________________
૨૩૬]
દર્શન અને ચિંતન ધર્મગુરુઓની પડે એ નાસ્તિકતાને નસાડવા જરાપણ આળસ કરે તેવા નથી. ગયા, કાશી, મથુરાના પંડાઓ કરતાં અંબાજીના બ્રાહ્મણોની એક વિશેષતા છે અને તે પ્રાંતિક. ગુજરાતના મનુષ્યોમાં યુ.પી. મનુષ્ય જેટલી કઠોરતા નથી હતી. પ્રમાણમાં નરમાશ વધારે હોય છે એ વસ્તુનું દર્શન અંબાજીના પૂજારીઓ અને ત્યાંના બીજા બ્રાહ્મણોમાં થયું. માગે, ના પાડે તોયે માગે, વારંવાર દાતાને સચેત કરે, પણ કાશી આદિના પંડાની પેઠે હુજજત ન કરે. અંબાજીમાં કોઈ એકલી સ્ત્રી પણ જઈ શકે અને નિર્ભય રહે. એમ બનવું કાશી આદિમાં અસંભવ નહિ તે મુશ્કેલ તો ખરું જ, અંબાજીમાં ધર્મ-શાળાઓ અનેક છે અને ખાનપાનાદિની બીજી પણ સગવડ છે.
અમારો મુખ્ય ધ્યેય કુંભારિયાજી રહેવાનો હતો, પણ ચેકિયાતના ત્રાસને કારણે જ અંબાજીમાં રહ્યા. દહેરું જોયું. સવાર-સાંજ અને ભિન્ન ભિન્ન દિવસે અંબાજીનાં જુદાં જુદાં રૂપ દેખાય છે. શ્રદ્ધાળુ યાત્રીઓ રૂપવિવિધતાને દેવીને ચમત્કાર માને છે. પણ ચમત્કાર માત્રનું ચામડું ઉખેડી ફેંકનાર પશ્ચિમ કેળવણીના ઉપાસક એવી શ્રદ્ધા નથી ધરાવતા અને નાસ્તિક કહેવડાવવાને શેખ ઉત્પન્ન કરી એ ચમત્કાર વિષે પૂજારીને પૂછપરછ કરે છે. રા. શા. મેહનલાલભાઈ વકીલ અને સત્યજિજ્ઞાસુ તેથી એમને પણ ચમત્કારનું મૂળ જાણવાનો શોખ પ્રગટયો અને પૂજારીને પૂછયું કે
અંબામાતાની મૂર્તિનાં ભિન્ન ભિન્ન રૂપ અને વાહનોની ભિન્નતા માટે ખુલાસો કરે.” પણ પૂજારીઓ આજના શિક્ષક તર્કવાદી જમાનાને પ્રથમથી જ જાણી ગયા હોય અને તે માટે એક સૂત્રાત્મક ઉત્તર ઘડી રાખ્યો હોય તેમ લાગ્યું. પૂજારીઓએ કહ્યું, “માતા જગદંબા છે, તે જ સૃષ્ટિની કર્તાહર્તા છે, તેની અકળગતિ કેણ જાણી શકે? બ્રહ્મા વગેરે દેવે પણ એને પાર નથી પામ્યા. પ્રશ્નકર્તાએ ખૂબ જિજ્ઞાસા બતાવી પણ પૂજારીઓને ઉત્તર ‘છેવટે એ જ હતો. એમાં બુદ્ધિ ન ચાલે “જે છે તે જોઈ લે.” અમે એ બાબત કશું જ કહેવા માગતા નથી ઈત્યાદિ. કાશી, ગયા, વૃંદાવન આદિ તીર્થોનાં અજબ માહાતમ્ય તે તે તીર્થવાસી પાસેથી સાંભળેલાં અને પુરાણોમાં વાંચેલાં તેથી અંબાજીના પૂજારીઓના ઉત્તરથી મને જરાયે વિસ્મય ન થયું.
દાંતા રાજ્યની બીજી હકીત—કુંભારિયાજના મુખ્ય વર્ણન ‘ઉપર આવું તે પહેલાં દાતા સ્ટેટ વિષે ડું કહી લઉં. એ એક નાનકડું
સ્ટેટ છે. તેની આવક અંબાજીનો લાગો બાદ કરીએ તો બહુ જ છેડી છે. માત્ર અંબાતીર્થની જ આવક બે લાખ કરતાં વધારે સાંભળી છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org