Book Title: Bhaktamar Stotra Gujarati Meaning
Author(s): 
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/249524/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ http://www.youtube.com/watch?v=VQNJSWzYx5Q (આ લીન્કથી ભક્તામર સ્તોત્રની કથા જોઈ શકાશે) श्री भतामर स्तोत्र भक्तामर स्तोत्र भक्तामर-प्रणत-मौलि-मणिप्रभाणामुद्द्योतकं दलित-पाप-तमोवितानम् । सम्यक् प्रणम्य जिन-पादयुगं युगादावालम्बनं भवजले पततां जनानाम् ।।१।। ભક્તિસભર વંદન કરનાર દેવોના નમેલા મુગટના મણિઓની કાંતિને વધારનાર, પાપરૂપી અંધકારનો નાશ કરનાર, સંસાર સમુદ્રમાં ભટકતાં જીવોનો ઉદ્ધાર કરનાર, એવા આદિયુગના પ્રથમ ધર્મપ્રવર્તક શ્રી આદિનાથ પ્રભુના અલૌકિક ચરણોનું આલંબન લઈ, ભક્તિપૂર્વક વંદન કરી હું આ સ્તુતિ નો આરંભ કરીશ. ૧. यः संस्तुतः सकल-वाङ्मय तत्त्वबोधादुद्भूत-बुद्धि-पटुभिः सुरलोक-नाथैः । स्तोत्रैर् जगत्रितय-चित्तहरैरुदारैः स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ।।२।। સકળ શાસ્ત્રોના જ્ઞાતા એવા કુશલ દેવેન્દ્રોએ જે રીતે પોતાની પ્રખર બુદ્ધિવડે ત્રણ લોકના ચિત્તને હરે તેવા શ્રેષ્ઠ સ્તોત્રો વડે આપની સ્તુતિ કરી છે, તે રીતે હે પ્રથમ જીનેન્દ્ર! હું પણ આપની સ્તુતિ અવશ્ય કરીશ. ૨. बुद्ध्या विनाऽपि विबुधार्चित-पादपीठ! स्तोतुं समुद्यत-मतिर् विगत-त्रपोऽहम् । बालं विहाय जल-संस्थितमिन्दु-बिम्बमन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ।।३।। દેવોએ જેમના પાદપીઠને પૂજેલ છે એવા હે પ્રભુ! જે રીતે જળમાં પ્રતિબિંબરૂપે પડેલા ચન્દ્રમાને પકડવાની નિરર્થક ચેષ્ટા એક અણસમજૂ બાળક જ કરે, તે રીતે અલ્પબુદ્ધિવાળો હું મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારી સ્તુતિ કરવાનું સાહસ કરી રહ્યો छु. 3. वक्तुं गुणान् गुणसमुद्र! शशाङ्क-कान्तान् कस्ते क्षमः सुरगुरु-प्रतिमोऽपि बुद्ध्या। कल्पान्त-काल-पवनोद्धत-नक्र-चक्रं को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ।।४।। હે ગુણોના સાગર પ્રભુ! વિદ્વાન એવા દેવોના ગુરુ બૃહસ્પતિ પણ તમારા ચંદ્ર જેવા ઉજ્જવળ ગુણોનું વર્ણન કરવાને અસમર્થ છે. જેમકે પ્રલયકાળના વાયુથી જેમાં વિકરાળ મગરના સમૂહો ઊછળી રહ્યા હોય, એવા મહાસાગરને પોતાના બે હાથ વડે કોઈ તરી શકે? જેમ આવું સાહસ કરવું અશક્ય છે, તેમ તમારા ગુણોનું વર્ણન કરવું એટલું જ દુષ્કર છે. ૪. सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश! कर्तुं स्तवं विगत-शक्तिरपि प्रवृत्तः। प्रीत्याऽऽत्मवीर्यमविचार्य मृगी मृगेन्द्र नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ।।५।। Page #2 -------------------------------------------------------------------------- ________________ જેમ એક વાત્સલ્યસભર મગલી પોતાની નિર્બળતા તથા અસમર્થતાને જાણવા છતાં, પોતાની શીશુની રક્ષા કરવા સિંહને સામે યુદ્ધ કરવા દોડી જાય છે તેમ હે મુનીશ્વર! મારી અલ્પબુદ્ધિ તથા અસમર્થતાને જાણવા છતાં, તમારા પ્રત્યેની મારી પ્રબળ ભક્તિને લઈ હું આ સ્તુતિ કરવાનું સાહસ કરી રહ્યો છું. ૫. अल्पश्रुतं श्रुतवतां परिहास-धाम त्वद्भक्तिरेव