________________
હે નાથ! વૈષરૂપી ધૂમાડા અને કામદશારૂપી વાટ રહિત તથા સ્નેહરૂપ તેલ રહિત એવા આપ આ સમગ્ર સંસારને સંપૂર્ણ રીતે પ્રકાશિત કરનાર એક અલૌકિક દીપક છો. એક એવો દીપક જેનું મસમોટા પર્વતોને કંપાવનાર પ્રલયકાળનો પવન પણ કશું બગાડી શકતો નથી. ૧૬. नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदर-निरुद्ध-महाप्रभावः सूर्यातिशायि महिमासि मुनीन्द्र! लोके ।।१७।। હે મુનીન્દ્રા આપનો મહિમા બેશક સૂર્યથી ઘણો અધિક છે. કારણ કે સૂર્ય નિશદિન ઉદિત-અસ્ત થાય છે, જ્યારે આપનો જ્ઞાનસૂર્ય કદીએ અસ્ત થયો નથી. સૂર્યને રાહુ ગ્રસિત કરે છે, જ્યારે તમને તે ગ્રસિત કરવા સમર્થ નથી. સૂર્ય તો ક્રમે ક્રમે સીમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે જ્યારે તમે તો ત્રિલોકને એકી સાથે પ્રકાશિત કરો છો. વળી સૂર્યને તો વાદળો આચ્છાદિત કરી અવરોધી શકે છે. જ્યારે તમારા મહાપ્રભાવને કોઈ અવરોધી શકતું નથી. ૧૭. नित्योदयं दलितमोह-महान्धकार गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति विद्योतयज्जगदपूर्व शशाङ्क-बिम्बम् ।।१८।। હે નાથી તમારું મુખકમળ અપૂર્વ તથા અલૌકિક ચંદ્રબિંબ સમાન દીપે છે, જે સદાય ઉદિત હોવાથી મોહરૂપી અંધકારનો નાશ કરે છે, જેને રાહુ ગ્રસિ શકતો નથી, મેઘ આચ્છાદિત કરી શકતા નથી તથા તે અતિ દેદીપ્યમાન હોવાને લીધે ત્રણેય લોકને સર્વત્ર પ્રકાશિત કરે છે. ૧૮. किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा? युष्मन्मुखेन्दु-दलितेषु तमस्सु नाथ! निष्पन्न शालि-वनशालिनी जीवलोके कार्यं कियज्जलधरैर् जलभार-ननैः ।।१९।। જે રીતે પાકેલા અનાજના ખેતરોથી પૃથ્વી શોભિત હોય ત્યારે મેઘ નિરર્થક છે, તે જ રીતે હે વિભુ! જ્યારે, આપનું ચંદ્ર સમાન મુખ જ પાપરૂપ અંધકારનો નાશ કરવા સમર્થ છે, ત્યારે રાત્રે ચંદ્રમાનું તથા દિવસે સૂર્યનું શું કામ હોઈ શકે? ૧૯. ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं नैवं तु काच-शकले किरणाकुलेऽपि ।।२०।। હે પ્રભુ! જેવી રીતે દેદીપ્યમાન મહામુલ્ય મણિઓની ચમક, સૂર્યના કિરણોથી ચમકતાં મામૂલી કાચના ટૂકડામાં મળવી અશક્ય છે, તેવી જ રીતે અનંત પર્યાયોવાળું, નિર્મળ કેવળજ્ઞાન જે આપને પ્રાપ્ત થયું છે, તે હરિહર વિગેરે નાયકોને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? ૨૦. मन्ये वरं हरि-हरादय एव दृष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति। किं वीक्षितेन भवता भुवि येन नान्यः कश्चिन्मनो हरति नाथ! भवान्तरेऽपि ।।२१।। હે નાથી તમારા દર્શન કરતાં પહેલાં જ મેં હરિહરાદિ અન્ય દેવોને જોયા, તે સારું કર્યું, કારણ કે તેમને જોયા બાદ નિરખેલી તમારી વિતરાગી મુદ્રાએ મારા હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા તેમજ સંતોષ જન્માવ્યો છે. હવે તો સમસ્ત ભૂમંડળમાં આ ભવમાં કે પરભવમાં બીજા કોઈ દેવ મારા મનને સંતોષ આપી શકશે નહીં. ૨૧.