________________
योग शास्त्रम्
प्रास्ताविक
ચરરરરરરરર
આ પોગશાસ્ત્રના રચયિતા કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ અને જેમને માટે આ યોગશાઅની રચના કરી છે તે પરમાત કુમારપાળ મહારાજા સંબંધિતું વર્ણન કરનારા ઘણા ગ્રંથે આજે મળે છે. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરિ પછી થયેલા પૂર્વાચાર્યોની પણ તેમના સંબંધી અનેક સ્તુતિએ અનેક ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ અને કુમારપાળ સંબંધીનું સુવિસ્તૃત વર્ણન નીચેના ગ્રંથમાં ઉપલબ્ધ છે. તેમ પ્રભાચાર્યશ્રત કુમારપાળ પ્રતિબંધ સં. ૧૨૪૧, મેહપરાજ્ય નાટક, પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, ચતુર્વિશતિપ્રબંધ, સિંહ મૂરિત કુમારપાળચરિત્ર, સંમતિલક રેકૃત કુમારપાળચરિત્ર, કુમારપાળ પ્રબંધ, ચારિત્રસુંદરકૃત કુમારપાળચરિત્ર, જિનમંડનઃ કુમારપાળપ્રબંધ, તીર્થક૫, ઉપદેશતરંગિણી, ઉપદેશપ્રાસાદ, દેવપ્રભગણિત કુમારપાળ રાસ, હીરકુશળકૃત કુમારપાળ રાસ, કવિઝષભદાસકૃત કુમારપાળ રાસ વિગેરે વિગેરે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજને જોઈને શ્રી તીર્થકર ભગવાન અને ગણધર ભગવતે કેવા જ્ઞાની હશે તેને ખ્યાલ આવે છે, આ માટે સોમપ્રભાચાર્ય કુમારપાળ પ્રબંધ પ્ર. ૧ ગાથા ૨૪થી જળ્યા છે કે,
ક્રમ નાક-કવિતા
इच्चाइ गुणाहं हेमसरिणो पेच्छिउण छेयजणी
सद्दहइ अदिढे वि हु तित्थंकर गुणहरप्पमुहे ઈત્યાદિ ગુણોવાળા હેમચંદ્રસુરિને જોઈને ચતુર માણસને અદષ્ટ એવા તીર્થંકર ગણધર પ્રમુખની શ્રદ્ધા બેસે છે આવી આવી અનેક સ્તુતિઓ મળે છે.
કુમારપાળ મહારાજાના સંબંધમાં ૫ણ.