________________
હે જિનેન્દ્ર પ્રભુ! જે યુદ્ધભૂમિમાં ભાલાની અણીના પ્રહારથી હાથીના શરીર ભેદાય છે અને તેમના શરીરમાંથી લોહીની ધાર વહે છે, તથા તે રક્ત પ્રવાહને પાર કરવામાં વીરયોદ્ધાઓ પણ અસફળ રહ્યા છે, એવા ભીષણ યુદ્ધમાં પણ તમારા ચરણકમળનો આશ્રય લેનાર ભક્તગણો શત્રુઓને માત આપી વિજય પ્રાપ્ત કરે છે. ૪૩. अम्भोनिधौ क्षुभित-भीषण-नक्रचक्रપાટીન-દ-ભય-દ્રોન્વ-વાડવISat | रङ्गत्तरङ्ग-शिखरस्थित-यानपात्रास्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ।।४४।। હે ભગવાન! જે મહાસાગરમાં ભયાનક મગરના સમૂહો, પાઠીન તથા પીઠ જાતિના ભયંકર મત્સ્યો, તથા વડવાનલ યુક્ત ઉછળતા તરંગો છે, એવા તોફાની સમુદ્રમાં જેમના વહાણો ફસાયા હોય, તેઓ માત્ર આપના નામસ્મરણથી ભયરહિત થઈ, નિર્વિદને કિનારે પહોંચી જાય છે. ૪૪. उद्भूत-भीषण-जलोदर-भारभुग्नाः शोच्यां दशामुपगताच्युत-जीविताशाः । त्वत्पाद-पङ्कज-रजोऽमृत-दिग्धदेहा मां भवन्ति मकरध्वज-तुल्यरूपाः ।।४५।। હે વિભુ! જળોદર રોગથી વાંકાં વળી ગયેલા, દયનીય તથા શોકાગ્રસ્ત દશા પામેલા, જેમને જીવવાની આશા જ રહી નથી એવા નિરાશ મનુષ્યો પણ તમારા ચરણકમળની ધૂળ લગાડવાથી નિરોગી થાય છે તથા કામદેવ જેવા સ્વરૂપવાન થઈ જાય છે. ૪૫. आपाद-कण्ठमुरु-श्रृङ्खल-वेष्टिताङ्गा गाढं बृहन्निगड-कोटि-निघृष्ट-जङ्घाः । त्वन्नाम-मन्त्रमनिशं मनुजाः स्मरन्तः सद्यः स्वयं विगत-बन्धभया भवन्ति ।।४६।। જેમના શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળો વડે બંધાયેલા છે, અને બેડીના ઘસારા થકી જેમના સાથળો લોહીલુહાણ થયા છે, એવા માનવો પણ, હે સ્વામી! સતત આપના નામરૂપ મંત્રનું (કું ઋષભાય નમ:) સ્મરણ કરવાથી તરત જ આપોઆપ બંધનરહિત થઈ ભયમુક્ત થાય છે. ૪૬. मत्तद्विपेन्द्र-मृगराज-दवानलाऽहिसंग्राम-वारिधि-महोदर-बन्धनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव यस्तावकं स्तवमिमं मतिमानभधीते ।।४७।। હે નાથ! જે કોઈ બુદ્ધિશાળી મનુષ્ય, ભક્તિભાવપૂર્વક તમારા આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે, તે મદોન્મત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર, કારાવાસ એવા આઠ પ્રકારના ભયથી મુક્ત રહે છે, સ્વયં ભય જાણે ભય પામી તેમનાથી દૂર ચાલી જાય છે. ૪૭. स्तोत्र-स्रजं तव जिनेन्द्र! गुणैर्निबद्धां, भक्त्या मया रुचिर-वर्ण-विचित्र-पुष्पाम् । धत्ते जनो य इह कंठगतामजस्रं तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ।।४८।। હે જિનેન્દ્ર! મેં ભક્તિપૂર્વક જ્ઞાનાદિ ગુણોથી તથા મનોહર એવા શબ્દરૂપી ભાવપુષ્પો વડે આ સ્તોત્રમાળા ગૂંથી છે. જે મનુષ્ય, નિરંતર ભક્તિપૂર્વક આ સ્તોત્રમાળા કંઠસ્થ કરશે, તે ચિત્તની ઉન્નતિવાળા મનુષ્યને ઊંચામાં ઊંચુ સન્માન મળશે તથા કોઈને વશ ન થયેલી અલભ્ય રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ સંબંધી લક્ષ્મી પ્રાપ્ત થશે. તે લક્ષ્મી સ્વયં તેની પાસે ચાલીને આવશે. ૪૮.