मुखरी-कुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति તજ્ઞામ-વાર-નિ-નિવારે વહેતુ: // દા જે રીતે વસંતઋતુમાં આંબાને લાગેલ વ્હોર જ કોયલના મધુર ટહુકા તથા કલરવ માટે કારણભૂત છે તે જ રીતે, હે સ્વામિ અલ્પજ્ઞાની એવો હું, વિદ્વાનોમાં હાંસીપાત્ર છું તો પણ તમારા પ્રત્યેની મારી પ્રબળ ભક્તિ જ મને બળ કરીને તમારી સ્તુતિ કરવા પ્રેરે છે. ૬ त्वत्संस्तवेन भवसन्तति-सन्निबद्धं पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्त-लोकमलिनील-मशेषमाशु सूर्यांशु-भिन्नमिव शार्वरमन्धकारम् ।।७।। જે રીતે ત્રિલોકમાં વ્યાપી ગયેલ ભ્રમર જેવું કાળું તથા કૃષ્ણ પક્ષની રાત્રિ જેવું ઘોર અંધકાર-પ્રાતઃ કાળે સૂર્યકિરણોના પ્રકાશથી તત્કાલિક નાશ પામે છે, તે જ રીતે, તમારી સ્તુતિ કરવાથી કરોડો જન્મના ઉપાર્જન કરેલા જીવના સંચિત પાપકર્મો તત્ક્ષણ નષ્ટ થાય છે. ૭. मत्वेति नाथ! तव संस्तवनं मयेदमारभ्यते तनुधियापि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफल-द्युतिमुपैति ननूदबिन्दुः ।।८।। હે પ્રભુ! જેમ કમળના પાન પર પડેલું ઓસબિંદુ, મોતીની જેમ શોભે છે અને લોકરંજન કરે છે તેમ તમારું સ્તોત્ર રચવું એ દુષ્કર કાર્ય છે એ જાણવા છતાં, અલ્પબુદ્ધિવાળો હું, તે સર્વ પાપ હરનારું છે એમ માનીને તેને રચવાનો આરંભ કરી રહ્યો છું! અને તે આપના પ્રભાવથી અવશ્ય પુરુષોના મનનું રંજન કરશે. ૮. आस्तां तव स्तवनमस्त-समस्त-दोषं त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभाञ्जि ।।९।। સૂર્યના ઉદય થતાં પહેલાં જ, માત્ર તેના સૌમ્ય કિરણોનો સ્પર્શ થતાં જ સરોવરના કમળો જેમ ખીલી ઊઠે છે, તેમ પાપનાશી એવા તમારા સ્તોત્રની વાત તો દૂર રહો, માત્ર તમારી ભવોભવની ચરિત્ર કથા સાંભળવાથી અથવા તમારા નામ સ્મરણથી ત્રણ જગતના પ્રાણીઓનાં પાપો નષ્ટ થાય છે. ૯. નાટ્યમૂર્તિ ભવન-મૂT! ભૂતનાથ! भूतैर् गणैर् भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा भूत्याश्रितं य इह नात्मसमं करोति? ॥१०।। હે ભુવનભૂષણ! હે જગદીશ્વર! આ પૃથ્વીલોકના જીવો તમારા સાત્વિક ગુણોની સ્તુતિ કરીને તમારા જેવા મહાન થાય છે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? કારણ કે જે સ્વામી પોતાના આશ્રયે રહેલા સેવકોને પોતાના જેવા સમૃદ્ધ બનાવવા અસમર્થ હોય, તેવા સ્વામીથી શો લાભ? ૧૦. Page #3 -------------------------------------------------------------------------- ________________ दृष्ट्वा भवन्तमनिमेष-विलोकनीयं नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकर-द्युति-दुग्ध-सिन्धोः क्षारं जलं जलनिधेरसितुं क इच्छेत् ? ।।११।। હે પ્રભુ! આપના અલૌકિક, દિવ્ય સ્વરૂપને અનિમેષ નજરે નિરખ્યા પછી આ દૃષ્ટિ અન્ય કોઈને જોઈ સંતોષ પામતી નથી. આમ થવું સ્વાભાવિક છે, કારણ કે એક વાર ચંદ્રના કિરણો સમાન શ્વેત, ઉજ્જવળ કાંતિવાળા ક્ષીર સમુદ્રનું સુમધુર જળપાન કર્યા પછી, સમુદ્રનું ખારું પાણી પીવાની ઈચ્છા તે કોઈ કરતું હશે? ૧૧. यैः शान्तराग-रुचिभिः परमाणुभिस्त्वं निर्मापितस्त्रिभुवनैक-ललामभूत! तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां यत्ते समानमपरं न हि रूपमस्ति ।।