________________
જેમ એક વાત્સલ્યસભર મગલી પોતાની નિર્બળતા તથા અસમર્થતાને જાણવા છતાં, પોતાની શીશુની રક્ષા કરવા સિંહને સામે યુદ્ધ કરવા દોડી જાય છે તેમ હે મુનીશ્વર! મારી અલ્પબુદ્ધિ તથા અસમર્થતાને જાણવા છતાં, તમારા પ્રત્યેની મારી પ્રબળ ભક્તિને લઈ હું આ સ્તુતિ કરવાનું સાહસ કરી રહ્યો છું. ૫. अल्पश्रुतं श्रुतवतां परिहास-धाम त्वद्भक्तिरेव मुखरी-कुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति તજ્ઞામ-વાર-નિ-નિવારે વહેતુ: // દા જે રીતે વસંતઋતુમાં આંબાને લાગેલ વ્હોર જ કોયલના મધુર ટહુકા તથા કલરવ માટે કારણભૂત છે તે જ રીતે, હે સ્વામિ અલ્પજ્ઞાની એવો હું, વિદ્વાનોમાં હાંસીપાત્ર છું તો પણ તમારા પ્રત્યેની મારી પ્રબળ ભક્તિ જ મને બળ કરીને તમારી સ્તુતિ કરવા પ્રેરે છે. ૬ त्वत्संस्तवेन भवसन्तति-सन्निबद्धं पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्त-लोकमलिनील-मशेषमाशु सूर्यांशु-भिन्नमिव शार्वरमन्धकारम् ।।७।। જે રીતે ત્રિલોકમાં વ્યાપી ગયેલ ભ્રમર જેવું કાળું તથા કૃષ્ણ પક્ષની રાત્રિ જેવું ઘોર અંધકાર-પ્રાતઃ કાળે સૂર્યકિરણોના પ્રકાશથી તત્કાલિક નાશ પામે છે, તે જ રીતે, તમારી સ્તુતિ કરવાથી કરોડો જન્મના ઉપાર્જન કરેલા જીવના સંચિત પાપકર્મો તત્ક્ષણ નષ્ટ થાય છે. ૭. मत्वेति नाथ! तव संस्तवनं मयेदमारभ्यते तनुधियापि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफल-द्युतिमुपैति ननूदबिन्दुः ।।८।। હે પ્રભુ! જેમ કમળના પાન પર પડેલું ઓસબિંદુ, મોતીની જેમ શોભે છે અને લોકરંજન કરે છે તેમ તમારું સ્તોત્ર રચવું એ દુષ્કર કાર્ય છે એ જાણવા છતાં, અલ્પબુદ્ધિવાળો હું, તે સર્વ પાપ હરનારું છે એમ માનીને તેને રચવાનો આરંભ કરી રહ્યો છું! અને તે આપના પ્રભાવથી અવશ્ય પુરુષોના મનનું રંજન કરશે. ૮. आस्तां तव स्तवनमस्त-समस्त-दोषं त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभाञ्जि ।।९।। સૂર્યના ઉદય થતાં પહેલાં જ, માત્ર તેના સૌમ્ય કિરણોનો સ્પર્શ થતાં જ સરોવરના કમળો જેમ ખીલી ઊઠે છે, તેમ પાપનાશી એવા તમારા સ્તોત્રની વાત તો દૂર રહો, માત્ર તમારી ભવોભવની ચરિત્ર કથા સાંભળવાથી અથવા તમારા નામ
સ્મરણથી ત્રણ જગતના પ્રાણીઓનાં પાપો નષ્ટ થાય છે. ૯. નાટ્યમૂર્તિ ભવન-મૂT! ભૂતનાથ! भूतैर् गणैर् भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा भूत्याश्रितं य इह नात्मसमं करोति? ॥१०।। હે ભુવનભૂષણ! હે જગદીશ્વર! આ પૃથ્વીલોકના જીવો તમારા સાત્વિક ગુણોની સ્તુતિ કરીને તમારા જેવા મહાન થાય છે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? કારણ કે જે સ્વામી પોતાના આશ્રયે રહેલા સેવકોને પોતાના જેવા સમૃદ્ધ બનાવવા અસમર્થ હોય, તેવા સ્વામીથી શો લાભ? ૧૦.