________________
रास्ताविक
योग शाखम
III
અહિં મહેસાણામાં ફાગણ વદી ૧૧ના રોજ મુંબઈ ગેડીજી મહારાજના ઉપાશ્રયના ટ્રસ્ટી શ્રી પાનાચંદ રૂપચંદ તથા શ્રી લક્ષ્મીચંદ દુર્લભજી વિગેરે ગેડીજીના ઉપાશ્રયે વિ. સં. ૨૦૨૧ ના ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવ્યા.
પૂજ્ય મહારાજશ્રીએ પ્રથમ તે આનાકાની કરી. પરંતુ તે જ વખતે પાટણથી વંદનાથે આવેલા ૨૫ ભાઈઓ અને ગેડીજીના ટ્રસ્ટીઓના અતિ આગ્રહથી વિ. સં. ૨૦૨૧ ના ચાતુર્માસની જય બોલાવાઈ.
પ. પૂ. આચાર્ય વિજય પ્રેમસૂરિ મહારાજ વિ. સં.૨૦૨૧ના જેઠ સુદ ૧૩ ના રાજ૫. શ્રી સુબેધવિજયજી ગણિવર, તથા પન્યાસશ્રી કનકવિજયજી ગણિવર આદિ ઠાણા સાત સાથે ગોડીજી ઉપાશ્રયે ભવ્ય સામૈયા પૂર્વક પધાર્યા, સામૈયામાં ખુબજ જનમેદની હતી.
મુંબઈનું આ ચાતુર્માસ મુંબઈ માટે ખુબજ યાદગાર બન્યું, આ ચાતુર્માસ દરમિયાન સાત સુખ, આઠ મોક્ષ તપ વિગેરે તપ એકાસણાથી થયાં. જેમાં ૮૦૦ કરતાં વધારે ભાવિકે તે તપમાં જોડાયા. આ પછી સ્વર્ગસ્થતિક તપ થયે તેમાં ૧૩૦૦ કરતાં પણ વધુ તપસ્વીઓએ લાભ લીધો. બને તપનાં જુદા જુદા ગૃહસ્થ તરફથી એકાસણાં ગેડીજીમાં થતાં અને તે વખતને આનંદ અવર્ણનીય હતો.
આ પછી શાંતિનાથ ભગવાનના સામુદાયિક અઠ્ઠમ તપની આરાધના થઈ. ૧૦૦૦ લગભગ ભાવિકે જોડાયા. અત્તરવાયણા પારણા થયાં. અને દેવદ્રવ્યની ૧૦૦૦૦/દસ હજારની ઉપજ થઈ. ગૌતમસ્વામીનો છઠ્ઠ તપ પણ થયું. તેમાં પણ ૬૫૦ ભક્ત વગ જોડાયે. આમ ચોમાસું ખુબજ ધમપ્રભાવનામય ભાવોલ્લાસ પૂર્વક થયું.
ચોમાસા બાદ ધાનેરા નિવાસી ઉજમશીભાઈની દીક્ષા ગોડીજી ઉપાશ્રયમાં થઈ. આ નૂતન દીક્ષિતને ઉપકરણો વહેરાવવાની ઉછામણી રૂ. ૧૬૦૦૦ થઈ. તેઓનું મુનિશ્રી ઉત્તમવિજયજી નામ રાખી પૂ. આચાર્ય મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા.
ગોડીજીનું આ ચાતુર્માસ ખુબજ યાદગાર હતું. એમાસામાં માસ ખમણું ૧૬ ભWાં ૧૫-૧૨-૧૦ આદિ ઘણી તપશ્ચર્યાએ થઈ. તેમજ સિદ્ધચક્રપૂજન, ઋષિમંડળપૂજન, બૃહદ્ અષ્ટોત્તરી, તથા અહંદૂ મહાપૂજન જેવાં ઘણાં ધર્મ પ્રભાવક ઉત્સવો થયા.
નવરાહમિનિટ