચારક અને તત્ત્વચિંતક સ્વ૰ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ બ્રહ્મચર્યસાધનાના માર્ગમર્યાદાના નિયમોનો ઉલ્લેખ કરતાં એક સ્થળે લખ્યું છે કેઃ “ જેના વંશમાં કેટલી યે પેઢી સુધી એકપત્નીવ્રત તથા એકપતિવ્રત જળવાયાં હશે, તેમાં યે કેટલી યે પેઢી સુધી બ્રહ્મચર્ય માટે પ્રયત્ન ચાલ્યો હશે, તેની પેઢીમાં નૈષ્ઠિક બ્રહ્મચારી પાકે. ’ મહાત્મા ટોલટૉયનાં લખાણોનો સંગ્રહ જે The Relations of the Sexes'ના નામથી તેમના મૃત્યુ બાદ પ્રકટ થયેલો છે, તેમાં જણાવવામાં અવ્યું છે કે: “ ‘ પ્રકૃતિએ માનવીમાં વિષયપરાયણતાની પાશવત્તિ ભેગી પવિત્રતા અને ચારિત્રવિશુદ્ધિની આધ્યાત્મિક વૃત્તિ પણ રોપી છે. બ્રહ્મચર્ય અને ચારિત્રવિશુદ્ધિ એ એવી ભાવના છે કે એને સિદ્ધ કરવા માણસે સદા યે સર્વાવસ્થામાં મથ્યા જ કરવું ઘટે. જેમ જેમ વિશેષ તમે એ ભાવનાને સિદ્ધ કરશો, તેમ તેમ ઈશ્વરની આંખમાં તમે વિશેષ પુણ્યાર્જત કરશો; પણ અપ્રત્યક્ષ વાત જવા દઈ એ ને કેવળ પ્રત્યક્ષ વાત જ કરીએ તો પણ તમારું પોતાનું કલ્યાણ પણ તમે વિશેષ પ્રમાણમાં સાધી શકશો; કેમકે શરીરપરાયણુને વિષયાધીન બની જવા કરતાં બ્રહ્મચર્યપાલન અને વિશુધિરક્ષણ કરવાથી મનુષ્ય ઈશ્વરની વિશેષ આરાધના કરી શકે છે. ’ પ્રાચીન કાળના ઋષિમુનિઓ મનુ, યાજ્ઞવલ્ક્ય, અત્રિ વગેરેનાં સ્ત્રી સંબંધેના વિચારો સ્મૃતિઓમાં સંગ્રહાયેલાં છે, તેમાં, તેમ જ આપણી ધર્મકથાઓમાં સ્ત્રીઓની બાબત પરત્વે નૈતિક ભાવનાને ત્યાજ્ય લાગે એવાં અનેક કથનો જોવામાં આવે છે, ‘સ્ત્રીમાં માયાશીલતા, ક્રૂરતા, ચંચલતા, કુટિલતાના દોષો બધા સ્વાભાવિક છે તેથી તેનાથી દૂર રહેવું ’–‘ અપાર ઉદધિનો પાર પામવો શક્ય છે પણ પ્રકૃતિથી દુરાચરણ એવી સ્ત્રીનો પાર પામવો અશક્ય છે. સ્ત્રી સંસારનું ખીજ છે, નરકદ્વારનો માર્ગદર્શક દીપક છે, શોકની જડ છે, કજિયાકંકાસનું મૂળ છે, દુઃખની ખાણ છે’આ અને આવાં વચનો ગોખી ગોખીને બ્રહ્મચર્યના પાલનનો જમાનો હવે પૂરો થયો છે. આપણા ઋષિમુનિઓએ ગ્રંથોની રચના કરી તે પછી જગતમાં અનેક ફેરફારો થઈ ગયા છે. માનવી એ વખતે જેવો હતો તેવો જ અત્યારે છે એમ માનવું એ નરી મૂર્ખાઈ છે. નદીનું વહેણુ દેખાય છે તો એકસરખું, પણ તેમ છતાં પળે પળે તેમાં જૂનો પ્રવાહ પસાર થઈ નવો પ્રવાહ વહે છે, તેમ, માનવસ્વભાવ પણ હંમેશાં વિકસિત થઈ રહ્યો છે જ. પૂર્વ જન્મનાં કોઈ યોગભ્રષ્ટ આત્માની વાત બાજુએ રાખીએ તો, માનવી માત્રમાં ભોગવાસનાની વૃત્તિ રહેલી હોય છે, પણુ સાથે સાથે, ધર્મવાસના અને ધર્મપ્રેરણાની પણ ભારે પ્રબળ વૃત્તિ રહેલી હોય છે. કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધની માફક માનવીની અંદર શુભ અને અશુભ વૃત્તિઓનું નિરંતર યુદ્ધ લડાઇ રહેલું જ હોય છે, સામાન્ય રીતે આવી વૃત્તિઓનું વલણ ઇન્દ્રિયજન્ય ભોગોના શમન પ્રત્યે જાય છે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.211473
Book TitleBramha Vrateshu Vratam
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages8
LanguageHindi
ClassificationArticle & Five Geat Vows
File Size613 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy