________________
योग शास्त्रम्
तप्रास्ताविक
અને જીવનમાં કોઈને કંઈ પણ ઉપાસ્ય તત્તની ઉપાસના ભારતના ખૂણે ખૂણે પથરાયેલ છે. તેથી જ ભારતનું પ્રત્યેક ગામડું પ્રત્યેક જંગલ કે પર્વત કાંઈ ને કાંઈ ગીત, કે પત્થર યા વૃક્ષના થડ ઉપર સિંદુર કેળી દેવદેવીના આરોપણ દ્વારા પિતાની અનિયતા પામરતા જાહેર કરી તેની ઉપાસના કરે છે,
આમ કરેડો વર્ષથી આ ભૂમિ ધર્મ સંસ્કારથી સાવિત છે. અને આ ધર્મ સંસ્કારને સદા પક્ષવિત રાખનાર કોઈ ને કંઈ સંત મહંત ઓછી કે વધુ શક્તિશાળી દરેક જગ્યાએ પથરાયેલા છે. આથી જ ભારતે એ સદા સતની ભૂમિ રહી છે..
રાજા, મહારાજા, શ્રેણિ, સામત કે વિદ્વાને અનેક જાતની પૌદ્ગલિક સુવિધા છવનમાં હોવા છતાં તે હરહમેશાં પરભવની વિચારણા કરતા આવ્યા છે. અને તેથી જ ભારતમાં રાજ્યપાટ અને વૈભવ છેઠી તપવનને આશરે લેનારા અનેક રાજવીઓ નીકળ્યા છે, કોડાની સંપત્તિને છૂટે હાથે દાન દેનારા દૈશિવ નીકળ્યા છે અને તવંગષણ પાછળ ઠેર ઠેર ધૂમી સત્યની શોધ કરનારા વિદ્વાનો ભારતમાં પાકયા છે. આમ ભારતની કેવલ ઐહિક સુખ પાછળની દેટ નથી પણ પારમાર્થિક સુખ પાછળ તેનું ચિંતન સદાકાળ રહ્યું છે.
આ પારમાર્થિક સુખની ગષણાને લઈને ભારતમાં અનેક ધર્મો નીકળ્યા અને તે તે ધર્મોએ કોઈ ને કોઈ સિદ્ધાંત સ્થિર કરી તેની દ્વારા આચાર વિચારનું વર્તુળ સ્થિર કર્યું.
આ અનેક જાતના ધર્મો-વિચારોનું વગીકરણ તે વદર્શન છે. આ છએ દર્શનને સમન્વય અગર સમગ્ર ધમને સમન્વય તે જૈન દર્શન છે. આથી જ આનંદઘનજી મહારાજે નમિનાથ ભગવાનના દર્શન જિન અંગ ભણી જે' સ્તવનમાં જેનદર્શનમાં બધાં દર્શન સમાઈ જાય છે તે જણાવ્યું છે. આ સમન્વય દષ્ટિના પ્રતાપે જ ભગવાન પાસેથી “ ઉપને ઈ વા, વિગમે ઈ વા, હવે ઈ વા ” આ ત્રણ ત્રિપદીને વિસ્તારી ગણધર ભગવતેએ દ્વાદશાંગીની રચના કરી છે.
આ દ્વાદશાંગી ચાર અનુગમય છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, કથાનુગ અને ચરણકરણાનુગ. કમનું સ્વરૂપ તેની વગણા, બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, કરણે વિગેરે સમાતિસૂક્ષ્મ પદ્રવ્યની વિચારણા તે દ્રવ્યાનુગ છે.