Book Title: Bhaktamar Stotra Gujarati Meaning Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 6
________________ दोषैरुपात्त-विविधाश्रय-जातगर्वैः स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ।।२७।। હે મુનીવરી સમસ્ત સદ્ગણોએ પણ તમારો જ આશ્રય પરિપૂર્ણ રીતે લીધો છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? દુર્ગુણો તો તમારાથી છેટાં જ રહ્યા છે. અરે, દોષો તથા દુર્ગુણોને ગ્રહણ કરી મિથ્યા ગર્વથી ફરતા લોકો તો તમારા સ્વપ્નમાં આવવાની ચેષ્ટા કરી શકે તેમ નથી! ૨૭. उच्चैरशोकतरु-संश्रित-मुन्मयूखमाभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत् किरणमस्त-तमो-वितानं बिम्बं रवेरिव पयोधर-पार्श्ववर्ति ।।२८।। હે જિનેશ્વર! ઊંચા અશોકવૃક્ષ નીચે બિરાજમાન તમારા મળરહિત દેદીપ્યમાન શરીરમાંથી અનંત ઝળહળતાં કિરણો અંધકારનો નાશ કરનાર ભાસે છે તેમ જ વાદળની પાસે રહેલ સૂર્યબિંબની જેમ તે શોભી રહ્યું છે. ૨૮. सिंहासने मणि-मयूख-शिखा-विचित्रे विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियद् विलसदंशुलता-वितानं तुङ्गोदयाद्रि-शिरसीव सहस्ररश्मेः ।।२९।। હે ભગવાન! જે રીતે ઊંચા ઉદયાચલ પર્વતના શિખર પર સૂર્યના સુવર્ણ કિરણો થકી આકાશ શોભી ઊઠે છે, તે જ રીતે ઝળહળતાં રંગબેરંગી રત્નજડિત સિંહાસન પર બિરાજમાન તમારું સુવર્ણમય, દેદીપ્યમાન, સુંદર શરીર શોભી રહ્યું છે. ૨૯. कुन्दावदात-चल-चामर-चारुशोभं विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाङ्क-शुचि-निर्झर-वारिधारमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ।।३०।। હે પ્રભુ! તમારી મનોહર, કંચનવર્ણ કાયા બન્ને બાજુથી મોગરાના ફૂલ સમાન વેત ચામરોથી વિંઝાતી જોઈ એમ લાગે છે જાણે સુવર્ણમય સુમેરુ પર્વતનાં ઊંચા શિખરોની બન્ને બાજુઓથી ચંદ્ર-કિરણો જેવી ઉજ્જવળ નિર્મળ જળધારાઓ વહી રહી છે. ૩૦. छत्रत्रयं तव विभाति शशाङ्क-कान्तमुच्चैः स्थितं स्थगित-भानुकर-प्रतापम् । मुक्ताफल-प्रकरजाल-विवृद्धशोभं, प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ।।३१।। તમારા મસ્તક પર ચંદ્રમા જેવા મનોહર, સૂર્યના કિરણોના આતાપને ઢાંકી દેનાર તથા મોતીની ઝાલરથી શોભતા ત્રણ છત્રો તમારી લોકવ્યાપી પ્રભુતા તથા સ્વામીપણાનું સૂચન કરે છે. ૩૧. THીર-તાર-વ-પૂરત-ફિવિમાTજૈનો-તો-શુમ- સમ-ભૂતિ-ઢકા: | सद्धर्मराज-जय-घोषण-घोषकः सन् खे दुन्दुभिर्ध्वनति ते यशसः प्रवादी ।।३२।। આકાશમાં દશે દિશાઓ ગુંજી ઊઠે તેવી દુભિ વાગે છે ત્યારે તેના શુભ સંદેશરૂપી શબ્દો જાણે સમસ્ત લોકના જીવને કલ્યાણપ્રાપ્તિનું આહવાન કરતાં હોય તેમ લાગે છે. આ દિવ્ય ધ્વનિ આપના ધર્મરાજ્યની જયઘોષણા કરી આપના યશને પ્રગટ કરે છે. ૩૨.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10