Page #1
--------------------------------------------------------------------------
________________
અમારે પ્રવાસ
[૫] નાતાલની રજામાં વિશ્રાતિ લેવી અને પ્રવાસ કરવો એવી ઈચ્છા પહેલેથી જ ઉદ્ભવેલી. પ્રવાસની મુદત ટૂંકી હોવાને કારણે પંજાબ (ગુજરાનવાલા) તરફ કે દ્વારકા તરફ જવાની વૃત્તિ રોકવી પડી અને પૂ. આ. શ્રીમાન જિનવિજ્યજીના વિચાર પ્રમાણે કુંભારિયા જવાનું નક્કી થયું. આ નિશ્ચયમાં રા. રા. મોહનલાલ દલીચંદ દેશાઈ સહભાગી થયા અને તા. ૨૭-૧૨-૨૭ ના રોજ અમદાવાદથી રવાના થયા. અમે નાનામોટા સાત જણ હતા.
પ્રથમ પાલનપુર ઊતર્યા. ત્યાંના બે દિવસના નિવાસ દરમ્યાન પ્રવાસના અંગે નેંધવા જેવી બે બાબત ખાસ છે. એક પ્રાકૃતિક દશ્યની અને બીજી ભંડારની. પાલનપુરથી લગભગ નવ માઈલ દૂર બાલારામની ટેકરીઓ છે જે અરવલ્લીને જ એક ભાગ અને આબુની નજીકમાં છે. એ ટેકરીઓ છે તે નાની પણ ત્યાંનું દશ્ય આકર્ષક છે. વૃક્ષે પુષ્કળ અને જમીનમાંથી વહેતા ઝરણાં–સ્ત્રોત એ ત્યાંની વિશેષતા છે. સ્ત્રોતોની નજીકમાં પાલનપુર નવાબને એક બંગલે છે. આ સ્થાનને ત્યાંના લેકે કાશ્મીરમાંની ગરીબીમાં કાશ્મીરનો લહાવો લે છે. જ્યાં પ્રાકૃતિક જલપ્રવાહ વહેતા હોય અને બીજી ભવ્યતા હોય ત્યાં મહાદેવ કે અન્ય કોઈ હિંદુ દેવ ન વસે એમ બનવું હિંદુસ્થાન માટે અસંભવિત નથી. મહાદેવની નાનકડી શી દેરી અને ધર્મશાળાના સામાન્ય છાપરાને મેટા રૂપમાં ફેરવી એ કુદરતી જલપ્રવાહની બંને બાજુએ બાંધકામ કરી લેવાની અને નહેર સુદ્ધાં કાઢવાની ચેજના થઈ ગઈ છે. આ દશ્ય જવાને આનંદ પ્રથમ દિવસે અમે બધાએ લીધું અને બે વર્ષ પહેલાંના ત્યાંના જલવિહાર તેમ જ વનભ્રમણનાં સ્મરણો તાજા કર્યો.
સાંજે શહેરમાં આવી ડાયરાના ભંડારમાંથી મુનિશ્રી ધીરવિજ્યજીની કપાથી ગુજરાતી ભાષાની કૃતિઓના બે દાભડાઓ મેળવ્યા અને સાહિત્યપ્રેમી ર. મેહનલાલભાઈ એ જ્ઞાનોપાસના રાતે શરૂ કરી. લગભગ બે વાગ્યા સુધી અને સવારે પણ ઊઠીને અગિયાર વાગ્યા સુધીમાં તેઓએ લગભગ બસ પુસ્તકની પ્રશરિત વગેરે લખી લીધું અને તેમાંનાં બધાં
Page #2
--------------------------------------------------------------------------
________________
ર૩૪]
દર્શન અને ચિંતન પુસ્તકો જોઈ તો કાઢયાં જ. એમની એ જાગૃક જ્ઞાનપૂજા જોઈ મને ઈર્ષા થતી. એ બધી ઉતારેલ પ્રશસ્તિઓને ઉપભોગ તે વાચકે તેઓશ્રી તરફથી પ્રસિદ્ધ થનાર પુસ્તકમાં કરશે જ એટલે આગળ ચાલવું ઠીક છે જ.
અંબાજી:-પાલનપુરથી ખરેડી પહોંચ્યા અને ત્યાંથી બીજે દિવસે કુંભારિયાની દિશા લીધી. કુંભારિયા જનારે અંબાજી જવું જ જોઈએ. એ અંબાજીથી લગભગ એક માઈલ દૂર છે. અંબાજી ગુજરાતનું જાણીતું હિંદુ તીર્થ છે, પણ ત્યાં કંઈ જેને ઓછા નથી આવતા ? અંબિકા રરમા. તીર્થકર શ્રી નેમિનાથની અધિષ્ઠાયિકા દેવી છે. એ પરવાડેની કુલદેવી છે. અત્યારે અંબિકાનું મંદિર, ત્યાંને વહીવટ, ત્યાંની પૂજા આદિ બધી પ્રક્રિયા દાંતા સ્ટેટના અધિકારમાં અને બ્રાહ્મણના કબજામાં છે. અંબાજી ખરેડીથી. ૧૨ માઈલ દૂર છે અને દાંતા સ્ટેટની પહાડી હદમાં આવેલું છે. ત્યાં જતાં શરૂઆતમાં શિરેહી સ્ટેટની હદ આવે છે. અને પછી દાંતાની. રસ્તે વિષમ નથી. ગાડાનું સાધન છતાં અમે બધા લગભગ પાદવિહારને જ આનંદ લેતા ત્યાં પહોચ્યા. અંબિકા કે કુંભારિયા જનારને રસ્તાની કે વાહનની મુશ્કેલી નથી, પણ ખરું, અને ભયંકર ત્રાસ સ્ટેટના દાપા (મૂંડકાવેરા) નો જ છે. તીર્થોની તીવ્ર શ્રદ્ધા હોય, શીલ્પના અજબ નમૂનાઓ જોવાની ઉક્ટ. ઇચ્છા હોય, ખિસ્સે ઠાલું ન હોય અને મનુષ્ય જાતિને પડતા ત્રાસ સહી લેવાની જેટલી ઉદારતા કેળવી હોય કે તે ત્રાસને ત્રાસ ન ગણવા જેટલું અજ્ઞાન હોય તે જ એ તીર્થોમાં જઈ યાત્રા સુખરૂપ માણી શકે. આ જ હાડમારીને કારણે અતિસુંદર તેમ જ દેલવાડા જેવા કલામય ભવ્ય જૈન મંદિરે હોવા છતાં કુંભારિયામાં જનાર જૈયાત્રીઓ બહુ જ ઓછા હોય. છે. ખાસ કુંભારિયાની યાત્રાએ નીકળનાર તો વીરલ જ હોય છે. કેટલાક અંબાજીની બાધા રાખનાર જૈને અંબાજી આવે છે તે કુંભારિયા પણ જાય છે. જ્યાં સુધી “આરોગ્ય, સંતતિ અને વૈભવની પ્રાપ્તિનો આધાર અંબાજી છે” એવી શ્રદ્ધા ધરાવનાર સ્થાનકવાસી કે મૂર્તિપૂજક જનો રહેશે ત્યાં સુધી સ્ટેટની છે તે કરતાં પણ વધારે હાડમારી થયા છતાં એ કુંભારિયા, તીર્થમાં જનાર છેડા પણ જૈન નીકળવાના જ.
દાંતારાની વ્યવસ્થા :–ભાડા કરતાં પણ વધારે વાહન ઉપર લાગે, આબુ કરતાં પણ વધારે મૂંડકાવે અને જગાએ જગાએ ચાકીવેરાનો ત્રાસ એ બધું દુઃખ ત્યાં જનાર દરેક યાત્રી રહે છે, પણ તે સામે હજી સુધી કોઈએ લખ્યું હોય કે માથું ઊંચકર્યું હોય એમ હું નથી જાણત
Page #3
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રવાસ
[ ૨૩
ત્રાસ ખમનાર દરેક યાત્રી માત્ર મનથી જ નહિ પણ મેઢા સુદ્ધાંથી દાંતા સ્ટેટની વ્યવસ્થાને શ્રાપ આપે છે અને પાછા તીર્થ'ની શ્રદ્ધામાં કે હિંદુસ્થાનના સર્વસામાન્ય ગંભીર અજ્ઞાનમાં કે આપણે શું કરી શકીએ ? એવી વારસાગત નિર્બળતામાં અને છેવટે સહિતની પરંપરાગત એપરવામાં એવા ત્રાસને ભૂલી જાય છે અને ખમી જાય છે. એ ત્રાસના અનુભવનાર અનેક યાત્રીઓના મુખથી નીકળતી શ્રાપરંપરા સાંભળી મને વિચાર આવ્યો કે વિરમગામની લાઈનદારી સામે જે હિલચાલ લેકાએ ઉપાડી છે તે કરતાં પણ વધારે સખત હિલચાલ ગુજરાતના હિંદુ વગે` દાંતા સ્ટેટ સામે ઉપાડવી જોઈ એ અને અખાભક્તોના માર્ગને સરળ બનાવવા જોઈ એ. હિલચાલમાં જનોએ પણ ઉત્સાહભેર ભાગ લેવા જોઈ એ. ગુજરાતના શિક્ષિત ધનાઢય અને સ્વમાનપ્રિય વગે આ હિલચાલ ગમે ત્યારે ઉઠાવવી જ પડશે. એમાં એક બાજુ ભૂતયા છે, મનુષ્યત્વના પ્રેમ છે અને બીજી આજી. અંધશ્રદ્ધાને શુદ્ધ કરવાના વિચારી પ્રયાસ છે. ના પાલિતાણાના મૂડકાવેરાની ખતમાં સ્ટેટ સામે કેમ લડી રહ્યા છે એનું રહસ્યદર્શન મને એ યાત્રામાં થયું. એક વાર મૂંડકાવેરામાં નમતુ આપવાથી અને લેાકેાની તીર્થં-શ્રદ્ધા રૂપ કામધેનુ ગાયને મરજી પ્રમાણે દેહી તે દૂધ ઉપર (કહેા કે લોકોના લોહીબિંદુ ઉપર) એશઆરામની ઈમારત ઊભી કરનાર રાજાઓના અધિકાર કબૂલ રાખવાથી યાત્રી તેમ જ સત્તાધારીની કેવી નૈતિક પડતી થાય છે તેનું સ્પષ્ટ દર્શન આ યાત્રામાં થયું. કાઈ રાજદ્વારી પુરુષે કરવા જોઇતા આત્રાસના વર્ણનને વધારે લંબાવવું મારે માટે અત્યારે અનધિકાર ચર્ચા છે.
અખાનાં બીજા દ્રુશ્યા અંબાજીના રસ્તામાં વચ્ચે વચ્ચે અનેકવાર એક જ નદી કે વહે। આવે છે અને બીજા પણ ઝરણાં ચાલતાં દેખાય છે. પાણી થે!ડુ અને વૃક્ષ પણ બહુ ન કહેવાય, છ્તાં આગળ વધતાં આનંદપ્રદ વૃક્ષઘટા અને ટેકરીઓનાં સુંદર દૃશ્યો આવે છે. અંબાજી એ નાનકડું ગામ છે. તેમાં વસ્તી મુખ્યપણે બ્રાહ્માની છે. અખાજીના પૂજારીએ બ્રાહ્મણ અને તેના ઉપર નભતા પણ શ્રાહ્મા; એટલે બ્રાહ્મણાની જ સંખ્યા અન્ય હિંદુતીર્ઘાની પેઠે અહીં પણ વધારે હોય તે સ્વાભાવિક છે. અંબાજીનું મૂળ સ્થાન અને મંદિર અનેાનુ હોવાનાં અનેક ચિહ્ન અત્યારે પણ માજુદ છે. અબાજીમાં વસતા બ્રાહ્મણાને લાડુ વિનાના દિવસે ભાગ્યે જ જાય છે. માનતા નિમિત્તે જમાડનાર મળી જ આવે. કાઈ અમારા જેવા નાસ્તિક ય તાપણુ ત્યાંના લાડુપ્રિય બ્રાહ્મણે
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૩૬]
દર્શન અને ચિંતન ધર્મગુરુઓની પડે એ નાસ્તિકતાને નસાડવા જરાપણ આળસ કરે તેવા નથી. ગયા, કાશી, મથુરાના પંડાઓ કરતાં અંબાજીના બ્રાહ્મણોની એક વિશેષતા છે અને તે પ્રાંતિક. ગુજરાતના મનુષ્યોમાં યુ.પી. મનુષ્ય જેટલી કઠોરતા નથી હતી. પ્રમાણમાં નરમાશ વધારે હોય છે એ વસ્તુનું દર્શન અંબાજીના પૂજારીઓ અને ત્યાંના બીજા બ્રાહ્મણોમાં થયું. માગે, ના પાડે તોયે માગે, વારંવાર દાતાને સચેત કરે, પણ કાશી આદિના પંડાની પેઠે હુજજત ન કરે. અંબાજીમાં કોઈ એકલી સ્ત્રી પણ જઈ શકે અને નિર્ભય રહે. એમ બનવું કાશી આદિમાં અસંભવ નહિ તે મુશ્કેલ તો ખરું જ, અંબાજીમાં ધર્મ-શાળાઓ અનેક છે અને ખાનપાનાદિની બીજી પણ સગવડ છે.
અમારો મુખ્ય ધ્યેય કુંભારિયાજી રહેવાનો હતો, પણ ચેકિયાતના ત્રાસને કારણે જ અંબાજીમાં રહ્યા. દહેરું જોયું. સવાર-સાંજ અને ભિન્ન ભિન્ન દિવસે અંબાજીનાં જુદાં જુદાં રૂપ દેખાય છે. શ્રદ્ધાળુ યાત્રીઓ રૂપવિવિધતાને દેવીને ચમત્કાર માને છે. પણ ચમત્કાર માત્રનું ચામડું ઉખેડી ફેંકનાર પશ્ચિમ કેળવણીના ઉપાસક એવી શ્રદ્ધા નથી ધરાવતા અને નાસ્તિક કહેવડાવવાને શેખ ઉત્પન્ન કરી એ ચમત્કાર વિષે પૂજારીને પૂછપરછ કરે છે. રા. શા. મેહનલાલભાઈ વકીલ અને સત્યજિજ્ઞાસુ તેથી એમને પણ ચમત્કારનું મૂળ જાણવાનો શોખ પ્રગટયો અને પૂજારીને પૂછયું કે
અંબામાતાની મૂર્તિનાં ભિન્ન ભિન્ન રૂપ અને વાહનોની ભિન્નતા માટે ખુલાસો કરે.” પણ પૂજારીઓ આજના શિક્ષક તર્કવાદી જમાનાને પ્રથમથી જ જાણી ગયા હોય અને તે માટે એક સૂત્રાત્મક ઉત્તર ઘડી રાખ્યો હોય તેમ લાગ્યું. પૂજારીઓએ કહ્યું, “માતા જગદંબા છે, તે જ સૃષ્ટિની કર્તાહર્તા છે, તેની અકળગતિ કેણ જાણી શકે? બ્રહ્મા વગેરે દેવે પણ એને પાર નથી પામ્યા. પ્રશ્નકર્તાએ ખૂબ જિજ્ઞાસા બતાવી પણ પૂજારીઓને ઉત્તર ‘છેવટે એ જ હતો. એમાં બુદ્ધિ ન ચાલે “જે છે તે જોઈ લે.” અમે એ બાબત કશું જ કહેવા માગતા નથી ઈત્યાદિ. કાશી, ગયા, વૃંદાવન આદિ તીર્થોનાં અજબ માહાતમ્ય તે તે તીર્થવાસી પાસેથી સાંભળેલાં અને પુરાણોમાં વાંચેલાં તેથી અંબાજીના પૂજારીઓના ઉત્તરથી મને જરાયે વિસ્મય ન થયું.
દાંતા રાજ્યની બીજી હકીત—કુંભારિયાજના મુખ્ય વર્ણન ‘ઉપર આવું તે પહેલાં દાતા સ્ટેટ વિષે ડું કહી લઉં. એ એક નાનકડું
સ્ટેટ છે. તેની આવક અંબાજીનો લાગો બાદ કરીએ તો બહુ જ છેડી છે. માત્ર અંબાતીર્થની જ આવક બે લાખ કરતાં વધારે સાંભળી છે. એ
Page #5
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રવાસ
[ ૨૩૭
આવકના ઉપયાગ કાંઈતી માટે કે પ્રજાકલ્યાણ માટે નથી થતા. માત્ર રાજા જ તેને પેાતાના ઉપયેગમાં લે છે. યાત્રીએ ઉપરના મૂંડકવેરા ઉપરાંત ત્યાંની વસ્તી ઉપર અનેક ખાતામાં એવા હેરત પમાડે તેવા કર નખાયેલા છે કે જેને સાંભળતાં જ કપારી છૂટે. કપડાં, સાકર, ગાળ આદિ કાઈ પણ વસ્તુ હોય તેના ઉપર દર રૂપિયે લગભગ એ આના જેટલા સામાન્ય કર હોય જ. બહારથી આયાત થતી વસ્તુઓ ઉપર વધારે કર નાખી સરક્ષણનીતિ સ્વીકારી છે એમ કાઈ ન સમજે. પાતાને ત્યાં ઉત્પન્ન થતી અને પેાતાને ત્યાં વેચાતી ધી વગેરે ચીજો પર પણ તેટલે જ અને તેવા જ અસરૢ કર નાખ્યા છે. જે જે ચીજોની બહાર નિકાસ થવાથી પ્રજાને વધારે લાભ થાય. રાજ્યને વેપાર ખીલે, એવી ચીજો ઉપર પણ દાણુની સખત લેાહબેડી નાખેલી છે. મધ જેવી વસ્તુ જે ત્યાં બહુ થાય છે તેની નિકાસ ઉપર મણે ૧૫ રૂપિયા ઉપરાંત દાણ છે; જ્યારે શિરેાહી સ્ટેટમાં છ આના દાણુ લે છે. પણ આ દાણુના સકંજા ઉપરાંત દુકાનદારે ઉપર દુકાનના કર વળી જુદા જ છે, કાઈના ઉપર વરસે પાંચસાતા કાર્યના ઉપર અઢીસાના કરના એજો છે. ચાહતી હોટેલવાળા એ અબજી જતાં રસ્તામાં આવે છે તેઓને પણ વરસે દોઢસા કરના ભરવા પડે છે. આ અપ્રાસંગિક જણાતું વર્ણન એટલા માટે આપું છું કે પ્રજાની અજ્ઞાનતા અને ગુલામી કેવી ગંભીર છે અને વિષય ક્ળે જ્યાં ત્યાં કેટલાં અને કેવાં દેખા દે છે તે જોઈ શકાય.
ભયનીતિ—ભીન્ન પણ એક વિષળના ઉલ્લેખ કરી દઉં, કારણ, એછાવત્તા પ્રમાણમાં એ રાગ હિંદુસ્થાનમાં સર્વવ્યાપી છે. ભય, મહાક્ષય—મારા ભય ત્યાં ભારે જોયો. ગાડાવાળા કહેઃ જો આ હટ્ટથી આગળ આવીશ તે મને મારશે. ગમે તેટલી ધીરજ આપ્યા છતાં અને ભારતુ જોખમ માથે લીધા છતાં તે બિચારે! મારના ભયથી કાંપતા કાંપતા એમ જ કહેતા કે તમને નહિ મને જ મારો.” બીજા એક દાણુછાપરીવાળા માણસે કહ્યું કે ‘ અમારાથી કશું ન ખેલાય. અહીં રહેવું છે. એલીએ તે માર ખાઈ એ અને હેરાન થઈ એ.’ અસ્તુ.
બ્રિટિશ હિંદમાં ભયનું ધુમ્મસ એસરી રહ્યુ` છે તેની અસર વહેલી મેડી આવાં દેશી રાજસ્થાનમાં પણ થવાની.
તીથ સંબંધી દાંતાના રાજા સુધી એને પહોંચવાના સંભવ નથી.. કઠે ગુજરાતીએ પણ્ એને પ કરશે એવી આશા બહુ ઓછી છે..
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ]
દન અને ચિંતન
છતાં અંબાજીના ધામમાં આવેલ વિચાર લખી દેવામાં કશું જ નુકસાન જોતા નથી. તેથી એ પશુ લખી દઉં, કે તીર્થ' એ તરણને ઉપાય છે. પારલૌકિક કલ્યાણ શું અને કયારે થશે તે અજ્ઞાત છે, થવાનુ જ હશે તે ભાવના પ્રમાણે થશે જ, પણ તેનાથી અહિક કલ્યાણ જેટલું વધારે અને જેટલું સહર સાધી શકાય તેટલી જ સાચી તોતા. તીર્થા એ માત્ર અમુક -સમુદાયની શ્રદ્દાનું મૂર્ત-રૂપ છે. અન્યત્ર કંજુસાઈ કરનાર પણ શ્રદ્દાળુ તીમાં કાંઈ જ ફાળા આપે જ છે. તીર્થનું મહત્ત્વ શ્રદ્ધાળુઓની ભક્તિ અને દાનńત્તને આભારી છે. શ્રદ્ધાળુ ખર્ચ કરે છે તે કાંઈક બદલાની આશાથી, નહિ કે માત્ર નિષ્કામ બુદ્ધિથી. તીર્થસ્થાન એટલે શ્રદ્દાની મૂર્તિમંત કામધેનુ તે દર ક્ષણે અને દર પળે આપેાઆપ અનેક રીતે દુઝા જ કરે છે. તેને બુદ્ધિપૂર્વક સાર્વજનિક કલ્યાણ અર્થે ઉપયોગ કરવામાં આવે તા શ્રદ્ધા સાથે વિવેકને સમન્વય થવાથી તીર્થં એ માત્ર નામનાં જ તીર્થં ન રહેતાં ખરાં તરણેાપાય બને. તે દ્વારા શારીરિક, માનસિક અને નૈતિક આરેાગ્ય ઘણું પાષી શકાય. તીર્થસ્થાને બહુધા સુંદર આત્માવાળાં સ્થાનમાં આવેલાં હોવાથી ત્યાંની આબેહવા પ્રભાણે આરેાગ્યભવના ઊભાં કરી શકાય અને અનેક બીમારીના આશીર્વાદ મેળવી શકાય. વ્યવસ્થિત શિક્ષણ સંસ્થાઓ, તીર્થની જ આવકમાંથી ચલાવી તે દ્વારા અજ્ઞાનના રોગ ફેડી શકાય. ઉચ્ચ નૈતિક જીવનવાળા સેવા અને શિક્ષકાને સંગ્રહ કરી તે વાતાવરણદ્વારા નૈતિક વન વિકસાવી શકાય. આ રીતે તીર્થં-થાનને આધુનિક જરૂરિયાતવાળી સંસ્કૃતિગંગાનું ઉદ્ગમસ્થાન બનાવી શકાય,
આ માટે જોઈતાં સઘળાં નાણાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધાની દિશા બદલીને મેળવી શકાય. એ કામ માત્ર કશુ નથી, પણ તેમાં મુશ્કેલીએ અપાર છે. આજ સુધી માત્ર તીર્થો ઉપર નભતે અમુક વર્ગ અને તે ઉપર તાગડધિન્ના કરનાર રાજ્ય સુદ્ધાં પ્રકાપ વહેારવા પડે, પણ અંગત સ્વાર્થ ખાતર જ્યાં પ્રકાપ વહારવાને ન હોય અને કેવળ સામાને મુશ્કેલીમાં મૂકવાને ઉદ્દેશ ન હોય તેવાં સાનિક કાર્ય કરવામાં ગમે તેની અને ગમે તેટલી ખન્ગીની પરવા રાખ્યા સિવાય જ કામ કરવું એમાં ધર્મષ્ટિ અને તીર્થ સેવા આવી જાય છે. એને પરિણામે એક નાનકડા વની પાપવિતા અને આલસ્ય વૃત્તિ દૂર થવા સાથે પ્રજાનું વાસ્તવિક હિત સધાતાં એ નાનકડાવર્ગનું પણ હિત સધાઈ જાય છે. અંબાજી જેવાં તીર્થસ્થાનમાં શારીરિક અને માસિક જ નહિ, પણ ઔદ્યોગિક શિક્ષણ અમુક અંશે આપવાના સફળ પ્રયોગો કરી શકાય તેમ છે અને બરબાદ જતી ખનીજ અને જંગલી
Page #7
--------------------------------------------------------------------------
________________
અમ પ્રવાસ
[૨૩૯ વસ્તુઓને વધારે લાભપ્રદ ઉપયોગ કરી શકાય તેમ છે. પણ આ માટે તે ભગીરથે જ જોઈએ. જે કે બે વર્ષ થયાં પાડા આદિને પ્રથમથી થતું વધ હવે ત્યાં અટક્યો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને હજુયે લાગશે કે દેવીના તીર્થોમાં પ્રજાની શક્તિ અને બુદ્ધિરૂપ ગાયને સતત હાનિકારક રીતે વધ જ થઈ રહ્યો છે. સ્થૂળ દષ્ટિ પ્રાણુનાશમાં વધુ જુએ છે ખરી પણ સૂક્ષ્મ દષ્ટિ શક્તિ માત્રના અનુપગ અને દુરુપયેગને વધ જ ગણે છે. અસ્તુ. આપણે એટલું જ ઈચ્છીએ કે આપણું દેશના દરેક તીર્થ આપણા અહિક કલ્યાણમાં પણ બુદ્ધિગમ્ય ફાળે આપે.
કુંભારિયાની યાત્રા–હવે અમારા મુખ્ય ગંતવ્ય અને દષ્ટવ્ય સ્થાન કુંભારિયા તરફ વળીશું. પડાવ અંબાજીમાં રાખી ચારે દિવસ સવારથી જ કુંભારિયાજી જવાનું અને સાંજ સુધી રહેવાનું રાખેલું. કુંભારિચાઇનાં જુના પાંચ અખંડ દેરાસરે તેની કારીગરી અને બાંધણીની ઉત્કૃષ્ટતા, ત્યાંના આરસપહાણની ખાણ, આરસપહાણનું કામ, તેને ઈતિહાસ અને તે સંબંધમાં ચાલતી વિદતીઓ એ બધા માટે અહીં સ્થાન ન રેહતાં વાચકને પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨ (જનવિજય સંપાદિત) જોઈ લેવા સાગ્રહ સૂચવું છું. અને તે સંબંધમાં હવે પછી તેઓશ્રી તરફથી પ્રસિદ્ધ થનાર અતિહાસિક માહિતીવાળા ત્યાંના લેખસંગ્રહની થોડો વખત ધીરજપૂર્વક રાહ જોતા રહેવા વીનવું છું. પ્રસ્તુત વર્ણનમાં મુખ્યત્વે ત્યાં થયેલ કામકાજની જ નોંધ આપવી એગ્ય ધારું છું અને પ્રસંગે પ્રસંગે એ સ્થાનમાં આવેલા વૈયક્તિક વિચારો રજૂ કરવાની ઇચ્છા રાખું છું.
દેવકુલીકાઓનું પુનઃ સમારકામ ચાલતું હોવાથી પબાસને છૂટાં હતાં અને તેથી તે ઉપરના બધા લેખે ખુલ્લા હોવાને કારણે વાંચવા શક્ય હતા. આ અનુકૂળતા જોઈ ર. મેહનલાલનું મન ઉતારી શકાય તેટલા શીલાલે ઉતારી લેવાનું થયું. આચાર્ય શ્રીમાન જનવિજયજીના અનુકૂળ વિચારે એમના મતને પ્રોત્સાહન આપ્યું. તુરત જ કામ શરૂ થયું. એક બાજુ લેખે સાફ કરવાનું કામ ચાલ્યું અને બીજી બાજુ તે વાંચવાનું અને લખી લેવાનું. આચાર્ય શ્રી જિનવિજયજીની સત્વર વાચનપટુતા અને શકિત તેમ જ રા. મેહનલાલની ઝડપી લેખનશકિત અને ગ્રહણપટુતા એ બંનેના વેગે છેડા જ વખતમાં ધાર્યા કરતાં વધારે લેખોની નકલે થઈ ગઈ અને સાંજે પાછા ફર્યા અને બેડા વખતમાં વધારે થયેલ કામના સંતોષજન્ય લેભે એક જ દિવસ રહેવાનો નિશ્ચયને વેગળો મૂકાશે અને બીજો દિવસ રહેવા પ્રેરાયા.
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
શન અને ચિંતન
અને ખીજા દિવસના કાર્યસ ંતોષે ત્રીજો દિવસ પણ રોકાયા. એકદર પાંચ મંદરામાં હતા તેટલા લગભગ બધાએ લેખ એ બંને કાશીલ મહાનુભાવાએ મળી આવેલા પથ્થરા ઉપરના શકય લેખે ઉતારી લીધા. આ બધા લેખે બહુ મહત્ત્વના છે. તેમાંના ચેડા લેખા અને તે પણ બહુધા અપૂર્ણપણે પ્રાચીન જૈન લેખ સંગ્રહ ખીજા ભાગમાં છપાયેલા છે. આ વખતે ઉતારી લીધેલા લેખાની સંખ્યા જેમ મેટી છે તેમ તેની પૂર્ણ નકલ એ પણ ખાસ મહત્ત્વની બાબત છે. એ બધા શીલાલેખા યોગ્ય રીતે ત્રૈમાસિકમાં અગર સ્વતંત્ર પુસ્તકરૂપે તેના મજ્ઞ શ્રી જીવિજયજી તરફથી પ્રસિદ્ધ થવાના હાવાથી તે સંબંધમાં અહીં સ્થાન રાકવુ વૃથા છે; છતાં એટલું તેા સૂચવી દઉં કે એ લેખમાં ઘણી નવી અને મહત્ત્વની ખીના જાણવાની મળશે અને ઐતિહાસિકા માટે એક રસ–પ્રદ પ્રકરણ ઉપસ્થત થશે.
મારે સાચી જ રીતે કબૂલ કરવુ જોઈએ કે લેખાની નો લેવા આદિ જે કુશળ કનું ઉપર ફ્રેંક વર્ણન કર્યું છે, તેમાં મારા નામના પણ હિસ્સે નથી. હું માત્ર તટસ્થ પ્રેક્ષક અને એ કુશળકથી આનતિ થનારા અને જિજ્ઞાસા શમાવનારા અને અહુ તે આ વન લખી સ ંતુષ પડનારા છું. જ્યારે આ શ્રી જીવનવિજયજી અને રા. મેાહનલાલ સમાહિત મતે લેખાની નકલ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારના દૃશ્યની છાપ મારા મન ઉપરથી ભૂંસાય તેવી નથી. પણ એ વાત જવા દઈ તે વખતે આવેલા વિચારેામાંથી કેટલાક લખી દઉં.
શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની કર્તવ્ય દશા—જે તીર્થંસ્થાના અને મદિરા જૂનાં તેમ જ આંધકામ, કારીગરી અને તિહાસની ષ્ટિએ અતિ મહત્ત્વનાં છે. (૧) તેનું સંપૂર્ણ સર્વસ્વ કાયમ રાખવા અને તેને યાગ્ય રૂપમાં પ્રસિદ્ધિમાં આણવા માટે જરૂરનું છે કે આખા દેશમાં મહત્ત્વનું સ્થાન ભાગવતી આણંદજી કલ્યાણુજીની સંસ્થા તે માટે ખાસ પ્રબંધ કરે. (૨) જો તે પાતાને ખાસ ઉપયોગી થાય તેવા પ્રાચીન તેમ જ અર્વાચીન સ્થાપત્ય અને શીલ્પ-કળા અભ્યાસીએના એક વર્ગ તૈયાર ન કરી શકે તે ખાસ ખાસ તીર્થસ્થાનમાં એક એક એવા માણસની નિમણૂક કરે તે જે પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શીલ્પકળામાં નિષ્ણાત હાય અને તિહાસસિક તેમ જ લાના હોય. (૩) જ્યાં એવા ખાસ માણુસની નિમણૂક શકય ન હોય ત્યાં વહીવટી માણસ જ એવા રાકવા જોઈ એ કે જેમાં ઓછામાં ઓછી જૈન ઇતિહાસ જાણવા અને સાચવવા
Page #9
--------------------------------------------------------------------------
________________
અમારે પ્રવાસ
[ ૨૪૧
પૂરતી લાયકાત હોય. જે પ્રાચીન કારીગરીવાળા એકાદ પથ્થરના ટુકડાનું અગર ઘસાયેલ–ભૂંસાયેલ એક બે અક્ષરવાળા લેખનું પણ મહત્ત્વ સમજતે હાય, લેખાની નકલા કરતાં જાણતા હોય, ફાટા લેતાં શીખ્યો હાય અને તીર્થોના ઇતિહાસના સાચા અભ્યાસી હોય. આજે સરકારી સંસ્થાઓમાંથી આવુ શિક્ષણ પામેલ માણસા મેળવવા એ મુશ્કેલ નથી, માત્ર કાર્ય કર્તાની દૃષ્ટિ ખૂલવી જોઈ ઍ. એથી દિશની પ્રાચીનતા અને તેનો તિહાસ સચવાવા ઉપરાંત કેળવાયેલ દેશી-વિદેશી વિદ્યાનેાનુ આકર્ષણ વધવાથી તીર્થં ઉપર આવતા પ્રત્યાયાને દૂર કરવાનું કામ બહુ સરળ થશે,
સાધુગણને વિનંતી :—કાર્યની દિશા નિશ્ચિત અને વનનુ વ્યાવહારિક ધ્યેય અસ્પષ્ટ હોવાથી આટલે મેાટે! સાધુસમુદાય છતાં સામાજિક હિતના કામ માટે સેવકાની માગણી હમેશાં ચાલુ જ રહે છે અને સેવાના અભાવની ફરિયાદ મટતી જ નથી. ઉપરાંત વિક્ષેપકારી સાધુઓને લીધે આખી સાધુસંસ્થાને અનાવશ્યકતાની ચર્ચા વધતી જાય છે. એક બાજુ પરોપકારી ગણાતા મેરા વર્ગ હોય અને બીજી બાજુ કા કર્તાને અભાવે અનેક ઉપયાગી કાર્યાં ન થતાં હોય કે નાશ પામતાં હોય તેવે વખતે દૂરદર્શી સાધુપુરુષેનું કર્તવ્ય છે કે સંગઠન કરી તૈયાર થઈ અને કામની યાગ્ય વહેંચણી કરી લે. સાધુ સમક્ષ નીચેનાં કામેા એછામાં ઓછા છે જ.
(૪) પુસ્તકભડારાની યોગ્ય વ્યવસ્થા અને વ્યવસ્થિત સૂચિ, તેમ જ તેના ઈતિહાસ તૈયાર કરવાનું કામ.
(૬) તદ્દન છેલ્લી અને નવી ઉપયાગી પદ્ધતિએ મૂળ પુરતા છપાવવાનું કામ.
(r) પસંદ કરેલ ખાસ પુસ્તકામાં લોકભાષામાં પ્રમાણિક અનુવાદ કરવાનું કામ.
(ઘ) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઊંડા અભ્યાસથી મહત્ત્વપૂર્ણ નવ સાહિત્ય રચવાનું કામ.
(૪) દરેક તી અને ભદિરને લગતા સર્વાંગિણી ઈતિહાસ લખ
વાનું કામ.
૧૬
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૪]
દર્શન અને ચિંતન (૪) સર્વસાધારણમાં સામાન્ય શિક્ષણ પ્રચારવાનું અને ઘટે ત્યાં ઉચ્ચ શિક્ષણને વિસ્તારવાનું અને તે માટે જાતે તૈયાર થવાનું કામ.
આ અને આના જેવાં કેટલાયે દેશકાલે માગી લીધેલાં નિર્દોષ કામ પડયાં છે. એમાંથી એક એકની રુચિ પ્રમાણે પસંદગી કરી તેને જીવનએય બનાવી સમગ્ર શક્તિ તેમાં રોકવામાં આવે તે નવરા પડેલ મનને કલેશ અને વિખવાદને પ્રસંગ નહિ આવે અને જેમ જુદા જુદા નાના સમન્વયથી આ સ્થાવાદ ઘડાય છે તેમ જુદી જુદી શક્તિ ધરાવનાર સાધુગણના સૌહાર્દપૂર્ણ સમન્વયથી જૈનસંધ બળવાન બનશે.
સાચી પ્રભાવના–પધરામણી, ઉપધાન, ઉજમણું આદિ અનેક ઉતસવ પ્રસંગે જે ધૂમધામ અને લખલૂટ ખર્ચ થાય છે તેના તેજમાં અંજાઈ ગૃહસ્થ અને સાધુઓનો મોટો વર્ગ શાસનની પ્રભાવના માની લે છે, પણ જે એ પ્રભાવના સાચી જ હોય તો જૈન સમાજમાં બળ આવવું જ જોઈએ. દર વર્ષે અને પ્રાયઃ દરેક પ્રસિદ્ધ સ્થળે આવી અનેક પ્રભાવનાઓ થયાના સમાચાર જૈને પત્ર વાંચનારથી અજ્ઞાત નથી અને ક્તાંય જોઈએ છીએ કે સિંધમાં બળની દિવસે દિવસે ઉણપ જ વધતી જાય છે. નથી જ્ઞાનનું બળ વધતું દેખાતું કે નથી ચારિત્ર્યનું બળ વધતું દેખાતું. જે જે બળો પૂર્વે હતાં તે કરતાં પણ આજે ઓછાં છે એ વાત સાચી હોય તે તે આપણે શું કબૂલ કરતાં શરમાવું જોઈએ ? આપણી ધર્મ પ્રભાવનાઓની ચાલુ પદ્ધતિ ખામીવાળી છે અને દેશકાળને અનુરૂપ નથી.
શું ઉપર સૂચવેલ કામમાં સાધુએ ગીરફતાર થઈ જાય તે જ્ઞાનની -આરાધના અને ચારિત્ર્યની આરાધના નહિ થવાની કે સંધબળ વધી શાસનપ્રભાવના નહિ થવાની ? આ તે કુંભારિયાનાં એ મંદિરમાં આવેલ વિચારોની વાનગી થઈ. અસ્થાન ચર્ચાનો દોષ લાગતો હોય તે તે બદલ વાચકે ક્ષમા આપશે.
કેટેશ્વરનું રમણીય સ્થાન–કુંભારિયાજીથી ત્રણ માઈલ દૂર કોટેશ્વર મહાદેવનું સ્થાન છે. તે ઊંચાણમાં છે અને સરસ્વતિ નદીનું મૂળ હોઈ તેમ જ જળપ્રવાહને બ્રાહ્મણબુદ્ધિએ વધારે પવિત્રતાનું રૂપ આપેલું હોઈ ત્યાં પુષ્કળ યાત્રીઓ જાય છે. અમે પણ ગયા હતા. રસ્તામાં એક સુંદર દશ્યને કે શ્રી જીનવિજ્યજીએ લીધો. તે વખતે તેમના સંદર્ય અને કલાલુપ દષ્ટિ વિષે આવેલા વિચારે કાંઈ જુદા જ હતા. પણ તેનું આ સ્થાન નથી.
Page #11
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રવાસ
[ ૨૪૩
'
અન્ય ઉપયાગી એ વાત—ગબ્બર, જરીવાવ, આરસપહાણની જૂની ખાણ વગેરે જોવાને અને ફરવાનાં સ્થાને સમયને અભાવે પડતાં મૂકી પાછા ફર્યા. પાછા ફરવાના અને આ વનને! ઉપસહાર ન લખાવતા ફક્ત અગત્યની લાગતી બે વાતા અહી વાચકા સમક્ષ મૂકી દઉં: એક તા એ કે ખરેડીમાં શ્રીમાન્ શાન્તિવિજયજીને સમાગમ, અને બીજી પાલનપુરમાંના એક ભંડારની કેટલીક તાડપત્રની પ્રતિનું અવલાકન (૧) શ્રી શાન્તિવિજયજી વિશે ગયે વર્ષે કંઈક સાંભળેલું. તેઓ આબુના ઊંચા અને વિવિધ શિખા ઉપર કે ગુફાઓમાં બહુધા એકાંત વન ગાળે છે. જાતે રબારી છે તેના જ શબ્દોમાં કુ" તો મારી હતા ત્યારે એ જંગલમાં રહેતા અને અત્યારે પણ જંગલી જ છું.' તે એકાંતવાસી યાગી તરીકે ભક્તોમાં જાણીતા છે અને આણુની આસપાસના પ્રદેશમાં જ વન તથા સંયમયાત્રા નિવહે છે. તેની પ્રતિષ્ઠા વિદ્યાને અંગે નથી, પણ સરળ જ્ગનને અંગે છે. તેઓ બાળા છે અને તદ્દન સાદા છે. નિઃસ્પૃહતા વિશેષ હોય એવી છાપ પડે છે. અનેક લેાકેા તેઓના દર્શન માટે આવે છે પણ હું સમજી શક્યો ત્યાં સુધી દર્શનાથીઓમાં કલ્યાણાથી ભાગ્યે જ હોય છે. સંપત્તિ, સંતતિ અને અન્ય અભિલાષાએ લેાકસમૂહને ધછાયામાં ધકેલે છે. એક જણ તપ કરે, ચેગ સાધે, શ્રમ કરે અને તેનુ ફળ મેળવવા હજારો અપુરુષાથી જષ્ણુ દેાડે એવી પરિસ્થિતિનું ભાન મને થયું. એ મહારાજશ્રી પાસે રાજાઓ, રાજકુમારો અને યુરોપિયન સુદ્ધાં આવે છે. એ ગુણાકર્ષાણુ જોઈ--સાંભળી તિ કરતાં ગુણુનું યિાતાપણું' કેટલું અને કેવું છે તેની પ્રતીતિ થઈ અને વિદ્યા કરતાં સયમનું, ખાસ કરી સરળતા અને નિ:સ્પૃહતાનું તેજ કેટલું વધારે છે એની પણ ખાતરી થઈ.
(ર) પાલનપુર—કમાલપરામાં લહુપેાષાળ ગચ્છના યતિના ઉપાશ્રય અને નાનકડા ભંડાર છે, એમાં તાડપત્રનાં છએક પુસ્તકા છે. એ પુસ્તકા જોયાં. એની આવશ્યક પ્રશસ્તિઓ લખી લીધી. એમાંનું એક પુસ્તક ૧૩મા સૈકાના આરંભમાં લખાયેલું છે કે જે ઉપદેશમાલા ઉપરનું સિર્ષિની વૃત્તિ છે. બાકીનાં બધાં પુસ્તકે સેમસુંદર સુરીના ઉપદેશથી હુંગરપુરમાં એકજ બાર્કની મદદથી વિ. ૧૪૮૭ થી ૧૪૨ સુધીમાં લેખાયેલાં છે, એ પુસ્તકામાં તત્ત્વાર્થં ભાષ્ય ઉપરની સિદ્ધસેન ગણીની વૃત્તિને પાંચમા અધ્યાયથી અંત સુધીને! ભાગ છે. મૂળ તત્ત્વાર્થસૂત્રનુ એક પુસ્તક છે. એક તાડપત્ર ઉપર દિગંબરીય ન્યાયગ્રંથ (પ્રમેય કમલભાત) આખા છે. ત્રણ પુસ્તકા
Page #12
--------------------------------------------------------------------------
________________ 244] દર્શન અને ચિંતન બ્રાહ્મણ ન્યાયનાં છે, જેમાં એક ઉદ્યોતકરનું ન્યાયવાર્તિક, બીજું તેના ઉપરથી વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા અને ત્રીજું તાત્પર્યટકા ઉપરની ઉદયન્ત કૃત તાત્પર્યો પરિશુદ્ધિ છે. આ પુસ્તકેની વિશેષ માહિતી અન્ય પ્રસંગે આપવી એગ્ય થશે. આ સ્થળે એટલું જ કહી દઉં કે આ વખતની ટૂંકી મુદતની પણ અમારી યાત્રા અનેક રીતે વ્યકિતગત અને સમષ્ટિગત દષ્ટિબિન્દુથી સફળ નીવડી છે. તેનું મૂર્ત પરિણામ શ્રીમાન જનવિજયજી અને રા. રા. મેહનલાલ દેસાઈ તરફથી પ્રગટ થનાર કૃતિઓમાં વાચકોની નજરે પડશે. આ પ્રવાસનું વર્ણન કદાચ કેટલાકને કંટાળો આપશે તો તેમાં કેટલાક વિચારે જાણી જોઈને જ લખ્યા છે કે જે બીજા કેટલાકને કર્તવ્યના ભાનમાં સાધક થશે એવી આશાથી. આણંદજી કલ્યાણજી તરફથી ચાલતી કુંભારિયા તીર્થની વ્યવસ્થા અને તેમના તરફથી ત્યાંના કીમતી મંદિરની સાચવણી માટે નિયુક્ત સેમપુરિયા પ્રભાશંકર સ્થપતિની વિદ્યાપ્રિયતા વિશે તંત્રીશ્રી પિતે જ લખશે એમ ધારી તે બાબત ઇરાદાપૂર્વક છોડી દઉં છું. –જૈનયુગ, પુત્ર 3, અં. 5