SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुतं त्वदुपमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ।।२२।। સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રને જન્મ આપે છે, પરંતુ તમારા જેવા વિતરાગી પુત્રને જન્મ આપનારી માતા તો કોઈ એક જ ભાગ્યશાળી સ્ત્રી હોઈ શકે. જેમ સર્વ દિશા નક્ષત્ર ધારણ કરે છે, પરંતુ દેદીપ્યમાન સૂર્યને તો પૂર્વ દિશા જ જન્મ આપે છે. ૨૨. त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु નાન્ય: શિવઃ શિવપરા મુનીન્દ્રા પ્રસ્થા: /૨રૂા. હે મુનીન્દ્રા મુનિઓ તમને ઉત્કૃષ્ટ પરમપુરુષ તથા સૂર્ય જેવી કાંતિવાળા નિર્મળ તથા તેજસ્વી માને છે. તેઓ, પ્રરૂપેલા માર્ગ પર ચાલી, તમને જ અંતઃકરણથી શુદ્ધી દ્વારા પામી મૃત્યુને જીતે છે, અને સિદ્ધ થાય છે. આમ, તમારી અનન્ય ભક્તિ જ મોક્ષમાર્ગ દેખાડનાર મંગળમાર્ગ છે. ૨૩. त्वामव्ययं विभुमचिन्त्य-मसंख्य-माद्यं ब्रह्माण-मीश्वर-मनन्त-मनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।।२४।। હે સર્વાનુપ્રિય સ્વામી! સન્દુરુષો તથા ભક્તો તમારા વિધ-વિધ ગુણોનું સ્મરણ કરી તમનેં વિધ-વિધ રીતે સંબોધે છે. કોઈ તમને અવિનાશી, સર્વવ્યાપી, અચિંત્ય, અસંખ્ય ગુણધારક, આદ્ય, બ્રહ્મસ્વરૂપ, ઈશ્વર કહે છે, તો કોઈ અનંત જ્ઞાન દર્શન, ગુણમય, અનંગકેતુ, યોગીશ્વર, યોગજ્ઞતા, અનેક, અદ્વિતીય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તથા અઢારે વિકાર રહિત એવા નિર્મળ સ્વરૂપે જાણી પ્રેમપૂર્વક આપની સ્તુતિ કરે છે. ૨૪. बुद्धस्त्वमेव विबुधार्चित! बुद्धि-बोधात् त्वं शङ्करोऽसि भुवनत्रय-शङ्करत्वात् । धाताऽसि धीर! शिवमार्ग-विधेर् विधानात् व्यक्तं त्वमेव भगवन्! पुरुषोत्तमोऽसि ।।२५।। હે પ્રભુ દેવોથી પૂજિત પૂર્ણ જ્ઞાનસ્વરૂપી બોધ ધારણ કરનાર હોવાથી તમે જ સ્વયં બુદ્ધ છો. ત્રણેય લોકના જીવનું કલ્યાણ કરનાર હોવાથી તમે જ શંકર છો. તથા રત્નત્રયી દ્વારા મોક્ષમાર્ગની વિધિ બતાડનાર હોવાથી તમે જ બ્રહ્મા છો, અને તે ધીરી સમસ્ત પુરુષોમાં શ્રેષ્ઠ એવા પુરુષોત્તમ પણ તમે જ છો. ૨૫. तुभ्यं नमस्त्रिभुवनार्ति-हराय नाथ! तुभ्यं नमः क्षितितलामल-भूषणाय! तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय! तुभ्यं नमो जिन! भवोदधि-शोषणाय ।।२६।। હે નાથ! આપ જ ત્રિલોકના જીવોની પીડા હરનાર છો, આપ જ પૃથ્વી પાતાળ તથા સ્વર્ગ એમ ત્રિભુવનના અલંકાર છો, ત્રિલોકના તમે જ સ્વામી છો, તથા સંસાર સમુદ્રને પાર કરાવનાર સર્વશ્રેષ્ઠ સ્વામિ પણ આપ જ છો, માટે જ આપને મારા અનંતા નમસ્કાર હો! ૨૬. को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैःत्वं संश्रितो निरवकाशतया मुनीश!
SR No.249524
Book TitleBhaktamar Stotra Gujarati Meaning
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size370 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy