SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दार-सुन्दर-नमेरु-सुपारिजात સન્તાનાદ્રિ-યુસુમોર-વૃષ્ટિ-રુદ્ધ गन्धोदबिन्दु-शुभमन्द-मरुत्प्रपाता દ્વિવ્યા દ્રિવ: પતિ તે વવસ તતવ રૂ રૂા. હે વિભુ! દેવો જ્યારે આકાશમાંથી સુગંધી જળબિન્દુ સહ મન્દાર, સુંદર, નમેરુ, પારિજાત જેવા સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરે છે, અને સાથે મંદમંદ શીતળ પવન વાય છે, ત્યારે આ વૃષ્ટિ આપશ્રીના મુખેથી વચનોની દિવ્ય પંક્તિઓ વરસતી હોય તેવું ભાસે છે. ૩૩. शुम्भत्प्रभावलय-भूरिविभा विभोस्ते लोकत्रय-द्युतिमतां द्युतिमाक्षिपन्ती। प्रोद्यद्-दिवाकर-निरन्तर भूरिसंख्या दीप्त्या जयत्यपि निशामपि सोम-सौम्याम् ।।३४।। હે પ્રભુ! આપની અત્યંત પ્રજવલિત આભામંડળનું તેજ તો સમસ્ત તેજસ્વી વસ્તુઓથી અધિક પ્રભાવશાલી છે. એની મૂળ લાક્ષણિકતા તો એ છે કે તે અનેક સૂર્યોના તેજથી અધિક પ્રચંડ હોવા છતાં, પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ વધુ શીતળ તેમ જ સૌમ્ય છે. ૩૪. પવ-મ-મી-વિમg: सद्धर्मतत्व-कथनैक-पत्रिलोक्याः । दिव्यध्वनिर्भवति ते विशदार्थ-सर्व મHT-સ્વભાવ-પરિણામ-: યોગ્ય રૂપો હે પ્રભુ! સ્વર્ગ તથા મોક્ષના માર્ગને દેખાડનાર, ત્રિભુવનના લોકોને શ્રેષ્ઠ ધર્મ તત્વનો ઉપદેશ કરવામાં સક્ષમ એવો આપના મુખેથી નીકળતો દિવ્યધ્વનિ સ્વભાવથી જ બધી ભાષાઓમાં પરિણમી જાય છે. આપના આ અચિંત્ય પ્રભાવને લીધે જ, ગંભીર અર્થવાળો હોવા છતાં તે અતિ સ્પષ્ટ રીતે સત્યધર્મના રહસ્યને ખૂબ જ કુશળતાપૂર્વક સમજાવવામાં શક્તિમાન છે. ૩૫. उन्निद्र-हेम-नवपङ्कज-पुञ्जकान्ति पर्युल्लसन्नख-मयूख-शिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र! धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ।।३६।। હે જિનેન્દ્રા આપના ચરણ, નવવિકસિત સુવર્ણકમળની કાંતિ સમાન છે, જેમાંથી સતત મનોહર કિરણો ચોતરફ ફેલાઈ રહ્યા છે. વિહાર કરતાં-કરતાં આપ આપના ચરણો જ્યાં જ્યાં પૃથ્વીપર ધરો છો, ત્યાં-ત્યાં દેવો સુવર્ણકમળની રચના કરતાં રહે છે. ૩૬. इत्थं यथा तव विभूतिरभूजिनेन्द्र! धर्मोपदेशन-विधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा तादृक् कुतो ग्रह-गणस्य विकाशिनोऽपि ॥३७।। હે જિનેન્દ્ર દેવા ધર્મોપદેશ આપતી વેળાએ જે દિવ્ય સમૃદ્ધિ આપની હોય છે, તે અન્ય દેવતાઓને ક્યારેય હોતી નથી અને તે યોગ્ય પણ છે, કારણ કે, અંધકારનો નાશ કરવાની પ્રભા જે સૂર્યમાં છે, તે સામાન્ય ચમકતા તારા કે નક્ષત્રોમાં ક્યાંથી સંભવી શકે? ૩૭. थ्योतन्मदाविल-विलोल-कपोलमूल मत्तभ्रमद्-भ्रमरनाद-विवृद्धकोपम् ।
SR No.249524
Book TitleBhaktamar Stotra Gujarati Meaning
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size370 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy