SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ दृष्ट्वा भवन्तमनिमेष-विलोकनीयं नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकर-द्युति-दुग्ध-सिन्धोः क्षारं जलं जलनिधेरसितुं क इच्छेत् ? ।।११।। હે પ્રભુ! આપના અલૌકિક, દિવ્ય સ્વરૂપને અનિમેષ નજરે નિરખ્યા પછી આ દૃષ્ટિ અન્ય કોઈને જોઈ સંતોષ પામતી નથી. આમ થવું સ્વાભાવિક છે, કારણ કે એક વાર ચંદ્રના કિરણો સમાન શ્વેત, ઉજ્જવળ કાંતિવાળા ક્ષીર સમુદ્રનું સુમધુર જળપાન કર્યા પછી, સમુદ્રનું ખારું પાણી પીવાની ઈચ્છા તે કોઈ કરતું હશે? ૧૧. यैः शान्तराग-रुचिभिः परमाणुभिस्त्वं निर्मापितस्त्रिभुवनैक-ललामभूत! तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां यत्ते समानमपरं न हि रूपमस्ति ।।१२।। ત્રણ લોકના અદ્વિતીય અલંકાર તુલ્ય હે પ્રભુ! શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ થકી તમારું શરીર બન્યું છે, તેવા શુભ પરમાણુઓ પૃથ્વી પર તેટલાં જ હશે એમ લાગે છે, કારણકે સમસ્ત સંસારમાં તમારા જેવું અલૌકિક રૂપ બીજા કોઈનું દેખાતું ०४ नथी! १२. वक्त्रं क्व ते सुर-नरोरग-नेत्रहारिनिःशेष-निर्जित-जगत्-त्रितयोपमानम् । बिम्बं कलङ्क-मलिनं क्व निशाकरस्य यद् वासरे भवति पाण्डु पलाश-कल्पम् ।।१३।। હે પ્રભુ! આપના દિવ્ય મુખને શુ જોઈ લોકો ચંદ્રમાની ઉપમા આપતા હશે? કયા દેવો, મનુષ્ય તથા નાગકુમારના નેત્રને હરનારું તમારું સુંદર નિષ્કલંક મુખડું કે જેની તુલના કરવા માટે જગતમાં કોઇ ઉપમા નથી, અને કયા કર્મકલંકથી મલિન એવા ચંદ્રનું મુખ જે દિવસ દરમિયાન ખાખરાના ફીક્કા પાન જેવું નિસ્તેજ ભાસે છે. ૧૩. सम्पूर्ण-मण्डल-शशाङ्क-कला-कलापशुभ्रा गुणास्त्रिभुवनं तव लंघयन्ति। ये संश्रितास्-त्रिजगदीश्वर! नाथमेकम् कस्तान निवारयति संचरतो यथेष्टम् ।।१४।। હે ત્રિલોકનાથ! પૂર્ણિમાના ચંદ્રની કળા જેવા ઉજ્જવળ તથા નિર્મળ એવા આપના ગુણો, ત્રણે લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. તમારા આશ્રયે રહેલા આ મોક્ષગામી ગુણોને સ્વેચ્છાએ વિચરતાં કોણ રોકી શકે ભલા? ૧૪. चित्रं किमत्र यदि ते त्रिदशांगनाभिर् नीतं मनागपि मनो न विकार-मार्गम् । कल्पान्तकाल-मरुता चलिताचलेन किं मन्दराद्रि-शिखरं चलितं कदाचित् ? ।।१५।। હે નિર્વિકારી પ્રભુ! દેવાંગનાઓ શૃંગારાદિકની ચેષ્ટા થકી તમારા અવિચળ મનને લેશ માત્ર પણ ડગમગાવી ન શકી એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? કારણકે પ્રલયકાળનો વાયુ યુગાંતે સમસ્ત પર્વતોને હચમચાવી નાંખે છે પરંતુ સુમેરુ પર્વતને લેશ માત્ર પણ ચલાયમાન કરી શકતો નથી! ૧૫. निधूम-वर्त्तिरपवर्जित-तैल-पूरः कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिता चलानां दीपोऽपरस्त्वमसि नाथ! जगत्प्रकाशः ।।१६।।
SR No.249524
Book TitleBhaktamar Stotra Gujarati Meaning
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size370 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy