Book Title: Amaro Pravas Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ અમ પ્રવાસ [૨૩૯ વસ્તુઓને વધારે લાભપ્રદ ઉપયોગ કરી શકાય તેમ છે. પણ આ માટે તે ભગીરથે જ જોઈએ. જે કે બે વર્ષ થયાં પાડા આદિને પ્રથમથી થતું વધ હવે ત્યાં અટક્યો પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને હજુયે લાગશે કે દેવીના તીર્થોમાં પ્રજાની શક્તિ અને બુદ્ધિરૂપ ગાયને સતત હાનિકારક રીતે વધ જ થઈ રહ્યો છે. સ્થૂળ દષ્ટિ પ્રાણુનાશમાં વધુ જુએ છે ખરી પણ સૂક્ષ્મ દષ્ટિ શક્તિ માત્રના અનુપગ અને દુરુપયેગને વધ જ ગણે છે. અસ્તુ. આપણે એટલું જ ઈચ્છીએ કે આપણું દેશના દરેક તીર્થ આપણા અહિક કલ્યાણમાં પણ બુદ્ધિગમ્ય ફાળે આપે. કુંભારિયાની યાત્રા–હવે અમારા મુખ્ય ગંતવ્ય અને દષ્ટવ્ય સ્થાન કુંભારિયા તરફ વળીશું. પડાવ અંબાજીમાં રાખી ચારે દિવસ સવારથી જ કુંભારિયાજી જવાનું અને સાંજ સુધી રહેવાનું રાખેલું. કુંભારિચાઇનાં જુના પાંચ અખંડ દેરાસરે તેની કારીગરી અને બાંધણીની ઉત્કૃષ્ટતા, ત્યાંના આરસપહાણની ખાણ, આરસપહાણનું કામ, તેને ઈતિહાસ અને તે સંબંધમાં ચાલતી વિદતીઓ એ બધા માટે અહીં સ્થાન ન રેહતાં વાચકને પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨ (જનવિજય સંપાદિત) જોઈ લેવા સાગ્રહ સૂચવું છું. અને તે સંબંધમાં હવે પછી તેઓશ્રી તરફથી પ્રસિદ્ધ થનાર અતિહાસિક માહિતીવાળા ત્યાંના લેખસંગ્રહની થોડો વખત ધીરજપૂર્વક રાહ જોતા રહેવા વીનવું છું. પ્રસ્તુત વર્ણનમાં મુખ્યત્વે ત્યાં થયેલ કામકાજની જ નોંધ આપવી એગ્ય ધારું છું અને પ્રસંગે પ્રસંગે એ સ્થાનમાં આવેલા વૈયક્તિક વિચારો રજૂ કરવાની ઇચ્છા રાખું છું. દેવકુલીકાઓનું પુનઃ સમારકામ ચાલતું હોવાથી પબાસને છૂટાં હતાં અને તેથી તે ઉપરના બધા લેખે ખુલ્લા હોવાને કારણે વાંચવા શક્ય હતા. આ અનુકૂળતા જોઈ ર. મેહનલાલનું મન ઉતારી શકાય તેટલા શીલાલે ઉતારી લેવાનું થયું. આચાર્ય શ્રીમાન જનવિજયજીના અનુકૂળ વિચારે એમના મતને પ્રોત્સાહન આપ્યું. તુરત જ કામ શરૂ થયું. એક બાજુ લેખે સાફ કરવાનું કામ ચાલ્યું અને બીજી બાજુ તે વાંચવાનું અને લખી લેવાનું. આચાર્ય શ્રી જિનવિજયજીની સત્વર વાચનપટુતા અને શકિત તેમ જ રા. મેહનલાલની ઝડપી લેખનશકિત અને ગ્રહણપટુતા એ બંનેના વેગે છેડા જ વખતમાં ધાર્યા કરતાં વધારે લેખોની નકલે થઈ ગઈ અને સાંજે પાછા ફર્યા અને બેડા વખતમાં વધારે થયેલ કામના સંતોષજન્ય લેભે એક જ દિવસ રહેવાનો નિશ્ચયને વેગળો મૂકાશે અને બીજો દિવસ રહેવા પ્રેરાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12