१२।। ત્રણ લોકના અદ્વિતીય અલંકાર તુલ્ય હે પ્રભુ! શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ થકી તમારું શરીર બન્યું છે, તેવા શુભ પરમાણુઓ પૃથ્વી પર તેટલાં જ હશે એમ લાગે છે, કારણકે સમસ્ત સંસારમાં તમારા જેવું અલૌકિક રૂપ બીજા કોઈનું દેખાતું ०४ नथी! १२. वक्त्रं क्व ते सुर-नरोरग-नेत्रहारिनिःशेष-निर्जित-जगत्-त्रितयोपमानम् । बिम्बं कलङ्क-मलिनं क्व निशाकरस्य यद् वासरे भवति पाण्डु पलाश-कल्पम् ।।१३।। હે પ્રભુ! આપના દિવ્ય મુખને શુ જોઈ લોકો ચંદ્રમાની ઉપમા આપતા હશે? કયા દેવો, મનુષ્ય તથા નાગકુમારના નેત્રને હરનારું તમારું સુંદર નિષ્કલંક મુખડું કે જેની તુલના કરવા માટે જગતમાં કોઇ ઉપમા નથી, અને કયા કર્મકલંકથી મલિન એવા ચંદ્રનું મુખ જે દિવસ દરમિયાન ખાખરાના ફીક્કા પાન જેવું નિસ્તેજ ભાસે છે. ૧૩. सम्पूर्ण-मण्डल-शशाङ्क-कला-कलापशुभ्रा गुणास्त्रिभुवनं तव लंघयन्ति। ये संश्रितास्-त्रिजगदीश्वर! नाथमेकम् कस्तान निवारयति संचरतो यथेष्टम् ।।१४।। હે ત્રિલોકનાથ! પૂર્ણિમાના ચંદ્રની કળા જેવા ઉજ્જવળ તથા નિર્મળ એવા આપના ગુણો, ત્રણે લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. તમારા આશ્રયે રહેલા આ મોક્ષગામી ગુણોને સ્વેચ્છાએ વિચરતાં કોણ રોકી શકે ભલા? ૧૪. चित्रं किमत्र यदि ते त्रिदशांगनाभिर् नीतं मनागपि मनो न विकार-मार्गम् । कल्पान्तकाल-मरुता चलिताचलेन किं मन्दराद्रि-शिखरं चलितं कदाचित् ? ।।१५।। હે નિર્વિકારી પ્રભુ! દેવાંગનાઓ શૃંગારાદિકની ચેષ્ટા થકી તમારા અવિચળ મનને લેશ માત્ર પણ ડગમગાવી ન શકી એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? કારણકે પ્રલયકાળનો વાયુ યુગાંતે સમસ્ત પર્વતોને હચમચાવી નાંખે છે પરંતુ સુમેરુ પર્વતને લેશ માત્ર પણ ચલાયમાન કરી શકતો નથી! ૧૫. निधूम-वर्त्तिरपवर्जित-तैल-पूरः कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिता चलानां दीपोऽपरस्त्वमसि नाथ! जगत्प्रकाशः ।।१६।। Page #4 -------------------------------------------------------------------------- ________________ હે નાથ! વૈષરૂપી ધૂમાડા અને કામદશારૂપી વાટ રહિત તથા સ્નેહરૂપ તેલ રહિત એવા આપ આ સમગ્ર સંસારને સંપૂર્ણ રીતે પ્રકાશિત કરનાર એક અલૌકિક દીપક છો. એક એવો દીપક જેનું મસમોટા પર્વતોને કંપાવનાર પ્રલયકાળનો પવન પણ કશું બગાડી શકતો નથી. ૧૬. नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदर-निरुद्ध-महाप्रभावः सूर्यातिशायि महिमासि मुनीन्द्र! लोके ।।१७।। હે મુનીન્દ્રા આપનો મહિમા બેશક સૂર્યથી ઘણો અધિક છે. કારણ કે સૂર્ય નિશદિન ઉદિત-અસ્ત થાય છે, જ્યારે આપનો જ્ઞાનસૂર્ય કદીએ અસ્ત થયો નથી. સૂર્યને રાહુ ગ્રસિત કરે છે, જ્યારે તમને તે ગ્રસિત કરવા સમર્થ નથી. સૂર્ય તો ક્રમે ક્રમે સીમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે જ્યારે તમે તો ત્રિલોકને એકી સાથે પ્રકાશિત કરો છો. વળી સૂર્યને તો વાદળો આચ્છાદિત કરી અવરોધી શકે છે. જ્યારે તમારા મહાપ્રભાવને કોઈ અવરોધી શકતું નથી. ૧૭. नित्योदयं दलितमोह-महान्धकार गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति विद्योतयज्जगदपूर्व शशाङ्क-बिम्बम् ।।१८।। હે નાથી તમારું મુખકમળ અપૂર્વ તથા અલૌકિક ચંદ્રબિંબ સમાન દીપે છે, જે સદાય ઉદિત હોવાથી મોહરૂપી અંધકારનો નાશ કરે છે, જેને રાહુ ગ્રસિ શકતો નથી, મેઘ આચ્છાદિત કરી શકતા નથી તથા તે અતિ દેદીપ્યમાન હોવાને લીધે ત્રણેય લોકને સર્વત્ર પ્રકાશિત કરે છે. ૧૮. किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा? युष्मन्मुखेन्दु-दलितेषु तमस्सु नाथ! निष्पन्न शालि-वनशालिनी जीवलोके कार्यं कियज्जलधरैर् जलभार-ननैः ।।१९।। જે રીતે પાકેલા અનાજના ખેતરોથી પૃથ્વી શોભિત હોય ત્યારે મેઘ નિરર્થક છે, તે જ રીતે હે વિભુ! જ્યારે, આપનું ચંદ્ર સમાન મુખ જ પાપરૂપ અંધકારનો નાશ કરવા સમર્થ છે, ત્યારે રાત્રે ચંદ્રમાનું તથા દિવસે સૂર્યનું શું કામ હોઈ શકે? ૧૯. ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं नैवं तु काच-शकले किरणाकुलेऽपि ।।२०।। હે પ્રભુ! જેવી રીતે દેદીપ્યમાન મહામુલ્ય મણિઓની ચમક, સૂર્યના કિરણોથી ચમકતાં મામૂલી કાચના ટૂકડામાં મળવી અશક્ય છે, તેવી જ રીતે અનંત પર્યાયોવાળું, નિર્મળ કેવળજ્ઞાન જે આપને પ્રાપ્ત થયું છે, તે હરિહર વિગેરે નાયકોને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? ૨૦. मन्ये वरं हरि-हरादय एव दृष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति। किं वीक्षितेन भवता भुवि येन नान्यः कश्चिन्मनो हरति नाथ! भवान्तरेऽपि ।।२१।। હે નાથી તમારા દર્શન કરતાં પહેલાં જ મેં હરિહરાદિ અન્ય દેવોને જોયા, તે સારું કર્યું, કારણ કે તેમને જોયા બાદ નિરખેલી તમારી વિતરાગી મુદ્રાએ મારા હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા તેમજ સંતોષ જન્માવ્યો છે. હવે તો સમસ્ત ભૂમંડળમાં આ ભવમાં કે પરભવમાં બીજા કોઈ દેવ મારા મનને સંતોષ આપી શકશે નહીં. ૨૧. Page #5 -------------------------------------------------------------------------- ________________ स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ।।२२।। સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રને જન્મ આપે છે, પરંતુ તમારા જેવા વિતરાગી પુત્રને જન્મ આપનારી માતા તો કોઈ એક જ ભાગ્યશાળી સ્ત્રી હોઈ શકે. જેમ સર્વ દિશા નક્ષત્ર ધારણ કરે છે, પરંતુ દેદીપ્યમાન સૂર્યને તો પૂર્વ દિશા જ જન્મ આપે છે. ૨૨. त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु નાન્ય: શિવઃ શિવપરા મુનીન્દ્રા પ્રસ્થા: /૨રૂા. હે મુનીન્દ્રા મુનિઓ તમને ઉત્કૃષ્ટ પરમપુરુષ તથા સૂર્ય જેવી કાંતિવાળા નિર્મળ તથા તેજસ્વી માને છે. તેઓ, પ્રરૂપેલા માર્ગ પર ચાલી, તમને જ અંતઃકરણથી શુદ્ધી દ્વારા પામી મૃત્યુને જીતે છે, અને સિદ્ધ થાય છે. આમ, તમારી અનન્ય ભક્તિ જ મોક્ષમાર્ગ દેખાડનાર મંગળમાર્ગ છે. ૨૩. त्वामव्ययं विभुमचिन्त्य-मसंख्य-माद्यं ब्रह्माण-मीश्वर-मनन्त-मनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।।२४।। હે સર્વાનુપ્રિય સ્વામી! સન્દુરુષો તથા ભક્તો તમારા વિધ-વિધ ગુણોનું સ્મરણ કરી તમનેં વિધ-વિધ રીતે સંબોધે છે. કોઈ તમને અવિનાશી, સર્વવ્યાપી, અચિંત્ય, અસંખ્ય ગુણધારક, આદ્ય, બ્રહ્મસ્વરૂપ, ઈશ્વર કહે છે, તો કોઈ અનંત જ્ઞાન દર્શન, ગુણમય, અનંગકેતુ, યોગીશ્વર, યોગજ્ઞતા, અનેક, અદ્વિતીય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તથા અઢારે વિકાર રહિત એવા નિર્મળ સ્વરૂપે જાણી પ્રેમપૂર્વક આપની સ્તુતિ કરે છે. ૨૪. बुद्धस्त्वमेव विबुधार्चित! बुद्धि-बोधात् त्वं शङ्करोऽसि भुवनत्रय-शङ्करत्वात् । धाताऽसि धीर! शिवमार्ग-विधेर् विधानात् व्यक्तं त्वमेव भगवन्! पुरुषोत्तमोऽसि ।।२५।। હે પ્રભુ દેવોથી પૂજિત પૂર્ણ જ્ઞાનસ્વરૂપી બોધ ધારણ કરનાર હોવાથી તમે જ સ્વયં બુદ્ધ છો. ત્રણેય લોકના જીવનું કલ્યાણ કરનાર હોવાથી તમે જ શંકર છો. તથા રત્નત્રયી દ્વારા મોક્ષમાર્ગની વિધિ બતાડનાર હોવાથી તમે જ બ્રહ્મા છો, અને તે ધીરી સમસ્ત પુરુષોમાં શ્રેષ્ઠ એવા પુરુષોત્તમ પણ તમે જ છો. ૨૫. तुभ्यं नमस्त्रिभुवनार्ति-हराय नाथ! तुभ्यं नमः क्षितितलामल-भूषणाय! तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय! तुभ्यं नमो जिन! भवोदधि-शोषणाय ।।२६।। હે નાથ! આપ જ ત્રિલોકના જીવોની પીડા હરનાર છો, આપ જ પૃથ્વી પાતાળ તથા સ્વર્ગ એમ ત્રિભુવનના અલંકાર છો, ત્રિલોકના તમે જ સ્વામી છો, તથા સંસાર સમુદ્રને પાર કરાવનાર સર્વશ્રેષ્ઠ સ્વામિ પણ આપ જ છો, માટે જ આપને મારા અનંતા નમસ્કાર હો! ૨૬. को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैःत्वं संश्रितो निरवकाशतया मुनीश! Page #6 -------------------------------------------------------------------------- ________________ दोषैरुपात्त-विविधाश्रय-जातगर्वैः स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ।।२७।। હે મુનીવરી સમસ્ત સદ્ગણોએ પણ તમારો જ આશ્રય પરિપૂર્ણ રીતે લીધો છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? દુર્ગુણો તો તમારાથી છેટાં જ રહ્યા છે. અરે, દોષો તથા દુર્ગુણોને ગ્રહણ કરી મિથ્યા ગર્વથી ફરતા લોકો તો તમારા સ્વપ્નમાં આવવાની ચેષ્ટા કરી શકે તેમ નથી! ૨૭. उच्चैरशोकतरु-संश्रित-मुन्मयूखमाभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत् किरणमस्त-तमो-वितानं बिम्बं रवेरिव पयोधर-पार्श्ववर्ति ।।२८।। હે જિનેશ્વર! ઊંચા અશોકવૃક્ષ નીચે બિરાજમાન તમારા મળરહિત દેદીપ્યમાન શરીરમાંથી અનંત ઝળહળતાં કિરણો અંધકારનો નાશ કરનાર ભાસે છે તેમ જ વાદળની પાસે રહેલ સૂર્યબિંબની જેમ તે શોભી રહ્યું છે. ૨૮. सिंहासने मणि-मयूख-शिखा-विचित्रे विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियद् विलसदंशुलता-वितानं तुङ्गोदयाद्रि-शिरसीव सहस्ररश्मेः ।।२९।। હે ભગવાન! જે રીતે ઊંચા ઉદયાચલ પર્વતના શિખર પર સૂર્યના સુવર્ણ કિરણો થકી આકાશ શોભી ઊઠે છે, તે જ રીતે ઝળહળતાં રંગબેરંગી રત્નજડિત સિંહાસન પર બિરાજમાન તમારું સુવર્ણમય, દેદીપ્યમાન, સુંદર શરીર શોભી રહ્યું છે. ૨૯. कुन्दावदात-चल-चामर-चारुशोभं विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाङ्क-शुचि-निर्झर-वारिधारमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ।।३०।। હે પ્રભુ! તમારી મનોહર, કંચનવર્ણ કાયા બન્ને બાજુથી મોગરાના ફૂલ સમાન વેત ચામરોથી વિંઝાતી જોઈ એમ લાગે છે જાણે સુવર્ણમય સુમેરુ પર્વતનાં ઊંચા શિખરોની બન્ને બાજુઓથી ચંદ્ર-કિરણો જેવી ઉજ્જવળ નિર્મળ જળધારાઓ વહી રહી છે. ૩૦. छत्रत्रयं तव विभाति शशाङ्क-कान्तमुच्चैः स्थितं स्थगित-भानुकर-प्रतापम् । मुक्ताफल-प्रकरजाल-विवृद्धशोभं, प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ।।३१।। તમારા મસ્તક પર ચંદ્રમા જેવા મનોહર, સૂર્યના કિરણોના આતાપને ઢાંકી દેનાર તથા મોતીની ઝાલરથી શોભતા ત્રણ છત્રો તમારી લોકવ્યાપી પ્રભુતા તથા સ્વામીપણાનું સૂચન કરે છે. ૩૧. THીર-તાર-વ-પૂરત-ફિવિમાTજૈનો-તો-શુમ- સમ-ભૂતિ-ઢકા: | सद्धर्मराज-जय-घोषण-घोषकः सन् खे दुन्दुभिर्ध्वनति ते यशसः प्रवादी ।।३२।। આકાશમાં દશે દિશાઓ ગુંજી ઊઠે તેવી દુભિ વાગે છે ત્યારે તેના શુભ સંદેશરૂપી શબ્દો જાણે સમસ્ત લોકના જીવને કલ્યાણપ્રાપ્તિનું આહવાન કરતાં હોય તેમ લાગે છે. આ દિવ્ય ધ્વનિ આપના ધર્મરાજ્યની જયઘોષણા કરી આપના યશને પ્રગટ કરે છે. ૩૨. Page #7 -------------------------------------------------------------------------- ________________ मन्दार-सुन्दर-नमेरु-सुपारिजात સન્તાનાદ્રિ-યુસુમોર-વૃષ્ટિ-રુદ્ધ गन्धोदबिन्दु-शुभमन्द-मरुत्प्रपाता દ્વિવ્યા દ્રિવ: પતિ તે વવસ તતવ રૂ રૂા. હે વિભુ! દેવો જ્યારે આકાશમાંથી સુગંધી જળબિન્દુ સહ મન્દાર, સુંદર, નમેરુ, પારિજાત જેવા સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરે છે, અને સાથે મંદમંદ શીતળ પવન વાય છે, ત્યારે આ વૃષ્ટિ આપશ્રીના મુખેથી વચનોની દિવ્ય પંક્તિઓ વરસતી હોય તેવું ભાસે છે. ૩૩. शुम्भत्प्रभावलय-भूरिविभा विभोस्ते लोकत्रय-द्युतिमतां द्युतिमाक्षिपन्ती। प्रोद्यद्-दिवाकर-निरन्तर भूरिसंख्या दीप्त्या जयत्यपि निशामपि सोम-सौम्याम् ।।३४।। હે પ્રભુ! આપની અત્યંત પ્રજવલિત આભામંડળનું તેજ તો સમસ્ત તેજસ્વી વસ્તુઓથી અધિક પ્રભાવશાલી છે. એની મૂળ લાક્ષણિકતા તો એ છે કે તે અનેક સૂર્યોના તેજથી અધિક પ્રચંડ હોવા છતાં, પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ વધુ શીતળ તેમ જ સૌમ્ય છે. ૩૪. પવ-મ-મી-વિમg: सद्धर्मतत्व-कथनैक-पत्रिलोक्याः । दिव्यध्वनिर्भवति ते विशदार्थ-सर्व મHT-સ્વભાવ-પરિણામ-: યોગ્ય રૂપો હે પ્રભુ! સ્વર્ગ તથા મોક્ષના માર્ગને દેખાડનાર, ત્રિભુવનના લોકોને શ્રેષ્ઠ ધર્મ તત્વનો ઉપદેશ કરવામાં સક્ષમ એવો આપના મુખેથી નીકળતો દિવ્યધ્વનિ સ્વભાવથી જ બધી ભાષાઓમાં પરિણમી જાય છે. આપના આ અચિંત્ય પ્રભાવને લીધે જ, ગંભીર અર્થવાળો હોવા છતાં તે અતિ સ્પષ્ટ રીતે સત્યધર્મના રહસ્યને ખૂબ જ કુશળતાપૂર્વક સમજાવવામાં શક્તિમાન છે. ૩૫. उन्निद्र-हेम-नवपङ्कज-पुञ्जकान्ति पर्युल्लसन्नख-मयूख-शिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र! धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ।।३६।। હે જિનેન્દ્રા આપના ચરણ, નવવિકસિત સુવર્ણકમળની કાંતિ સમાન છે, જેમાંથી સતત મનોહર કિરણો ચોતરફ ફેલાઈ રહ્યા છે. વિહાર કરતાં-કરતાં આપ આપના ચરણો જ્યાં જ્યાં પૃથ્વીપર ધરો છો, ત્યાં-ત્યાં દેવો સુવર્ણકમળની રચના કરતાં રહે છે. ૩૬. इत्थं यथा तव विभूतिरभूजिनेन्द्र! धर्मोपदेशन-विधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा तादृक् कुतो ग्रह-गणस्य विकाशिनोऽपि ॥