SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] દર્શન અને ચિંતન (૪) સર્વસાધારણમાં સામાન્ય શિક્ષણ પ્રચારવાનું અને ઘટે ત્યાં ઉચ્ચ શિક્ષણને વિસ્તારવાનું અને તે માટે જાતે તૈયાર થવાનું કામ. આ અને આના જેવાં કેટલાયે દેશકાલે માગી લીધેલાં નિર્દોષ કામ પડયાં છે. એમાંથી એક એકની રુચિ પ્રમાણે પસંદગી કરી તેને જીવનએય બનાવી સમગ્ર શક્તિ તેમાં રોકવામાં આવે તે નવરા પડેલ મનને કલેશ અને વિખવાદને પ્રસંગ નહિ આવે અને જેમ જુદા જુદા નાના સમન્વયથી આ સ્થાવાદ ઘડાય છે તેમ જુદી જુદી શક્તિ ધરાવનાર સાધુગણના સૌહાર્દપૂર્ણ સમન્વયથી જૈનસંધ બળવાન બનશે. સાચી પ્રભાવના–પધરામણી, ઉપધાન, ઉજમણું આદિ અનેક ઉતસવ પ્રસંગે જે ધૂમધામ અને લખલૂટ ખર્ચ થાય છે તેના તેજમાં અંજાઈ ગૃહસ્થ અને સાધુઓનો મોટો વર્ગ શાસનની પ્રભાવના માની લે છે, પણ જે એ પ્રભાવના સાચી જ હોય તો જૈન સમાજમાં બળ આવવું જ જોઈએ. દર વર્ષે અને પ્રાયઃ દરેક પ્રસિદ્ધ સ્થળે આવી અનેક પ્રભાવનાઓ થયાના સમાચાર જૈને પત્ર વાંચનારથી અજ્ઞાત નથી અને ક્તાંય જોઈએ છીએ કે સિંધમાં બળની દિવસે દિવસે ઉણપ જ વધતી જાય છે. નથી જ્ઞાનનું બળ વધતું દેખાતું કે નથી ચારિત્ર્યનું બળ વધતું દેખાતું. જે જે બળો પૂર્વે હતાં તે કરતાં પણ આજે ઓછાં છે એ વાત સાચી હોય તે તે આપણે શું કબૂલ કરતાં શરમાવું જોઈએ ? આપણી ધર્મ પ્રભાવનાઓની ચાલુ પદ્ધતિ ખામીવાળી છે અને દેશકાળને અનુરૂપ નથી. શું ઉપર સૂચવેલ કામમાં સાધુએ ગીરફતાર થઈ જાય તે જ્ઞાનની -આરાધના અને ચારિત્ર્યની આરાધના નહિ થવાની કે સંધબળ વધી શાસનપ્રભાવના નહિ થવાની ? આ તે કુંભારિયાનાં એ મંદિરમાં આવેલ વિચારોની વાનગી થઈ. અસ્થાન ચર્ચાનો દોષ લાગતો હોય તે તે બદલ વાચકે ક્ષમા આપશે. કેટેશ્વરનું રમણીય સ્થાન–કુંભારિયાજીથી ત્રણ માઈલ દૂર કોટેશ્વર મહાદેવનું સ્થાન છે. તે ઊંચાણમાં છે અને સરસ્વતિ નદીનું મૂળ હોઈ તેમ જ જળપ્રવાહને બ્રાહ્મણબુદ્ધિએ વધારે પવિત્રતાનું રૂપ આપેલું હોઈ ત્યાં પુષ્કળ યાત્રીઓ જાય છે. અમે પણ ગયા હતા. રસ્તામાં એક સુંદર દશ્યને કે શ્રી જીનવિજ્યજીએ લીધો. તે વખતે તેમના સંદર્ય અને કલાલુપ દષ્ટિ વિષે આવેલા વિચારે કાંઈ જુદા જ હતા. પણ તેનું આ સ્થાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249304
Book TitleAmaro Pravas
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size213 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy