Book Title: Amaro Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ર૩૪] દર્શન અને ચિંતન પુસ્તકો જોઈ તો કાઢયાં જ. એમની એ જાગૃક જ્ઞાનપૂજા જોઈ મને ઈર્ષા થતી. એ બધી ઉતારેલ પ્રશસ્તિઓને ઉપભોગ તે વાચકે તેઓશ્રી તરફથી પ્રસિદ્ધ થનાર પુસ્તકમાં કરશે જ એટલે આગળ ચાલવું ઠીક છે જ. અંબાજી:-પાલનપુરથી ખરેડી પહોંચ્યા અને ત્યાંથી બીજે દિવસે કુંભારિયાની દિશા લીધી. કુંભારિયા જનારે અંબાજી જવું જ જોઈએ. એ અંબાજીથી લગભગ એક માઈલ દૂર છે. અંબાજી ગુજરાતનું જાણીતું હિંદુ તીર્થ છે, પણ ત્યાં કંઈ જેને ઓછા નથી આવતા ? અંબિકા રરમા. તીર્થકર શ્રી નેમિનાથની અધિષ્ઠાયિકા દેવી છે. એ પરવાડેની કુલદેવી છે. અત્યારે અંબિકાનું મંદિર, ત્યાંને વહીવટ, ત્યાંની પૂજા આદિ બધી પ્રક્રિયા દાંતા સ્ટેટના અધિકારમાં અને બ્રાહ્મણના કબજામાં છે. અંબાજી ખરેડીથી. ૧૨ માઈલ દૂર છે અને દાંતા સ્ટેટની પહાડી હદમાં આવેલું છે. ત્યાં જતાં શરૂઆતમાં શિરેહી સ્ટેટની હદ આવે છે. અને પછી દાંતાની. રસ્તે વિષમ નથી. ગાડાનું સાધન છતાં અમે બધા લગભગ પાદવિહારને જ આનંદ લેતા ત્યાં પહોચ્યા. અંબિકા કે કુંભારિયા જનારને રસ્તાની કે વાહનની મુશ્કેલી નથી, પણ ખરું, અને ભયંકર ત્રાસ સ્ટેટના દાપા (મૂંડકાવેરા) નો જ છે. તીર્થોની તીવ્ર શ્રદ્ધા હોય, શીલ્પના અજબ નમૂનાઓ જોવાની ઉક્ટ. ઇચ્છા હોય, ખિસ્સે ઠાલું ન હોય અને મનુષ્ય જાતિને પડતા ત્રાસ સહી લેવાની જેટલી ઉદારતા કેળવી હોય કે તે ત્રાસને ત્રાસ ન ગણવા જેટલું અજ્ઞાન હોય તે જ એ તીર્થોમાં જઈ યાત્રા સુખરૂપ માણી શકે. આ જ હાડમારીને કારણે અતિસુંદર તેમ જ દેલવાડા જેવા કલામય ભવ્ય જૈન મંદિરે હોવા છતાં કુંભારિયામાં જનાર જૈયાત્રીઓ બહુ જ ઓછા હોય. છે. ખાસ કુંભારિયાની યાત્રાએ નીકળનાર તો વીરલ જ હોય છે. કેટલાક અંબાજીની બાધા રાખનાર જૈને અંબાજી આવે છે તે કુંભારિયા પણ જાય છે. જ્યાં સુધી “આરોગ્ય, સંતતિ અને વૈભવની પ્રાપ્તિનો આધાર અંબાજી છે” એવી શ્રદ્ધા ધરાવનાર સ્થાનકવાસી કે મૂર્તિપૂજક જનો રહેશે ત્યાં સુધી સ્ટેટની છે તે કરતાં પણ વધારે હાડમારી થયા છતાં એ કુંભારિયા, તીર્થમાં જનાર છેડા પણ જૈન નીકળવાના જ. દાંતારાની વ્યવસ્થા :–ભાડા કરતાં પણ વધારે વાહન ઉપર લાગે, આબુ કરતાં પણ વધારે મૂંડકાવે અને જગાએ જગાએ ચાકીવેરાનો ત્રાસ એ બધું દુઃખ ત્યાં જનાર દરેક યાત્રી રહે છે, પણ તે સામે હજી સુધી કોઈએ લખ્યું હોય કે માથું ઊંચકર્યું હોય એમ હું નથી જાણત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12