३७।। હે જિનેન્દ્ર દેવા ધર્મોપદેશ આપતી વેળાએ જે દિવ્ય સમૃદ્ધિ આપની હોય છે, તે અન્ય દેવતાઓને ક્યારેય હોતી નથી અને તે યોગ્ય પણ છે, કારણ કે, અંધકારનો નાશ કરવાની પ્રભા જે સૂર્યમાં છે, તે સામાન્ય ચમકતા તારા કે નક્ષત્રોમાં ક્યાંથી સંભવી શકે? ૩૭. थ्योतन्मदाविल-विलोल-कपोलमूल मत्तभ्रमद्-भ्रमरनाद-विवृद्धकोपम् । Page #8 -------------------------------------------------------------------------- ________________ ऐरावताभ-मिभमुद्धत-मापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ।।३८।। હે પ્રભુ! જેના કપાળમાંથી ઝરતા મદને પીવા મદોન્મત્ત ભમરાઓ ગુંજારવ કરી તેને ક્રોધિત કરી રહ્યા હોય, એવા ગાંડાતુર, ઐરાવત જેવા વિશાળકાય, ચપળ, ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોઈને પણ તમારા આશ્રયે રહેલા ભક્તો લગીરે વિચલિત થતાં નથી, જરા પણ ભય પામતાં નથી. ૩૮. भिन्नेभ-कुम्भ-गलदुज्ज्वल-शोणिताक्त मुक्ताफल प्रकर-भूषित-भूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि नाक्रामति क्रमयुगाचल-संश्रितं ते ।।३९।। હે પ્રભુ! જેણે વિફરેલા હાથીના કુંભસ્થળને ફાડીને લોહીથી ખરડાયેલા મોતીસમાં હાડકાંઓનો ઢેર વરસાવ્યો છે, જેણે સંહાર કરવા માટે પોતાના બે પગ ઉપાડ્યા છે, તેવો વિકરાળ સિંહ પણ તમારા ચરણાશ્રિત સેવકોને જોઈ, શાંત થઈ જાય છે અને તેના પર તે આક્રમણ કરી શકતો નથી. ૩૯. कल्पान्त-काल-पवनोद्धत-वह्निकल्पं दावानलं ज्वलितमुज्ज्वल-मुत्स्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव सम्मुखमापतन्तं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ।।४०।। હે પ્રભુ! પ્રલયકાળના વાયુ થકી ઉદ્ધત થયેલા અગ્નિ જેવો જાજ્વલ્યમાન દાવાનળ, જેની જવાળાઓ આકાશને આંબે છે, જેનાં તણખાં ચોતરફ પ્રસરેલા છે, જે આખા વિશ્વને ગળી જવાની તૈયારીમાં છે તે પણ એક માત્ર તમારા નામરૂપ કીર્તનજળના રટણથી શાંત થઈ જાય છે. ૪૦. रक्तेक्षणं समद-कोकिल-कण्ठ-नीलं क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्कस्त्वन्नाम-नागदमनी हृदि यस्य पुंसः ।।४१।। હે દયાળુ દેવ! જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની ઔષધિ હોય, તે પુરુષ લાલચોળ નેત્રવાળા, મદોન્મત્ત તથા કોયલ જેવા કાળા, ક્રોધિત, છંછેડાયેલા, ઊંચી ફેણવાળા, સામે ધસી આવતા સર્પને પણ નિર્ભય થઈને ઓળંગી જાય છે અને સદા ભયમુક્ત રહે છે. ૪૧. वल्गत्तुरङ्ग-गजगर्जित-भीमनादमाजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यद्दिवाकर-मयूख-शिखापविद्धं त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ।।४२।। હે જિતેન્દ્રિય જે રણભૂમિમાં શત્રુઓના ઘોડાઓ હણહણતાં હોય, હાથી ગર્જારવ કરતાં હોય, સૈનિકો ભયંકર યુદ્ધનાદ કરતાં હોય, એવા બળવાન શત્રુ રાજાનું સૈન્ય પણ જે રીતે સૂર્યોદય થતાં અંધકાર ભાગી જાય છે, તે રીતે તત્કાલ તમારા ભક્તથી દૂર નાસી જાય છે. આમ આપનું નામ સ્તવનાર ભક્ત સદા શત્રુભયથી મુક્ત રહે છે. ૪૨. કુન્તા-fમન્ન-ન-ગણિત-રિવાદવેવિતા-તરતુર-ચોધ-મીમાં યુદ્ધ નર્ચ વિનિત-ટુર્નચ-નેચ-પક્ષT: त्वत्पाद-पकज-वनाश्रयिणो लभन्ते ।।