Book Title: Vyutpatti Dipikabhidhan Dhundikaya Samarthitam Siddha Hem Prakrit Vyakaranam Part 01 Author(s): Vimalkirtivijay Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 6
________________ V વૃત્તિઢુંઢિકાની રચના કરી હતી. અનેક પ્રાચીન જ્ઞાન ભંડારોમાં તેની હસ્તલિખિત પ્રતિઓ છે. અમદાવાદ-વડોદરાખંભાત- ભાવનગર-પાટણના જ્ઞાનભંડારોમાં રહેલી હસ્તલિખિત પ્રતિને આધારે સંપાદન કાર્ય કર્યું છે. શાસનસમ્રાટ આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી જ્ઞાનશાલા-ખંભાતના જ્ઞાનભંડારમાં રહેલી પ્રતિને આદર્શપ્રતિ તરીકે રાખી A સંજ્ઞા આપી છે. પ્રતિ સંપૂર્ણ શુદ્ધ છે. શેષ હસ્તલિખિત પ્રતિઓ તથા મુદ્રિત પુસ્તકો કરતાં વિશેષ ઉદાહરણોનો ઉલ્લેખ આદર્શપ્રતિમાં મળે છે. B. C. E. સંજ્ઞક પ્રતિમાં વાચના-પાઠો સમાન મળે છે. C. સંશક પ્રતિમાં ઘણી જગ્યાએ પાઠો લખવાના રહી જવાથી પાછળથી પાઠો ઉમેરીયા છે. D. તથા F. સંશક પ્રતિમાં મુખ્ય મુખ્ય ચાવીરૂપ સૂત્રોમાં રહેલાં ઉદાહરણોશબ્દોની સંક્ષેપમાં વ્યુત્પત્તિ- સાધનિકા આપી છે. બારમા સૈકામાં મલધારિ નરચન્દ્રસૂરિ મહારાજે રચેલ પ્રાકૃતપ્રબોધ ગ્રંથનું સંપાદન સા. દીપ્તિપ્રજ્ઞાશ્રીજીએ હાજાપટેલની પોળના સંવેગી ઉપાશ્રયના જ્ઞાનભંડારમાં રહેલી ત્રણ હસ્તલિખિત પ્રતિને આધારે અનુક્રમે હ્ર. - ૩. - ૧. સંજ્ઞા આપી, શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડા૨-ખંભાતમાં રહેલી તાડપત્રીય પ્રતિને તા. સંજ્ઞા આપી, વાડી પાર્શ્વનાથ જ્ઞાનભંડાર (પાટણ) તથા હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર (પાટણ)માં રહેલી પ્રાકૃતદીપિકાની પ્રતિને વી. સંજ્ઞા આપી કર્યુ હતું. આ તમામ પ્રતિઓના મહત્ત્વપૂર્ણ પાઠોનો- ટિપ્પણીઓનો તે તે સંજ્ઞાઓનો ઉલ્લેખ કરી ઉપયોગ કર્યો છે. અપભ્રંશભાષાના અધ્યયન- અધ્યાપન માટેનો સર્વશ્રેષ્ઠ - સવિસ્તૃત વિવેચનાત્મકગ્રંથ એટલે ડૉ. હરિવલ્લભ ભાયાણી સંપાદિત ‘સિદ્ધહેમગત અપભ્રંશવ્યાકરણ'. આ ગ્રંથમાં અપભ્રંશભાષાના પ્રત્યેક શ્લોકોના અન્વય, શ્લોકગત શબ્દોના સ્વતંત્ર અર્થ, દેશીશબ્દોનો ઉલ્લેખ, શ્લોકાર્થ- વિસ્તૃત વિવેચન, ટિપ્પણીઓ કરી સ્વકીય અભિપ્રાયોનું નિદર્શન પણ કરીયું છે. અપભ્રંશદોધક વ્યાખ્યાલેશ-દોધકવૃત્તિપ્રતિમાં સુમતિરત્ને કરેલાં શ્લોકાર્થો અને ડૉ. હરિવલ્લભ ભાયાણીએ કરેલા શ્લોકાર્થોમાં પ્રાયઃ સમાનતા જોવા મળે છે. જ્યાં વિશિષ્ટાર્થ જોવા મળે છે ત્યાં તે તે ગ્રંથની સંજ્ઞા કરી વિશિષ્ટાર્થોનો ઉલ્લેખ કર્યો છે. ગ્રંથગત વિષયોનું વર્ણન- વર્ગીક૨ણ ભાગ-૨ નવ પરિશિષ્ટોમાં કર્યુ છે. તેમાં ‘પ્રાતવ્યારાન્તર્ગતા દેશીશબ્દા: પરિશિષ્ટ-૮નું સંપાદન વેશીશો, વેશીશસંગ્રહ:, પાઞસમળવો, અપભ્રંશવ્યાળમ્ ગ્રંથોને આધારે કર્યું છે. વતુર્થપાવાન્તર્ગતા ધાત્વાવેશઃ પરિશિષ્ટ-૯માં દેશીધાતુઓના અર્થોનો ઉલ્લેખ પાઞસદ્દમહળવો આધારે કર્યો છે. પ્રાકૃતવ્યાકરણનું અધ્યયન કરનાર-કરાવનારને સુગમતા રહે, ગ્રંથપ્રત્યે રૂચિ વધે, અપ્રગટ કૃતિ પ્રગટ થાય, પૂર્વાપર સંબંધ ધરાવતાં અનેકવિધ ગ્રંથોનો સ્વાધ્યાય થાય, તેવા શુભાશયથી હેમપ્રાકૃતવૃત્તિઢુંઢિકાનું સંપાદન કર્યુ છે. બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ્રવચન પ્રભાવક તેજોમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વિદ્વન્દ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા- આશીર્વાદથી જ સંપાદન કાર્ય સંપન્ન થયું છે. સંપાદન કાર્ય કરતાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો વિદ્વાનોને તે અંગે ધ્યાન દોરવા વિનંતી. સંઘસ્થવિર સિદ્ધિસૂરિ મ. સા. ના સમુદાયના આચાર્ય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આચાર્ય કૈલાશસાગરસૂરિ જ્ઞાનમંદિરમાંથી હસ્તલિખિત પ્રતિની ઝેરોક્ષ મળી હતી. ગ્રંથકર્તા, ગ્રંથના વિષયોને વર્ણવતી, પૂર્વપરગ્રંથોના નિર્દેશવાળી, સંશોધનાત્મક પ્રસ્તાવના મુનિ ત્રૈલોક્યમંડનવિજયજી મહારાજે લખી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ઉપાધ્યાય વિમલકીર્તિવિજય હઠીસિંહની વાડી, અમદાવાદ મહાસુદ-૧૪Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 442