________________ 244] દર્શન અને ચિંતન બ્રાહ્મણ ન્યાયનાં છે, જેમાં એક ઉદ્યોતકરનું ન્યાયવાર્તિક, બીજું તેના ઉપરથી વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા અને ત્રીજું તાત્પર્યટકા ઉપરની ઉદયન્ત કૃત તાત્પર્યો પરિશુદ્ધિ છે. આ પુસ્તકેની વિશેષ માહિતી અન્ય પ્રસંગે આપવી એગ્ય થશે. આ સ્થળે એટલું જ કહી દઉં કે આ વખતની ટૂંકી મુદતની પણ અમારી યાત્રા અનેક રીતે વ્યકિતગત અને સમષ્ટિગત દષ્ટિબિન્દુથી સફળ નીવડી છે. તેનું મૂર્ત પરિણામ શ્રીમાન જનવિજયજી અને રા. રા. મેહનલાલ દેસાઈ તરફથી પ્રગટ થનાર કૃતિઓમાં વાચકોની નજરે પડશે. આ પ્રવાસનું વર્ણન કદાચ કેટલાકને કંટાળો આપશે તો તેમાં કેટલાક વિચારે જાણી જોઈને જ લખ્યા છે કે જે બીજા કેટલાકને કર્તવ્યના ભાનમાં સાધક થશે એવી આશાથી. આણંદજી કલ્યાણજી તરફથી ચાલતી કુંભારિયા તીર્થની વ્યવસ્થા અને તેમના તરફથી ત્યાંના કીમતી મંદિરની સાચવણી માટે નિયુક્ત સેમપુરિયા પ્રભાશંકર સ્થપતિની વિદ્યાપ્રિયતા વિશે તંત્રીશ્રી પિતે જ લખશે એમ ધારી તે બાબત ઇરાદાપૂર્વક છોડી દઉં છું. –જૈનયુગ, પુત્ર 3, અં. 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org