४३।। Page #9 -------------------------------------------------------------------------- ________________ હે જિનેન્દ્ર પ્રભુ! જે યુદ્ધભૂમિમાં ભાલાની અણીના પ્રહારથી હાથીના શરીર ભેદાય છે અને તેમના શરીરમાંથી લોહીની ધાર વહે છે, તથા તે રક્ત પ્રવાહને પાર કરવામાં વીરયોદ્ધાઓ પણ અસફળ રહ્યા છે, એવા ભીષણ યુદ્ધમાં પણ તમારા ચરણકમળનો આશ્રય લેનાર ભક્તગણો શત્રુઓને માત આપી વિજય પ્રાપ્ત કરે છે. ૪૩. अम्भोनिधौ क्षुभित-भीषण-नक्रचक्रપાટીન-દ-ભય-દ્રોન્વ-વાડવISat | रङ्गत्तरङ्ग-शिखरस्थित-यानपात्रास्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ।।४४।। હે ભગવાન! જે મહાસાગરમાં ભયાનક મગરના સમૂહો, પાઠીન તથા પીઠ જાતિના ભયંકર મત્સ્યો, તથા વડવાનલ યુક્ત ઉછળતા તરંગો છે, એવા તોફાની સમુદ્રમાં જેમના વહાણો ફસાયા હોય, તેઓ માત્ર આપના નામસ્મરણથી ભયરહિત થઈ, નિર્વિદને કિનારે પહોંચી જાય છે. ૪૪. उद्भूत-भीषण-जलोदर-भारभुग्नाः शोच्यां दशामुपगताच्युत-जीविताशाः । त्वत्पाद-पङ्कज-रजोऽमृत-दिग्धदेहा मां भवन्ति मकरध्वज-तुल्यरूपाः ।।४५।। હે વિભુ! જળોદર રોગથી વાંકાં વળી ગયેલા, દયનીય તથા શોકાગ્રસ્ત દશા પામેલા, જેમને જીવવાની આશા જ રહી નથી એવા નિરાશ મનુષ્યો પણ તમારા ચરણકમળની ધૂળ લગાડવાથી નિરોગી થાય છે તથા કામદેવ જેવા સ્વરૂપવાન થઈ જાય છે. ૪૫. आपाद-कण्ठमुरु-श्रृङ्खल-वेष्टिताङ्गा गाढं बृहन्निगड-कोटि-निघृष्ट-जङ्घाः । त्वन्नाम-मन्त्रमनिशं मनुजाः स्मरन्तः सद्यः स्वयं विगत-बन्धभया भवन्ति ।।४६।। જેમના શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળો વડે બંધાયેલા છે, અને બેડીના ઘસારા થકી જેમના સાથળો લોહીલુહાણ થયા છે, એવા માનવો પણ, હે સ્વામી! સતત આપના નામરૂપ મંત્રનું (કું ઋષભાય નમ:) સ્મરણ કરવાથી તરત જ આપોઆપ બંધનરહિત થઈ ભયમુક્ત થાય છે. ૪૬. मत्तद्विपेन्द्र-मृगराज-दवानलाऽहिसंग्राम-वारिधि-महोदर-बन्धनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव यस्तावकं स्तवमिमं मतिमानभधीते ।।४७।। હે નાથ! જે કોઈ બુદ્ધિશાળી મનુષ્ય, ભક્તિભાવપૂર્વક તમારા આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે, તે મદોન્મત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર, કારાવાસ એવા આઠ પ્રકારના ભયથી મુક્ત રહે છે, સ્વયં ભય જાણે ભય પામી તેમનાથી દૂર ચાલી જાય છે. ૪૭. स्तोत्र-स्रजं तव जिनेन्द्र! गुणैर्निबद्धां, भक्त्या मया रुचिर-वर्ण-विचित्र-पुष्पाम् । धत्ते जनो य इह कंठगतामजस्रं तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ।।४८।। હે જિનેન્દ્ર! મેં ભક્તિપૂર્વક જ્ઞાનાદિ ગુણોથી તથા મનોહર એવા શબ્દરૂપી ભાવપુષ્પો વડે આ સ્તોત્રમાળા ગૂંથી છે. જે મનુષ્ય, નિરંતર ભક્તિપૂર્વક આ સ્તોત્રમાળા કંઠસ્થ કરશે, તે ચિત્તની ઉન્નતિવાળા મનુષ્યને ઊંચામાં ઊંચુ સન્માન મળશે તથા કોઈને વશ ન થયેલી અલભ્ય રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ સંબંધી લક્ષ્મી પ્રાપ્ત થશે. તે લક્ષ્મી સ્વયં તેની પાસે ચાલીને આવશે. ૪૮. Page #10 -------------------------------------------------------------------------- ________________ o