________________
ऐरावताभ-मिभमुद्धत-मापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ।।३८।। હે પ્રભુ! જેના કપાળમાંથી ઝરતા મદને પીવા મદોન્મત્ત ભમરાઓ ગુંજારવ કરી તેને ક્રોધિત કરી રહ્યા હોય, એવા ગાંડાતુર, ઐરાવત જેવા વિશાળકાય, ચપળ, ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોઈને પણ તમારા આશ્રયે રહેલા ભક્તો લગીરે વિચલિત થતાં નથી, જરા પણ ભય પામતાં નથી. ૩૮. भिन्नेभ-कुम्भ-गलदुज्ज्वल-शोणिताक्त मुक्ताफल प्रकर-भूषित-भूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि नाक्रामति क्रमयुगाचल-संश्रितं ते ।।३९।। હે પ્રભુ! જેણે વિફરેલા હાથીના કુંભસ્થળને ફાડીને લોહીથી ખરડાયેલા મોતીસમાં હાડકાંઓનો ઢેર વરસાવ્યો છે, જેણે સંહાર કરવા માટે પોતાના બે પગ ઉપાડ્યા છે, તેવો વિકરાળ સિંહ પણ તમારા ચરણાશ્રિત સેવકોને જોઈ, શાંત થઈ જાય છે અને તેના પર તે આક્રમણ કરી શકતો નથી. ૩૯. कल्पान्त-काल-पवनोद्धत-वह्निकल्पं दावानलं ज्वलितमुज्ज्वल-मुत्स्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव सम्मुखमापतन्तं त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ।।४०।। હે પ્રભુ! પ્રલયકાળના વાયુ થકી ઉદ્ધત થયેલા અગ્નિ જેવો જાજ્વલ્યમાન દાવાનળ, જેની જવાળાઓ આકાશને આંબે છે, જેનાં તણખાં ચોતરફ પ્રસરેલા છે, જે આખા વિશ્વને ગળી જવાની તૈયારીમાં છે તે પણ એક માત્ર તમારા નામરૂપ કીર્તનજળના રટણથી શાંત થઈ જાય છે. ૪૦. रक्तेक्षणं समद-कोकिल-कण्ठ-नीलं क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्कस्त्वन्नाम-नागदमनी हृदि यस्य पुंसः ।।४१।। હે દયાળુ દેવ! જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની ઔષધિ હોય, તે પુરુષ લાલચોળ નેત્રવાળા, મદોન્મત્ત તથા કોયલ જેવા કાળા, ક્રોધિત, છંછેડાયેલા, ઊંચી ફેણવાળા, સામે ધસી આવતા સર્પને પણ નિર્ભય થઈને ઓળંગી જાય છે અને સદા ભયમુક્ત રહે છે. ૪૧.
वल्गत्तुरङ्ग-गजगर्जित-भीमनादमाजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यद्दिवाकर-मयूख-शिखापविद्धं त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ।।४२।। હે જિતેન્દ્રિય જે રણભૂમિમાં શત્રુઓના ઘોડાઓ હણહણતાં હોય, હાથી ગર્જારવ કરતાં હોય, સૈનિકો ભયંકર યુદ્ધનાદ કરતાં હોય, એવા બળવાન શત્રુ રાજાનું સૈન્ય પણ જે રીતે સૂર્યોદય થતાં અંધકાર ભાગી જાય છે, તે રીતે તત્કાલ તમારા ભક્તથી દૂર નાસી જાય છે. આમ આપનું નામ સ્તવનાર ભક્ત સદા શત્રુભયથી મુક્ત રહે છે. ૪૨. કુન્તા-fમન્ન-ન-ગણિત-રિવાદવેવિતા-તરતુર-ચોધ-મીમાં યુદ્ધ નર્ચ વિનિત-ટુર્નચ-નેચ-પક્ષT: त्वत्पाद-पकज-वनाश्रयिणो लभन्ते ।।४३।।