Book Title: Amaro Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ અમારે પ્રવાસ [૫] નાતાલની રજામાં વિશ્રાતિ લેવી અને પ્રવાસ કરવો એવી ઈચ્છા પહેલેથી જ ઉદ્ભવેલી. પ્રવાસની મુદત ટૂંકી હોવાને કારણે પંજાબ (ગુજરાનવાલા) તરફ કે દ્વારકા તરફ જવાની વૃત્તિ રોકવી પડી અને પૂ. આ. શ્રીમાન જિનવિજ્યજીના વિચાર પ્રમાણે કુંભારિયા જવાનું નક્કી થયું. આ નિશ્ચયમાં રા. રા. મોહનલાલ દલીચંદ દેશાઈ સહભાગી થયા અને તા. ૨૭-૧૨-૨૭ ના રોજ અમદાવાદથી રવાના થયા. અમે નાનામોટા સાત જણ હતા. પ્રથમ પાલનપુર ઊતર્યા. ત્યાંના બે દિવસના નિવાસ દરમ્યાન પ્રવાસના અંગે નેંધવા જેવી બે બાબત ખાસ છે. એક પ્રાકૃતિક દશ્યની અને બીજી ભંડારની. પાલનપુરથી લગભગ નવ માઈલ દૂર બાલારામની ટેકરીઓ છે જે અરવલ્લીને જ એક ભાગ અને આબુની નજીકમાં છે. એ ટેકરીઓ છે તે નાની પણ ત્યાંનું દશ્ય આકર્ષક છે. વૃક્ષે પુષ્કળ અને જમીનમાંથી વહેતા ઝરણાં–સ્ત્રોત એ ત્યાંની વિશેષતા છે. સ્ત્રોતોની નજીકમાં પાલનપુર નવાબને એક બંગલે છે. આ સ્થાનને ત્યાંના લેકે કાશ્મીરમાંની ગરીબીમાં કાશ્મીરનો લહાવો લે છે. જ્યાં પ્રાકૃતિક જલપ્રવાહ વહેતા હોય અને બીજી ભવ્યતા હોય ત્યાં મહાદેવ કે અન્ય કોઈ હિંદુ દેવ ન વસે એમ બનવું હિંદુસ્થાન માટે અસંભવિત નથી. મહાદેવની નાનકડી શી દેરી અને ધર્મશાળાના સામાન્ય છાપરાને મેટા રૂપમાં ફેરવી એ કુદરતી જલપ્રવાહની બંને બાજુએ બાંધકામ કરી લેવાની અને નહેર સુદ્ધાં કાઢવાની ચેજના થઈ ગઈ છે. આ દશ્ય જવાને આનંદ પ્રથમ દિવસે અમે બધાએ લીધું અને બે વર્ષ પહેલાંના ત્યાંના જલવિહાર તેમ જ વનભ્રમણનાં સ્મરણો તાજા કર્યો. સાંજે શહેરમાં આવી ડાયરાના ભંડારમાંથી મુનિશ્રી ધીરવિજ્યજીની કપાથી ગુજરાતી ભાષાની કૃતિઓના બે દાભડાઓ મેળવ્યા અને સાહિત્યપ્રેમી ર. મેહનલાલભાઈ એ જ્ઞાનોપાસના રાતે શરૂ કરી. લગભગ બે વાગ્યા સુધી અને સવારે પણ ઊઠીને અગિયાર વાગ્યા સુધીમાં તેઓએ લગભગ બસ પુસ્તકની પ્રશરિત વગેરે લખી લીધું અને તેમાંનાં બધાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12