Book Title: Bhaktamar Stotra Gujarati Meaning
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 1
________________ http://www.youtube.com/watch?v=VQNJSWzYx5Q (આ લીન્કથી ભક્તામર સ્તોત્રની કથા જોઈ શકાશે) श्री भतामर स्तोत्र भक्तामर स्तोत्र भक्तामर-प्रणत-मौलि-मणिप्रभाणामुद्द्योतकं दलित-पाप-तमोवितानम् । सम्यक् प्रणम्य जिन-पादयुगं युगादावालम्बनं भवजले पततां जनानाम् ।।१।। ભક્તિસભર વંદન કરનાર દેવોના નમેલા મુગટના મણિઓની કાંતિને વધારનાર, પાપરૂપી અંધકારનો નાશ કરનાર, સંસાર સમુદ્રમાં ભટકતાં જીવોનો ઉદ્ધાર કરનાર, એવા આદિયુગના પ્રથમ ધર્મપ્રવર્તક શ્રી આદિનાથ પ્રભુના અલૌકિક ચરણોનું આલંબન લઈ, ભક્તિપૂર્વક વંદન કરી હું આ સ્તુતિ નો આરંભ કરીશ. ૧. यः संस्तुतः सकल-वाङ्मय तत्त्वबोधादुद्भूत-बुद्धि-पटुभिः सुरलोक-नाथैः । स्तोत्रैर् जगत्रितय-चित्तहरैरुदारैः स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ।।२।। સકળ શાસ્ત્રોના જ્ઞાતા એવા કુશલ દેવેન્દ્રોએ જે રીતે પોતાની પ્રખર બુદ્ધિવડે ત્રણ લોકના ચિત્તને હરે તેવા શ્રેષ્ઠ સ્તોત્રો વડે આપની સ્તુતિ કરી છે, તે રીતે હે પ્રથમ જીનેન્દ્ર! હું પણ આપની સ્તુતિ અવશ્ય કરીશ. ૨. बुद्ध्या विनाऽपि विबुधार्चित-पादपीठ! स्तोतुं समुद्यत-मतिर् विगत-त्रपोऽहम् । बालं विहाय जल-संस्थितमिन्दु-बिम्बमन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ।।३।। દેવોએ જેમના પાદપીઠને પૂજેલ છે એવા હે પ્રભુ! જે રીતે જળમાં પ્રતિબિંબરૂપે પડેલા ચન્દ્રમાને પકડવાની નિરર્થક ચેષ્ટા એક અણસમજૂ બાળક જ કરે, તે રીતે અલ્પબુદ્ધિવાળો હું મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારી સ્તુતિ કરવાનું સાહસ કરી રહ્યો छु. 3. वक्तुं गुणान् गुणसमुद्र! शशाङ्क-कान्तान् कस्ते क्षमः सुरगुरु-प्रतिमोऽपि बुद्ध्या। कल्पान्त-काल-पवनोद्धत-नक्र-चक्रं को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ।।४।। હે ગુણોના સાગર પ્રભુ! વિદ્વાન એવા દેવોના ગુરુ બૃહસ્પતિ પણ તમારા ચંદ્ર જેવા ઉજ્જવળ ગુણોનું વર્ણન કરવાને અસમર્થ છે. જેમકે પ્રલયકાળના વાયુથી જેમાં વિકરાળ મગરના સમૂહો ઊછળી રહ્યા હોય, એવા મહાસાગરને પોતાના બે હાથ વડે કોઈ તરી શકે? જેમ આવું સાહસ કરવું અશક્ય છે, તેમ તમારા ગુણોનું વર્ણન કરવું એટલું જ દુષ્કર છે. ૪. सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश! कर्तुं स्तवं विगत-शक्तिरपि प्रवृत्तः। प्रीत्याऽऽत्मवीर्यमविचार्य मृगी मृगेन्द्र नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ।।५।।

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10